________________
પેથડ મંત્રીની સાધર્મિક ભક્તિ તે પેથડ મંત્રી અશ્વ પર આરૂઢ થઈ, લાખો મનુષ્યોના પરિવાર સહિત, માર્ગમાં જતો હોય તે વખતે તે જો કોઈ નવા સાધર્મિકને જુએ તો તરત જ અશ્વ પરથી ઊતરી તે સાધર્મિકને નમસ્કાર કરતો હતો. કહ્યું છે કે
ઘરના આંગણે સાધર્મિક આવે ત્યારે તેને જોઈને જેને સ્નેહ ઉત્પન્ન ન થાય તો તેના સમકિતમાં જ સંદેહ છે, એમ જિનશાસનમાં કહ્યું છે.'
જો ઐશ્વર્ય પ્રાપ્ત થયા છતાં પણ તે વિનય સહિત હોય તો તે દક્ષિણાવર્ત શંખમાં ગંગાજળ ભર્યા જેવું છે; કલ્પવૃક્ષ મંજરીવાળું થયા જેવું છે; પૂર્ણિમાનો ચંદ્ર કલંક વિનાનો થયા જેવું છે; સૌભાગ્યવતી સ્ત્રીના મસ્તક પર મુગટ બાંધ્યા જેવું છે અને સુવર્ણ સુગંધથી યુક્ત થયા જેવું છે એમ જાણવું.
આ પ્રમાણે તેનાં અનેક પુણ્યકાર્યોની કોટિની રચના સાંભળવાથી તુષ્ટિમાન થયેલા ઇદ્ર કેટલેક કાળે પોતાના અર્ધાસન ઉપર બેસાડવા માટે તે મંત્રીશ્વરને બોલાવ્યો ત્યારે તે સુવર્ણના ખોળા ચડાવેલા જ્યોતિમંડન નામના ચૈત્યના મંડપરૂપી વિમાનમાં આરૂઢ થઈને પહેલા દેવલોકમાં ગયો.
૧૫૯ Jain Education International
પેથડ મંત્રીની સાધર્મિક ભક્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org