________________
તે નિરંતર જાતિવંત દશાંગ વગેરે ધૂપ ઉખેવવાથી સુગંધમય હતું; જળની શંકા થાય તેવી નીલમ મણિની બાંધેલી કુટ્ટિમ વડે તે શોભતું હતું; તેની ભીંતો વિચિત્ર પ્રકારનાં જિનેશ્વરનાં ચરિત્રાદિકનાં ચિત્રો ચીતરેલાં હોવાથી અત્યંત શોભતી હતી. ઉપરના ભાગમાં મનોહર ચંદરવા બાંધેલા હતા અને તેમાં મોતીની માળાઓ લટકાવેલી હતી. તે દેવાલય જાણે ભવનપતિના ઇદ્રનું ભવન હોય કે કલ્પવાસી દેવેદ્રનું વિમાન હોય કે મોક્ષલક્ષ્મીને ક્રીડા કરવાની હવેલી હોય એમ શોભતું હતું. તેમાં શ્રી પાર્શ્વનાથનું અદ્ભુત બિંબ હતું. તે મહાનલરત્નમય હતું; શિવલિંગ ફાટીને તેમાંથી પ્રગટ થયેલું હતું; સિંહાસન પર
સ્થાપન કરેલું હતું; દેદીપ્યમાન ફણાનાં રત્નોનાં કિરણો વડે ચળકતું હતું અને તેની બન્ને બાજુ એ અલંકારો વડે સુશોભિત એવી બે કન્યાઓ ઉજ્જવળ ચામરોને વીંઝતી હતી. આવા પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરતા મંત્રીને રાજાએ જોયો. તે વખતે રાજા ગુપ્ત રીતે પુષ્પ આપનાર મનુષ્યને ઉઠાડી તેને સ્થાને પોતે બેઠો, અને ક્રમ(રીત)ને નહીં જાણનાર હોવાથી જેમ તેમ આડાંઅવળાં પુષ્પો આપવા લાગ્યો. વારંવાર ક્રમ વિના પુષ્પો આપવાથી પોતે હાથે જ ક્રમસર પુષ્પો લેવાની ઇચ્છાથી મંત્રીએ પોતાનું મુખ પાછળ ફેરવ્યું, તો ત્યાં રાજાને બેઠેલા જોયા. તરત જ મંત્રી ઊભો થવા લાગ્યો, તેને રાજાએ આગ્રહથી બેસાડ્યો, અને તેની દેવભક્તિથી હૃદયમાં હૃષ્ટતુષ્ટ થઈ શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેણે કહ્યું : “હે મંત્રી ! તને ધન્ય છે. તારો જન્મ, જીવિત અને ૧. ભૂમિનળ.
પેથડ મંત્રીની દેવપૂજા
• • • • • • • • • • • • • • • • • • • • • , , ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org