________________
૧
ધન વખાણવા લાયક છે, કેમ કે દેવના ઉપર તારો ભક્તિનો વિસ્તાર આવો હદ વિનાનો છે. શરીરમાં ચૈતન્ય, ભોજનમાં ધી, રાજાના શાસનમાં શ્રીકાર, અથાણામાં લીંબુનો રસ અને ધર્મમાં ભાવના-આ સર્વ સારભૂત-શ્રેષ્ઠ છે. મન, વચન, કાયા, વસ્ત્ર, પૃથ્વી, પૂજાની સામગ્રી અને સ્થિતિ- આ સાતે પ્રકારની શુદ્ધિપૂર્વક પૂજા કરનાર તારા જેવો બીજો કોણ છે ? સેંકડો કાર્યો છતાં પણ, અને મેં બોલાવ્યા છતાં પણ, હું મંત્રી ! તારે કદાપિ દેવપૂજાને સમયે આવવું નહીં; તું સુખેથી એકાગ્ર મન વડે પૂજા કર. હું ત્યાં સુધી ડેલીમાં બેઠો છું.'' એમ કહી રાજા ત્યાંથી ઊઠી ડેલીમાં જઈ મંત્રીના સેવકે આપેલા ઉચિત આસન પર બેઠો.
તે પછી મંત્રી પણ વિધિપૂર્વક પૂજા, સ્તુતિ, કાયોત્સર્ગ વગેરે સર્વ પૂર્ણ કરી રાજા પાસે આવી, તેને નમન કરી, ઉચિત આસન પર બેઠો. તે વખતે જોશીએ કહેલું વિજયમુહૂર્ત જતું રહ્યું હતું, તો પણ રાજાએ તેના પર કોપ કર્યો નહીં. એહો ! પુણ્યનો વિલાસ આશ્ચર્યકારક છે. કહ્યું છે કે
“પ્રેમાળ પત્ની, સારા વિનયવાળો પુત્ર, ગુણો વડે અલંકૃત ભાઈ, સ્નેહવાળા બંધુજનો, અતિ ચતુર મિત્ર, નિત્ય પ્રસન્ન થયેલો સ્વામી, લોભ રહિત નોકર અને પોતાના બંધુ તથા પુણ્ય માર્ગે જ પ્રાયઃ વપરાતું ધન-આ સર્વ વસ્તુ પુણ્યના ઉદયથી કોઈક પુરુષને જ નિરંતર પ્રાપ્ત થાય છે.’' (૭૩)
૧. પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને રહેવું તે.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૫૬
www.jainelibrary.org