________________
ઊંચાં તોરણ અને ધ્વજાથી શણગારેલા નગરમાં મહોત્સવપૂર્વક જાણે નવાં લગ્ન કર્યાં હોય તેમ તે રાજા તે વધૂને પોતાના મહેલમાં લાવ્યો. તે જોઈ લોકો કહેવા લાગ્યા : ‘મરચાં જેવા રોષથી જતી રહેલી રાણીને સાકર જેવા પ્રેમથી મનાવીને રાજા આજે પોતાના મહેલમાં લઈ જાય છે.’’ આશ્ચર્ય છે કે તે રાણીની આપત્તિ પણ તેણીના માન, પૂજા અને યશને માટે જ થઈ. જેમ કે આંબામાં તીવ્ર લૂ પણ કેરીના રૂપ, ગંધ અને રસની શોભા-વૃદ્ધિને માટે જ થાય છે; અથવા તો લોકોત્તર ચારિત્રવાળાની આપત્તિ પણ સંપત્તિને માટે થાય છે; જેમ કે અગ્નિશૌચ જાતનું વસ્ત્ર અગ્નિમાં નાંખવાથી જ નિર્મળતાને પામે છે. પછી રાજાથી તિરસ્કારને પામેલી કદંબા રાણી ભય પામીને નાસી ગઈ. પ્રાયે કરીને અભ્યાખ્યાનાદિક ઉગ્ર પાપ આ ભવમાં પણ ભોગવવું પડે છે.
તે પછી લીલાવતી રાણી શ્રીપાર્શ્વનાથનું સુવર્ણબિંબ કરાવી તેની હંમેશાં પૂજા કરવાપૂર્વક અનુભવેલા પ્રભાવવાળા શ્રી નવકાર મંત્રનો જપ કરવામાં ઉદ્યમવંત થઈ. અણગળ પાણી, માંસ અને રાત્રિભોજન વગેરેનો તેણીએ ત્યાગ કર્યો, અને રસ વડે લોઢું જેમ સુવર્ણતાને પામે, તેમ મંત્રીની પ્રિયા વડે તે જૈનધર્મને પામી. ઘોડેસ્વાર, પદાતિ અને ઘણી સ્ત્રીઓના સમૂહની મધ્યે રહેલી તે રાણી પાંચ પર્વતિથિને દિવસે કાયમ શ્રેષ્ઠ પાલખીમાં બેસી વાગતાં વાજિંત્રના નાદપૂર્વક ચૈત્યોને વંદન કરવા જતી હતી. તે વખતે વચ્ચે આવતા ૧. કિનખાબ જેવી જાતનું. ૨. ખોટું આળ-કલંક.
રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનુ ગૃહાગમન
૧૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org