________________
સહિત પ્રધાનની સાથે સભામાં ગયો.
તે પછી મંત્રી ભોજન કરવા માટે પોતાને ઘેર ગયો, અને સાંજે રાજા પાસે આવી તેણે જણાવ્યું : “હે સ્વામી ! ઘણી ખુશીની વાત છે કે દેવી મારે ઘેર આવી ગયાં છે. તે સાંભળી હર્ષથી વિકસ્વર થયેલા નેત્રવાળા રાજાએ “હાંસી કરો છો કે સત્ય કહો છો ?' એમ તેને પૂછયું, ત્યારે પ્રધાને તેને સત્યતાની પ્રતીતિ ઉપજાવી. પછી હર્ષ પામેલા રાજાએ આજ્ઞા કરીને આખી નગરીમાં શોભા કરાવી. પછી એક વર્ષ જેટલી લાંબી થયેલી રાત્રિને નિર્ગમન કરી હર્ષ પામેલો રાજા આઠમે દિવસે પ્રાતઃકાળે મોટી શોભા સાથે પૃથ્વીધરને ઘેર ગયો. ત્યાં તેણે પડવાના ચંદ્રની રેખા જેવી નિસ્તેજ અને અત્યંત દુર્બળ શરીરવાળી તથા શ્વેત વસ્ત્રને ધારણ કરેલી અકલંકિત લીલાવતીને જોઈ. તે વખતે રાજાએ તે રાણીને ઘણાં દુકૂળ (વસ્ત્રો) અને આભરણો સાથે બત્રીસ લાખ રૂપિયા આપ્યા. મોહવાળા પુરુષો સ્ત્રીને પોતાના પ્રાણો પણ આપી દે છે. માઘ કવિએ જેમ ભોજ રાજાને જમાડ્યા હતા, તેમ તે મંત્રીએ રાણી સહિત રાજાને સ્વાદિષ્ટ અને પરિમિત ભોજ્યાદિક વડે પ્રસન્ન કર્યો.
પછી રાજા ત્યાંથી પોતાના મહેલ તરફ ચાલ્યો. જેમ વિષ્ણુ લક્ષ્મીને લઈ સમુદ્રથી નીકળ્યા હતા, તેમ આ રાજા હાથી ઉપર આરૂઢ થઈ ભૂષિત કરેલી પ્રિયાને પોતાની આગળ બેસાડી મંત્રીના ઘરથી નીકળ્યો. ઘણાં વધામણાં, ઘણાં વાજિંત્રોના શબ્દો અને ચોતરફ પેથડકુમાર ચરિત્ર
૧૨૨
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org