________________
નામનું મુહૂર્ત શ્રેષ્ઠ જણાવ્યું. કહ્યું છે કે
“દિવસના પહેલા બે પહોરમાં એક ઘડી ઓછી હોય અને પાછળના બે પહોરની એક (પહેલી) ઘડી અધિક આ બે ઘડી (મધ્યાહ્ન કાળની) વિજય નામનો યોગ (મુહૂર્ત) કહેવાય છે, તે સર્વ કાર્યને સાધનાર છે.”
તે વિજય મુહૂર્તમાં દૂતને મોકલવાની ઇચ્છાવાળા રાજાએ વિચાર કરવા માટે પૃથ્વીધર મંત્રીને બોલાવ્યો. તેને બોલાવવા માટે રાજાનો એક સેવક તેને ઘેર ગયો, તેને મંત્રીની પત્ની પ્રથમિણીએ કહ્યું : “અત્યારે મંત્રીની પૂજાનો સમય વર્તે છે, તેથી હમણાં આવી શકશે નહીં.” તે સાંભળી તે પુરુષ પાછો ગયો, ત્યારે રાજાએ ફરીથી બીજા પુરુષને મોકલ્યો. તેણે પણ જઈ મંત્રીના દ્વારમાં ઊભા રહી રાજાએ કહેલું કાર્ય દાસી દ્વારા મંત્રીને કહેવરાવ્યું. તેનું વચન સાંભળીને પ્રથમિણીએ અમૃત જેવા મધુર વચનથી તે પુરુષને કહ્યું : “હે ભાઈ ! હજુ મંત્રીને દેવપૂજામાં બે ઘડી લાગશે.” તે સાંભળી તેણે પણ જઈને રાજાને મંત્રીની પ્રિયાએ કહેલો જવાબ આપ્યો. પરંતુ આજ્ઞાનો ભંગ કર્યા છતાં પણ પ્રધાન ઉપર રાજાએ કોપ કર્યો નહીં. પછી મુહુર્ત નજીકમાં જ આવ્યું છે એમ ધારી ઉત્સુક થયેલો રાજા પોતે જ મંત્રીને ઘેર આવ્યો અને સાથેના પરિવારને . બહાર મૂકી પોતે એકલો જ ઘરમાં પેઠો. “હું આવ્યો છું એ ખબર મંત્રીને કોઈએ જણાવવી નહીં.” એમ કહી રાજા, આગળ ચાલતા એક માણસે દેખાડેલા માર્ગે આગળ ગયો. ત્યાં રાજાએ દેવાલય જોયું. •• • • • • • • • • પેથડકુમાર ચરિત્ર
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org