________________
સાંભળી પેથડ મંત્રીએ છપ્પન ધડી સુવર્ણ કહ્યું. જે માણસ હજાર યોજન, લાખ શ્લોક અને કરોડ રૂપિયા વડે પાછળ રહી ગયો હોય તે માણસ જેમ આગળના માણસ સાથે કોઈ પ્રકારે મળી શકતો નથી, તેમ આ પૂર્ણ સંઘપતિ પેથડ મંત્રીથી ઘણો પાછળ રહી ગયો, તેથી તે તેને મળવા શક્તિમાન થયો નહીં. તે પૂર્વે એકાંતમાં પોતાના સકળ સંઘને પૂછયું : “તમે કોઈ આનાથી અધિક થઈ શકશો ?” ત્યારે તેઓએ કહ્યું : “અમારી શક્તિ નથી. જો તમારી શક્તિ હોય તો જ તમે કરજો. અમારાં સર્વ બળદો, ગાડાંઓ અને મનુષ્યોને વેચીએ તો પણ તેટલું સુવર્ણ થઈ શકે તેમ નથી, તો તેથી અધિકની તો શી વાત કરવી ? લુંટાયાની જેમ સર્વસ્વ ગુમાવીને તીર્થ વાળવામાં શું ફળ છે ? આ ગિરિરાજને સાથે લઈને આપણે કાંઈ ઘેર જવાના નથી.” આ પ્રમાણે પોતાના સંઘનું વચન સાંભળીને શ્યામ મુખવાળા તે સંઘપતિએ મંત્રીને કહ્યું : “તમે જ ઇંદ્રમાળ પહેરો.” આ વખતે જમણી બાજુ રહેલો સર્વ લોક દિવસે કમળના સમૂહની જેમ ઉલ્લાસ પામ્યો, અને તે જ કમળનો સમૂહ રાત્રે જેમ સંકોચ પામે છે, તેમ ડાબી બાજુ નો સર્વ લોક સંકોચ (ગ્લાનિ) પામ્યો. પછી છપ્પન દિકકુમારીઓની સુવર્ણમય ઘડીની સદશ જેનો તેજનો સમૂહ શોભતો હતો, એવા તે મંત્રીએ છપન ધડી વડે ઇંદ્રમાળ ધારણ કરી (પહેરી). પછી શ્રેષ્ઠ વાજિંત્રના શબ્દ પૂર્વક મોટા ઉત્સવ વડે સંસારથી રક્ષણ કરનાર એવી આરતી ઉતારી, લોકોને ઉચિત દાન આપી, લાખો માણસો સહિત તે મંત્રીશ્વર પોતાને સ્થાને (ઉતારે) આવ્યો. ૧૪૭
શ્વેતાંબર સંઘપતિનો વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org