________________
અસાધારણ શોભા કરાવી. તેમાં અંબાડી, કૂલ અને ઘંટા વગેરેથી હાથીઓને શણગારવામાં આવ્યા, મોટા અશ્વોને પલાણ વગેરેથી શણગાર્યા, મોટાં છત્રો, મનોહર વાજિંત્રો અને કુશળ સુભટોને પણ તૈયાર કર્યા. એ રીતે સર્વ સમૃદ્ધિ વડે શોભાની વૃદ્ધિ કરતો અને હાથીઓ વડે પૃથ્વીને કંપાવતો તે રાજા, ઈષ્યનો ત્યાગ કરી, સંઘપતિની સન્મુખ ચાલ્યો. આ વૃત્તાંત સાંભળીને મંત્રી પણ, સંઘમાં તોરણો અને ઊંચી ધ્વજાઓ વડે. વિવિધ પ્રકારની શોભા કરાવીને, મોટા આડંબર સાથે, રાજાની સન્મુખ ગયો. દૂરથી રાજાને જોઈને તરત જ મંત્રી પોતાની સાથે રાખેલા પાસેના તાજા-થોડા વખત પહેલાં જ થયેલા દશ-સંઘપતિઓ અને એકવીશ મહાધુરોની સાથે શ્રેષ્ઠ અશ્વ પરથી નીચે ઊતર્યો. રાજા પણ પાસે આવ્યો ત્યારે ગજેન્દ્ર પરથી નીચે ઊતર્યો. તે વખતે તે બત્રીશે મહાપુરુષો રાજાની પાસે ભેટ મૂકી તેને પગે લાગ્યા. રાજાએ તે સર્વનું સન્માન કરી તથા મંત્રીનું વિશેષ સન્માન કરી પોતે અશ્વ પર આરૂઢ થઈ બધાને મોટા આગ્રહથી અશ્વો પર ચઢાવ્યા. તે પછી રાજા બધાની સાથે આગળ ચાલ્યો. સંઘ પાસે આવતાં તેણે માંડવગઢની રચના જોઈ. તે વાયુથી ફરકતી ધ્વજારૂપી તરંગોવાળા ક્ષીરસાગર જેવી શોભતી હતી. તેની પ્રદક્ષિણા કરતા ઊંચા તોરણવાળા દરવાજાને જોઈ રાજાએ પોતાનો હાથી, ઘોડા વગેરેનો પરિવાર બહાર મૂકી અંદર પ્રવેશ કર્યો. અનુક્રમે સંઘનો પડાવ જોતો જોતો રાજા મંત્રીની પત્ની પાસે ગયો. તે વખતે તેણીએ
૧. મોટા શેઠિયાઓ. ૧૭૯
બને તીર્થોમાં એક ધ્વજાનું દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org