________________
પર્વતથી પણ વધારે સુગંધી હતું. તે ચંદ્રાવતી નગરીના સ્વામી-બાર છત્રોથી શોભતા અને જેના મહેલમાં લાખ અશ્વો બાંધેલા હતા એવા-વિમળે કરાવ્યું હતું. તે ચૈત્ય બારીક વિવિધ કોતરેલી ઘણી કોતરણીઓ ને મીનાકામથી શોભિત હતું અને જોનારની દૃષ્ટિને અમૃતના અંજન સમાન હતું. આવું મનોહર ચૈત્ય સંઘ તથા મંત્રીઓએ જોયું. તે ચૈત્યમાં મોતીના સાથિયાની નિશાનીથી પૃથ્વીમાંથી પ્રગટ થયેલા શ્રી ઋષભ પ્રભુની સ્થાપના કરેલી હતી. તેની વિધિપૂર્વક પૂજા કરીને મંત્રીએ મનોહર મોટી રેશમી ધ્વજા ચડાવી તથા તે જ ઠેકાણે છ કળપ્રમાણ પૃથ્વી ઉપર સાડાબાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ઉત્તમ કોતરણીના સમૂહથી વ્યાપ્ત એક અદ્ભુત ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવેલું હતું. ત્યાં આવીને પુણ્યવંત મંત્રી વગેરે સંઘના લોકોએ વિધિપૂર્વક સ્નાત્ર, પૂજા, ધ્વજાદિક કાર્યો કર્યા. તે પછી ચંદ્રાવતી નગરીમાં રહેલા જિનેશ્વરોને નમસ્કાર કરી તે સંઘ ચૈત્યો વડે મનોહર શોભાવાળા આરાસણ તીર્થ તરફ ચાલ્યો. કેટલોક માર્ગ ઉલ્લંઘન કર્યો તેટલામાં, તત્કાળ કષ્ટને સૂચવનારી ભયંકર શબ્દવાળી ભૈરવી (ચીબરી) ડાબી બાજુ રહીને શબ્દ કરતી બધા લોકોએ સાંભળી. તે વખતે ભય પામેલો સંઘ ક્ષણવાર ઊભો રહી પછી આગળ ચાલ્યો અને પોતપોતાના સુભટોને સજજ કરી મંત્રી અને સિંઘન સાવધાનપણે સંઘની આગળ ચાલ્યા.
આ અવસરે તે માર્ગમાં મુંજાલ નામનો કંડાલ દેશનો સ્વામી * ૧. આ મંત્રી હતો. ૨. વીઘા જેવું પ્રમાણવિશેષ. ૧૬૭ ઝાંઝણ મંત્રીએ બંધાવેલો કરેડાનો દેવપ્રસાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org