________________
કોઈ નગરમાં કોઈ રાજાએ ચિતારાઓને બોલાવી તેમને પોતાની સભા ચીતરવા આપી. તેમાં એક તરફની ભીંતનો વિભાગ ઘણા ચિતારાઓએ ચીતરવા માટે ગ્રહણ કર્યો અને તેની સામેની ભીંતનો ભાગ માત્ર એક જ ચિતારાએ ગ્રહણ કર્યો. પછી તે બન્નેની વચ્ચે જવનિકા (પડદો) રાખવામાં આવી. જ્યારે તે ઘણા ચિતારાઓએ તે પોતાની આખી ભીંત સુશોભિત ચિત્રથી ભૂષિત કરી, ત્યારે પેલા એક ચિતારાએ પોતાની ભીંત માત્ર મઠારી મઠારીને અત્યંત ઉજ્વળ અરીસા જેવી કરી. પછી વચ્ચે રાખેલી જવનિકા
જ્યારે દૂર કરવામાં આવી, ત્યારે તે ભીંતના બધાં ચિત્રો સામેની શુદ્ધ કરેલી ભીંતમાં પ્રતિબિંબરૂપે દેખાવા લાગ્યાં. તેથી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. આવી બુદ્ધિથી તે ચિતારો રાજા પાસેથી ઘણું ધન પામ્યો.
તે જ પ્રમાણે સમતાવાળા હૃદયમાં ગુણોનું પ્રતિબિંબ પડવાથી પણ ઉત્તમ સ્થાન (મોક્ષ) પ્રાપ્ત થાય છે. તે એક વર્ષની અંદર નિયમથી ત્રણ વાર ગુરુની પાસે પ્રશ્ન પૂછીને નવકાર મંત્ર વગેરે સૂત્રોના અર્થને પ્રગટપણે જાણતો હતો તથા સૂત્ર, અક્ષર અને પદાર્થનું ચિંતવન કરવામાં એકાગ્ર મનવાળો થઈને જ પ્રતિક્રમણ કરતો હતો. કહ્યું છે કે –
“પ્રતિલેખન કરતી વખતે; માત્રુ કરતી વખતે, ઠલ્લો કરતી વખતે; પ્રતિક્રમણ કરતી વખતે અને માર્ગમાં ચાલતી વખતે મુનિએ મૌન રહેવું જોઈએ.” પેથડકુમાર ચરિત્ર
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org