________________
બતાવી છે તેમાં સુકૃત અનુમોદનાનો સમાવેશ ખાસ કર્યો છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિમાં અલ્પ પણ ગુણનું દર્શન થાય ત્યારે હૈયે પ્રમોદ ભાવ પ્રગટાવવાનુ કહ્યુ છે અને જ્યાં ગુણ સાંભળવા મળે ત્યાં એ સાંભળીને રાજી થવાનું કહેવામાં આવે છે.
૧
ગુણવાનોનાં ચરિત્રો
ઇતિહાસ-પ્રસિદ્ધ જે જે મહાન વ્યક્તિઓએ લોકોપકારક અને શાસનપ્રભાવક કાર્યો કર્યાં અને પોતાના જીવન દ્વારા તે કાળના જનસમુદાયમાં એક ઉત્તમ જીવનનો ઉચ્ચ આદર્શ રજૂ કર્યો, તે તે વ્યક્તિઓનાં જીવનપ્રસંગો અથવા જીવનચરિત્રોના આધારે સમયે સમયે ઘણાં કાવ્યો, નાટકો, કથાગ્રંથો રચાયેલાં મળે છે. અને આવા તે પ્રસંગો ઔપદેશિક ગ્રંથોમાં પણ દષ્ટાંતરૂપે સચવાયેલા મળે છે. જેન ન શ્રમણ પરંપરામાં કથાસાહિત્યનો પ્રકાર વિપુલ પ્રમાણમાં ખેડાયેલો છે; તેમાં પણ ચરિત્રગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. મૂળ આગમમાં સાતમા અંગસૂત્ર ઉપાસક દશાંગમાં પણ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના આનંદ-કામદેવ વગેરે દશ શ્રાવકોનાં જીવનની ઘટનાનું ધર્મપ્રેરક નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પછીનાં ઉપાંગ સૂત્રોમાં પણ શંખ, શતક વગેરે શ્રાવકોનું અને જયંતી, સુલસા વગેરે
૧. (૧) ધાર્યો રાનો મુળનવેપિ
અધ્યાત્મસાર, પ્ર૦ ૭, અ૦ ૨૦.
(૨) ઘોડલો ગુણ પણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે.
—અમૃતવેલી સજ્ઝાય.
(10)
પેથડકુ માર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org