________________
તે પછી રાજા અને મંત્રી એ બન્નેએ વિચાર કરીને સંધિ, વિગ્રહ વગેરે સાધવામાં નિપુણ બુદ્ધિવાળા દૂતને બીજા નવીન મુહૂર્તમાં મોકલ્યો. તેણે પણ તે સૈન્યની સાથે સંધિ કરી તેને ચલાવી દીધુંપાછું વાળ્યું.
પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટેની પદ્ધતિ
તે પેથડ મંત્રી બે ગાઉ દૂર ગુરુનો યોગ હોય તો ત્યાં જઈને તેમની સમક્ષ દેવસિ પ્રતિક્રમણ કરતો હતો, અને પાક્ષિક વગેરે પ્રતિક્રમણ માટે ચાર ગાઉ દૂર ગુરુ હોય તો ત્યાં જઈને પણ ગુરુની સમક્ષ જ પ્રતિક્રમણ કરતો હતો, કેમ કે ઘરમાં પ્રતિક્રમણ કરવાથી મનમાં ઘરના વ્યાપારનો વિચાર થવા સંભવ છે, સ્થાપનાચાર્યની પ્રત્યુપેક્ષાદિકનો નિયમ રહેતો નથી તથા રાગદ્વેષના ઉદયનો સંભવ રહે છે, તેથી સાધુની સમીપે આવશ્યક (પ્રતિક્રમણ) કરવું શ્રેષ્ઠ છે. જેમ સંસ્કાર કર્યા વિનાની ભીંત ઉપર ચિત્રામણ સારું થઈ શકતું નથી, તેમ મન રાગદ્વેષ વિનાનું ન થાય ત્યાં સુધી પ્રથમ સામાયિક જ સ્થાપી શકાતું નથી, તો પછી પ્રતિક્રમણ તો શી રીતે થઈ શકે ? અને જો સમભાવમાં મન રમણ કરતું હોય તો અછતા પણ સમતાદિક સાધુના ગુણો મનમાં પ્રતિબિંબિત થાય છે. તે ઉપર શુદ્ધ કરેલી ભીંતનું દૃષ્ટાંત છે, તે આ પ્રમાણે ૧૫૭
પેથડ મંત્રીની પ્રતિક્રમણ માટે ની પદ્ધતિ
• • • • • • • • • • • • • • • • :
* * * *
Jain Education International
For Private & Personal Use Only
: www.jainelibrary.org