________________
પાસે જ્યારે આવ્યો ત્યારે સપના મસ્તક ઉપર રહેલી સુંદર એવી દુગએ અવાજ કર્યો. તે સમયે એ આશ્ચર્યપૂર્વક જોઈને મુંઝાયો; જેવો રાહ જોવા લાગ્યો કે તરત કોઈ શાસ્ત્રજો (મૌહૂતિક) તેને કહ્યું કે, “હે વણિક, તું મૂર્ખ છે. પહેલાં જો તું દરવાજામાં ગયો હોત તો આ પ્રદેશનો રાજા થાત ! હજીયે તું જાય તો રાજાનો તું પ્રતિનિધિ થઈશ.” તેનાથી ઉત્સાહિત થયેલો તે નગરમાં ગયો અને ત્યાં રહેવા લાગ્યો. પછી તો ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો મંત્રી થયો.
તે પછી, અધિકાર મેળવ્યા છતાં, તેણે પોતાની પ્રતિજ્ઞા છોડી નહીં. પાણીથી ભર્યો ભર્યો સાગર શું પોતાની મર્યાદા તજ છે ખરો ? તેણે નાગરવેલના પાન સિવાયનાં બધાં સચિત્ત દ્રવ્યો તજી દીધાં. રાજાની સભામાં તો તેનું શોભા કર્યા વિનાનું મુખ પણ સુંદર લાગતું હતું. જ્યારે તે સભામાં જાય છે ત્યારે તે મંત્રીરાજ પાલખીમાં બેસતા અને તે જ વખતે ઉપદેશમાળાની એક ગાથાનો પાઠ કરતા. રાજ કાર્યમાં રચ્યાપચ્યા રહેવાથી તેમને સમય મળતો નહોતો, તેથી પાલખીમાં બેસીને જતી વખતે તેમને કંઈ કામકાજ રહેતું નહોતું. એટલે કેટલાક દિવસોમાં તેમણે ઉપદેશમાળાનો પાઠ પૂરો કર્યો, કંઠસ્થ કર્યો. ખરેખર, તેમનો આ પ્રકારનો જ્ઞાન માટેનો ઉદ્યમ કોને આશ્ચર્યકારક ન બને ? (પ્રેરણાદાયક ન બને ?)
આ રીતે પેથડ મંત્રીએ રાજાની પાસેથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, તે જ રીતે ધર્મ પણ તેમની દ્વારા પ્રતિષ્ઠા પામ્યો, તે આ રીતે
પેથડકુમાર ચરિત્ર
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org