Book Title: Mangalmay Yog
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
Catalog link: https://jainqq.org/explore/001992/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મંગલમય યોગ સુનંદાબહેન વોહોરા PC www.jaimelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ( મંગલમય યોગ) સુનંદાબહેન વોહોરા કામ ન - - - પ્રેરક : પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ. સા. શ્યામલ ૩, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, અમેરિકા – અમદાવાદ પ્રકાશનવર્ષ : વિ.સં. ૨૦૫૪, વી.સં. ૨૫૨૪. મહાસુદ વસંતપંચમી પ્રથમ આવૃત્તિ : ૧૫૦૦ પ્રાપ્તિસ્થાન : ૧. સુનંદાબહેન વોહોરા ૨. દક્ષાબહેન મહેતા મહાવીર સોસાયટી, ૩૯, માણેકબાગ સોસાયટી એલિસબ્રીજ, કંચનદીપ સેન્ટરની સામે, અમદાવાદ-૩૮૦૦૦૭ સુરેન્દ્ર મંગળદાસ રોડ, ફોન : ૬૬૩૭૯૫૪ અમદાવાદ-૩૮૦૦૧૫ સમય : ૫થી ૭ ફોન : ૪૦૭૯૧૦ સાંજે ૬થી ૭ 3. Vina Mahendra Khandhar 8. Kalpna Pravin Shah 6112, Leyte Street, Cypress. 992 Mcnair Derive Ca. 90630 U.S.A. Lansdale PA 19446-U.S.A. Tel. 714-894-2930........... Tel. 215-362-5598 પૃષ્ઠસંખ્યા : ૮+૨૧૨ મુખપૃષ્ઠચિત્ર : વી. રામાનુજ લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, પાનકોરનાકા, અમદાવાદ-૧ ) ૫૩૫૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી. બંસીધર એસ્ટેટ બારડોલપુરા, અમદાવાદ-૪ 0 ૩૮૭૫૪) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક પ્રસ્તુત ગ્રંથનું મૂળ નામ “યોગસાર છે. એ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી ઈ. સ. ૧૯૮૭માં પ્રકાશિત થયેલો. તેના આધાર પર વિદ્યમાન પૂ. શ્રી. ભદ્રગુપ્તસૂરિજીની પ્રેરણાથી “મંગલમય યોગ' ગ્રંથમાં તેનો ભાવાનુવાદ કર્યો છે. “યોગસાર' ગ્રંથના લેખકનું નામ ઉપલબ્ધ નથી. લેખનની મેળવણી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત અધ્યાત્મસાર સાથે અંશતઃ મળતી આવે છે એવું જણાય છે. જોકે ઉપાધ્યાજીએ જે કૃતિઓ રચી છે તેમાં અંતમાં “યશ” શબ્દ વડે ઉલ્લેખ મળે છે. તેથી સંભવ છે કે આ ગ્રંથના રચયિતા અન્ય હોઈ શકે. જૈન દર્શનમાં “યોગ' શબ્દનો અને તેના રહસ્યનો અત્યંત મહિમા હતો, છે, અને રહેશે. યોગ અસંખ્ય પ્રકારના છે. જેને ત્રિકરણયોગ કહેવામાં આવે છે. તે મન, વચન અને કાયા છે. પુલના સંયોગે આત્મામાં જે વિશેષ પરિણામ થાય છે ત્યારે મનની પ્રવૃત્તિને મનયોગ, વચનની પ્રવૃત્તિને વચનયોગ, અને કાયાની પ્રવૃત્તિને કાયયોગ કહેવામાં આવે છે. આ યોગ પ્રાયે શુભાશુભ આશ્રવનું કારણ બને છે. પરંતુ પારમાર્થિક યોગ એ અંતરની શુભ પરિણતિ છે. પ્રસ્તુત ગ્રંથમાં યોગનું જે રહસ્ય ઉદ્યાટિત કર્યું છે તે યોગ આત્મ પરિણામનું મોક્ષમાર્ગના હેતુમાં જોડાવું તે છે. પછી તે યોગ જ્ઞાન, ધ્યાન, ક્રિયા, ભક્તિ, ઈત્યાદિ અનેક પ્રકારે હોઈ શકે. પરંતુ તેનું અર્થઘટન એક જ હોય છે કે આત્મપરિણામ મોક્ષને પ્રયોજનભૂત હોય છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનયોગની મુખ્યતા ગ્રંથમાં જણાવી છે. સંસારી જીવન કર્મસહિત હોવાથી વ્યવહારમાં અનેક ભેદ અને વિચિત્રતા જોવામાં આવે છે. આત્મા જ્યારે જ્ઞાનયોગ પર આરૂઢ થાય છે. ત્યારે તેનું જીવન અભેદ બને છે. સૌપ્રથમ તો યોગી દેહ અને આત્માને ભિન્ન જાણી તેના ભેદજ્ઞાન વડે સ્વસ્વરૂપે અભેદ થાય છે. યોગી જંગલમાં હોય કે મહેલમાં, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, Page #5 -------------------------------------------------------------------------- ________________ સમતાથી રહે છે. યોગી સાધનાકાળ સુધી યોગી કહેવાય છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય વડે તે સાધનાના ક્રમને ઉલ્લંઘીને પૌદગલિક યોગનો નિરોધ કરી, નિર્વાણને પ્રાપ્ત કરે છે, એ યોગનું ચરમ લક્ષ્ય છે. તે માટે કષાય મુક્ત અને વિષય રહિત જીવન ઉપાસ્ય બને છે. વાસ્તવમાં પરમાત્મા સાથે આત્માનું મિલન થાય તે યોગ છે. સર્વયોગમાં અધ્યાત્મની મુખ્યતા છે. આત્મા રાગાદિ ભાવમાં ન પરિણમતા શુદ્ધાત્માના પરિણામોને સ્વસંવેદન દ્વારા સાક્ષાત્ કરે છે. આવો આત્મસાક્ષાત્કાર યોગ દ્વારા સંભવે છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે શુદ્ધ ઉપયોગરૂપ આત્મ વડે જ આત્માને આત્મામાં લય પમાડનાર યોગી છે. છતાં પૂર્વ સંચિત કર્મ ઉદયમાં આવે તો તેને નષ્ટ કરનાર તથા ઇન્દ્રિયોના વિષયોને સહજપણે જેણે વશ કર્યા છે તે યોગી છે. પરમાત્મા સાથેની અભેદ ઉપાસના સર્વ તપસ્યાદિ યોગો કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે આ ઉપાસના સર્વ કર્મોનો ક્ષય કરવાવાળી છે. તેથી સર્વ યોગોથી સાધ્ય એવા મોક્ષનું તે સાધન છે. વળી પ્રસ્તુત ગ્રંથમાં કહ્યું છે કે શાંતિ અને સુખમાં રહેલ જેના દ્વાત્મક વિકલ્પો શમી ગયા છે, તે પરિગ્રહ રહિત યોગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે તે સુખ સાર્વભૌમત્વ ધરાવતો રાજા પણ પ્રાપ્ત કરી શકતો નથી. યોગનું સ્વરૂપ ખૂબ વિશાળ છે. તેમાં અનેક પદાર્થો સમાય છે. પૂ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં પ્રારંભની ભૂમિકા માર્ગાનુસારીના ગુણોથી કરી છે. અને ત્યાર પછી સમ્યગ્દર્શનાદિ ધર્મ, શ્રાવકાચાર, સાધુધર્મ, ધ્યાનયોગ અને આખરે મોક્ષમાર્ગ પ્રકાશિત કર્યો છે. સાધકના જે પરિણામ મોક્ષમાર્ગના હેતુરૂપ બને તે યોગ સાધ્ય છે. મરૂદેવામાતાએ પુત્રના કેવળજ્ઞાનનો મહિમા જાણી પોતાના પરિણામને અભુત રીતે પલટી મોક્ષમાર્ગમાં જોડી દીધા તે યોગ છે. દઢપ્રહારીએ ગાયના બચ્ચાને તરફડતું જોઈને દયાના માધ્યમથી પોતાના પરિણામને અંતરપરિણતિમાં જોડી દીધા તે યોગ છે. ઈલાચીપુત્રે મુનિના દર્શને પોતાને ધિક્કારને પાત્ર ગણી પરિણામને Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત વડે પલટીને યોગમાં જોડી દીધા. સંસાર ભાવનો નિરોધ કરી, દોરડા પર જ યોગ સાધી લીધો. યોગનો આવો મહિમા જાણી મોક્ષાર્થી યોગ સાધના ચૂકતો નથી. જેનું મન તત્ત્વોપદેશના પ્રવાહથી ધોવાઈને નિર્મળ બન્યું છે, જગતના કંદોથી રહિત થયું છે, તેવા યોગી ઉચિત આચારનું પાલન કરનારા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ યોગસ્વરૂપ રસાયણનું પાન કરીને પરમપદને પ્રાપ્ત કરે છે. દુષ્કર તપ તપે, કરોડો જાપ કરે કે ક્રિયાનું કષ્ટ કરે, પણ જો તે સાધક યોગ માર્ગે જતો નથી, અર્થાત્ પોતાની અંતરવૃત્તિને જ્ઞાનસ્વરૂપ પ્રત્યે જોડતો નથી તો તે યોગ રહિત સ્વર્ગનો અધિકારી બનશે. પરંતુ તેવા શુભયોગને ઉલ્લંઘીને જે શુદ્ધયોગમાં પ્રવર્તે છે તે અવશ્ય પંચમગતિનો પથિક બને છે. માટે તપ, જપ કે ક્રિયા સર્વે અનુષ્ઠાનો ઓઘસંજ્ઞાને બદલે યોગસ્વરૂપ થવા જોઈએ. આરાધના કરવાનું પ્રયોજન યોગમય હશે તો તે કષ્ટરૂપ નહીં બને પણ મંગલમય બનશે. યોગ સ્વયં આનંદ અને સુખમય છે. તેથી મંગલમય છે. જેમ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ નવકારમંત્ર છે, તેમ સર્વ સાધન કે સાધ્યમાં યોગ મંગલમય છે. મંગલમય યોગનો ભાવાનુવાદ – વિવેચન કરતાં અંતરંગ પરિણતિને યોગમાર્ગે વાળવાનો બોધ પ્રાપ્ત થયો છે. તેથી આશા છે કે જે કોઈ આ ગ્રંથને વાંચશે, વિચારશે, આચરશે તેને જરૂર યોગનો બોધ મંગળકારી થશે. માટે ગ્રંથ તમારા વરદ હસ્તમાં આવે ત્યારે તેને ખૂબ પ્રેમપૂર્વક દષ્ટિમાં લેજો. પછી હૃદયમાં ધારણ કરજો. ગ્રંથના ભાવાનુવાદમાં કંઈ પણ ક્ષતિ હોય તો તે માટે મિચ્છામિ : દુક્કડં. જે કોઈનો જે પ્રકારે સહયોગ મળ્યો છે તે માટે સૌનું અભિવાદન કરું છું. ગ્રંથનું અધ્યયન કરીને તમને સૌને જીવનનું પાથેય મળી રહે તો તેમાં ગ્રંથલેખનના આનંદમાં વૃદ્ધિ થશે. તમને આ ગ્રંથ મળે પછી તમારા અન્ય મિત્રોને પણ વંચાવજો, ઓછામાં ઓછા એવા પાંચ મિત્રો બનાવશો ? શુભેચ્છા સાથે સુનંદાબહેન Page #7 -------------------------------------------------------------------------- ________________ યોગધારા અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે આનંદમાં રહેવું આનંદમાં રહેવું રે. અનુભવી. ડગવું નહિ દુઃખ પચ્ચેથી, સમજી સહેવું રે, વાસનાનો વળગાડ ત્યજીને વૈરાગ્યે વહેવું રે. અનુભવી. આત્મવત્ અન્યને ગણી, દુઃખ ન દેવું રે, કર્માધીન સર્વે જીવો છે, પછી કોને કહેવું રે. અનુભવી. તત્ત્વ પામેલાને માઠી, ટાળવી ટેવું રે, લક્ષનું સ્થાન અનુભવેથી, લક્ષમાં લેવું રે. અનુભવી. સમદષ્ટિથી દેખાશે જગ, જેવું છે તેવું રે, સંતશિષ્ય અનુભવે, અનુભવથી એવું રે. અનુભવી. જેમ જેમ વિશિદ્ધાત્મા, દુઃખી જીવો જુએ બધા, તેમ તેમ સદા તે તો, બને વિરક્ત વિશ્વથી, તત્ત્વોપદેશ ધારાથી, ધોવાનું મન નિર્મળું, ઉચિતાચાર નિર્બદ્ધ, દેતો આનંદ સર્વને, સ્વસ્વરૂપે રહી યોગી, પીને યોગ રસાયણો, બધાયે ક્લેશથી શૂન્ય, પામતો પદ મોક્ષનું. Page #8 -------------------------------------------------------------------------- ________________ - ઋણમુક્તિ) પ્રસ્તુત ગ્રંથલેખન માટે યત્કિંચિત પાત્રતાને લક્ષમાં લઈ ભાવાનુવાદ કરવાની પ્રેરણા આપવા માટે તથા લેખન પર અનુગ્રહ દૃષ્ટિ કરી તે માટે. પૂ. શ્રી ભદ્રગુમસૂરિશ્વરજી મ. સા., લેખનના સંશોધનમાં પૂ. આચાર્યશ્રીને સહયોગ આપવા માટે મુનિ શ્રી ભદ્રબાહુ મ.સા. (આચાર્યશ્રીના શિષ્યરત્ન) અભિવાદન ) છેલ્લાં દસ વર્ષથી અમેરિકામાં વસતા જિજ્ઞાસુ મિત્રોએ ઘણાં પુસ્તક પ્રકાશનમાં અર્થ સહયોગ આપ્યો છે. તે બદલ તેમને અભિવાદન આપું છું. સવિશેષ મંગલમય યોગ ગ્રંથના પ્રકાશનના અર્થ સહયોગ માટે અભિવાદન. શ્રી વીણા તથા મહેન્દ્ર બંધાર, અમેરિકા શ્રી રમાબહેન શાહ, અમેરિકા તથા અન્ય અમદાવાદના જિજ્ઞાસુ મિત્રો કે જેમણે અર્થસહયોગ સાથે ગ્રંથને વાંચવાની રુચિ દર્શાવી ગ્રંથને આવકાર્યો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. વાસ્તવિક દેવસ્વરૂપ . . . . . . . પ્રથમ પ્રસ્તાવ . . ૧ ૨. તત્ત્વસાર ધર્મનો ઉપદેશ . . . . . . દ્વિતીય પ્રસ્તાવ . .૪૫ ૩. સામ્યોપદેશ . . . . . . . . . . તૃતીય પ્રસ્તાવ . . ૮૨ ૪. સત્ત્વનો ઉપદેશ . . . . . . . . . ચોથો પ્રસ્તાવ . ૧૦૮ ૫. ભાવશુદ્ધિ ઉત્પન્ન કરનાર ઉપદેશ . . પંચમ પ્રસ્તાવ . ૧૪૧ ઉપલબ્ધ પુસ્તકો ૧. શ્રી કલ્પસૂત્ર કથાસાર (સચિત્ર, પાંચમી આવૃત્તિ) ૨. નવતત્ત્વનો સરળ પરિચય ૩. અંતરનાદ (ચોથી આવૃત્તિ) ૪. સૈકાળિક આત્મવિજ્ઞાન (આધ્યાત્મિક લેખ) ૫. તત્ત્વમીમાંસા (તત્ત્વાર્થાધિગમ) ૬. મૌનધારી મહાવીરની હિતશિક્ષા ૭. અધ્યાત્મસાર ૮. આતમ ઝંખે છુટકારો ૯. પગલે પગલે પ્રભુતા ૧૦. પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૧. મંગલમય યોગ સ્થાનિક ગ્રાહકે પુસ્તકો જાતે આવીને લઈ જવાં. પત્રવ્યવહાર જવાબી કવરથી કરવો. પોસ્ટખર્ચ અલગ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૩ૐ હ્ નમો નાણસ્સ વાસ્તવિક દેવસ્વરૂપ प्रणम्य परमात्मनं रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि गम्मीरार्थं समासतः ॥ १ ॥ ભાવાર્થ : રાગદ્વેષથી સંપૂર્ણપણે રહિત એવા પરમાત્માને પ્રણામ કરીને ગંભીર અર્થવાળા “યોગસાર'ને હું સંક્ષેપથી કહીશ. વિવેચન : સમસ્ત સૃષ્ટિનાં પ્રાણીઓ અજ્ઞાનવશ રાગદ્વેષ જેવા કંઠમાં રૂંધાઈ ગયાં છે. પરંતુ પરમાત્માએ રાગદ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કર્યા છે, તેવા પરમાત્માને પ્રણામ કરીને ગ્રંથકાર યોગસાર નામના ગ્રંથની રચના કરે છે. જે ગ્રંથનાં રહસ્યો ગંભીર છે. મોક્ષાર્થી તેનો ચાહક છે. સંસારને ઇચ્છતા જીવોને આવાં ગંભીર રહસ્યોનું કિરણ પહોંચતું નથી. મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ યોગ છે, એ જ વિશ્વમાં સારભૂત છે. यदा ध्यायति यद् योगी याति तन्मयतां तेदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥ २ ॥ ભાવાર્થ : યોગી જ્યારે જે ધ્યેયનું ધ્યાન ધરે છે. ત્યારે તે ધ્યેયમય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધ માટે હંમેશા વીતરાગનું ધ્યાન કરવું. વિવેચન : એક માત્ર મુક્તિની જ જેને ચાહના છે. પોતાના પરિણામને જે મોક્ષમાર્ગના હેતુમાં જોડેલા રાખે છે તે યોગી છે, સંસારભાવથી વિમુખ છે તે યોગી છે, જીવ અને દેહના મમત્વનું એકત્વ જેમણે છેદી નાંખ્યું છે તે યોગી છે, પૌદ્ગલિક પદાર્થના પ્રલોભનોનો જેણે પરિહાર કર્યો છે તે યોગી છે, રાગાદિભાવમાં જેનું ભેદજ્ઞાન વર્તે છે તે યોગી છે. સર્વ કામનાઓથી મુક્ત જે આત્મિકભાવમાં લીન છે તે યોગી છે. આત્મશુદ્ધિના ધ્યેયવાળા યોગીને શુભાશુભ યોગમાં હર્ષ-વિષાદ નથી. વીતરાગતા જેનું ધ્યેય છે તેવા યોગીને વીતરાગનું સ્વરૂપ ઉપાસ્ય મંગલમય યોગ Page #11 -------------------------------------------------------------------------- ________________ { છે. યોગી જ્યારે બેયનું અવલંબન લઈ ધ્યાન કરે છે ત્યારે તે સ્વયં ધ્યેયમય થઈ જાય છે. ભલે પછી યોગી એકાંતે ધ્યાન ધરે કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં હોય ત્યારે તેના ચિત્તમાંથી પેલું ધ્યેય છૂટી જતું નથી તેમનો આત્મઉપયોગ આત્મવિશુદ્ધિની દિશામાં યોજાયેલો છે. એવા યોગીઓ જ વીતરાગનું ધ્યાન કરીને વીતરાગ બને છે. રાગાદિ દોષોએ સંપૂર્ણ વિશ્વના જીવોને મહાત કર્યા છે. પરંતુ વીતરાગ એ છે કે જેણે રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા છે. જગતના જીવોને દેહ કરતાં પણ રાગાદિ છોડવા કઠણ લાગે છે. પણ વીતરાગ એ છે : કે જેમણે આવા રાગાદિનો મૂળથી જ નાશ કર્યો છે. સંસારી જીવને આમ તો ધ્યાન સાથે કંઈ સંપર્ક નથી. પણ તે જાણતો નથી કે ધ્યાન - ઉપયોગ તે તો જીવનું લક્ષણ છે. જીવ ધ્યાન કરે કે ન કરે પણ સંસ્કારવશ જે જે તૃષ્ણાઓ કે વાસના છે, કામનાઓ અને ઇચ્છાઓ છે, તેને માટે જીવના ઉપયોગમાં કોઈ ને કોઈ ચિંતનની શૃંખલા ચાલ્યા જ કરે છે. તે તેનું ધ્યાન છે. એ ધ્યાન પરપદાર્થનું હોવાથી દુર્બાન કહેવાય છે. જેમકે કોઈ ગૃહસ્થ વ્યાપાર કરતો હોય તો નિરંતર વ્યાપારના વિચારો જ કર્યા કરે. વળી કોઈ ખેલાડી હોય તો નિરંતર તે તે પ્રકારની રમતના સાધન અને દાવ માટે વિચાર કર્યા જ કરે. કોઈ માતા તેના પુત્રની નિરંતર ચિંતા કર્યા જ કરે. અરે ! એક જંતુ પણ સંજ્ઞાબળે પોતાને ઇષ્ટ પદાર્થ મેળવવાનું પ્રયોજન કર્યા જ કરે તે દુર્બાન છે. કોઈ શિકારીના ચિત્તમાં શિકારને શોધવાનું જે ચિંતન રહે તે દુર્બાન છે. પરસ્ત્રી એવી સીતાને રીઝવવાના અનેક મનસુબા તે રાવણનું દુર્થાન હતું. આમ સંસારના કોઈ પણ પદાર્થોને મેળવવાની ચિંતા અને તેનું સાતત્ય તે દુર્બાન છે. જેના વડે આત્મા મલિન થાય છે. કર્મબંધનનું કારણ આ દુર્બાન છે. દુર્ગાનની પ્રબળતા તોડવા માટે શુદ્ધ અવલંબન લઈ તેમાં ચિત્ત એકાગ્ર કરવું. બેઈ વિના ચિંતનમાં ઉપયોગને જોડવો. જગતના સ્વરૂપનું યથાર્થપણે ચિંતન કરવું તે શુભધ્યા છે. પરમાત્માના બોધનું મનન કરવું તે એકાગ્ર થવાનો ઉપાય છે પરમાત્માના વીતરાગ મંગલમય યોગ Page #12 -------------------------------------------------------------------------- ________________ આત્મવિશુદ્ધિ જય છે. આખ માહાત્ય આવે ભાવાર્થ સિત પરમાતાના સ્વરૂપમાં પરિણામને જોડતા જે માહાસ્ય આવે છે તેમાં આત્મસ્વરૂપનું માહાભ્ય સમજાય છે. આખરે ઉપયોગનું આત્મસ્વરૂપમાં રહેવું તે આત્મવિશુદ્ધિ રૂપ ધ્યાન છે. शुद्धस्फटिकसंकाशो निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति स ज्ञातः प्रदत्ते परमं पदम् ॥ ३ ॥ ભાવાર્થ : “આ આત્મા તે જ નિર્મલ સ્ફટિક સંદેશ અને સર્વ ઉપાધિઓથી રહિત પરમાત્મા છે,” એવી રીતે આત્મા વડે આત્મામાં રમણ કરતો આ આત્મા જ્ઞાનસ્વરૂપે પ્રગટ થઈ પરમપદને આપે છે. અર્થાત્ આત્મા તે જ પરમાત્મા છે' સમ્યજ્ઞાન જ પરમપદને આપનારું છે. વિવેચન : અરૂપી એવું આત્મતત્ત્વ પરમ શુદ્ધ છે તેનો બોધ આપવા અત્રે તેને નિર્મળ સ્ફટિકની ઉપમા આપી છે. જેમ સ્ફટિકને જો કોઈ વર્ણનો સંયોગ ન હોય કે તેની આસપાસ વર્ણવાળા પુષ્પનો સંયોગ ન હોય તો તે સ્ફટિક શુદ્ધપણે જણાય છે. તેમ કર્મપ્રકૃતિની ઉપાધિસહિત કષાયની કાલિમા રહિત, વિષયોના વિકારો રહિત, સર્વ પ્રકારે જે મુક્ત તે પરમાત્મા છે. વળી આ સ્વરૂપ કોઈનું છે, મારું નથી તેમ ન માનો, પરંતુ શુદ્ધ ઉપયોગ (આત્મા) વડે શુદ્ધાત્માને જ્ઞાનસ્વરૂપ જાણીને જે અનુભવે તે પરમપદને પામે. ઉપયોગ એ આત્માનું લક્ષણ હોવાથી તે આત્મા છે. તે ઉપયોગમાં પુગલના પરિચયની મલિન છાયા પડેલી છે. પરંતુ જો ઉપયોગ શુદ્ધપણાને ગ્રહણ કરે તો સ્વયં પોતે જ પરમાત્માપણે પ્રગટ થાય. હું સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું તેવું સમ્યગૂજ્ઞાન આત્માને પરમાત્મસ્વરૂપે પ્રગટ કરે છે. પૂર્વે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા. સમગ્ર વિશ્વની યાત્રા કરી, ઘણું જાણ્યું પણ તે વશ થયું. કારણ કે તેણે જાણવા જેવા આ સ્વાત્મા પ્રત્યે દૃષ્ટિ કરી નહિ. અર્થાત્ જાણવા જેવા તત્ત્વને કે જાણનારને જ તેને જાણ્યો નહિ કે આત્મા સ્વયં પરમાત્મા જ છે. મોહનો ત્યાગ કરીને જે આત્મા, આત્માને આત્મા વડે મંગલમય યોગ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં જાણે છે, તે જ તેનું જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એ જ પરમસ્વરૂપને પામવાનો ઉપાય છે.” દેહદૃષ્ટિથી જોતાં આત્મા અપ્રગટ લાગે છે. જીવદષ્ટિથી જોતાં આત્મા આત્મસ્વરૂપે જણાય છે. તત્ત્વદૃષ્ટિથી જોતાં સ્વયં પરમાત્મા સ્વરૂપે જણાય છે. किन्तु न ज्ञायते तावद् यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नैर्मल्ये स स्फुटः प्रतिभासते ॥ ४ ॥ ભાવાર્થ : જ્યાં સુધી આત્મામાં મલિનતા હોય ત્યાં સુધી આત્મામાં પરમાત્મા જ જણાતા નથી. સામ્ય વડે નિર્મળતા થતાંની સાથે આત્મા પરમાત્મસ્વરૂપે સ્પષ્ટ પ્રતિભાસ થાય છે. - વિવેચન : રત્નનું તેજ ચિંથરે વીંટાયેલું હોય ત્યાં સુધી જ ઢાંક્યું રહે. પરમાત્મા સ્વરૂપ એવો આત્મા ઔદારિક આદિ શરીરો વડે જ્ઞાનાવરણાદિ કર્મો વડે કે રાગાદિ ભાવો વડે ઢંકાયેલો છે ત્યાં સુધી તેમાં રહેલું પરમાત્મસ્વરૂપ જીવને અનુભવમાં આવતું નથી. સ્વભાવે શુદ્ધ આત્મામાં મલિનતા શું હોય ? જેમ સ્ફટિકમાં મલિનતા ન હોવા છતાં સંયોગાધીન સ્ફટિક લાલ કે કાળા રંગરૂપે દેખાય છે, તેમ આત્મા શુદ્ધ હોવા છતાં, વર્તમાનમાં પ્રકૃતિના સંયોગથી પોતાના જ અજ્ઞાન વડે રાગાદિ રૂપે પરિણમે છે. પરંતુ રાગાદિ રહિત સામ્યભાવ વડે જ્યારે ચિત્તની નિર્મળતા થાય છે. ત્યારે તે જ સમયે આત્માનું આત્મા વડે પરમાત્મા સ્વરૂપે પ્રતિભાસન થાય છે. પરમાત્મસ્વરૂપ આત્માનું માહાભ્ય જણાવે છે. આત્માને સરખાવી શકાય એવો વિશ્વમાં કોઈ પદાર્થ નથી. આથી જગતમાં પણ શ્રેષ્ઠ પદાર્થનો ઉલ્લેખ કરી તેનાથી પણ શ્રેષ્ઠતા બતાવીને મહિમાવંત આત્માનું લક્ષ્ય કરવાનું છે. જેમ કે, ઊંચામાં ઊંચો મેરૂ પર્વત (શૈલેશ) કરતાં પણ આત્મા ઊંચો છે. ઊંડામાં ઊંડા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ આત્મા ઊંડો છે. પહોળામાં પહોળા લોકાકાશ કરતાં પણ આત્મા પહોળો છે. ભૂતકાળ લાંબામાં લાંબો હોય, ભવિષ્ય મંગલમય યોગ Page #14 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પણ લાંબું છે. પરંતુ આત્માનું જીવન તો તેનાથી પણ લાંબુ છે. અર્થાત્ આત્મા અસીમ અને અમાપ છે. તે સ્વરૂપની સર્વ દોષરહિત નિર્મળતા વડે અનુભવમાં આવે છે. तत्त्वनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् । आत्मनः शुद्धिकृत् साम्यं शुद्धं शुद्धतरं भवेत् ॥ ५॥ ભાવાર્થ : તે નૈર્મલ્ય તો અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે. વિવેચન : અનંતાનુબંધી કષાયો અર્થાત્ તીવ્ર સંક્લેશ પરિણામ છે. જે કષાયો વડે જીવને અનંત સંસારનું પરિભ્રમણ થાય છે તે કષાયો તોડવાનું કાર્ય બહારમાં થતું નથી પરંતુ અંતરની નિર્મળતાથી થાય છે. આવા કષાયો તૂટવાનો ક્રમ ગુણસ્થાનકના વિકાસક્રમથી થાય છે. એવા કષાયોના તીવ્ર મંદ પરિણામની અવસ્થાભેદે ચાર પ્રકાર છે. જેમ જેમ નિર્મળતા–વીતરાગતા વૃદ્ધિ પામે તેમ તેમ કષાયો હાનિ પામે છે. જેમ કે : મિથ્યાત્વ જતાં અનંતાનુબંધી કષાય જાય, તે અવિરતિ સમ્યગૃષ્ટિ થાય. અપ્રત્યાખાની કષાય જાય, દેશવિરતિ સમ્યગ્રષ્ટિ થાય. પ્રત્યાખ્યાની કષાય જાય તે સર્વવિરતિ સમ્યગૃષ્ટિના કષાય સંજ્વલન હોય. આમ કષાય ઘટતા જાય સામ્યભાવ વધતો જાય. આ પ્રકારે ક્રમે ક્રમે કષાયની મંદતા થતાં પરિણામની નિર્મળતા વડે આત્માની શુદ્ધિરૂપ સામ્ય પ્રગટ થાય છે. સામ્ય તે તત્ત્વપરિણતિને વિકસાવનાર ચારિત્ર્યનો ગુણ છે, તે સમાં પ્રવૃત્તિ અને અસત્તથી નિવૃત્તિ થવાથી વિકસે છે. સામ્ય અર્થાત્ સમતા એ અધ્યાત્મ જીવનનું પરમ રહસ્ય છે. કોઈ પણ ઉપાસના વડે જીવ સ્વભાવ સન્મુખ થઈ સામ્યપણામાં પરિણમે તો જ તે મોક્ષનું કારણ બને છે. આવું સામ્ય કે સમતા મુનિ મહાત્માઓને હોય છે. કોઈ શરીરને તાડન પીડન કરે કે ચંદનનો લેપ કરે બંને પ્રત્યે સમાનભાવ મંગલમય યોગ Page #15 -------------------------------------------------------------------------- ________________ તે સામ્ય છે, તે જ આત્મશુદ્ધિ છે. ઘાતિ કર્મોનો ક્ષય થવાનો અંતરંગ આધાર આ સામ્ય છે. તે ક્રમે કરીને ચિત્તની નિર્મળતા વડે સાધ્ય છે. साम्यशुद्धिक्रमेणैव स विशुद्धयत आत्मनः । सम्यकत्वादिगुणेषु स्यात् स्फुटः स्फुटतरः प्रभुः ॥ ६॥ ભાવાર્થ: સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યકત્વાદિમાં થતી વિશુદ્ધિથી આત્માને પરમાત્મસ્વરૂપ વધુ ને વધુ સ્પષ્ટ થાય છે. | વિવેચન : સામ્યશુદ્ધિ અર્થાત્ કષાયની મંદતા અને ક્રમે કરીને થતી ક્ષીણતા વડે સમ્યકત્વાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે. વીતરાગતાની વૃદ્ધિના બળે સાધક સમ્યકત્વાદિના ક્રમમાં આગળ વધતો જાય છે. મિથ્યાત્વ જેવા દોષોનો પરિહાર કરી સમ્યકત્વને પામે છે. વળી વૈરાગ્યના બળે અવ્રતને તજીને વ્રતમાં આવે છે. અને સવિશેષ સર્વ સંગ પરિત્યાગ કરી સામ્યગુણના વિકાસ વડે યોગ્ય દેશકાળે શ્રેણીએ આરૂઢ થઈ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. સમ્યક્તાદિ ગુણો અર્થાત્ આત્માના સ્વાભાવિક ગુણો તે આ પ્રકારે છે. ૧. સમ્યગદર્શન = તત્ત્વની યથાર્થ શ્રદ્ધા – દર્શન. ૨. સમ્યજ્ઞાન = તત્ત્વનો યથાર્થ બોધ – પરિણામ. ૩. સમ્મચારિત્ર = સામ્ય કે વીતરાગ પરિણમન. ૪. સમ્યતપ = આત્મવિશુદ્ધિ. ૫. સમ્યગુવીર્ય = આત્મબળ. ૬. ઉપયોગ = આત્માનું લક્ષણ. સાધનામાર્ગના જે કોઈ બાહ્ય કે આત્યંતર ક્રિયા વગેરે છે તે સર્વ આ સામ્ય ભાવની કેળવણી માટે છે. અનાદિકાળનાં ગાઢ કર્મો ઉગ્ર તપ કરવાથી ખપતાં નથી તે આ સામ્યભાવથી શીઘતાએ ખપે છે. આ સામ્યભાવ એવો અભેદ છે કે તેને સાધ્ય કરનાર ગમે તે મત પંથનો હોય તો પણ તે અવશ્ય મોક્ષ પામે છે. મંગલમય યોગ Page #16 -------------------------------------------------------------------------- ________________ “બાહ્યથી શ્વેતાંબર હો, દિગંબર હો, બુદ્ધ હો કે અન્ય હો જેનું ચિત્ત સમભાવથી ભાવિત છે તે અવશ્ય (પરમાત્મસ્વરૂપ) મોક્ષને પામે છે.” सर्वमोहक्षयात् साम्ये सर्वशुद्धे सयोगिनि(नः) । सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ॥ ७ ॥ ભાવાર્થ : મોહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધતા થતાં જ સયોગી કેવળીરૂપ સર્વ શુદ્ધાત્માને આ પરમાત્મા સર્વથા સ્પષ્ટ થાય વિવેચન : જીવને માટે બે વલણ છે. તે મોહવશ સંસારની દીર્ઘ યાત્રા કર્યા કરે કે મોક્ષ પામી સંસારનો ક્ષય કરે. જીવનો સ્વાભાવિક મોક્ષભાવ મોહરૂપી રાહુથી રસાયેલો છે. જો તે આ મોહનો ત્યાગ કરે તો મોક્ષભાવ પ્રગટ થાય. મુખ્યત્વે આઠ પ્રકારનાં કર્મોમાં સવિશેષ બંધનકારી પ્રકૃતિ મોહનીયની છે. કોઈ મહિપુણ્યના યોગે જીવના કર્મનો ભાર હળવો થતાં મોહનીયની પ્રકૃતિ દબાય છે કે ઉપશમે છે ત્યારે જીવ સામ્યભાવની દિશામાં વળે છે. વળી તે મોહનીય કર્મની પ્રકૃતિનો ક્રમે કરીને સર્વથા ક્ષય થતાં સામ્ય-ભાવ-ગુણ પર લાગેલું કષાયનું આવરણ હટી જાય છે, ત્યારે સામ્યભાવની પૂર્ણ શુદ્ધિ થઈ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે સ્વયં શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. માટે સામ્યભાવ મૂળ ગુણ છે. તે ગુણોના પ્રભાવે ગમે તેવા મોહથી પીડા પામેલા જીવો શીઘ્રતાથી મોક્ષ પામે છે. અવ્યાબાધ-અપીડાકારી સુખને પામે છે. સામ્ય એટલે મોક્ષપ્રાપ્તિના સમાન સામર્થ્યવાળા આત્માના જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ગુણો છે. તેનું આરાધન તે સામાયિક છે, જેમાં સમતાનો લાભ છે. તે સમતાને ધારણ કરવાથી આત્મા રાગદ્વેષરહિત સમવૃત્તિવાળો થાય છે. જે સામ્યભાવની શુદ્ધિવાળો છે, તે સમસ્ત જીવરાશિ પ્રત્યે સ્વાત્મતુલ્ય દૃષ્ટિયુક્ત છે. મંગલમય યોગ Page #17 -------------------------------------------------------------------------- ________________ कषाया अपसर्पन्ति यावत् क्षान्त्यादिताडिताः। तावदात्मैव शुद्धोऽयं भजते परमात्मताम् ॥ ८ ॥ ભાવાર્થ : જ્યારે માત્મા દશ યતિધર્મથી તાડિત કરાયેલા કષાયો દૂર થાય છે ત્યારે તે જ સમયે શુદ્ધાત્મા જ પરમાત્માને પામે છે. વિવેચન : ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અપરિગ્રહ (આકિંચન્ય) અને બ્રહ્મચર્ય એ દશ યતિધર્મ છે. સ્વભાવથી આત્મા ક્ષમાદિ ગુણોયુક્ત છે, પરંતુ કાદવમાં ખૂંપેલા પગની જેમ તે ક્રોધાદિ કષાયોમાં ખૂંપી ગયો છે. વળી એ કષાયોની પ્રબળતાથી તે સંસારરૂપી કાદવમાં વધુ ઝૂંપતો જાય છે. પરંતુ યતિ-મુનિની સમતા વડે તે કષાયો આઘાત પામીને દૂર થાય છે. અર્થાત્ તે કષાયો સામે વિપક્ષવાળા તે તે ગુણો તે તે કષાયોનું તાડન કરે છે. ત્યારે આત્મા પરમાત્મપદને પામે છે. ક્ષમાદિ ગુણો વડે યત્ના રાખે તે યતિ છે. સમતા વડે યતિનું સામર્થ્ય પ્રગટ થાય છે. માનવ જે દોષોથી પીડાય છે. અંધકારમાં અટવાય છે, તે આવા ગુણો વડે યતિપણું આરાધી તે જ દોષોના મૂળને છેદી નાંખે છે. દોષો ક્રોધ – તમસરૂપી અંધકાર ક્ષમારૂપી સમતા માન – અહંકાર નમ્રતા – વિવેક માયા – કપટ સરળતા – નિર્દોષતા લોભ – તૃષા-આસક્તિ નિર્લોભતા – સંતોષ ઈચ્છાઓ – વાસનાઓ તપ – તૃપ્તિ અવ્રત – અસંયમ ઇન્દ્રિય મનનો સંયમ અસત્ય સત્યમનની મલિનતા – મનની પવિત્રતા દૈહિક સુખસામગ્રીનો સંગ્રહ-મૂચ્છ પરિગ્રહનો ત્યાગ અબ્રહ્મ – મૈથુન બ્રહ્મચર્ય આવા યતિધર્મો વડે કષાયોને દૂર કરી, શુદ્ધાત્મા પરમાત્માપણે ગુણો મંગલમય યોગ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થાય છે. अपसर्पन्ति ते यावत् प्रबलीभूय देहिषु । स तावन्मलिनीभूतो जहाति परमात्मताम् ॥ ९ ॥ ભાવાર્થ : જ્યાં સુધી પ્રાણીઓમાં કષાયો પ્રબલ થઈ કાર્ય કરતા હોય છે ત્યાં સુધી મલીન થયેલો આત્મા પરમાત્માનો ત્યાગ કરે વિવેચન : આત્મા કષાયી થયો ક્યારથી ! જીવ અનાદિ છે, કર્મો અનાદિ છે, તેનો સંયોગ અનાદિ છે. કષાયી આત્મા દિશા - મૂઢ છે. ૧. ક્રોધાદિ કષાયોવાળો. ૨. રાગદ્વેષનાં પરિણામવાળો. ૩. મિથ્યાત્વ સહિતની જુષિત બુદ્ધિ વડે પાંચ પ્રાણાતિપાત અવ્રત-આશ્રવ દ્વારા કર્મોના સંયોગવાળો, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના અભિપ્રાયવાળો. ૪. જીવરક્ષા કે જીવવધનો નિર્ણય કરવામાં મૂઢ તથા ક્લિષ્ટ ચિત્ત. ૫. આહાર, ભય, મૈથુન, પરિગ્રહની સંજ્ઞાઓથી ગ્રસ્ત. ૬. આઠ પ્રકારના કર્મબંધનના ભારવાળો. ૭. નિરંતર જન્મ-મરણ વડે આત્મભ્રાંતિવાળો. ૮. ચારે ગતિના પરિભ્રમણથી દુર્બળ થયેલો. ૯. દીર્ઘકાળના દુઃખોથી – દેહભાવથી દીન બનેલો. ૧૦. વિષયસુખમાં આસક્ત એવો તે કષાયી કહેવાય છે. પ્રાણીઓમાં આવા પ્રકારની કષાયોની પ્રબળતા હોય છે. જેમ અતિભારથી યંત્ર ખોટકાઈ જાય, ભારને વહન કરનાર બળદાદિ થાકી મૃતપ્રાય થાય, તેમ કર્મોના ભારથી પરિભ્રમણ કરતો માનવ , દીન-હીન નપુંસક જેવો પુરુષાર્થ વગરનો થઈ જાય છે. કષાયની ઉપરોક્ત દસ પ્રકારની કાલીમાવાળો તે અંધકારમાં મંગલમય યોગ Page #19 -------------------------------------------------------------------------- ________________ અટવાયા કરે છે. તેને માટે સદા રાત્રિ છે. તે માને છે કે હું ક્રોધી છું, માની છું, માયાવી છું, લોભી છું. આવા અભિપ્રાય વડે કલુષિત થયેલો તે શું ગુમાવે છે ? સ્વયં પરમાત્માપણાનું સામર્થ્ય ગુમાવી પોતાના પરમાત્મસ્વરૂપનો ત્યાગ કરે છે. માટે કષાયોથી થતું અહિત જાણો અને કષાયોનો ત્યાગ કરો. कषायास्तनिहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकषायाः शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ॥ १० ॥ ભાવાર્થ : તેથી મુમુક્ષુઓએ મોક્ષધારમાં અર્ગલા સમાન કષાયોનો તથા તેના સહચારી કષાયોનો નાશ કરવો જોઈએ. વિવેચન : કષાયો આત્માનું કેવું અહિત કરે છે તેનો વિચાર કરી તેનો પરિહાર કરવો. કષાયો અત્યંત ભયાનક છે. ક્રોધ સ્વને અને પરને સંતાપ અને ઉદ્વેગ આપે છે, પ્રીતિનો – સ્નેહનો નાશ કરે છે, પરિણામે વૈરનો અનુબંધ કરાવી મોક્ષનાં દ્વાર બંધ કરે છે. એટલે જેમ બારણું સખત બંધ કરવા માટે તેના ઉપર લોઢાનો પાટો (અર્ગલા) રાખવામાં આવે છે તેમ ક્રોધાદિ કષાયો મોક્ષના દ્વાર માટે અર્ગલા જેવા છે. માન તો જીવને મૂળમાંથી વિનયરહિત કરીને તેનામાં રહેલા ધર્મભાવને જ નષ્ટ કરે છે. આત્મામાં રહેલા શ્રુત-જ્ઞાનને, શીલ-સદાચાર વ્રતને અને વિનયને દૂષિત કરે છે. અહંકાર પુરુષાર્થમાં વારંવાર માથું મારી આત્માને મોક્ષમાર્ગમાં ભયંકર વિઘ્ન ઊભું કરે છે. માયા જીવને માયાવી બનાવે છે. તે સ્વજનો કે મિત્રોનો વિશ્વાસ ગુમાવે છે. તેનું ચિત્ત દરેક પ્રસંગે કપટયુક્ત હોય છે. માયાવી મોક્ષમાર્ગમાં પ્રયાણ કરી શકતો નથી. - લોભ પાપજનકવૃત્તિનો સરદાર છે. સર્વ પાપો લોભના આશ્રયે ટકે છે. સર્વ દુઃખોને આમંત્રણ આપનાર લોભ છે. તેનો ભોગ બનેલા આત્માના મોક્ષના સુખ ત્યજી દે છે. આ રીતે કષાયોની પ્રબળતા મુમુક્ષુના મોક્ષની ભાવનાને અજગરની જેમ ગળી જાય છે. અને તેમાં નવ નોકષાયો તેના સહચારી બને ૧૦ મંગલમય યોગ Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. જ્યાં કષાયો હોય ત્યાં તેના મિત્રો હોય તે તેને સહયોગ આપે છે. માટે કષાય અને નોકષાય બેને અહિતકર જાણી તેનો નાશ કરવો. हन्तव्यः क्षमया क्रोधो मानो मार्दवयोगतः। माया चार्जवभावेन लोभः संतोषपोषतः॥ ११ ॥ ભાવાર્થ : ક્ષમા વડે ક્રોધનો, મૃદુતા વડે માનનો, ઋજુતા વડે માયાનો, અને સંતોષની પુષ્ટિ વડે લોભનો નાશ કરવો. જેમ વૈદ્ય રોગીને ઔષધ આપે છે. તેમ ગ્રંથકાર ભવ્યજીવોને કષાયના રોગનું શમન કરવા ક્ષમાદિ ઔષધ આપે છે. નિરોગીતા થતાં સુધી ઔષધનું સેવન જરૂરી છે તેમ નિષ્કષાયી થતાં કષાયોનું શમન જરૂરી છે. દરેક ક્રોધની સામે તેનો વિપક્ષ કરનારા ગુણો આત્મામાં રહેલા છે. પરંતુ કષાયભાવમાં તદાકાર થયેલા જીવને તે ગુણો પ્રત્યે દૃષ્ટિ નથી તેથી તે કષાયોને આધીન વર્તે છે. વિવેચન : કષાયોનું ઉપશમન એ મોક્ષમાર્ગની કેડી છે. કારણ કે બુદ્ધિ કે કેવળ શાસ્ત્રજ્ઞાન વડે મુક્તિ નથી. બુદ્ધિની વૃદ્ધિ હોવા છતાં કે શાસ્ત્રજ્ઞાન હોવા છતાં તેને કષાયો પડે છે. છતાં તમે નિર્ભય છો કે આપણને શું વિઘ્ન નડવાનું છે ? અંતરંગની વ્યાકુળતાને જાણો છો છતાં ભ્રમમાં તેને નિભાવતા નથી ને ? કષાયોને ઉપશાંત કર્યા વગર અજ્ઞાનદશાનું નિવારણ કર્યા વગર વક્ર એવા કષાયો અને વિકારી વિષયોનો પરિહાર ક્યા બળ પર કરશો ? અરે ! તપ તપતા તપસ્વી, શાસ્ત્રવેત્તા જ્ઞાની, દુન્યવી બુદ્ધિ પ્રતિભાવાળા સહુ કોઈને જો સમ્યજ્ઞાનની ભૂમિકા ન હોય તો ક્રોધે છેક અધોગતિએ પહોંચાડ્યા છે, માન અને માયાએ તિર્યંચગતિમાં ગબડાવ્યા છે. અને લોભે તો છેક નિષ્ફર યોનિમાં ધકેલી દીધા છે. માટે કષાયોની ઉપશાંતતા વડે તે જ કષાયો ક્ષીણ કરવા સદાય સાવધાન રહેવું. ક્ષમા વડે ક્રોધનો પરિહાર કરવો. નમ્રતા વડે માનને મનાવી લેવું. સરળતા વડે માયાને ત્યજી દેવી અને સંતોષ વડે લોભજનિત મંગલમય યોગ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ તૃષ્ણાનો ત્યાગ કરવો. ચારે કષાયોનું સ્થાન ક્ષમા આદિ ગુણો લે તે સાધકને પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । वेदत्रयं च हन्तव्यं तत्त्वज्ञैर्दटधैर्यतः ॥ १२॥ ભાવાર્થ : તત્ત્વજ્ઞાનીઓએ હર્ષ, શોક, જુગુપ્સા, (તિરસ્કાર) ભય, રતિ, અતિ અને ત્રણ વેદ એમ નવ નોકષાયને દૃઢ ધૈર્યથી હણવા જોઈએ. વિવેચન : કોધાદિ મૂળ કષાયના સહયોગમાં નવ નોકષાય રહે છે. તે એવા વફાદાર છે કે કોધાદિ ચાર કષાયોના નાશ થયા પછી આ નવ નોકષાય ગુણ શ્રેણિની ભૂમિકાએ અનુક્રમે નાશ પામે છે. એટલે ભ્રમમાં ના રહેવું કે મૂળ કષાય ગયા પછી આ નોકષાય મને શું કરશે ! વાસ્તવમાં આમ તો અંતે જવાવાળા સંજવલનના રસવાળા લોભની હાજરી જાણે તેમને સ્થાન આપતી હોય તેમ આ નોકષાય ગયા પછી દસમે ગુણ સ્થાનકને અંતે સૂક્ષ્મ કષાયનું મૂળ સમાપ્ત થાય છે. દુન્યવી સુખના અભિલાષીને શુભયોગમાં સંસારના સુખોનો રાગ હર્ષ ઉપજાવે છે. અને અશુભયોગમાં આવી પડતાં દુઃખો પેલા સુખના સ્થાને થયેલા હર્ષને શોકમાં ગબડાવી દે છે. હર્ષમાં માનવ હસે છે અને શોકમાં તે રડે છે. સંસારમાં સર્વ પ્રકારે સુખ જ હોય તેવું બનતું નથી સઘળી જગાએ માન મળે તેવું પુણ્ય હોતું નથી. એટલે ક્યાંક અપમાન થાય કે દુર્ભાવ થાય તેવા સંયોગમાં જીવને જડ ચેતન પદાર્થો પ્રત્યે તિરસ્કાર ઊપજે છે. સંસારમાં વસતો માનવ નિરંતર ભયના ભરડામાં જીવતો હોય છે. કેટલીક વાર કલ્પનાનો ભય તેને ડરાવતો હોય છે. પશુપક્ષી સર્વે ભયથી ગ્રસિત હોય છે. માનવમાં જેમ સિંહને પિંજરમાં પૂરવાનું કે રણમેદાને મરી ફીટવાનું બળ હોય છે, તેમ ઘણા પ્રકારના ભય પણ હોય છે. મંગલમય યોગ ૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ કાલે શું થશે ? આ ધનાદિનું રક્ષણ કેમ કરવું ? પરિવારમાં કોઈની . હાનિ થશે તો ? શરીરની વેદના કેમ સહન થશે ? વ્યાપાર ધંધો, પ્રસંગો વગરે નિર્વિને થશે કે નહિ? અને મરી જઈશ તો શું થશે ? આ ઉપરાંત દેશકાળનો ભય, વન-જંગલનો ભય, જીવનનિર્વાહનો ભય વગેરેથી ઘણા પ્રકારે ભયભીત છતાં માનવી સંસારમાં નિરાંતે હરેફરે છે. - પુરુષને સ્ત્રીનું આકર્ષણ, સ્ત્રીને પુરુષનું આકર્ષણ અને નપુંસકને બંનેનું આકર્ષણ પેદા થઈ ભોગની વૃત્તિ જાગે છે. ત્યારે પ્રાણી વિવશ થઈ તે કામના પૂરી કરવા પ્રવૃત્ત થાય છે. તે માટે ઘણી વ્યાકુળતા સેવે છે. તે તેના દુઃખનું કારણ છે. આ પ્રમાણે કષાયોની તીવ્રતા ઘટ્યા પછી પણ નોકષાય છૂટતા નથી. તેને ધીરજપૂર્વક દૂર કરવા જોઈએ. કષાય કે નોકષાય એ સર્વથી મુક્ત થવા સમ્યજ્ઞાન સહિતના પ્રશમ ગુણ એ સાચો ઉપાય છે. તત્ત્વજ્ઞાનીને પરપદાર્થનું મમત્વ ન હોવાથી કષાયથી મુક્ત થઈ તેઓ નોકષાયને ઘેર્યથી હણે છે. रागद्वेषमयेष्वेषु हतेष्वान्तरवैरिषु । • साम्ये सुनिश्चले यायादात्मैव परमात्मताम् ॥ १३ ॥ ભાવાર્થ : એ રાગદ્વેષમય (કષાય નોકષાય) આંતરશત્રુઓનો નાશ થતાં જ્યારે સામ્ય સ્થિર થાય છે, ત્યારે આત્મા જ પરમાત્માને પામે છે. વિવેચનઃ જ્ઞાનીજનો કહે છે કે હે સુભટો, તમે બહાર શું લડો છો ? તે શત્રુઓને મારવાથી તમે પાપમાં પડો છો. માટે તમારે સંગ્રામ ખેલવો છે તો તમારામાં રહેલા તમારા આંતરશત્રુ રાગાદિ સાથે સંગ્રામ કરો. તે હણાશે અને તમને પાપ નહિ લાગે. પણ તમે મુક્તિ પામશો. તમે પરમસુખસ્વરૂપ એવા પરમાત્મપદને ચાહતા હો તો તેને બાધ કરનારા આંતરશત્રુઓને દૂર કરો. આત્માને મલિન કરનારા રાગદ્વેષનો નાશ થતાં આત્મામાં રહેલો સામ્યગુણ કાર્યશીલ બને છે. ક્રમે કરી તે સહજપણે સ્થિર થાય છે ત્યારે મંગલમય યોગ. ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માપણું આત્મા જ પામે છે. રાગની સંતતિ છે માયા અને લોભ, વેષની સંતતિ છે ક્રોધ અને માન, અથવા રાગ એટલે મમતા અને દ્વેષ એટલે અહંતા છે. આ રાગ દ્વેષને ઉપર ઉપરથી શાંત કરી દેવાથી નહિ ચાલે, તેને તો તેની સંતતિ સાથે દેશનિકાલ કરવો પડશે તેમ કરવામાં જો તે માથું ઊંચકે તો તેનો મૂળમાંથી નાશ કરવો. સાધુજનોને આમ તો કોઈ શત્રુ હોતો નથી. છતાં અંતરમાં છુપાઈને રહેલા આ શત્રુઓનો નાશ તેમને કરવો પડે છે. તેમ કરીને તેઓ જંપે છે. ' રાગ-મમતા-મમત્વ વાસનાજન્ય છે. જે પદાર્થો પ્રત્યે આકર્ષણ થયું તે સર્વ પદાર્થો મારા છે તેવી મૂછને તે કંઠે બાંધીને ફરે છે. દ્રષ-અહંકાર-અહંતા, હું કંઈક છું, મારું ધાર્યું થવું જોઈએ, મને ગમે તે મળવું જોઈએ, આવા અહંકારથી તે ફૂલ્યો ફરે છે. આ રાગદ્વેષના સંસ્કારો કેન્સરના સેલ જેવા છે. કેન્સરનો ભાગ કાપી નાંખવા છતાં તેના એક બે સેલ છૂટા પડી રહી ગયા હોય તો વળી પાછું કેન્સર ફેલાઈ જાય છે. તેમ રાગાદિ સંસ્કારો રહી જાય તો કેટલુંયે તપ તપે, ક્રિયા કલાપ કરે, જ્ઞાન ધ્યાનની ધૂણી ધખાવે, પણ પેલા સંસ્કારોના એક બે સેલ જીવની ધખેલી ધૂણીને પણ ઠારી દે છે. ક્રોધાદિ ચાર કષાયો સાથે નવ નોકષાયોનો યૂહ પણ ગોઠવાઈ જાય છે, મૂળ રોગમાં બીજા નાના રોગની જેમ તે પણ પીડા આપનારા છે. સામ્યભાવ એ જ આ શત્રુઓને દૂર કરવાનો ઉપાય છે. સામ્યભાવમાં સ્થિર થયેલો આત્મા આ શત્રુઓને ક્ષણમાત્રમાં હરાવી પોતાના પરમાત્મપદમાં લીન થઈ જાય છે. स तावद् देहिनां भिन्नः सम्यग यावत्र लक्ष्यते । लक्षितस्तु भजत्यैक्यं रागायञ्जनमार्जनात् ॥ १४ ॥ ભાવાર્થ ? પરમાત્મા ત્યાં સુધી જ પ્રાણીઓને પોતાથી ભિન્ન ભાસે છે કે જ્યાં સુધી તે તેને સારી રીતે ઓળખતાં નથી. પણ રાગાદિ મળના નાશથી ઓળખાયેલા તે તેમની સાથે ઐક્યથી ભજે છે. ૧૪ મંગલમય યોગ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : વાસ્તવમાં સ્ત્રી પુત્ર દેહાદિક જેવા બાહ્ય પદાર્થો આત્માથી ભિન્ન છે. પરંતુ જીવની મિથ્યા-વિપરીત બુદ્ધિએ જીવને પોતાના પરમાત્મસ્વરૂપથી ભિન્નતા મનાવી છે. અન્ન જીવે જ્યાં પોતાના આત્મપ્રદેશે રહેલા પરમાત્મ સ્વરૂપને ઓળખું નથી ત્યાં સુધી તે જાણે નિજ ઘરને પરાયું જ જાણે છે. અજ્ઞાનવશ તે સ્વયં પરમાત્મસ્વરૂપ છે તેમ જાણતો નથી, તેથી તેને તે તત્ત્વ પોતાથી ભિન્ન જણાય છે. પરમાત્મસ્વરૂપનો પરિચય પામનાર આત્માના જ્ઞાનદર્શનાદિ ઉપયોગ છે. પરંતુ તે ઉપયોગમાં રાગાદિના મળ ભળી જવાથી તે મલિન થયો છે. તેથી તેને પરમાત્મસ્વરૂપનું ભાન થતું નથી. પરંતુ જ્યારે તેના પરિણામ રાગાદિથી મુક્ત થાય છે ત્યારે તે ઉપયોગનું પરમાત્મા સાથે ઐક્ય થાય છે, તે જ સમયે તે સ્વયં પરમાત્મસ્વરૂપને અનુભવે છે. દીવાની વાટ બત્તીનો સ્પર્શ પામીને બત્તીરૂપે પ્રકાશે છે. તેમ આત્મા શુદ્ધ પરમાત્મસ્વરૂપને ભજીને પરમાત્મસ્વરૂપ થાય છે. ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. તે ઉપયોગ રાગાદિ ભાવ વગરનો શુદ્ધ હોય તો તેમાં આત્મા સ્વયં પરમાત્માને જાણે છે, પરિચય પામે છે. બહિર્મુખ માનવને બહારમાં જાણવા જોવાની વૃત્તિ ઘણી દેઢ થયેલી છે, તેથી તે પોતાના અંતરાત્માનો પરિચય પામતો નથી. પરંતુ સ્વને જાણવામાં વિઘ્ન એવા રાગાદિભાવો દૂર થતાં તે સ્વભાવને જાણે છે, ત્યારે પરમાત્મા સાથે તેનું ઐક્ય થાય છે. याद्दशोऽनन्तवीर्यादिगुणोऽतिविमलः प्रभुः। ताद्दशास्तेऽपि जायन्ते कर्ममालिन्यशोधनात् ॥ १५॥ ભાવાર્થ : પરમાત્મા જેવા અનંતવીર્યાદિ ગુણોવાળા છે, તથા અત્યંત નિર્મલ છે, પ્રાણીઓ પણ કર્મમળનાશ થવાથી તેવા થાય વિવેચન : જૈન દર્શનમાં પ્રભુ-પરમાત્માનું સ્વરૂપ અનોખું છે. મંગલમય યોગ ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં જીવ માત્ર કોઈ ઈશ્વરીય તત્ત્વનો અંશ નથી. પરંતુ જેવા પરમાત્મા છે. તેવો જ દરેકમાં રહેલો શુદ્ધાત્મા છે. પરમાત્મા પ્રગટ છે, સંસારીનો આત્મા અપ્રગટ છે. એ પરમાત્માનું સ્વરૂપ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યવાળું છે. અનંત ચતુષ્ટયુક્ત પરમાત્મા રાગાદિ તેમજ દૂષણરહિત અત્યંત નિર્મળ છે. આ જગતમાં તેની તુલના કરી શકાય તેવો કોઈ પદાર્થ નથી. જે યોગીઓ પરમાત્માનું ધ્યાન કરે છે, તેમાં જ લીન રહે છે તે સ્વયં પરમપદને પામે છે. જીવમાત્ર ઉપયોગ લક્ષણયુક્ત છે. તે લક્ષણો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય છે. જ્યારે આત્મા પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આ લક્ષણો સંપૂર્ણપણે પ્રસિદ્ધિ પામે છે. જ્ઞાનાવરણ કર્મના ખપી જવાથી અનંતજ્ઞાનગુણ પ્રગટે છે. દર્શનાવરણકર્મના ખપી જવાથી અનંતદર્શગુણ પ્રગટે છે. મોહનીય કર્મનો સંપૂર્ણપણે નાશ થવાથી અનંત ચારિત્ર ગુણ પ્રગટે છે. અંતરાયકર્મના ખપી જવાથી અનંત લબ્ધિ પ્રગટે છે. કર્મમળનાશ થવાથી આત્માનો અક્ષય ખજાનો ખૂલી જાય છે. પ્રગટ થયેલા શુદ્ધ પરમાત્મા અનંત લબ્ધિવાળા છે, તેવી રીતે જેના કર્મમળના મૂળ નાશ થાય છે તે તે જીવો સ્વયં પરમાત્મા થાય છે. आत्मानो देहिनो भिन्नाः कर्मपंककलंकिताः। अदेहः कर्मनिर्मुक्तः परमात्मा न भिद्यते ॥ १६ ॥ ભાવાર્થ : કર્મમળથી કલંક્તિ એવા દેહધારી આત્માઓ જ પરસ્પર કર્મકૃતભેદથી ભિન્ન છે. કિન્તુ દેહરહિત અને કર્મનિર્મુક્ત એવા પરમાત્મામાં કોઈ ભેદ નથી. વિવેચન : નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો સર્વ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ સમાન છે. ભેદરહિત છે. અર્થાત આત્મા અને પરમાત્મામાં ભેદ નથી. જગતસ્થિતિનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહારનય ઉભયનયવાળું છે. આથી જે કંઈ ભેદ જણાય છે તે સર્વ વ્યવહારનયની સ્વાભાવિક સ્વરૂ જગતસ્થિતિનું સ્વરૂપ સિગવડ ૧૬ મંગલમય યોગ Page #26 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ છે. એટલે જ્યાં જે નયથી જાણવું ઘટે તે નયની અપેક્ષાએ જાણવું. આત્માની સ્વભાવે ગુણસમાનતા હોવા છતાં આપણે જગતમાં પ્રાણી માત્રના જીવનમાં અને આત્મપરિણતિમાં ઘણી વિચિત્રતા જોઈએ છીએ, એ વિચિત્રતા કર્મપ્રકૃતિના સંયોગથી છે. સંસારનો દેહધારી આત્મા માત્ર કર્મમળયુક્ત જીવે છે, જન્મે છે, મરે છે. જે મહાત્મા નિર્વાણ પામે છે તેમના કર્મમળનો નાશ થયેલો હોવાથી તેઓને પુનઃ જન્મ મરણ નથી. દરેક દેહધારી કર્મપ્રકૃતિને આધીન વિવિધ પ્રકારના દેહને ધારણ કરી, સુખદુઃખાદિ પામે છે. રાજા-રંક, રોગી-નિરોગી, ધની-નિર્ધન, બુદ્ધિમાન-મૂર્ખ, સશક્ત-અપંગ, સુખી-દુઃખી આવા સર્વ ભેદ પૂર્વે કરેલા કર્મના ઉદયથી છે સત્તાઅપેક્ષાએ શુદ્ધાત્મા ઉપર તેવા વિચિત્ર પ્રકારની ભિન્નતાનો આરોપ આવે છે. પરંતુ જે દેહરહિત-અશરીરી શુદ્ધાત્મા છે. તેમાં કોઈ ભિન્નતા કે વિચિત્રતા નથી. દરેક સિદ્ધ પરમાત્મા અશરીરી છે. અનંતજ્ઞાનાદિ ગુણયુક્ત છે, અષ્ટકર્મનો આત્યંતિક ક્ષય કરી અવિનાશીપદ પામ્યા છે. કર્મકલંકથી રહિત હોવાથી અનંત સિદ્ધપરમાત્મા અભેદપણે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા કેવળ શુદ્ધ છે. તેને બાહ્ય કોઈ અસર નથી તેમ માનવા છતાં સંસારી કર્મના ફળનો અનુભવ કરે છે. વિવશ બને છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવા છતાં મંદબુદ્ધિ વ્યક્તિ જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરી શકતો નથી. ભલે ત્યારે આત્માજ્ઞાન સત્તામાં હોય, છતાં એ ક્ષતિ જ્ઞાનગુણને આવરણ કરે છે. નિશ્ચયથી ભલે તે ક્ષતિ સાથે કંઈ નિસ્બત ન હોય પરંતુ વ્યવહારદષ્ટિએ તો નિમિત્તોને સ્વીકારવા જ પડે છે. અને નિશ્ચયનયવાળો પણ ક્ષતિને નિવારવા ઉપાય કરે છે. નિશ્ચયદષ્ટિથી માનીએ કે પરદ્રવ્યથી આત્માને કોઈ લાભ હાનિ થતી નથી. પરંતુ તેમના જીવનવ્યવહારમાં હર્ષશોક કે સુખદુઃખની અસર થાય છે, અને જો તેનું ચિત્ત એ સંયોગોમાં વિરક્ત રહેતું મંગલમય યોગ ૧છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ હોય તો જરૂર તેનો આત્મવિકાસ થઈ શકે. પરંતુ જ્યાં સુધી મનમાં હર્ષ-શોકના, ગમવા-નગમવાના ભાવો ઊઠતા હોય અને જીવનના પ્રસંગોમાં તેને યોગ્યાયોગ્યનો વિચાર કરવો પડતો હોય, ભોજન જેવા પ્રકારોની પસંદગી કરવી પડતી હોય તો તે કહી ન શકે કે મને નિમિત્તોની કંઈ અસર નથી. માટે આત્મ સાધના કરનારે એ ભૂમિકાએ બાહ્ય નિમિત્તો અને સાધનોની પસંદગી કરવી જોઈએ કે મને કયા નિમિત્તો બાધક છે કે સાધક છે. જે નિમિત્તોથી આત્મહિત ન થાય તેનો ત્યાગ કરી પ્રાપ્ત પરિસ્થિતિમાં જાગૃતિપૂર્વક જીવવું જોઈએ. આમ નિશ્ચય અને વ્યવહાર બંનેની સમતુલા જાળવવી જોઈએ. संख्ययाऽनेकरूपोऽपि गुणतस्त्वेक एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्दगुणात्मकः ॥ १७ ॥ ભાવાર્થ : તે પરમાત્મા સંખ્યાથી અનંત છે. છતાંય બધા અનંતદર્શન, જ્ઞાન, વીર્ય, આનંદ ગુણસ્વરૂપ હોવાથી ગુણથી એક છે. વિવેચન : સમસ્ત સંસારમાં જીવો અનંતાનંત છે. સિદ્ધો તેમના અમુક ભાગે છતાં અનંત છે. તે સર્વ સિદ્ધ પરમાત્માના ગુણોનું અત્યંત સામ્ય હોવાથી ગુણે ભેદરહિત છે. અમુક યુગ-કાળ પહેલા થયેલા સિદ્ધ પરમાત્મા અને આ અવસર્પિણી કાળના અંતિમ સિદ્ધ થયેલા પરમાત્માના કે ભવિષ્યમાં થનારા પરમાત્માના સ્વરૂપમાં અંશમાત્ર ભેદ નથી. આદિ કહો, મધ્ય કહો કે અંત કહો સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ અભેદ છે. જે કંઈ ભિન્નતાની કે ભેદની વિચિત્રતા છે તે તો કર્મસહિત આત્માઓની છે. જેમ જીવની સત્તામાં રહેલા સ્વરૂપમાં ભેદ નથી તેમ પૂર્ણપણે પ્રગટ થયેલા પરમાત્માના સ્વરૂપમાં ભેદ નથી. जातरुपं यथा जात्यं बहुरुपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं परमात्मा तथा प्रभुः ॥ १८ ॥ ભાવાર્થ : જેમ ઉત્તમ સુવર્ણ જુદા જુદા સ્થાનોમાં અનેકરૂપે રહેલું છે. છતાં પણ સર્વત્ર એક જ છે. તેમ પરમાત્માના વિષયમાં સમજવું. ૧૮ મંગલમય યોગ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : જેમ અમેરિકા, યુરોપ કે ભારતમાં જ્યાં જ્યાં સોનું છે તે સર્વ જગ્યાએ તેનાં લક્ષણો સમાન છે. કોઈ દેશમાં સોનું પીળું અને કોઈ દેશમાં લીલુ એવો ભેદ નથી. ભારતના સોનાને કાટ લાગે અને અમેરિકાના સોનાને કાટ ન લાગે તેવો ભેદ નથી. વળી સોનાની લગડીમાંથી બંગડી, વીંટી, બુટ્ટી જેવા વિવિધ આકારોની વિચિત્રતા ભલે હોય પરંતુ તે દરેકમાં રહેલા સોનાના પદાર્થમાં કોઈ ભેદ નથી. તે પ્રમાણે લોકાગ્રે વસેલા સિદ્ધ પરમાત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. आकाशवदरूपोऽसौ चिद्रूपो नीरुजः शिवः । सिद्धिक्षेत्रगतोऽनन्तो नित्यः शं परमश्नुते ॥ १९ ॥ ભાવાર્થ ઃ આકાશની જેમ અરૂપી, જ્ઞાનસ્વરૂપી, નીરોગી, મંગળકારી સિદ્ધિક્ષેત્રમાં રહેલ અનંત અને નિત્ય એવા આ પરમાત્મા પરમસુખને ભોગવે છે. વિવેચન : આત્માનું સામર્થ્ય કેવું અમાપ છે તે પરમાત્માના સ્વરૂપથી સમજાય છે. જગતનો કોઈ પણ આશ્ચર્યકારી પદાર્થ તેની તોલે આવી શકે તેમ નથી. આવું પરમાત્મસ્વરૂપ ત્યજીને માનવ અત્યંત ક્ષુદ્ર પદાર્થોથી પાછળ દોડ અને હોડ લગાવી રહ્યો છે. આવા પરમાત્માના સ્વરૂપનું માહાભ્ય હળુકર્મી પુણ્યશાળી આત્માને જ આવે છે, કે ઓહો ભવઅનંતમાં આવું દર્શન મળ્યું. અને પોતાને પણ વિશ્વાસ આવે છે, આ જ સ્વરૂપ મારું છે. માનવ જગતથી સિદ્ધિક્ષેત્ર ઘણું ઘણું દૂર છે. છતાં સિદ્ધ પરમાત્માના જ્ઞાનાદિ ગુણોથી તેઓ ધરતીના માનવને પૂજનીય છે, ધ્યેયસ્વરૂપ છે. જે ધ્યેયમાં લીન થયેલો યોગી નિર્વાણ પામીને સમય માત્રમાં સિદ્ધક્ષેત્રમાં વાસ કરે છે. અત્યંત દૂર છતાં સમય માત્રમાં તે ક્ષેત્રે પહોંચી જવાય તેમાં પરમાત્માનો અનુગ્રહ છે. અને યોગીનો સામર્થ્યયોગ છે. આ પરમાત્મા કેવા છે ? ગ્રંથકાર જે પદાર્થો દ્વારા આપણને મંગલમય યોગ ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમજણ મળે તે રીતે સમજાવે છે કે, જેમ આકાશ અરૂપી છે, તેને રંગરૂપ નથી તેમ સિદ્ધપરમાત્મા ગુણોયુક્ત છે. પરંતુ રંગરૂપ યુક્ત નથી. પૂર્ણજ્ઞાનસ્વરૂપી છે. તેમનો આત્મા કર્મકલંકરહિત હોવાથી અવ્યાબાધ સુખનો સ્વામી હોવાથી નીરોગી છે. સ્વયં મંગળસ્વરૂપ છે. તેમનું નામસ્મરણ ભવ્યો જીવો માટે મંગળકારી છે. જન્મમરણથી મુક્ત થયેલા હોવાથી તેમની ગતિરૂપ અવસ્થાઓ બદલાતી ન હોવાથી તેઓ નિત્ય છે, તેઓ અનંત ગુણોથી યુક્ત હોવાથી અનંત છે અને સંખ્યામાં પણ અનંત છે. __ येनैवाराधितो भावात् तस्यासौ कुरुते शिवम् । सर्वजन्तुसमस्यास्य न परात्मविभागिता ॥ २० ॥ ભાવાર્થ : જે જીવ પરમાત્માનું ભાવથી આરાધન કરે છે, તેનું તે કલ્યાણ કરે છે. કારણ કે તે સર્વજીવો પ્રત્યે સમભાવવાળા છે, તેથી તેમને પોતાના કે પરાયા જેવા ભેદ નથી. વિવેચન : પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય છે. તેઓ પરાર્થ વ્યસની અર્થાત્ અન્યને પરમાર્થ માર્ગે લઈ જનારા છે. આત્મા સ્વયં અતિ મહિમાવંત દ્રવ્ય છે. તે પરમાત્મારૂપી દર્પણમાં પોતાનું સ્વરૂપ જોઈને પરમાત્માનું ધ્યાન કરે છે. પરમાત્માના સ્મરણમાત્રથી શુદ્ધાત્માનું સ્મરણ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ આ પરમાત્માના સ્વરૂપના અવલંબનથી થાય છે. પરમાત્મા માનવમાત્રને આરાધ્ય છે, ઉપાસ છે. તેમના અનુગ્રહથી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર પ્રગટે છે, આવો દઢ વિશ્વાસ સમ્યગૃષ્ટિ આત્માને હોય છે. તેથી તે પરમાત્માનું ધ્યાન કરીને પરમાત્મસ્વરૂપ થાય છે. પરમાત્મસ્વરૂપ અરિહંતનું આરાધન પણ અનુગ્રહ કરનારું છે. તેઓ જીવની સાધનામાં પ્રાણ પૂરે છે, તેમના દર્શન - સ્મરણમાત્ર જીવને ઉપકારી છે. તેવા અરિહંતનું ભૌતિક કે લૌકિક અપેક્ષા રહિત જે શુદ્ધ ભાવ વડે સ્મરણ કરે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. જૈન દર્શનકારોની દૃષ્ટિએ પરમાત્મા પૂર્ણ જ્ઞાનમય અને શુદ્ધ છે. આથી જૈનદર્શનના આ પરમાત્મા જગતમાં જ્ઞાન પ્રકાશને પ્રગટ ૨૦ મંગલમય યોગ Page #30 -------------------------------------------------------------------------- ________________ કરનારા છે. વળી જૈનદર્શન પરમાત્માની આરાધનાનો સાચો અને સ્પષ્ટ માર્ગ બતાવે છે. માટે એ પરમાત્માને અંતરાત્મભાવ વડે આરાધવા. તે પરમાત્માને સમસ્ત જીવરાશિના ચૈતન્યસ્વરૂપમાં કોઈ ભેદ નથી તેથી તેઓ સમગ્ર જીવો માટે ઉપકારક છે. कृतकृत्योऽयमाराद्धः स्यादाज्ञापालनात् पुनः। आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ॥ २१ ॥ ભાવાર્થ: કૃતકૃત્ય એવા આ પરમાત્માને આજ્ઞાના પાલનથી આરાધાય છે. ચિત્તને સ્ફટિક જેવું નિર્મલ કરવું તે તેમની આજ્ઞા છે. વિવેચન : કૃતકૃત્ય – જેના સર્વપ્રયોજન સિદ્ધ થયા છે, એવા પરમાત્માની આજ્ઞાનું પાલન તે આરાધના છે. તેમની આજ્ઞામાં તેમને કોઈ સ્પૃહા નથી પરંતુ જે કરવાથી તેઓ પરમાત્મ સ્વરૂપને પામ્યા તેમ કરવાની તેઓની આજ્ઞા છે. ચિત્તની નિર્મળતાએ કરીને સર્વ મોક્ષાર્થીઓ મુક્ત થયા છે. સાધકને માટે એ જ કર્તવ્ય છે. તેમાં માર્ગ પામવાની સુગમતા છે. આજ્ઞાનો મર્મ છે સ્વચ્છંદનો પરિહાર સામાન્યતઃ જીવમાત્ર સ્વતંત્ર છે, પરંતુ મિથ્યામતિ કે સ્વમતિ વડે એ સ્વતંત્રતા ઉન્માર્ગે લઈ જનારી છે. પરંતુ જે જીવ જિનાજ્ઞા અનુસાર મતિને દોરે છે તે સન્માર્ગે જનારી છે. આજ્ઞાનો અર્થ છે જે વડે આત્માને વસ્તુનો યથાર્થ બોધ થાય. અર્થાત્ સર્વજ્ઞના વચનને અનુસરવું તે આજ્ઞારૂપ ધર્મ છે. - દરેક માનવને ઈચ્છાનું સ્વાતંત્ર્ય હોવા છતાં જો તે ઇચ્છા મોક્ષની હોય તો તેમાં આજ્ઞાપાલન છે. સોનાની કટારી પેટમાં ન ખોસાય તેમ ઈચ્છાના સ્વાતંત્ર્ય વડે સંસારનું સેવન ન થાય. માટે વિરાધેલી જિનાજ્ઞા વડે સંસારનું ફળ મળે છે. અને આરાધેલી આજ્ઞા વડે તેથી વિરુદ્ધ મોક્ષનું ફળ મળે છે. વિશ્વવ્યાપક ધર્મમહાસત્તા એ પરમાત્માની કરુણાનો સ્ત્રોત છે. તે ધર્મ મહાસત્તાનો નિયમ આજ્ઞા છે. વિશ્વવ્યાપક કર્મસત્તા આત્માને મંગલમય યોગ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ જડમાં જકડે છે. આસક્તિ પેદા કરે છે. જ્યારે ધર્મસત્તારૂપ જિનાજ્ઞા આત્માને જડની આસક્તિથી, જેલમાંથી છોડાવે છે. મહામોહ વડે જિતાયેલો આત્મા જિનાજ્ઞા વડે મહામોહને જીતી લે છે. એવી આજ્ઞાનો અસ્વીકાર તે અહંકાર છે. આજ્ઞાપાલનમાં વિનય છે. અને વિનય એ ધર્મનું મૂળ છે. કોઈ આત્માને સ્વતંત્ર દ્રવ્ય છે તેમ માને, તો તે યોગ્ય ભૂમિકા વગર અનર્થકારી છે. એ સ્વતંત્રતાને સન્માર્ગ લઈ જવી તે સ્વતંત્રતા છે. માટે જિનાજ્ઞા આરાધ્ય છે. આજ્ઞાપાલન ક્યારે કહેવાય ? ભગવાને જે કહ્યું કે તું કરે. ભગવાન કહે છે, સંસાર એકાંતે દુ:ખરૂપ છે. તે કહે છે ભગવાને તો કહ્યું પણ મારે સંસારમાં આ સર્વ કર્યા વગર કેમ ચાલે ? ભગવાને કહ્યું તારા આત્મામાં સુખ છે તું કહે છે કે મને દેહમાં અને ઇન્દ્રિયોમાં સુખ લાગે છે. ભગવાન કહે છે, યુવાવયમાં સાધેલો પરમાર્થ ફળદાયી છે, તું કહે છે યુવાવયમાં ભોગ ભોગવી લઉં, ધર્મ પછી વૃદ્ધાવસ્થામાં થશે. ગુરુજનો કહે છે આ સમય વહ્યો જાય છે. તે કહે છે, હજી તો સંસારમાં ઘણું કરવાનું બાકી છે. આ સર્વે આજ્ઞાનું ઉલ્લંઘન છે. ज्ञानदर्शनशीलानि पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ॥ २२ ॥ ભાવાર્થ : દર્શન, જ્ઞાન અને શીલને સદાય પોષવા. અને રાગદ્વેષાદિ દોષોને હણવા. વિવેચન : જિનાજ્ઞાના મૂળ હેતુને દર્શાવી હવે તેની અંતર્ગત રહેલા અન્ય ઉપાયો બતાવે છે. સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જિનાજ્ઞા પ્રરૂપિત છે. તેનું સદાયે પોષણ કે રક્ષણ એ ધર્મ છે. “આણાએ ધમ્મો” આણાએ તવો.” પરમાત્માના અનંત ઉપકારનું ઋણપાલન તેમની આજ્ઞા આરાધનામાં રહેલું છે. જેમ કોઈ સમર્થ રાજાના શરણે જનારના પક્ષમાં રાજ્યનું પૂરું સૈન્ય સહાય કરે છે. તેમ પરમાત્માને શરણે જવાથી આ ૨૨ મંગલમય યોગ Page #32 -------------------------------------------------------------------------- ________________ મોહસત્તાની સામે આત્માના દર્શનાદિ ગુણોનું તે પરમાત્મા રક્ષણ કરે છે. આત્મા વિશેષ શુદ્ધિ પામે છે. સ્વભાવે સામાÁવાળો આત્મા-માનવ મોહ-માયામાં રાંક અને ક્ષુદ્ર બની ગયો છે. રાગ અને દ્વેષના બંને મલ્લો તેને હંફાવી રહ્યા છે. પરમાત્માની આજ્ઞા એ ફંદમાંથી મુક્ત કરે છે. પરમાત્મા રાગાદિ રહિત સમગ્ર જીવો પ્રત્યે સામ્યભાવવાળા છે. છતાં જે જીવો તેમની આજ્ઞાને આધીન છે, તેઓને તેમનો અનુગ્રહ (કૃપા) મળે છે. પરંતુ જે જીવો આ રાગાદિના ફંદમાં રચ્યા પચ્યા છે તેમને પરમાત્માનો અનુગ્રહ પ્રાપ્ત થતો નથી. સદાય દર્શનાદિના પોષણ માટે, અને રાગાદિના સર્વથા પરિહાર માટે પરમાત્માને શરણે રહેવું. કોઈ વાર મોહ ત્યાં અંતરાય લાવે છે. માટે જિનાજ્ઞા – ગુરુઆજ્ઞામાં રહેવું શ્રેયસ્કર છે. एतावत्येव तस्याज्ञा कर्मद्रुमकुठारिका । समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ॥ २३ ॥ ભાવાર્થ : તેમની આજ્ઞા સંપૂર્ણ દ્વાદશાંગીના અર્થના સારરૂપ છે. કર્મરૂપી વૃક્ષોને છેદવા માટે કુહાડી સમાન છે. તે આજ્ઞારૂપ ધર્મ પ્રાપ્ત થવો તે દુર્લભ છે. | વિવેચન : પ્રભુમુખે પ્રગટેલો અપૂર્વ જ્ઞાનસાગરનો સ્ત્રોત ગણધરોએ ઝીલ્યો તેનો સાર તે દ્વાદશાંગી છે. આપણી અલ્પમતિ દ્વારા શાસ્ત્રનો જ્ઞાનસાગર પામવો કઠિન છે, પરંતુ પરમાત્માની કરુણા વડે ભવ્યાત્મા તેનો સાર ગ્રહી પાર પામે છે. તે સાર જિનાજ્ઞા છે. ગમે તેવું કઠિન વૃક્ષ પણ કુહાડીના પડતા નિરંતર ઘાથી છેદાઈ જાય છે, તેમ પરમાત્માના આજ્ઞાપાલનથી સંસારરૂપી વૃક્ષ છેદાઈ જાય છે. યદ્યપિ આજ્ઞાધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. કારણ કે પરમાત્માનો અનુગ્રહ થાય તો આજ્ઞારૂપ ધર્મનું પાલન થાય છે. પરમાત્મા પ્રત્યે સમર્પણતા હોય તો આજ્ઞારૂપ પ્રભુવચનમાં શ્રદ્ધા થાય છે, માટે આજ્ઞારૂપ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. પરમાત્મા પ્રત્યેની ભક્તિ આજ્ઞાપાલનનું બળ છે. જેમ ગંતવ્ય મંગલમય યોગા ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થાને જવા માટે ચાલવું જરૂરી છે. તે સિવાય ઈષ્ટ સ્થળે પહોંચી શકાય નહિ, તેમ આજ્ઞાપાલનનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનું મૂળ ભક્તિ છે. એ ભક્તિ પરમાત્માના મહત્ત્વનું બળ છે. એ મહાભ્યના જ્ઞાનનું મૂળ આત્મસ્વરૂપનું માહાભ્ય છે. ધર્મદુર્લભ ભાવનાનો મર્મ એ છે કે આજ્ઞા રૂપ ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. ધર્મમાર્ગમાં પ્રવેશ કર્યા પછી પણ તેને આજ્ઞાનું માહાભ્યા કે બોધ નથી, તો તે ધર્મ તેની મુક્તિનું સાધન બનતો નથી. સર્વજ્ઞદેવની આજ્ઞાને ત્રિકરણયોગે ગ્રહણ કરીને જે નિષ્પાપ જીવન જીવે છે તથા અષ્ટપ્રવચન માતાનું જે સંયમરૂપી સંતાન છે, સંત છે, તેમના ગુરુની આજ્ઞા એ સર્વજ્ઞની આજ્ઞાનું સૂચન છે. તે આજ્ઞા જેણે શિરોવંદ્ય જાણી છે, તેને જ આજ્ઞારૂપ ધર્મ સુલભતાથી પ્રાપ્ત થાય છે. જે વડે તે મોહજનિત સંસારવૃક્ષને છેદીને મુક્ત થાય છે. विश्वस्य वत्सलेनापि त्रैलोक्यप्रभुणापि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ॥ २४ ॥ त एव रक्षिता दुःखाभैरवाद् भवसागरात् । इयं यैः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ॥ २५ ॥ यैस्तु पापभराक्रान्तैः कालशौकरिकादिभिः । न स्वीकृता भवाम्भोधौ ते भ्रमिष्यन्ति दुःखिताः ॥ २६ ॥ ભાવાર્થ : વિશ્વવત્સલ તેમ જ ત્રણે લોકના સ્વામી શ્રી ભગવાન મહાવીર, જ્યારે વિચરતા હતા ત્યારે ભક્તિપૂર્ણ એવા અભયકુમાર વગેરેએ જેમણે તેમની આજ્ઞા સ્વીકારી હતી તેમનું આ દુઃખપૂર્ણ સંસાર સાગરથી રક્ષણ કર્યું હતું. પાપના ભારથી આક્રાંત થયેલા કાલસૌરિક કે જેણે તેમની આજ્ઞાનો અસ્વીકાર કર્યો હતો તે દુઃખી થઈ સંસારસમુદ્રમાં ભ્રમણ કરશે. વિવેચન : ચરમ તીર્થંકર અને વર્તમાનકાળમાં જેનું શાસન છે તેવા વાત્સલ્યપૂર્ણ ભગવાન મહાવીર જ્યારે પૃથ્વીતલ પર વિચરતા ર૪ મંગલમય યોગ Page #34 -------------------------------------------------------------------------- ________________ હતા ત્યારે જેમણે ભક્તિપૂર્વક તેમની આજ્ઞાનું આરાધન કર્યું હતું તે અભયકુમાર આદિ શાશ્વત સુખ પામ્યા. કારણ કે આજ્ઞાપલન યુક્ત જપ તપાદિ નિર્જરાનું કારણ છે. જે ભવ્યાત્માને જિનાજ્ઞા પ્રાણથી પણ પ્યારી છે તે આત્માઓ તીર્થકરના વાત્સલ્યના પાત્ર બને છે. ત્યારે તીર્થંકરના પ્રભાવને અનુસરતી ધર્મરૂપી મહાસત્તા તે ભવ્યાત્માઓને મુક્તિના આંગણે મૂકી દે છે. જેને આ આજ્ઞાનું માહાસ્ય ન સમજાયું અને અજ્ઞાનવશ વિરાધના કરી તેવા પાપવૃત્તિવાળા કોલસૌરિક આદિ આ સંસારમાં પરિભ્રમણ દ્વારા દુઃખ પામશે. આજ્ઞાની વિરાધનાની એ સજા છે. માટે “મારે આજ્ઞાની જરૂર નથી. હું કરું છું તે સાચું છે. તે અહંકાર ને ત્યજી દઈ “હું તીર્થકરની આજ્ઞાને શિરસાવંદ્ય પાલન ક્યારે કરું તે ભાવનાને દઢ કરવી” જન્મ-મરણ ટાળવાનો એ નિશ્ચિત અને નિશ્ચળ ઉપાય છે. કારણ કે જિનાજ્ઞાને વરેલા શરણાર્થીનું રક્ષણ કરવું કે મુક્ત કરવો તે ધર્મસત્તાનો નિયમ છે. માટે કર્તુત્વાભિમાન છોડીને જિનાજ્ઞા મને ઉપકારક છે. તે તારક છે, કર્મ સત્તાની મારક, અને મુક્તિની ધારક છે. તે માટે આજ્ઞાપાલન એ જ કર્તવ્ય જાણવું. सर्वजन्तुहिताऽऽज्ञैवाऽऽज्ञैव मोक्षकपद्धतिः। ચરિતissફીવ વારિકાનાવ મવમાની | ૨૭ | ભાવાર્થ ? આ આજ્ઞા જ સર્વ જીવોનું હિત કરનારી છે. આજ્ઞા જ એક મોક્ષનો માર્ગ છે. આચરેલી આજ્ઞા એ જ ચરિત્ર છે. તે આજ્ઞા ભવનો નાશ કરનારી છે. વિવેચન : આજ્ઞાનું આંતર સ્વરૂપ શ્રદ્ધારૂપ છે. તેનો આધાર આત્મા સ્વરૂપ અનંતર મોક્ષનું કારણ છે. તે આજ્ઞાના આચરણમાં સક્રિયારૂપ ચારિત્ર્ય સમાય છે. આજ્ઞાના બાહ્ય સ્વરૂપમાં તીર્થંકર પરમાત્માએ દર્શાવેલી પરહિત ચિંતા છે. વિશ્વની સમસ્ત જીવરાશિ પ્રત્યેનો મૈત્રીભાવ છે. આ આજ્ઞામાં અન્ય આજ્ઞાઓ પુષ્ટિકારક છે. પરમાત્મ ભક્તિની સત્યતા વિશ્વમૈત્રીની ભાવનામાં રહેલી છે. સક્રિયા રૂપ ચરિત્રનો વિકાસ મંગલમય યોગ ૨૫ 3in Education International Page #35 -------------------------------------------------------------------------- ________________ એ ભક્તિની ફળશ્રુતિ છે. “શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે. શ્રી સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. શ્રી આચાર્ય દેવની આજ્ઞા શુદ્ધ આચરણ પાલનની છે. શ્રી ઉપાધ્યાયની આજ્ઞા સસ્કૃત અધ્યયનની છે. શ્રી સાધુ ભગવંતની આજ્ઞા મોક્ષમાર્ગમાં સહાય કરવાની છે. આ પાંચ આજ્ઞાના પાલનમાં સાધકનું શ્રેય છે. અને આજ્ઞાના અસ્વીકારમાં જાતે જ પગ પર કુહાડી મારી દુઃખ ઉત્પન્ન કરવા જેવું છે. આ આજ્ઞાપાલનમાં ધર્મ અને તપ શકાય છે. પરમાત્માની આજ્ઞારૂપ વચનનું ચિંતન આશ્રવને રોકે છે. સંવરને પ્રગટ કરે છે. મૈત્રીભાવનાથી ભાવિત આત્મા ક્ષમા આદિ ગુણોને ધારણ કરી સન્માર્ગે સરળતાથી ચાલ્યો જાય છે. જ્યારથી તીર્થંકરનું તીર્થ છે ત્યારથી આ આજ્ઞાપાલનનો ધર્મ અનાદિ સિદ્ધ છે. આશારાધન સર્વ જીવનું હિત કરનારું હોવાથી સર્વજીવને ઉપકારી છે. જે એની વિરાધના કરે છે તે આપદા પામે છે. इयं तु ध्यानयोगेन भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८ ॥ ભાવાર્થ ઃ આ આજ્ઞાનું પાલન ધ્યાનયોગથી, ભાવપ્રધાન સ્તુતિસ્તવનોથી, પૂજા વગેરેથી અને ઉત્તમ ચારિત્રનું આચરણ કરવાથી થાય છે. વિવેચન : જિનાજ્ઞા એ આધ્યાત્મિક જીવનનું સક્રિય અને સર્વોત્કૃષ્ટ અંગ છે. શરીરમાં રહેલું મહત્ત્વનું અંગ ચહ્યું છે તેના વગર શરીરનું સૌંદર્ય મનાતું નથી તેમ જિનાજ્ઞા વગર આધ્યાત્મિક વિકાસ મનાતો નથી. વળી જિનાજ્ઞા એ એક મહાન આરાધક તત્ત્વ હોવાથી તેની આરાધનાના ક્ષેત્રો પણ ઘણા વિશાળ છે. અર્થાત્ તે જિનાજ્ઞાથી ભરપૂર હોવી જોઈએ. જિનાજ્ઞાએ સાધકનો પ્રાણ છે, સરળ અને સુગમ ઉપાય છે. મોક્ષ માર્ગના સર્વ સાધનો એમાં સમાય છે. અત્રે ૨૬ મંગલમય યોગ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારે જિનાજ્ઞાના કેટલાક સંક્ત જણાવ્યા છે. ધ્યાનયોગ : આધ્યાત્મિક વિકાસના ટોચનાં સાધનો વૈરાગ્ય સહિતના જ્ઞાન અને ધ્યાનયોગ છે. આત્મજ્ઞાન પ્રગટ થતાં આત્મા સ્વસ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે પૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે જ સમયે સર્વ દુ:ખજનિત ઘાતિ કર્મોનો સર્વથા નાશ થાય છે. જ્ઞાનયોગની ફળશ્રુતિ ધ્યાનયોગ છે. સ્વરૂપનું ઐક્યાઝ તે ધ્યાનયોગ છે. અનાદિના સહજ કર્મમલરૂપે રહેલા કર્મોનો ધ્યાનાગ્નિ દ્વારા નાશ થાય ત્યારે જીવ સંપૂર્ણપણે મુક્ત થાય છે. જિનાજ્ઞાના પાલનનું હાર્દ એ છે કે આત્માને હાનિકર્તા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ક્ષીણ થઈ આત્માના પરિણામ ધર્મ ધ્યાનમાં સ્થિર થઈ, શુક્લધ્યાનમાં આરૂઢ થઈ અનુક્રમે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. માટે કર્મોના સંપૂર્ણ નાશ માટે ધ્યાનયોગ અને જિનાજ્ઞા એ સન્માર્ગનું મુખ્ય અંગ છે. ભાવપ્રધાન સ્તુતિ, સ્તવનો, પૂજા : આત્માર્થી જેની આજ્ઞા સેવે છે તેના તરફ શુદ્ધભાવે ભક્તિયુક્ત છે, તે ભક્તિને આત્મસાત્ કરવા સ્તુતિ-સ્તવનો સાધનો છે. કાર્યની સિદ્ધિ માટે પ્રથમ યથાર્થ ક્રિયા હોય છે. ત્યાર પછી તે ક્રિયા ભાવાત્મક બને છે. તે ભાવનાઓ ચિત્તશુદ્ધિનું નિર્માણ કરે છે. ચિત્તશુદ્ધિ સ્વરૂપની લીનતા લાવે છે. તે પછી આત્મા સ્વરૂપમાં સ્થિતિ કરે છે. આ ક્રમથી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ભાવપ્રધાન ભક્તિ-શ્રદ્ધા છે. આ ભક્તિયોગમાં જ્ઞાનરૂપ બોધ થાય છે. કારણ કે જેની ભક્તિ કરવાની છે તે જિન વીતરાગ છે. તેમણે સંસારના સુખ અસાર માન્યા હતા, અને મોક્ષને જ સારભૂત માન્યો હતો, વળી તે સંસારનો અંત તેમણે જ્ઞાન અને ધ્યાન વડે કર્યો હતો. તેવા જ્ઞાનીની ભક્તિનું મૂળ શ્રદ્ધા-સ્તુતિ છે. સંસારમાં જ્ઞાની કે અજ્ઞાનીજન કોઈ દુ:ખરહિત નથી. પરંતુ જેનામાં ભક્તિ નથી એવા અજ્ઞાની દુઃખો ભોગવીને આકુળતાથી નવા કર્મો ઉપાર્જન કરે છે. અને જ્ઞાની જિનાજ્ઞાયુક્ત ભક્તિ વડે દુઃખને સહી, પચાવી, સાચા સુખમાં પરિણીત કરે છે. જિનાજ્ઞા મંગલમય યોગા Page #37 -------------------------------------------------------------------------- ________________ પાલન એ વાસ્તવમાં આત્માનો ઉત્તમભાવ છે, જે સંસારમાં સમુદ્ર તરવામાં નાવ જેવો છે. ભક્તિ અશુભમાંથી ચિત્તવૃત્તિને શુભમાં જોડવા સરળ ઉપાય છે. પૂર્ણતા પામવા સુધી પોતાને લઘુભાવે રાખી પરમાત્માની ભક્તિ કરવી. પરમાત્માના વચન પર વિશ્વાસ રાખી, તે વચનનો પ્રીતિપૂર્વક સ્વીકાર કરી ભક્તિ કરવાથી ચિત્તવૃત્તિઓ શાંત થઈ આત્મા સામ્યભાવમાં આવે છે. ભક્તિ-સ્તુતિ, સ્તવના વડે દોષો ટળે છે, અને ગુણવૃદ્ધિ થાય છે. સુધા તૃપ્તિ માટે ભોજનનું પ્રયોજન છે. તેમ વાસનાઓની સુધા શાંત કરવા માટે ભક્તિ ફળદાયક છે. નિર્બળ આત્માને તે નિર્મળ કરે છે. સાધ્ય તરફની નિષ્ઠા વૃદ્ધિ પામે છે. ભક્તિ જ્ઞાનમાર્ગનું અંગ છે. કારણ કે જ્ઞાનસ્વરૂપ આરાધ્ય તત્ત્વને ભક્તિ ગ્રહણ કરે છે. ઉત્તમ ચારિત્રનું આચરણઃ આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ ચારિત્રમાં વૈરાગ્યની મુખ્યતા છે. તે ભલે સામાયિક જેવા નાના આચારથી કે વ્રતથી પ્રારંભ થાય, પરંતુ તેની પૂર્ણતા સંપૂર્ણ વૈરાગ્ય વડે થાય છે. યથાર્થ ભક્તિનું પરિણામ જ્ઞાન અને વૈરાગ્ય છે. અથવા વૈરાગ્ય સહિતની ભક્તિ પરમાર્થ માર્ગને સહાયક છે. વૈરાગ્ય એ બાહ્યક્રિયા નથી, પરંતુ તે સ્વરૂપના લક્ષયુક્ત ભાવ છે. તેવા ભાવયુક્ત વૈરાગ્ય સ્થિર રહે છે. સંસારના ઉદયવાળા સાધકને સંસારના પ્રસંગો ક્ષણે ક્ષણે બોધદાયક થાય છે. કારણ કે તેમાં વિવેકજન્ય બોધ પરિણમ્યો છે તેથી તે ચલાયમાન થતો નથી. તે ઉત્તમ ચારિત્રનું બળ છે. સંસારના વિષયોને નિરર્થક માને કે તેમાં દોષ જાણે છતાં આત્મામાં વૈરાગ્યની પરિણતિ નથી ત્યાં સુધી તે દોષદર્શન ઉત્તમ વૈરાગ્ય રૂપે હોતું નથી. જો કે મિથ્યાત્વાદિ દોષોનું, કષાયોનું દર્શન થવું વિષયોથી દૂર રહેવું, તેમાં વૈરાગ્ય ઉપજવો કે તેવા નિમિત્તોથી દૂર રહેવું તે ઉત્તમ ચારિત્રની પ્રારંભની ભૂમિકા છે, કારણ કે વિષયોથી ભરપૂર કે કષાયોથી દોષિત આત્માને વૈરાગ્યમાં સ્થિર રહેવું અશક્ય છે. ૨૮ મંગલમય યોગા Page #38 -------------------------------------------------------------------------- ________________ દોષના ક્ષીણ થવાથી અને વિષયોનો સંગ છૂટવાથી આત્માની પરિણતિ અનાસક્ત થાય છે. ત્યારે આત્માનુભૂતિરૂપ ચારિત્રનું નિર્માણ થાય છે. માટે વૈરાગ્યવાસિત આત્માઓની ભક્તિએ આત્માનુભૂતિનું નિમિત્ત બને છે. ઉત્તમ ચારિત્રનું નિર્માણ જેમ જિન પ્રત્યેની ભક્તિથી થાય છે, તેમ જીવો પ્રત્યે મૈત્રીથી થાય છે. વળી મૈત્રી આદિ જીવોથી આત્મા સાથે લાગેલા પુરાણા દ્રષના સંસ્કારો જાય છે. પ્રભુની ગુણરૂપ ભક્તિ દ્વારા કષાયથી મુક્ત થવાય છે. અને દોષદર્શન વડે ઊપજતો વૈરાગ્ય વિષયોથી મુક્ત કરે છે. આથી ઉત્તમ ચારિત્ર્યવાન પોતાના દોષો જુએ છે. અન્યના ગુણો જુએ છે. જિનાજ્ઞા ધારણ કરનારને ઉત્તમ ચારિત્ર પ્રત્યે બહુમાન હોય છે. आराधितोऽस्त्वसौ भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥ २९ ॥ ભાવાર્થઃ વ્રતના આચરણરૂપ ભાવસ્તવથી આ પરમાત્માની આરાધના થાય છે, જ્યારે પૂજા વગેરે દ્રવ્યસ્તવથી તેમની ભક્તિ (સરાગતા) થાય છે. | વિવેચનઃ સ્તુતિ-પૂજા આદિના બે પ્રકારો છે. ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ ઉભય છે, દ્રવ્યસ્તવ બાહ્ય ક્રિયા છે. જે વિવિધ પદાર્થો દ્વારા કરવામાં આવે છે. તેનો હેતુ પરમાત્માનું બહુમાન છે, તે દ્વારા તેમના ગુણો પ્રત્યે આકર્ષણ-પ્રીતિ થાય છે. જે સંસારની પ્રીતિ ઘટવાનું કારણ બને છે. વળી દ્રવ્યસ્તવ એટલે ભક્તિના ગીતો ગાવા તે એક પ્રકાર છે. કોઈ પણ પ્રકારની દ્રવ્ય-બાહ્ય-ક્રિયા આત્માની ભૂમિકા પ્રમાણે હોય છે, જે ભાવનું કારણ બને છે. દ્રવ્યસ્તવમાં આરાધ્ય દેવની મુખ્યતા છે. ભાવસ્તવમાં આરાધકની મુખ્યતા છે. ભાવસ્તવમાં પરમાત્માના ગુણોના સ્મરણની મુખ્યતા છે, પરમાત્માનું નામ રસના પર ચઢે છે. પરમાત્માના ગુણો સમતા-કરુણા આદિ હૃદયમાં ધારણ થાય છે. ભાવપૂર્વક પ્રભુના નામનું સ્મરણ થતાં જ મંગલમય યોગ ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ તે પવિત્ર શક્તિનો પ્રભાવ પ્રગટ થાય છે. ભાવમાં જો અપેક્ષા, મલિનતા હોય તો પવિત્ર શક્તિનો પ્રભાવ પડતો નથી. કેવળ દેરાસરમાં જ ભગવાન પ્રત્યે ભાવ જાગે તે પૂરતું નથી પણ ક્ષણમાત્ર પણ જે ભગવાનનું વિસ્મરણ ન કરે, જગતને ભૂલી જે ભગવાનને હૃદયમાં ધારણ કરે છે, તેને આત્મિક લાભ થાય છે. એ પરમાત્માની પ્રીતિને ભૂલીને જે સંસારનું સ્મરણ કરે છે તે દુઃખ પામે છે, માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભય પ્રકારે ભક્તિ કરવી. સવિશેષ શુદ્ધાચરણથી આરાધના થાય છે. તે ભાવસ્તવ છે. ભક્તિ એ સરાગ સાધના છે. પરંતુ જેના પ્રત્યે રાગ કરવામાં આવે છે તે વીતરાગ છે, માટે એ રાગ પણ ક્રમે કરીને વૈરાગ્યમાં પરિણમે છે. चिन्तामण्यादिकल्पस्य स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात् कल्याणाय तदर्थिनाम् ॥ ३० ॥ ભાવાર્થ : તેમનો કરાયેલો દ્રવ્યસ્તવ પણ ચિંતામણિ આદિ સમાન ભગવાનના પ્રભાવથી કલ્યાણના અર્થે થાય છે. વિવેચન : ભગવાનના દર્શન પ્રથમ તો પાપજનિત સંકલેશ પરિણામનો પરિહાર કરે છે. પછી સરાગતાની ભૂમિકા પ્રમાણે કે ભવિતવ્યતાના યોગે સ્વર્ગનું કારણ બને છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવમાં પરિણમી મોક્ષનું કારણ બને છે. પ્રભુ પ્રીત્યર્થે કરેલી દ્રવ્યપૂજા-સ્તવના પણ જો ભાવશુદ્ધિ સહિત હોય તે ચિંતામણિ સમાન છે. ચિંતામણિ રત્નની એવી ઉપમા છે કે તેને હસ્તમાં ધારણ કરી મનુષ્ય જે કંઈ ચિતવે કે ઇચ્છે તેની તેને પ્રાપ્તિ થાય છે. ચિંતામણિને એવું લક્ષણ આ પ્રમાણે મનુષ્યની ભાવનાનું લક્ષણ એ છે કે જે જેવી ભાવના કરે તેવું પરિણામ નિપજે છે. જો આત્માના પરિણામ અશુભ છે તો જીવ દુઃખ પામે છે. શુભ પરિણામ વડે સુખ પામે છે. અને શુદ્ધ પરિણામ વડે મુક્તિ પામે છે. ભગવાન વીતરાગ છે, અકર્તા છે, વિકલ્પરહિત છે, છતાં તેમનો ૩૦ મંગલમય યોગ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ અચિંત્ય છે. તેમના પ્રત્યે શુભભાવ કરવાથી કે શુદ્ધ ભાવે ભજવાથી તે આત્માર્થીનું કલ્યાણ થાય છે. સૂર્ય ઊગે, પ્રકાશ રેલાય, દ્વાર ખોલે તેને પ્રકાશનો લાભ મળે, તેમ ભગવાનના પ્રભાવનું સમસ્તલોકમાં સાતત્ય છે. નિરંતર વહેતા ઝરણા જેવું છે. જે ઉત્તમ ભાવો કરે તેના પર તેમના ગુણોનો પ્રભાવ પડે. એ ગુણોને હૃદયમાં ધારણ કરીને ભક્ત ભગવાન જેવો થાય છે. અર્થાત તેનું કલ્યાણ થાય છે. स्वर्गापवर्गदो द्रव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा ॥ ३१॥ ભાવાર્થ: દ્રવ્ય સ્તવ પરલોકમાં સ્વર્ગ અને મોક્ષ આપનાર છે. અને આ લોકમાં પણ સુખ આપે છે. તે દ્રવ્યસ્તવ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. માટે ગૃહસ્થ સવિશેષ દ્રવ્યસ્તવ કરવો જોઈએ. - વિવેચનઃ ભગવાન મહાવીરના શાસનની બે પ્રણાલિ છે. એક શ્રમણ સંસ્કૃતિ અને બીજી શ્રાવક સંસ્કૃતિ. અત્રે દ્રવ્યસ્તવપૂજાનો અધિકારી શ્રાવક અને ભાવતવના અધિકારી સાધુ કહેવાય છે. ગૃહસ્થ - શ્રાવક પાસે ભૌતિક સામગ્રીની અલ્પાધિકતા હોય છે, વળી તેમાં મૂછ હોય છે. તે આરંભ અને પરિગ્રહની મૂછથી છૂટવાનું એક બાહ્ય સાધન દ્રવ્યસ્તવ છે. અર્થાત્ વિવિધ ઉત્તમ પદાર્થો લઈને જિનેશ્વરની પક્ષાલાદિ પૂજા-સત્કાર કરવા તે ગૃહસ્થને આવશ્યક છે. તે વડે તેનામાં ત્યાગની ભાવના વિકસે છે. વળી જિનેશ્વરને ચરણે ધરાતા ઉત્તમ પદાર્થો જિનેશ્વરને ખપતા નથી પરંતુ તે દ્વારા ગૃહસ્થ પોતાના ભાવની શુદ્ધિ કરે છે. આથી તે દ્રવ્યસ્તવ સમયે ગૃહસ્થને ચિત્તમાં પ્રસન્નતા આવે છે. સંકલેશ પરિણામ ઘટે છે. તેથી તે સુખ પામે છે. અને તે ભાવના વડે શુભ આયુષ્ય બાંધીને તે સ્વર્ગનું સુખ પામે છે. તે વચમાં આવતા વિશ્રામ સ્થાન જેવું છે. વાસ્તવમાં વીતરાગ જિનેશ્વરને ભજનારો મોક્ષનો અર્થી છે. તે દ્રવ્યસ્તવની પાછળનો હેતુ અને સ્તવનું પ્રયોજન છે. વળી ગૃહસ્થને જો દ્રવ્યસ્તવ-પૂજાનો કોઈ આદર નથી તો તેની દીનચર્યાના દોષ હળવા થતા નથી આરંભ સમારંભની મંગલમય યોગ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ અલ્પતા માટે દ્રવ્યસ્તવ એક નિમિત્ત છે. भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि । ततः प्रक्षरितः सिंहः कर्मनिर्मथनं प्रति ॥ ३२ ॥ ભાવાર્થ : વળી જો ગૃહસ્થને દ્રવ્યસ્તવની સાથે યથાશક્તિ વિરતિ હોય તો કર્મોનો નાશ કરવા માટે થાય છે. જેમ હાથીઓને હણવા તત્પર થયેલો સિંહ હાથીઓનો નાશ કરે છે તેમ ગૃહસ્થ કર્મોનો નાશ કરે છે. વિવેચન : જેમ જ્ઞાનનું ફલ વિરતિ છે. તેમ દ્રવ્યસ્તવ વડે યથા શક્તિ વિરતિ પરિણામ થાય છે. વિરતિને કારણે વૃત્તિઓનો, દોષોનો, મિથ્યાભાવનો સંક્ષેપ થયા પછી સાધકમાં જે વૈરાગ્યના ભાવ થાય છે, એ વૈરાગ્યના બળ વડે તે કર્મોનો નાશ કરવા શક્તિમાન થાય અપરાધી પણ કુકર્મ સેવી પ્રભુ ભક્તિ વડે મુક્તિ પ્રાપ્ત કરે છે. ભક્તિ વડે અહંકાર ટળે છે. અહંકાર ટળતાં પાપવૃત્તિ ટળે છે. તે વિરતિ ધર્મમાં આવે છે. વિરતિ ધર્મ અહિંસાનું દ્યોતક છે. સર્વ જીવો પ્રત્યે સમભાવ તે અહિંસાનું મૂળ છે. સમભાવ એ વૈરાગ્ય અને મુક્તિના માર્ગનો સૂચક છે. ગૃહસ્થ અવ્રતને ત્યજીને વ્રતને ગ્રહે છે. ત્યારે બાહ્ય રીતે તે અહિંસા વ્રતને ગ્રહે છે. પણ તેના અંતરના ભાવમાં વૈરાગ્ય પ્રવર્તે છે. એ વૈરાગ્ય વડે કર્મોના નાશ કરવા તે ઉદ્યમી બને છે. અર્થાત્ દ્રવ્યસ્તવ બાહ્યક્રિયા છતાં તેનું પ્રયોજન પરંપરાએ મુક્તિ છે. દ્રવ્યસ્તવ દ્વારા ગૃહસ્થ ભગવાનની સ્તુતિ કરે છે. આદર કરે છે. મનમાં બહુમાન રાખે છે. ભગવાનની આજ્ઞાએ ચાલવાનો નિશ્ચય કરે છે, તેથી તેની ભાવ શુદ્ધિ થાય છે ભાવશુદ્ધિ કર્મોનો નાશ કરે છે. નવકાર મંત્રની આરાધના દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે સ્તુતિનું કારણ છે. ગૃહસ્થ જેની સ્તવના કરે છે. તે વીતરાગ છે. વીતરાગને ભજીને ગૃહસ્થ રાગી મટી વીતરાગી થાય છે. આથી વ્યસ્તવ ૩૨ મંગલમય યોગ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિરતિનું કારણ બને છે. श्रावको बहुकर्मापि पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ॥ ३३ ॥ ભાવાર્થ : શ્રાવક અનેક પ્રકારના કર્મોથી લેપાયેલો છે છતાં શુભભાવપૂર્વક કરેલી પૂજા જેવી સાધના વડે સમગ્ર કર્મોનો નાશ કરી તે શીવ્રતાએ મોક્ષ પામે છે. વિવેચન : શ્રાવક જ્યાં સુધી વૈરાગ્યથી-તત્ત્વદૃષ્ટિથી વાસિત થયો નથી ત્યાં સુધી અનેક પ્રકારના કર્મોથી લેપાયેલો છે. વળી નવા કર્મબંધનું ઉપાર્જન કરે છે. કારણ કે ગૃહસ્થજીવનની ચર્યા આરંભ પરિગ્રહયુક્ત છે. જ્યાં આરંભાદિ છે અને વૈરાગ્ય નથી ત્યાં મુખ્યત્વે અશુભ કર્મબંધન થાય છે. આથી ગૃહસ્થને ક્રમ આપ્યો છે કે પ્રથમ દુર્નિમત્તથી દૂર રહેવું, પૂરા સમય માટે તેવું બનવું શક્ય ન હોય તો આવશ્યકાદિ ક્રિયા દ્વારા અશુભને ત્યજી શુભમાં રહી શુદ્ધભાવપૂર્વક પૂજાદિ સાધનમાં નિષ્ઠા રાખવી. વળી શ્રાવકે કોઈ પણ શુભયોગ વડે અનુષ્ઠાનનું ફળ કે સુખને ઇચ્છવું નહિ, છતાં સુખ મળે તો પણ તેના પ્રલોભનમાં અટકવું નહિ પરંતુ એ શુભયોગથી મળેલા ઉત્તમ માનવજન્મનો સદુઉપયોગ કરવો. અન્ય પુણ્યયોગમાં સ્વરૂપ નિષ્ઠા વધારવી. ધનપ્રાપ્તિના પ્રયોજનમાં ધર્મને ગૌણ ન કરવો. વીતરાગની પૂજા જેવા અન્ય સાધનો વડે ચિત્તની શુદ્ધિને ગ્રહણ કરી, અવિરતિને ત્યજી દેશવિરતિમાં આવી સર્વવિરતિ સાધ્ય કરવી. સંસારનો ત્યાગ પછી વૈરાગ્ય જેવા શુદ્ધ પરિણામ વડે સર્વ કર્મોનો નાશ કરી શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરવી. જો શ્રાવક આવા ક્રમમાં ન જાય અને ભ્રમ સેવે કે પૂજાદિના સાધનોનું પ્રયોજન નથી તો રાગદ્વેષ અને મોહનું નિવારણ શક્ય નથી. પૂજાદિ અનુષ્ઠાન વડે શુભ ભાવનાઓથી મન ભાવિત થાય છે. ત્યારે વિષયોની આસક્તિ છૂટે છે. અને ક્રમે કરીને આત્મભાવના વડે વૈરાગ્ય પેદા થાય છે. તત્ત્વબોધના અંતરાયરૂપ મોહ ટળતા જીવ શીઘતાએ મોક્ષ માર્ગને પામે છે. મંગલમય યોગ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ અયોગ્યના અપરાધથી છૂટવા માટે શુભાશ્રવનું પાતંત્ર્ય છે, છતાં તે પાતંત્ર્ય પણ તત્ત્વ દૃષ્ટિથી મુક્ત કરે છે. માટે અશુભથી છૂટવા શુભભાવપૂર્વક આરાધન કરવું. પછી શુદ્ધ દષ્ટિ વડે શુભાશુભ બંનેનો છેદ થતાં મોક્ષભાવ પ્રગટ થાય છે. येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् । यावद् विराधिता येन तावद् दुःखं लभेत सः॥ ३४ ॥ ભાવાર્થ : જે જેટલું આજ્ઞાનું પાલન કરે છે, તેટલું સુખ પામે છે, અને જેટલી વિરાધના કરે છે તેટલું દુઃખ પામે છે. - વિવેચન : આજ્ઞાપાલનના પારતંત્રમાં પણ સ્વાતંત્ર્ય સમાયેલું છે. આ પાતંત્ર્ય પૌગલિક પદાર્થોનું નથી કે તમને પરાધીન બનાવે. પણ જેમ જેમ આજ્ઞાપાલનની વિશેષતા તેમ તેમ આત્મિકબળની વૃદ્ધિ થાય છે. જે આત્માને આંતરિક શુદ્ધિ થાય છે તેનું દુઃખ નાશ પામે છે. તેના મૂળમાં આજ્ઞાનું આરાધન છે. આજ્ઞા માર્ગ ઘણો નિશ્ચિતતાવાળો છે. જિનાજ્ઞાનું મૂળસૂત્ર છે હિંસાદિ પાપથી બચો, રાગાદિભાવથી દૂર રહો. સર્વજ્ઞના હિતકારક વચનોને યથાર્થપણે અનુસરવું તે ધર્મ છે. તેનો અનાદર કરવો તે અધર્મ છે, વિરાધના છે. જે દુઃખનું કારણ છે. આજ્ઞાપાલનની ભાવના સ્વચ્છેદાદિ દોષોની વારક છે. સ્વછંદ જેવા અનર્થથી બચવા માટે આજ્ઞાનું પાલન છે. તે સ્વાતંત્ર્યનો હિતકારી સઉપયોગ છે. ગુરુઆજ્ઞા એ સર્વશની આજ્ઞાનું પ્રતિબિંબ છે. કારણ કે ગુરુજનો પણ તેમને આધીન વર્તે છે. એ આધીનતા સુખદ છે, સંસારી જીવોને માટે વડીલોની, માતાપિતાની આજ્ઞા હિતકારક છે. સ્વચ્છંદતાનું દમન એ વિનય વડે થાય છે. આજ્ઞાપાલનની અરૂચિ અહંકારમૂલક છે. જે અન્ય દોષોને લાવે છે. આ આજ્ઞા સમર્થની છે. સમર્થની આજ્ઞા જીવને સમર્થ બનાવે છે. દુઃખથી મુક્તિ અને સુખની પ્રાપ્તિ કરાવે છે. ૩૪ મંગલમય યોગ Page #44 -------------------------------------------------------------------------- ________________ सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि । सम्यक् सं ज्ञायते ज्ञातो मोक्षं च कुरुते प्रभुः ॥ ३५ ॥ ભાવાર્થ : આજ્ઞાપાલનમાં હંમેશાં તત્પર જીવો પોતે જ આત્મામાં પરમાત્માને સારી રીતે જાણે છે. અને તે પ્રમાણે પરમાત્માનું સમ્યજ્ઞાન થવાથી મોક્ષ થાય છે. વિવેચન : આજ્ઞાપાલનની નિષ્ઠા શ્રદ્ધામાંથી જન્મે છે. જેના હૃદયમાં એવી શ્રદ્ધા છે કે આજ્ઞા વગર મોક્ષ નથી, તેનું સાધ્ય સિદ્ધ થાય છે. આજ્ઞાકારકની કૃતજ્ઞતા વગર આજ્ઞાપાલન સંભવ નથી જેમ જ્ઞાનની સાધનામાં ધ્યાન અપેક્ષિત છે, તેમ આજ્ઞાપાલનમાં શ્રદ્ધાની અપેક્ષા છે. જે શુદ્ધ આત્માને જાણે છે તે જ પરમાત્માને જાણે છે, કારણ કે શુદ્ધાત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. આત્મસ્વરૂપનું મહાભ્ય આવે ત્યારે સર્વોત્કૃષ્ટ પરમાત્માનું માહાલ્ય વધી જાય છે. તેમના સ્વરૂપનું દ્રવ્ય ગુણ અને પર્યાય - વ્યક્ત અવસ્થાનું જ્ઞાન થતાં જીવના મોદાદિ ક્ષીણ થાય છે. અને જીવ શીવપદને પામે છે. આ આત્મા દ્રવ્યથી શુદ્ધ છે. ગુણો વડે અનંત લબ્ધિયુક્ત છે. અને અવસ્થાએ પૂર્ણ જ્ઞાનમય છે. આ આત્મા અંતરદષ્ટિ વડે જણાય છે. વાસ્તવમાં જગત બહાર છે. આત્મા આંતરવસ્તુ છે. જેમ દીવો દીવાના પ્રકાશમાં જણાય છે. તેમ આત્મા આત્માના જ્ઞાન વડે જ્ઞાનમય એવા આત્માને જાણે છે. આત્મામાં સ્થિર થવાથી આત્માનું પરમાત્મ સ્વરૂપ જણાય છે. આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય તે માટે પ્રથમ ચૈતન્ય સ્વરૂપ આત્માનું આપણને નિરંતર સ્મરણ રહેવું જોઈએ. તે પ્રભુભક્તિ વડે પેદા થાય છે. જીવને જ્યારે તે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય છે, ત્યારે તેને માહાભ્ય આવે છે કે પરમાત્મા આત્માના પરમહિતૈષી છે. પરમાત્મ સ્વરૂપ એ વિશ્વનું સર્વતોમુખી શુદ્ધ તત્ત્વ છે. એવું જ્ઞાન થતાં પરમાત્માનું ધ્યાવન કરીને જીવ પરમાત્મા થાય છે. મંગલમય યોગ ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ बुद्धो वा यदि वा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः । उच्यतां स जिनेन्द्रो वा नार्थभेदस्तथापि हि ॥ ३६ ॥ ભાવાર્થ : તે પરમાત્માને બુદ્ધ કહો કે વિષ્ણુ કહો. અથવા બ્રહ્મા કહો કે મહાવેદ કહો. પછી જિનેન્દ્ર કહો તેમાં ખરેખર અર્થથી કિંઈ ભેદ નથી. વિવેચન : પરમાત્માને ગમે તે નામથી પોકારો તે પ્રગટ છે. તે કોઈ નામરૂપથી બંધાયેલા કે બાધિત નથી. એ અનામી છે. અરૂપી છે. અવ્યય છે. ભક્તજનોએ ભક્તિવશ તેમના નામ અને રૂપના પ્રકારો યોજ્યા છે. અર્થથી વિચારો તો કંઈ ભેદ નથી. સર્વ નામ ઉપનામનો મર્મ કેવળ પરમાત્માની સ્તુતિ કે સ્તવના છે. જે રાગદ્વેષ રહિત છે. તે સર્વે પરમસ્વરૂપ છે. તે વીતરાગ છે, તેને ગમે તે નામથી પોકારો કંઈ ભેદ નથી. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે. જેમની પાસે રાગાદિના કોઈ નિમિત્ત કારણો નથી. ભાવથી તેઓ વીતરાગ સ્વરૂપ છે. ઘાતી કર્મનો નાશ કરી કૈવલ્ય પામ્યા છે. તે પરમાત્મ સ્વરૂપને ભલે કોઈ પણ નામ આપ્યું હોય તેમાં ભેદ નથી. ममैव देवो देवः स्यात् तब नैवेति केवलम् । मत्सरस्फूर्जितं सर्वमज्ञानानां विजृम्भितम् ॥ ३७ ॥ ભાવાર્થ : મારો જ દેવ એ સાચો દેવ છે તારો દેવ તે સાચો દેવ નહિ, એ બધું કેવળ અજ્ઞાનીનું ઈર્ષાથી નીકળેલું વચન છે. વિવેચન : ગ્રંથકારે વિશાળ દૃષ્ટિયુક્ત આ કથન કર્યું છે. યદ્યપિ શાસ્ત્રોમાં બાળ કે અજ્ઞ જીવોને શ્રદ્ધા માટે કે વિપરીત બુદ્ધિ ટાળવા માટે ઉપદેશ આપવામાં આવે છે કે મારા દેવ સર્વજ્ઞ છે, તીર્થકર છે, સિદ્ધ છે. તે સિવાયના દેવને માનવા-નમવા તે મિથ્યાત્વ છે. જે સરાગી છે, સ્ત્રી કે શસ્ત્રસહિત છે તે દેવ હોઈ શકે પરંતુ તે સર્વજ્ઞ વીતરાગ નથી, માટે તે દેવો જૈનદર્શનમાં આરાધ્ય નથી. વળી એક જ જૈનધર્મમત ધરાવતા મનુષ્યોની માન્યતામાં પણ એક જ મહાવીર આદિની તીર્થંકરની પ્રતિમાની માન્યતામાં મતભેદ ૩૬ મંગલમય યોગા Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રવર્તે છે. અન્યોન્ય મતવાળા પ્રતિમાનો ભેદ કરી મિથ્યાત્વ માને છે. તેમાં વિવેક જરૂર છે. આમ વિચાર કરતાં ઘણા વિકલ્પો ઊઠવા સંભવ છે. શાસ્ત્ર એક બાજુ અન્યના દેવાદિને કુદેવ કહે છે. એક જ દર્શનના પ્રતિમાજીમાં પણ ભેદ જુએ છે. અને અત્રે અન્ય દેવને સાચા છે તેમ કહે છે. ગ્રંથકાર કહે છે કે જૈન દર્શનમાં વિશાળતા છે તે અનેકાંત દૃષ્ટિયુક્ત છે, અન્યના દેવ ખોટા, હું માનું છું તે દેવ જ સાચા કહેવા તે સંકુચિત દૃષ્ટિ છે, એમ કહેવું સમતા કે માધ્યસ્થભાવ નથી પરંતુ અજ્ઞાનીજનોની ઈર્ષા છે. એનો અર્થ એ થયો જેને જે યોગ વડે જે દેવાદિનો સંસ્કાર હોય તેમાં જો તેની ભાવના તે દેવાદિ પ્રત્યે બહુમાનવાળી, ભક્તિ સ્વરૂપ હોય તો તેને માટે તે સાચા દેવ છે, માટે અન્ય જેને દેવ માને તેનો અપલાપ કરવો નહિ. यथावस्थितविज्ञाततत्स्वरुपास्तु किं कचित् । विवदन्ते महात्मानस्तत्त्वविश्रान्तदृष्टयः ? ॥ ३८ ॥ ભાવાર્થ: જેઓએ પરમાત્માનું યથાર્થ સ્વરૂપ જાણ્યું છે અને જેમની દૃષ્ટિ તત્ત્વમાં જ વિશ્રામ પામી છે. તેવા મહાત્માઓ શું ક્યારેય વિવાદ કરે છે ! વિવાદ કરતા નથી. વિવેચન : પરમાત્મા કે અહિત પદે પૂજાવાનું કારણ તે દેવમાં રહેલા તેમના ગુણો છે. લૌકિક દેવ આરાધ્યને યોગ્ય નથી. પરંતુ જે લોકોત્તર દેવ છે કે જેમાં પૂર્ણ વીતરાગતાને કારણે પૂર્ણ પરમાત્માપણું પ્રગટ થયું છે, તેવા દેવોને જે જાણે છે, તેમની પાસે સાચી દૃષ્ટિ છે. જેઓ ખોટી માન્યતાથી મુક્ત રહી કેવળ તત્ત્વદૃષ્ટિ યુક્ત છે. તેઓએ તત્ત્વદૃષ્ટિ દ્વારા પરમાત્માના સ્વરૂપનું દર્શન કર્યું છે. તત્ત્વદૃષ્ટિથી જોતાં તેઓમાં આત્મા પરમાત્માનો ભેદ ભૂંસાઈ ગયો છે. તેઓ વ્યર્થ વિવાદ કરતા નથી. સૌ આત્મા સમાન છે, આત્મા તે જ પરમાત્મા છે તેમ કહેવું મંગલમય યોગ 3o Page #47 -------------------------------------------------------------------------- ________________ તે કેવળ વાચળતા બને છે, કારણ કે એવું બોલનાર કોઈ દરિદ્રી, કોઢિયા જેવા રોગી કે કૂતરા બિલાડા જોઈ સમભાવ રાખી શકતા નથી. દરિદ્રી આદિને જોઈ ભયભીત બને છે. પરંતુ જે મહાત્માઓએ વિવાદ છોડ્યો છે. તેઓએ આવા ભેદ ટાળ્યા છે. તેઓ સર્વ પ્રાણી પ્રત્યે યોગ્ય વ્યવહાર કરવામાં પણ સમભાવની મુખ્યતા રાખે છે. સૌ આત્માને સમાન કહેનારો પોતાના જ બંધુઓ સાથે સ્વાર્થને કારણે બંધુભાવ ત્યજી દે છે ત્યાં આત્મભાવની તો ઉત્તમતા ક્યાં ટકે? ભગવાનના ભેદ પાડી જે કેવળ વિવાદ કરે તે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ ક્યાંથી જાણે ! કોઈ વાર એવું બને છે કે પરમાત્માનું યથાર્થ સ્વરૂપ ભૂલી જઈ હું માનું છું તે મારી પરંપરાની અમુક માન્યતા છે, તેવા આગ્રહવશ તે સ્વયં પોતાની માન્યતાના પ્રસાર અને પ્રચાર માટે ભોળાજનોને અવળે માર્ગે દોરી જાય છે. આ કાળમાં કોઈ પૂર્ણ જ્ઞાની નથી. તેથી આપણને સ્પષ્ટ ખુલાસો ન મળે. માટે કોઈને ખોટા કહ્યા વગર તને તારા સંસ્કારે જે યોગ મળ્યા છે, તેનો આધાર લઈ મનની શુદ્ધિ કર તો, સાચા માર્ગની પ્રાપ્તિ થશે. મહાત્માઓ એટલા માટે જ વિવાદ કરતા નથી. स्वरुपं वीतरागत्वं पुनस्तस्य न रागिता । रागो यद्यत्र तत्रान्ये दोषा द्वेषादयो ध्रुवम् ॥ ३९ ॥ ભાવાર્થ ઃ તે પરમાત્માનું સ્વરૂપ વીતરાગતા છે, નહિ કે સરાગતા, કારણ કે જ્યાં રાગ હોય ત્યાં ષ હોય જ છે. વિવેચન : છતાં બાળજીવોની મૂંઝવણ ટાળવા ગ્રંથકાર પરમાત્મા સ્વરૂપનું ભાન કરાવે છે. પરમાત્મા એટલે શુદ્ધ સ્વરૂપનું સંપૂર્ણપણે પ્રાગટ્ય. જેના આત્મા વિષયના રાગથી, કષાયોના કલંકથી, પ્રપંચોના દોષોથી, દેહાભિમાનથી જગતની રચનાના કર્તાભાવથી, રહિત છે, કોઈ પ્રકારે તેનો અંશમાત્ર પણ પ્રવેશ નથી તે પરમાત્મા છે. પરમાત્મા નિષ્કામ કરુણાશીલ છે. રાગાદિના અંશથી મુક્ત છે, તેવા બાહ્ય અંતરંગ નિમિત્તોથી મુક્ત છે. કેવળ સમભાવયુક્ત છે. ૩૮ મંગલમય ચોગા Page #48 -------------------------------------------------------------------------- ________________ તે વીતરાગ છે. કારણ કે જ્યાં રાગનું કોઈ પણ કારણ પછી ભલે બાહ્યધર્મના કારણ હોય તો પણ તે રાગજનિત છે. રાગની સાથે દ્વેષ રહેલો હોય છે. તેથી જેને કોઈ પણ નિમિત્તે મારા કે પરાયાનો વિકલ્પ છે તે પરમાત્મા સ્વરૂપ નથી. જૈનદર્શન સંપૂર્ણપણે રાગદ્વેષરહિત કોઈ પણ શુદ્ધાત્માને પરમાત્મા સ્વરૂપે સ્વીકારે છે. પરમાત્મા સદેહે વીતરાગ સ્વરૂપ તીર્થકર છે. અશરીરી સિદ્ધ ભગવંતો છે. સર્વ કર્મનો સર્વથા નાશ કરી જે સિદ્ધત્વને પામ્યા છે તે સર્વે પરમાત્મા સ્વરૂપ છે. જે કોઈ પરમાત્મ સ્વરૂપને પામ્યા છે તે વીતરાગ છે. અંશ માત્ર રાગ કે રાગના કારણ હોય ત્યાં પરમાત્મપણું સંભવતું નથી. तैर्दोषैर्दूषितो देवः कथं भवितुमर्हति ?। इत्थं माध्यस्थ्यमास्थाय तत्त्वबुद्धयाऽवधार्यताम् ॥ ४०॥ ભાવાર્થ : મધ્યસ્થતા ધારણ કરીને તત્ત્વબુદ્ધિથી “ આ પ્રમાણે વિચારો કે તે રાગાદિ દોષોથી દૂષિત દેવ એ દેવ થવાને યોગ્ય કેમ હોય ? વિવેચન : આપણે એવા દેશકાળમાં છીએ કે અન્યોન્ય ધર્મના વ્યવહારમાં મધ્યસ્થ કે સહિષ્ણુ થવાની આવશ્યક્તા છે. ચોથો આરો હોય કે પંચમ આરો હોય પણ રાત્રે અંધકાર જ હોય, દિવસે પ્રકાશ હોય. પૂનમની રાત અજવાળી હોય અને અમાસની રાત અંધારી હોય. ભગવાન મહાવીરના સમયમાં મત-પંથ હતા. ઈતર - જ્ઞાતિ વિવાહ લગ્નો થતાં, પરંતુ પ્રત્યક્ષ સર્વજ્ઞની ઉપસ્થિતિ હોવાથી જીવોનું સમાધાન થતું. આ કાળમાં એવો યોગ નથી. અને દુનિયાનો પરિચય વિશાળ છતાં સાંકડો થતો જાય છે. એક ઘરમાં કન્યા અન્ય ધર્મના સંસ્કારવાળી હોય. મિત્રો અને પડોશીઓ પણ હોય, તેમના પ્રસંગોમાં હાજરી આપવી પડે ત્યારે મધ્યસ્થભાવે જે જે દેવોનું સ્થાપન થાય તેમને રૂડાં જીવો સમજી વ્યવહાર કરવો ઘટે પણ દ્વેષ બુદ્ધિ કરવી ન ઘટે. પરંતુ પોતાની સાધના માટે ઉપાસ્ય દેવ તો રાગાદિ દોષોથી રહિત જ હોય. તેમાં કોઈ ભળતા વૈક્રિય દેવો કે રાગાદિ દોષોથી યુક્ત દેવની ઉપાસના ન હોય. કારણ કે સાધનાનું મંગલમય યોગ ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્ય વીતરાગતા છે. તેથી ઉપાસ્ય પણ વીતરાગ હોય. જો ઉપાસ્ય એવા દેવ સરાગી હોય તો સાધનાનું લક્ષ્ય વીતરાગતા છે તે ટકી ન શકે. તેવા દેવની ઉપાસના કે ભક્તિ મુક્તિનું સાધન ન બને. માટે બહુ કથનથી સર્યું. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ઉપાસનામાં ભાવ સરાગ છે પરંતુ લક્ષ્ય વીતરાગતા હોવાથી પરિણામે જીવ વીતરાગને ઉપાસીને વીતરાગ થાય છે. તત્ત્વબુદ્ધિથી જોતાં કોઈ દેવ તારું હિત કરે કે તને સુખ આપે તેવી વ્યવસ્થા છે નહિ. તું જ તારો દેવ છું પછી બીજા દેવને ભજવાથી શું ? છતાં અરિહંત પૂજનીય છે. તેવું શ્રદ્ધાન રાખવું. यद्वा रागादिभिर्दोषैः सर्वसंक्लेशकारकैः। दूषितेन शुभेनापि देवेनैव हि तेन किम् ॥ ४१ ॥ ભાવાર્થ : અથવા સર્વ પ્રકારના સંકલેશ ઉત્પન્ન કરનાર રાગાદિ દોષોથી દૂષિત એવા તે દેવ કદાચ શુભ ગતિવાળા હોય તોપણ તેનાથી શું ? વિવેચન : કેટલાક અન્ન મનુષ્યો શુભદેવોની માન્યતા કરે છે, અને માને છે કે તેમની કૃપા વડે ઇચ્છિત ફળની પ્રાપ્તિ થશે. પરંતુ એવા શુભ જન્મવાળા દેવો જ સ્વયં અન્યની કૃપાને ઇચ્છે છે. તે માટે તેઓ સંકલેશ પરિણામવાળા હોય છે તે તમને શું લાભદાયક થશે ! વળી એવા દેવો વિષે એવી માન્યતા છે કે જો તેઓ રૂઠે તો ખેદાનમેદાન કરી નાંખે. આથી શંકા અને ભયસહિત તે દેવોની ઉપાસના કરવાથી શું ? તેને બદલે વીતરાગની ઉપાસના કેવી નિશ્ચિતતાવાળી છે ? પૂછો તો તમારી ભાવનાઓ ઉચ્ચ બને, તમે શુભકર્મો ઉપાર્જન કરો અને સુખ ભોગવો. પૂજા ન કરો તો બીજે નહિ પણ ભગવાનની ભક્તિ રહિત ચિત્તની મલિનતા ટળતી નથી તેથી પાપવૃત્તિ ટળતી નથી તેને કારણે તમે દુ:ખ પામો છે. वीतरागं यतो ध्यायन वीतरागो भवेद् भवी। इलिका भ्रमरी भीता ध्यायन्ती भ्रमरी यथा ॥ ४२ ॥ ભાવાર્થ : જેમ ભય પામેલી ઈયળ ભમરીનું ધ્યાન કરતી તે ४० મંગલમય યોગ Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વયં ભમરી થઈ જાય છે. તેમ વીતરાગનું ધ્યાન કરતો સાધક સ્વયં વીતરાગ થઈ જાય છે. વિવેચન : જેવી સંગત તેવી રંગત, જેવો સંગ તેવો રંગ ચઢે. સંસારીનો સંગ સંસારની વૃદ્ધિ કરે. વીતરાગનો સંગ વીતરાગતાનું બળ આપે. દરમાં રહેલી ઈયળને ભમરી વારંવાર ડંખ મારે, વળી પાછી તે બહાર જાય પરંતુ દરમાં રહેલી ભમરી તેના ઘૂ ઘૂ અવાજની પ્રતીક્ષામાં ડંખનો ભય સેવીને પોતે ભમરી થઈ દરની બહાર નીકળે છે. સંસારી જીવો વ્યસનીની સોબતે વ્યસની બને છે. ભાઈ ! તું સમર્થને સેવીને સમર્થ કેમ ના બને ? માટે તારે ભક્તિ કરવી છે તો વીતરાગની કર તો તારા સર્વ દુઃખોનો અંત લાવનારું વીતરાગપદ પામીશ. જે વીતરાગતાનું લક્ષ્ય રાખી વીતરાગ સ્વરૂપને ભજે છે, તેનું ધ્યાન કરે છે, પરિણામે તે ગુણમય બની જતાં સાધક સ્વયં વિતરાગ થઈ જાય છે. रागादिदूषितं ध्यायन् रागादिविवशो भवेत् । कामुकः कामिनीं ध्यायन् यथा कामैकविह्वलः॥ ४३ ॥ ભાવાર્થઃ કામાતુર પુરુષ કામિનીનું ધ્યાન કરીને ધ્યાનથી વિહ્વળ થાય છે. તેમ રાગાદિથી દૂષિત દેવોનું ધ્યાન કરનાર રાગાદિને આધીન વર્તે છે. વિવેચન : જગતનો વ્યવહાર એવો છે કે જેની કામના કરે તેની પાછળ તે દોડે છે. કામી પુરુષ પોતાની કામના પૂરી કરવા કામિનીનું ધ્યાન કરે છે. કલ્પનામાં પણ સ્ત્રીને ઊભી કરે છે અને વ્યાકુળ થાય છે. તેમ જગતના ભૌતિક પદાર્થો મેળવવાની આકાંક્ષાથી જે એવા જ રાગવાળા દેવનું ધ્યાન કરે છે તેના રાગાદિ વૃદ્ધિ પામે છે. એક વાર તેવા દૂષણમાં ફસાય પછી તેનાથી છૂટી શક્તો નથી. આશાનો દાસ બની જીવન વ્યર્થ ગુમાવે છે. સંસારના સુખાદિ સૌના પ્રારબ્ધને આધીન છે. તેમાં કોઈ દેવ એક તૃણ જેટલો પણ ફેરફાર કરી શક્તા નથી. જે કંઈ બને છે તે શુભાશુભ યોગથી બને છે. મંગલમય યોગ ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ તારું ધ્યેય જો વીતરાગ સ્વરૂપ છે તો પછી તારે સરાગી દેવને સંસાર સુખના હેતુથી ભજવાની જરૂર નથી તે દેવ સ્વયં લોભાદિને આધીન છે. તે તને સાચું સુખ કેવી રીતે આપશે ? रागादयस्तु पाप्मानो भवभ्रमणकारणम् । न विवादोऽत्र कोऽप्यस्ति सर्वथा सर्वसंमतेः ॥ ४४ ॥ ભાવાર્થ : દુષ્ટ એવા રાગાદિ જ ભવભ્રમણનું કારણ છે. આ બાબત સૌને સંમત છે તેમાં કોઈ વિવાદની જરૂર નથી. વિવેચન : હે સુજ્ઞ ! તું બહાર કંઈ શોધ મા, અંતરમાં જો ! તને સમજાશે કે તારા ભવભ્રમણનું કારણ તારામાં જ રહેલા દુષ્ટ રાગાદિ કારણો છે. કોઈ પણ મત આ બાબતનો સ્વીકાર કરે છે કે જે જેવું કરે છે તેવું પામે છે. એક તો તારામાં રાગાદિનો ખજાનો ભર્યો છે તેમાં વળી તું તેવા દેવો પાસેથી પાછી રાગાદિની સાધનોની ભેટ મેળવી દુષ્ટતાનો વધારો કરે છે. જે સામગ્રી તારા અનંત સંસારનું ઉપાર્જન કરે છે તેને તેનું જ્ઞાન હોય કે ન હોય પરંતુ આ જગતસ્થિતિનો અફર નિયમ છે. ભક્તો કે ભગવાન પણ તેને વશ વર્તે છે. જે રાગાદિને સેવે છે તે રાગરૂપ સંસારમાં ભમે મનુષ્ય રાગાદિને આધીન ભલે વર્તે પણ તેની ચેતના કંઈ રાગાદિ સ્વરૂપે નથી. રાગાદિનું સેવન તારા જ ભવભ્રમણનું કારણ બને છે. તેમાં હવે કોઈ વાદ કરવાની જરૂર નથી. પરંતુ રાગાદિને છોડવાની જરૂર છે. वीतरागमतो ध्यायन् वीतरागो विमुच्यत्ते । रागादिमोहितं ध्यायन् सरागो बध्यते स्फुटम् ॥ ४५ ॥ ભાવાર્થ ? આથી વિતરાગનું ધ્યાન કરતો વીતરાગ થઈ મુક્ત થાય છે. સરાગ દેવનું ધ્યાન કરતો સરાગી થઈ સ્પષ્ટપણે બંધાય વિવેચન : પ્રથમ નક્કી કર કે તારું ધ્યેય શું છે ? સંસારનું બંધન કે સંસારથી મુક્તિ ! તને કંઈ નિર્ણય ન થતો હોય તો તું ૪૨ મંગલમય યોગ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમય વ્યર્થ ગુમાવે છે. જ્યાં તારી બુદ્ધિ ન ચાલે ત્યાં તું જ્ઞાનીના હાથમાં તારી લગામ સોંપ. જેથી તારો ભ્રમ ટળી જાય. વીતરાગ તને ચમકારા મારતા શરીર વડે પ્રસન્ન નહિ થાય, પણ તેમનું ધ્યાન કરવાથી તું નિરૂપમ સુખ પામીશ, અને ક્રમે કરીને મુક્તિ પામીશ. શા માટે ખોટા આડંબર અને ચમત્કારમાં લોભાઈ બંધાય છે. य एव वीतरागः स देवो निश्चीयतां ततः । મનાં મોનિઃ સ્વતીપરવીઝઃ |૪૬ . ભાવાર્થ ? માટે એવો નિશ્ચય કરવો જોઈએ કે જે વીતરાગ છે તે જ સાચા દેવ છે. ભવ્ય જીવોના સંસારરૂપી પર્વતને નિશ્ચયથી નાશ કરવામાં વજ સમાન છે. અને તેમની ઉપાસના વડે તેમના જેવું પદ આપે છે. વિવેચન : ગ્રંથકારે ઘણી રીતે સમજાવ્યા પછી આખરે કહે છે કે તું બધા તર્કને ત્યજી દે, અને એક જ નિર્ણય પર ટકી રહે કે વીતરાગ જ સાચા દેવ છે તે મારે આરાધ્ય છે. નય વિજય વિબુધનો સેવક વાચકયશ કહે સાચું રે કોડી કપટ જો કોઈ બતાવે તોહી પ્રભુ વિણ નહીં યાચું રે. ભવ્યાત્માનું જેવું ધ્યેય નક્કી હોય છે તેવું મન પણ દઢ હોય છે. કોઈ દેવ કરોડપતિ બનાવે, સંતાનપ્રાપ્તિ કરાવે, દુશ્મનને હાનિ કરી આપે. શરીરની સુખાકારી આપે, આવાં ઘણાં પ્રલોભનો સાંભળવા છતાં પણ સાચા ઉપાસકને મન એક જ વીતરાગદેવ તેના દેવ છે. મેળામાં ભૂલો પડેલો બાળક “મા” સિવાય કંઈ ઈચ્છતો નથી, બોલતો નથી, તેમ ભવ્યાત્મા સંસારમાં ભૂલો પડ્યો છે તે વીતરાગ સિવાય કોઈને ઇચ્છતો નથી. તેને અડગ શ્રદ્ધા છે કે સંસારરૂપી કઠણ પર્વતને તોડવાનું વજ જેવું સાધન વીતરાગતા છે. અને તે વીતરાગદેવ દ્વારા સંભવ છે. વિતરાગદેવ એક તો સંસારરૂપી પર્વતને તોડવાનું બળ આપે. સંસારનું બંધન છોડાવી વળી પાછું પોતાના જેવું પદ પ્રદાન કરે. આના જેવો દાતા તને ક્યાં મળશે ? વૈક્રિય કે કાલ્પનિક દેવો મંગલમય યોગ ૪3 Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થાય તો શું આપે ? એ તારી પાસે કેટલો સમય ટકે ? વીતરાગદેવનું સામર્થ્ય કેટલું ? પૂર્ણ આપે અને અનંતકાળ ટકે તેવું પદ આપે. રીઝીયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે આદિ અનંત.” માટે હવે સઘળો વિવાદ છોડી દે, અને સર્વ પ્રકારે વીતરાગની ઉપાસના કર. જેમ બત્તી દીવાના સંગે સ્વયં દવારૂપે પ્રગટે છે. તેમ તું વીતરાગને સેવીને વીતરાગપદને પ્રાપ્ત કર. મંગલમય યોગ Page #54 -------------------------------------------------------------------------- ________________ બીજો પ્રસ્તાવ તત્ત્વસારધર્મનો ઉપદેશ सर्वेऽपि साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः। क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता दृष्टिरागेण मोहिताः ॥ ४७॥ ભાવાર્થ : વર્તમાનકાળમાં જીવો પ્રાયઃ તત્ત્વથી વિમુખ છે. પોતાના આગ્રહથી બંધાયેલા દૃષ્ટિરાગથી મોહિત થયેલા દુઃખ પામે વિવેચનઃ વર્તમાનકાળ એટલે પંચમકાળ, વિજ્ઞાનની વણથંભી ફાળની જાળમાં ફસાયેલો માનવ જીવનમાં હિતરૂપ કોઈ પાળ બાંધી શક્તો નથી. પંચમકાળમાં વિકસતા વૈજ્ઞાનિકયુગે વિવિધ સાધનો આપીને મનુષ્યને પોતાની જ દૂર મૂકી દીધો છે. કારણ કે વૈજ્ઞાનિક દષ્ટિ અને તત્ત્વદૃષ્ટિને કોઈ મેળ નથી. આથી વૈજ્ઞાનિક ક્ષેત્રના ચમકારાથી અંજાઈને મનુષ્ય જો કંઈ ગુમાવ્યું હોય તો તે તત્ત્વદૃષ્ટિ છે. તત્ત્વદેષ્ટિ એટલે જડ ચેતનની ભિન્નતાનો યથાર્થ બોધ, જડ પાછળ જીવની દોડ તત્ત્વદૃષ્ટિથી વિમુખ કરે છે. તત્ત્વદૃષ્ટિ મનુષ્યને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન કરાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તત્ત્વદેષ્ટિ સમાધાન કરી જીવને હિત તરફ દોરે છે. વિપુલ સમૃદ્ધિની વચમાં તત્ત્વદેષ્ટિ યુક્ત માનવ તે બાહ્ય સમૃદ્ધિમાં ખોવાઈ જતો નથી. ભોગ પરાયણ બનતો નથી. પરંતુ તે પોતાના સ્વરૂપથી અન્ય છે તેમ જાણી તેનાં ભોગ-ઉપભોગમાં મર્યાદા સહજપણે રાખે છે. સમય આવે તે પોતાનું નથી તેમ માની ત્યજી દે છે. અને દુઃખદ પરિસ્થિતિમાં તત્ત્વદૃષ્ટિ સમતાથી માર્ગ કાઢી લે છે. તત્ત્વદૃષ્ટિને કોઈ આકુળતા નથી કે પરપદાર્થમાં સુખનો ભાવ નથી. જેનામાં યથાર્થ તત્ત્વદૃષ્ટિ નથી તેવાં મનુષ્ય કદાચ પંડિત હોય તો પણ આગ્રહથી બંધાયેલા હોય છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવી અન્ય સાથે વાદ કરી સંઘર્ષ કરે છે. વળી તત્ત્વદૃષ્ટિથી વિમુખને સંસારના પુત્રાદિનો રાગ રૂપાંતર થઈ ગુરુજનોમાં દૃષ્ટિરાગરૂપે કે અંધશ્રદ્ધારૂપે મંગલમય યોગ ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ હોય છે. તેથી મનુષ્ય તત્ત્વદષ્ટિના અભાવે સન્માર્ગને પામતો નથી. તત્ત્વદૃષ્ટિ એટલે દુષ્કતમાં, પરપદાર્થના અહંત્વમાં હેય બુદ્ધિ, સુકૃતમાં, સ્વરૂપમાં ઉપાદેય બુદ્ધિ છે. રાગાદિ ભાવ રહિત સ્વરૂપ પ્રત્યેનું લક્ષ્ય તે તત્ત્વદૃષ્ટિ છે. दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥ ४८॥ ભાવાર્થ : દષ્ટિરાગ એ મહાન મોહ છે. દૃષ્ટિરાગ એ સંસારનું મુખ્ય કારણ છે. દેષ્ટિરાગ એ વિનાશકારી છે, દૃષ્ટિરાગ એ વિષજ્વર વિવેચન : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ એવા ત્રણ પ્રકાર છે. કામનો અભાવ થાય તો કામરાગ છૂટી જાય છે. દગો કે કપટ થતા સ્નેહરાગ છૂટી જાય છે. પરંતુ ગુરુ આદિમાં થયેલા દૃષ્ટિરાગમાં એકતરફી વલણ હોય છે. પછી તેમાં અસત્ય હોય તો પણ તેને સત્ય મનાવવાનો આગ્રહ દૃષ્ટિરાગમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટિરાગવાળો પોતાના ગુર્નાદિકને સાચા માની રાગ કરે છે. અને અન્ય ગુરુજનો પ્રત્યે અનાદર કરે છે. વળી શિષ્યો પ્રત્યેનો દષ્ટિરાગ ગુરુને હોય તો તે શિષ્યોના દોષો અને દુઃશીલતા નભાવી લે છે. આમ દષ્ટિરાગ બંનેના જીવનને વ્યર્થ બનાવે છે. પ્રારંભમાં દૃષ્ટિરાગ-સ્નેહ હોય પરંતુ તે ક્રમે ક્રમે વૈરાગમાં પરિણમે તો લાભદાયી છે. ગૌતમસ્વામીને ભગવાન પ્રત્યે રાગ હતો પરંતુ નિસ્પૃહતા હતી. અને ભગવાનને ગૌતમ પ્રત્યે રાગ ન હતો પરંતુ નિર્દોષ વાત્સલ્ય હતું તેથી ગૌતમસ્વામીના દોષને ભગવાન નિભાવતા નહિ. પરંતુ વારંવાર કહેતા હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રસાદ કરીશ નહિ. કદાચ શિષ્યને રાગ થાય પણ ગુરુ જો વૈરાગી હોય તો શિષ્યનો રાગ વૈરાગમાં પરિણમે. અગર જો ગુરુમાં દૃષ્ટિરાગ હોય તો કાગળની નાવની જેમ બંને ડૂબે, માર્ગ ભૂલે. - શિષ્યનો દૃષ્ટિરાગ પોતામાં ઈર્ષા પેદા કરે છે. ગુરુ પાસે અન્ય શિષ્યોની પ્રધાનતા તે સહી શક્તો નથી. અને ગુરુની દૃષ્ટિરાગ ૪૬ મંગલમય યોગ Page #56 -------------------------------------------------------------------------- ________________ શિષ્યોમાં ભેદ ઊભા કરે છે. કોઈ શિષ્ય વહાલો અને કોઈ અવહાલો એવા ભેદ થતાં ગુરુ અને શિષ્ય બંને માર્ગથી ટ્યુત થાય છે. તેથી દષ્ટિરાગ એ મહાન મોહ મનાયો છે. જેમાંથી સંસારની યાત્રા દીર્ઘ બને છે. માટે દૃષ્ટિરાગ આત્માના હિતનો નાશ કરનાર વિષજ્વર જેવો છે તેમ કહ્યું છે. पतितव्यं जनैः सर्वेः प्रायः कालानुभावतः । पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥ ४९ ॥ ભાવાર્થ : કાલના પ્રભાવથી પ્રાયઃ સર્વ જીવોનું પતન થવા યોગ્ય છે. તેથી સજ્જનોને પણ મત્સર ઉત્પન્ન કરનાર આ દૃષ્ટિરાગનું નિર્માણ થયું છે. વિવેચન : સંસારના સંબંધોમાં પણ જ્યારે મોહવશ દષ્ટિરાગ થાય છે ત્યારે તેનું પરિણામ માયા - કપટ અને વેરના ઝેર કરાવે તેવું આવે છે. પુરુષમાં માતા પ્રત્યેના આદરને બદલે રાગનું પ્રાધ્યાન્ય થાય તો પત્નીને અન્યાય થાય. અને પત્ની પ્રત્યેનો દૃષ્ટિરાગ મા પ્રત્યે અનાદર કરાવે. મિત્રોમાં થયેલો દૃષ્ટિરાગ અપેક્ષાનું કારણ બને છે. અને અન્યને માટે દ્વેષનું કારણ બને છે. કોઈ માતાનો પુત્રી પ્રત્યેનો દૃષ્ટિરાગ પુત્રવધૂ માટે દ્વેષનું કારણ બને છે. દૃષ્ટિનો રાગ એટલે દૃષ્ટિમાં વિકાર. સમતોલપણું કે નિર્મળ સ્નેહ તેમાં હોતો નથી. તેથી દૃષ્ટિરાગ જીવોના પતનનું કારણ છે. આ કાળ મોહનીયના પ્રભાવવાળો છે. તેથી સજ્જનો પણ તેના સકંજામાં સપડાઈ જાય છે. ઘણી સજ્જનતા હોય તેવા મનુષ્યો પણ ઉપર બતાવ્યા તેવા દોષોનો ભોગ બને છે. આ કળિયુગમાં વિવેકનો દુકાળ પ્રાય: વર્તે છે. તેથી આદર ઘટતો જાય છે. અને જો આદર જેવું કંઈ દેખાય છે તો તે વ્યક્તિગત દૃષ્ટિરાગ હોવાથી સજ્જનો પણ આનો ભેદ કળી શકતા નથી તેથી તેઓ પણ મત્સર, ઈર્ષા કે અહંકારનો ભોગ બને છે. માટે સુજ્ઞજનોએ દષ્ટિરાગથી થતી હાનિ વિચારીને તેનો ત્યાગ કરવો. પ્રશસ્ત પુરુષો પ્રત્યે પ્રશસ્ત પ્રીતિ કરવી તે પ્રારંભની ભૂમિકા છે. તે પ્રીતિ આખરે શ્રદ્ધામાં પરિણમે છે. મંગલમય યોગ ૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ કાળનો પ્રભાવ એટલે મોહનીય કર્મનું સામ્રાજ્ય છે. મોહ નામનો મ સજ્જનતાને પણ હરાવી દે છે. બહારમાં સજ્જન દેખાતો માનવ દુર્જનતા લક્ષણોયુક્ત હોય છે. તેમાં વળી જો સજ્જન કોઈ બાહ્ય ચેષ્ટાથી પ્રભાવિત થઈ ગુરુજનોના દૃષ્ટિરાગમાં ફસાય છે. તો સન્માર્ગને ચૂકી જાય છે. मोहोपहतचित्तास्ते मैत्र्यादिभिरसंस्कृताः। स्वयं नष्टा जनं मुग्धं नाशयन्ति च धिग् हहा ॥४॥ ५० ॥ ભાવાર્થ : ખરેખર ધિક્કાર છે. તેમને કે જેઓ મોહથી (દષ્ટિરાગ) હણાયેલા ચિત્તવાળા છે, તથા મૈત્રી આદિ ભાવનાઓથી રહિત છે. કારણ કે તે પોતે નાશ પામ્યા છે. અને અન્ય ભોળાજનોનો પણ નાશ કરે છે. વિવેચન : દેષ્ટિરાગ એ સંકુચિત વૃત્તિ છે. દષ્ટિરાગનું પાત્ર અનેકની મૈત્રી કે સ્નેહ નહિ પરંતુ એકમાં જ મોહ છે. વળી જેના તરફ દૃષ્ટિરાગ થાય તે સ્વયં તેના પોષણમાં રાગી છે તો ત્યાં પ્રશસ્તપણું ટકતું નથી. આથી મોહજનિત દૃષ્ટિરાગ અન્યોન્ય હાનિકારક છે. ધિક્કારને પાત્ર છે. કારણ કે દૃષ્ટિરાગમાંથી વેષ, ઈર્ષા, મત્સર, અહંકાર જેવા દોષો ઉત્પન્ન થાય છે. ઘણીવાર તો દૃષ્ટિરાગમાંથી જ અરસપરસ સંઘર્ષ પેદા થાય છે. સંસારના ક્ષેત્રમાં પણ જો અમુકમાં વધુ પ્રીતિ થાય છે તો તે દુઃખદાયક બને છે. અપ્રિયતાનું કારણ બને છે. તે મહાત્મા હોય તો પણ એ અનુયાયીના દૃષ્ટિરાગ વડે લોકેષણા જેવા લોભમાં પડે છે. સામે મળતી વસ્તુઓમાં લોભ પેદા થાય. છે. આમ એક વૃત્તિમાં ફસાયા પછી વૃત્તિઓની વણઝાર તેમના આત્મહિતને હણે છે. વળી મોહ તેમને જણાવા દેતો જ નથી કે તેઓ ખોટું કરી રહ્યા છે. મોહની મીઠાશમાં તેમની ચિત્તશક્તિ હણાઈ જાય છે. વળી દષ્ટિરાગનું દૂષણ એ છે કે તેમાં સ્વાર્થ અને દ્વેષ ભળે છે. એટલે જીવનના ધર્મનો મર્મ જે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ છે. તે દૃષ્ટિરાગ સ્વયં ગળી જાય છે. મૈત્રી આદિ ૪૮ મંગલમય યોગ Page #58 -------------------------------------------------------------------------- ________________ મિતિની રચના અને ન તો તેને સર્વત્ર ભાવ વગરના મનુષ્યો સજ્જન હોય સંત હોય, પરંતુ તેઓ નિરંતર પોતાના આત્માનો ભાવમરણથી નાશ કરે છે, અને જેઓ તેમના સંપર્કમાં આવે તેઓ પણ આવી ઉત્તમભાવના વગર પોતાના આત્મહિતનો નાશ કરે છે. આથી એમ સમજવું કે સાધકે દષ્ટિરાગને બદલે દેવગુરુ પ્રત્યે પ્રીતિ કરવી, પરંતુ તે નિર્દોષ, નિસ્પૃહ હોવી જરૂરી છે. તે પ્રીતિ ભક્તિરૂપે અનન્ય, અને સર્વોત્કૃષ્ટ હોય તો તેવા મહાત્માઓ પોતે તરે છે. અન્યને તારે છે. જો તેમ ન થાય તો સર્વત્ર વિનાશ છે. परे हितमतिमैत्री मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं करुणा दुःखमोक्षधीः ॥५१॥ ભાવાર્થ : મૈત્રી : અન્યના જીવોનું હિત કરવાની બુદ્ધિ. પ્રમોદ : અન્યના ગુણો જોઈ આનંદ થવો. માધ્યસ્થ : અન્યના દોષો પ્રત્યે મધ્યસ્થભાવ. કરુણા : અન્યને દુઃખોથી મુક્ત કરવાની કરુણા. વિવેચન : પરમાત્માની ભાવના સર્વતોમુખી હોય છે. તેમાં સર્વ જીવોમાં સામ્યભાવની મુખ્યતા છે. સાધકની ભાવના તે કોટિની થવા તેનો પ્રારંભ મૈત્રી આદિ ભાવનાઓના આચારથી થાય છે. આ ચાર ભાવનાઓનું એકમ તે સામ્યભાવ છે. આપણા જીવનમાં ભેદ હોવાથી આ ભાવનાના પ્રકારોમાં ભેદ જણાય છે. એ ચારે ભાવનાનું પરિણામ પૂર્ણ વાત્સલ્ય કે સમતા છે. આ ભાવનાઓ રહિત જીવો અન્યોન્ય તાપ, સંતાપ, ઉતાપ, ક્લેશ, દુઃખ કે મોહથી નષ્ટ કે ભ્રષ્ટ થઈ અત્યંત કષ્ટ પામે છે. માટે ધર્મના ક્ષેત્રમાં સરળતાથી પ્રવેશ કરનારી આ ચાર ભાવનાથી નિરંતર ભાવિત રહેવું. મૈત્રીભાવનામાં અહિંસાદિ ગુણો સમાય છે. કારણ કે તેમાં પરહિત ચિંતાની ભાવના હોવી તે અહિંસા ધર્મ છે. કોઈ સાથે વૈર વિરોધ થતો નથી. સૌ જીવોનું સુખ ઇચ્છવું તેવી પરહિતચિંતા તે મૈત્રીભાવનો મર્મ છે. પ્રમોદ : સામાન્ય રીતે માનવી અન્ય ગુણથી આનંદ પામવા મંગલમય યોગ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ જેટલો વિશાળ હૃદયી નથી. પરંતુ જે પ્રમોદ ભાવવાળો છે તે જીવમાત્રના નાના ગુણથી પણ આનંદ પામે છે. કાગડાના “કા કા' શબ્દ પ્રત્યે દુનિયાને અભાવ છે. ગુણીજન કહે છે, અરે ! આપણને પ્રેમથી કાકા કહેનારા કોણ છે ? આ શબ્દથી તેઓ દુઃખી ન થતાં પ્રમોદભાવથી આનંદ પામે છે. કરુણા : સૌ પ્રથમ તો પાપકર્મ કરતાં, હિંસા જેવાં કાર્યો કરતાં જીવ અટકે છે. અને જેના પર તેઓ કરુણા કરે છે તેનું ચિત્ત પણ કષાયથી મુક્ત થાય છે. ત્યારે તેને નિષ્કષાયભાવની ભેટ મળે છે. કરુણાના ભાવમાં દયા, અનુકંપા અને વાત્સલ્ય જેવા ગુણો સમાય છે. દુઃખી જીવો પ્રત્યે કરુણા જાગે છે. માધ્યસ્થભાવ : સંસારમાં જીવો પૂર્વકર્મકૃત પાપ હિંસા જૂઠ ચોરી જેવા પાપો કરવા પ્રેરાય છે. તે જીવો વાર્યા વરતા નથી તેઓ પ્રત્યે મૈત્રીભાવવાળો માધ્યસ્થભાવ રાખે છે. તેના દુષ્ટ વર્તાવથી તેઓ દુઃખી થતા નથી પરંતુ મધ્યસ્થ રહે છે. मैत्री निखिलसत्त्वेषु प्रमोदो गुणाशालिषु । मायस्थ्यमविनेयेषु करुणा' दुःखदेहिषु ॥ ५२ ॥ धर्मकल्पद्रुमस्यैता मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाम्यस्ता स तेषामतिदुर्लभः ॥ ५३ ॥ ભાવાર્થ : સર્વ જીવો થકી મૈત્રી, ગુણીજનો પ્રત્યે પ્રમોદ અવિનીતો પ્રત્યે મધ્યસ્થતા અને દુઃખી જીવો પ્રત્યે કરુણા, આ મૈત્રી આદિ ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જેમણે એ જાણી નથી કે અભ્યાસ કર્યો નથી તેમને ધર્મ પ્રાપ્ત થવો કઠિન છે. વિવેચન : સાધકને માટે સિદ્ધિપદ સાધ્ય છે. તે સાધ્યની સાધનામાં શુક્લધ્યાનની મુખ્યતા છે. તે શુક્લધ્યાનનું સામર્થ્ય ધર્મધ્યાનની પરંપરા છે. તે ધર્મધ્યાન મૈત્રી આદિ ચાર ભાવનાઓ વડે ધ્યાવન થાય છે. તે મૈત્રી આદિ ભાવનાઓ ક્લેશનાશક છે. ઔચિત્ય ગુણની ઉપાદેયતાનું મૂળ છે. પ૦ મંગલમય યોગ Page #60 -------------------------------------------------------------------------- ________________ અપુર્નબંધક જેવી ગુણાત્મક દશા આ ભાવનાઓ વડે આવે છે. અંતરાત્મદશાની વૃદ્ધિ આ ભાવનાઓથી થાય છે. શમ સંવેગાદિ લક્ષણોનું રક્ષણ આ ભાવનાઓ કરે છે. આ ચાર ભાવનાઓ કલ્પવૃક્ષ સમાન છે. મૈત્રીભાવના : મૈત્રી સર્વ જીવરાશિ પ્રત્યે થતો વાત્સલ્ય ભાવ છે. એના મૂળમાં ચૈતન્યનું માહાભ્ય છે. અને જડથી ઉદાસીનતા ' છે. પોતાના સુખની સ્વાર્થબુદ્ધિ ટળી જતાં જીવમાં ઉદારતા આવે છે. સૌના સુખમાં રાજી રહેવું તે સાચા સજ્જનનું લક્ષણ છે. મિથ્યાત્વાદિ દોષો પરહિતચિતારૂપી મૈત્રી વગર પોષાય છે. માટે મૈત્રીભાવનું જીવની જેમ રક્ષણ કરવું. દયા વગરના પરિણામ પાપ છે. તેમ મૈત્રીભાવ વગરના પરિણામ વિશેષ પાપ છે. મૈત્રીભાવનું ક્ષેત્ર વિશાળ છે. તેમાં દયા, અનુકંપા જેવા ગુણો સમાય છે. અન્યના અપરાધને સહન કરવામાં મૈત્રીભાવની મુખ્યતા છે. જેમ સ્વજનોના દુઃખે દુઃખી થાય છે. તેમ જીવમાત્રના દુઃખ પ્રત્યે જેને વ્યથા છે તેની મૈત્રીભાવના ઉત્તમ છે. માત્ર પોતાની કાયાના સુખમાં રોકાયા છે તે જૈનધર્મના સેવક કે જિનેશ્વરના અનુયાયી નથી. કોઈ જીવ પાપ ન કરે અને તેથી દુઃખ ન પામે, સૌ સુખ-મોક્ષ પામો, એવી ભાવના કરવામાં કૃપણ છે તે મોક્ષનો અધિકારી કેમ થાય ? પ્રમોદભાવના : જેમ સાધનામાં પ્રમાદ વિપ્ન છે તેમ અપ્રમોદ તે પણ વિપ્ન છે. જે જીવને અન્યના ગુણોનો આનંદ નથી પરંતુ ઉગ છે તેની સાધનામાં આધ્યાત્મિક બળ નથી. તેના ઘડાનું તળિયું તૂટેલું છે. તે ક્યારે પણ જળથી ભરાવાનો નથી. પ્રત્યેક સાધકમાં સાધકને પ્રમોદ-ગુણગ્રાહકતા હોવી જોઈએ. ગુણદૃષ્ટિથી જ ગુણીજનોનો અનુગ્રહ થાય છે. એથી જીવ ગુણ સમૃદ્ધ બને છે. માટે જ્યાંથી ગુણ મળે ત્યાંથી ગ્રહણ કરો. સરોવર જેમ ચારે બાજુની નીકના-વહેણના પાણીથી ભરાય છે. તેમ જીવસરોવરમાં પ્રમોદભાવથી ચારે બાજુથી ગુણો વૃદ્ધિ પામે છે. ગુણીજનો પ્રત્યેનો પ્રમોદભાવ એ વિના ખર્ચે મંગલમય યોગ ૫૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ મળેલો આનંદ છે. કરુણાભાવના : દુઃખીના દુઃખો દૂર થાઓ, અન્યનું દુઃખ જોઈ અનુકંપા થવી. અન્યને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. આ કરુણાનું વ્યાવહારિક સ્વરૂપ અન્યનું વસ્ત્ર ધનાદિ વડે દુઃખ દૂર કરવું તે છે. નૈશ્ચિયિકસ્વરૂપ સ્વયં આત્માના પરિણામની શુદ્ધિ છે. જેને કારણે જીવ દુઃખ પડે તેવા કર્મો બાંધે નહિ. દુઃખ પ્રત્યે દ્વેષ ન થવો તે કરુણા ભાવનાથી થાય છે. પોતાના દુઃખ પ્રત્યે દ્વેષ કરવાથી દુઃખ વધે છે. પરંતુ સર્વના દુઃખ શાંત થાઓ તેવી ભાવના કરવાથી દુઃખ ઘટે છે. સ્વાત્મતુલ્ય ભાવથી કરુણાભાવના સ્થાયી બને છે. દુઃખી જીવો પ્રત્યે દ્વેષ કે ઉપેક્ષા કરનાર ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શક્તો નથી, તો પછી મોક્ષમાર્ગમાં પ્રવેશ ક્યાંથી કરે ? પારમાર્થિક કરુણામાં સ્વાત્માનું આલંબન છે. માધ્યસ્થભાવના : કરુણાભાવનાના ફળ સ્વરૂપે મધ્યસ્થભાવ થાય છે. અન્યનો તિરસ્કાર કરનાર પોતે જ તિરસ્કાર પામે છે. પરંતુ અવિનીતો પ્રત્યે જે સહિષ્ણુ બને છે કે ઉપેક્ષા રાખે છે તેની જનપ્રિયતા થાય છે. રાગદ્વેષની વચ્ચે જે સમતામાં રહે તે માધ્યસ્થતા છે. પાપપ્રવૃત્તિ કરતા જીવો તમારી વાત લક્ષ્યમાં ન લે ત્યારે તમે સમતામાં રહો તે માધ્યસ્થભાવના છે. જો તેના તરફ ક્રોધ કે તિરસ્કાર કરવામાં આવે તો તેની પાપ પ્રવૃત્તિ ઉત્તેજિત થાય, તેના વૈરની પરંપરા સર્જાય પણ તે સમયે મધ્યસ્થભાવ રાખવો. તેનો સુધરવાનો કાળ હજી થયો નથી તેમ માનવું. સુખ-દુખ પ્રત્યે સમાનભાવ વૈરાગ્ય છે. આત્મા એ જ ભાવનાનું કેન્દ્ર છે. આત્મા તરફ લક્ષ્ય કરીને જે સક્રિયા થાય તે માધ્યસ્થ છે. શ્લોક પરનો ભાવાર્થ : મૈત્રી આદિ ભાવનાઓ ધર્મનું કલ્પવૃક્ષ છે. તેથી જેમણે આ ભાવનાઓ જાણી નથી અને તેનો અભ્યાસ કર્યો નથી તેમને ધર્મ પ્રાપ્ત થવો કઠણ છે કારણ કે સંસારી જીવો અશુભ અધ્યવસાયયુક્ત હોય છે. તે અધ્યાવસાયોમાં ચમત્કાર ધર્મધ્યાનથી થાય છે, કારણ કે મૈત્રી આદિ ભાવનાઓ વડે અશુભ પ૨ મંગલમય યોગ Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયોનો સંવર થાય છે એટલે મૈત્રી આદિભાવનાઓ ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે. તે ભાવનાઓનું ચિંતન-અનુપ્રેક્ષા ધર્મધ્યાન છે. વિવેચન : આવી ભાવનાઓ જેમણે સાંભાળી નથી, જાણી નથી તેનું ચિંતન કર્યું નથી કે અભ્યાસ કર્યો નથી તેમને તત્ત્વરૂપ ધર્મ પ્રાપ્ત થવો કઠણ છે. સંસારી જીવો ધર્મ ચિહન છે. તેમનાં મન, દિલ કે હૃદય સંકલેશયુક્ત હોય છે. સંતાપથી ભારેલા અગ્નિ જેવા હોય છે. કષાયોથી ઉત્તેજિત હોય છે. તેમને જો આ ભાવનાઓનું અમૃત મળી જાય તો તેમના તાપ સંતાપ શમી જવા સંભવ છે. ધર્મ એક વિશાળ વૃક્ષ જેવો છે તેનાં બીજાં અંગો તે મૈત્રી આદિ ભાવનાઓ છે. તપ જપાદિ પણ આ ભાવનાઓ વડે ફળદાયી છે. જ્ઞાની કે ધ્યાની આ ભાવનાયુક્ત હોય તો તે શીવ્રતાએ સંસાર તરી જાય છે. શુભ ભાવનાઓની અનુપેક્ષા ઉપયોગની સૂક્ષ્મતા લાવે છે. તે સૂક્ષ્મતા જગતમાં વ્યાપક બને છે. તેથી અન્ય મનુષ્યોના સંબંધમાં તે ભાવનાઓ સૂક્ષ્મપણે કાર્યરત બને છે, તેથી મનુષ્યો શુભભાવનાવાળા બને છે. એમ જગતમાં સારા વિચારો ફેલાતા રહે તો પ્રાણીઓ સુખ પામે. કારણ કે આવી ભાવનાઓ વડે અશુભ વિચારો અને કર્મસંબંધ વિખરાઈ જાય છે. અને શુભ ભાવનાઓનું બળ વધે છે. તેથી ઘણા મનુષ્યો શુભ કાર્યો પ્રત્યે પ્રેરાય છે. એથી આ ભાવનાઓનું ક્ષેત્ર વ્યવહારિક અને પારમાર્થિક બને છે. આ ભાવનાઓને વ્યવહારિક સ્વરૂપ એ છે કે, મૈત્રીભાવનામાં પરહિતચિંતાની મુખ્યતા છે. કરુણામાં અન્યના દુઃખને દૂર કરવાની મુખ્યતા છે. પ્રમોદ ભાવનાની મુખ્યતા અન્યના સુખમાં સુખની માન્યતા છે. અને મધ્યસ્થભાવનામાં અન્યના અપરાધ પ્રત્યે પણ ઉપેક્ષા કે ઉદારતા છે. વળી આ ભાવનાઓથી વ્યવહારજગતમાં નિર્દોષ સ્નેહ વ્યાપક બને છે. સમાન પ્રત્યે મૈત્રીભાવ ટકે છે. ગુણીજનો પ્રત્યે હૃદય પ્રસન્ન રહે છે. દુઃખી પ્રત્યે કરુણા આવે છે. અને વિરોધી પ્રત્યે મધ્યસ્થતા મંગલમય યોગ ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ રહે છે. આવા ભાવનાયુક્ત મનુષ્યમાંથી વેષ અને ઈર્ષા જેવા શલ્ય નાશ પામે છે. જેથી ધર્મઅનુષ્ઠાનો સફળ બને છે. સવિશેષ સમસ્ત જીવરાશિ પ્રત્યે મિથ્યાભાવ ટળી જતાં સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે સમ્યગદર્શનનું કારણ બને છે. જો જીવો પ્રત્યે મૈત્રી આદિ ભાવો નથી તો તે ચૈતન્ય પ્રત્યેનો અનાદર છે, તે ધર્મરૂપ નથી. મને જ સુખ મળે, મારી જ પ્રશંસા થાઓ, મને દુઃખ ન મળો, મારા દોષો સૌ ક્ષમા કરે. આ દુર્ભાવના છે તેના વડે ફ્લેશ વધે છે. સૌ સુખી થાઓ. સૌમાં ગુણ વિકાસ પામો. સૌ દુ:ખથી મુક્ત થાઓ. સર્વે દોષમુક્ત થાઓ આવી ભાવનાઓ વડે સ્વ-પર શ્રેય સધાય છે. પરમાર્થથી આ ભાવનાઓ વડે સ્વરૂપ લક્ષ્ય સધાય છે. હું અને મારાપણાનો સ્વાર્થ દૂર થવાથી વિભાવ ટળે છે. અને સ્વભાવધર્મની વૃદ્ધિ થાય છે. જેમ જ્ઞાન વડે આત્મા જણાય છે, તેમ ભાવનાઓ વડે આત્મા સ્વરૂપનો અનુભવ કરે છે. જ્ઞાનનો વિષય શેય છે. તે ભાવનાઓ વડે ચિત્ત વિશુદ્ધ થાય છે. જ્ઞાન રહિત જીવનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતો નથી તેમ ભાવના રહિત જીવની અશુદ્ધિ દૂર થતી નથી. માટે પરમાર્થમાર્ગમાં ભાવનાની વિશેષતા છે. ધર્મમાર્ગમાં પ્રવેશ પહેલાંની મૈત્રી આદિ ભાવના સ્વલક્ષી હોય છે, સ્વહિતચિતારૂપ હોય છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી મૈત્રી આદિની ભાવના સ્વરૂપલક્ષી હોય છે. આ ભાવનાઓ સ્વરૂપ લક્ષ્ય પામીને હિતકર બને છે. अहो विचित्रं मोहान्ध्यं तदन्धैरिह यजनैः । दोषा असन्तोऽपीक्ष्यन्ते परे सन्तोऽपि नात्मनि ॥ ५४ ॥ ભાવાર્થ : ઓહ - મોહનો અંધાપો એવો વિચિત્ર છે કે જેનાથી અંધ થયેલા લોકોને બીજામાં ન હોય એવા દોષો પણ દેખાય છે. અને પોતાના દોષ હોય તો પણ દેખાતા નથી. વિવેચન : મોહથી આચ્છાદિત એવો અજ્ઞાનરૂપી અંધાપો વિચિત્ર છે. અંધ જેમ પ્રકાશને જાણી શક્તો નથી, તેમ અજ્ઞાન અન્યના વિજ ૫૪ મંગલમય યોગ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુણોને જાણી શકતું નથી. અજ્ઞાનનો અર્થ વિપરીત જ્ઞાન છે. તેથી તેને ઊલટું જ દેખાય છે. અન્યના ગુણો તેને દોષરૂપે જણાય છે અને ન હોય તો પણ દોષ દેખાય છે. નાના દોષો મોટા દોષો જેવા જણાય છે. અજ્ઞાનરૂપી અંધકારમાં દ્વેષની મુખ્યતા થાય ત્યારે તે જીવને અન્ય દોષો જણાય છે. અને પોતાના દોષો જણાતા નથી. દૃષ્ટિના અંધાપા કરતાં પણ દ્વેષનો અંધાપો વધુ હાનિકારક છે. કારણ કે તે દોષની વૃદ્ધિ કરે છે અને ગુણોની હાનિ કરે છે. છતાં મોહવશ જીવ તે જાણી શકતો નથી. ' વાસ્તવમાં આગળ જણાવ્યું તેમ મૈત્રી આદિ ભાવ વગરના અજ્ઞજનોમાં આ દોષ વ્યાપક હોય છે. આ ડંખીલા અંધાપાને દૂર કરવો હોય તો પ્રમોદ ભાવનાને વિશેષ પ્રકારે હૃદયમાં સ્થાપિત કરવી. અન્યના દોષ જોનારને ક્યારે પણ પ્રસન્નતા પ્રાપ્ત થતી નથી. પરંતુ પ્રમોદ ભાવવાળાને પ્રસન્નતાનું સુખ હોય છે. અન્યના દોષોનો વિચાર જ મનને ભારે બનાવે છે. અન્યના ગુણ હૃદયમાં વસે છે. ત્યારે જીવન જ ભારરહિત બને છે. मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ॥ ५५ ॥ तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः। તિ મરિને દૂરોત્સારિતાdવસારતઃ ફ૬ |() ભાવાર્થ : મારું દર્શન (મત) શ્રેષ્ઠ અને બીજા દર્શનો પાખંડ છે. મારું શાસ્ત્ર સારયુક્ત છે, બીજાં શાસ્ત્રો અસાર છે. અમે જ તત્ત્વજ્ઞાનીઓ છીએ બીજા તત્ત્વથી અજાણ છે, અને ભ્રાંત છે. તેઓ સ્વયં માત્સરી છે. તત્ત્વથી દૂર રહેનારા છે. વિવેચન : દર્શનનો સાચો અનુયાયી તટસ્થ હોય છે, પરંતુ જેને દર્શનનો-મતનો આગ્રહ છે તેની મતિ આગ્રહી બને છે. તે માને છે કે મારો મત સાચો, એટલે હું સાચો. આથી આવેશ અને આકુળતાથી તે અન્યના મતનું ખંડન કરે છે. દરેક દર્શનના દર્શનકારો મહદ્દઅંશે મેધાવી હોય છે. તેઓની દૃષ્ટિમાં જેટલું સત્ય જણાયું મંગલમય યોગ ૫૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ તેટલું કહ્યું, પરંતુ તેમની તે દૃષ્ટિને સ્થૂલ દૃષ્ટિવાળા અનુયાયી વગેરે જાણી ન શક્યા તેથી પોતાના મતને સાચો ઠરાવવા અન્યના મતનું ખંડન કરતા હોય છે. મારો મત સાચો તેથી મારાં શાસ્ત્ર સાચાં. આમ માનીને શાસ્ત્રનો પ્રચાર કરે છે. અને તે વડે ભોળાજનોનો સાથ લઈ તે શાસ્ત્રને સાચાં ઠરાવી માને છે કે તેઓ ધર્મની સેવા કરી રહ્યા છે. તેમને ધર્મ સાથે કંઈ નાતો નથી, કોઈ ધર્મ પામો કે ન પામો મારાં શાસ્ત્રો પ્રચાર પામે, મારી પ્રસિદ્ધિ થાય તેવો મત્સરભાવ તેમને અધર્મમાં ડુબાડે છે. શાસ્ત્ર સાચાં ઠરાવવાને બદલે શાસ્ત્રમાંથી સાચું શોધે તો સાચો ધર્મ પામે. એ પ્રમાણે તત્ત્વજ્ઞાનીઓની અવદશા છે. તત્ત્વનું જ્ઞાન અન્યમાં અજ્ઞાન જોવાનું નથી તે વાત તેઓ ભૂલી જાય છે. તેને બદલે અન્ય તત્ત્વથી અજ્ઞાન છે. તે જાણવામાં આયુષ્ય ગાળે છે. એમ પોતે જ ભ્રમમાં જીવે છે. તેઓ તત્ત્વજ્ઞાની કેમ હોઈ શકે ? તત્ત્વજ્ઞાની કસોટી કરે કે તત્ત્વજ્ઞાન દ્વારા પોતાની આંતરિક શુદ્ધિ થઈ છે ? અને વ્યવહારશુદ્ધિ ટકી છે ? જો તત્ત્વજ્ઞાન પછી તેની પરિણામ શુદ્ધિ નથી તો તે કહેવા માત્ર જ તત્ત્વજ્ઞાની છે. તત્ત્વજ્ઞાન જીવનના તમામ અંગોથી વિભૂષિત હોય નહિ, તો તેમ કહેવું તે કેવળ ભ્રમ છે. માત્સર્ય છે. જેનાથી જીવને કંઈ હિત નથી. यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मत्सरिणोऽन्योन्यं ही दोषग्रहणाद् हताः ॥ ५७ ॥ ભાવાર્થ ? જેવી રીતે માટીના વાસણો પરસ્પર અથડાવાથી નાશ પામે છે તેવી રીતે મત્સરી (ઈર્ષાળ) આત્માઓ પણ એક બીજાના દોષો જોવામાં નાશ પામે છે.. વિવેચન : અરે ભાઈ ! વાસણ તો ચૈતન્યશૂન્ય છે તે અથડાય, ખખડે અને તૂટફૂટે તો પણ વાસણને કંઈ ગુમાવવાનું નથી. બે વાસણ ધાતુજન્ય છે તે અથડાય અને ખખડે. પરંતુ તું ચૈતન્ય છું. જગતમાં વિશિષ્ટ તત્ત્વ છે. પરંતુ તત્ત્વનું માહાભ્ય ન સમજવાથી પ૬ મંગલમય યોગ Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થયેલું માત્સર્ય અન્યોન્ય દોષો જોઈને, ઈર્ષાથી પ્રેરાઈને ચૈતન્યના ગુણોનો નાશ કરે છે. અરે આ તારી કાયા વાસણની જેમ માટીની છે. તેમાં તું એક ચાવીવાળું રમકડું હોય તેમ ઈર્ષાનો ડોલાવ્યો ડોલે છે. અને આ મારા, આ પરાયા એમ કહીને મત્સર બુદ્ધિ વડે અન્યને હણે છે અને અન્યથી હણાય છે. કારણ કે અજ્ઞાનવશ મનુષ્યો અરસપરસ સહિષ્ણુ રહી શકતા નથી. જો મૈં કંઈક અણગમતું કહે તો વ કંઈ તેનાથી ઊતરે નહિ, તે વધુ જોર કરી સંઘર્ષના મેદનામાં ઊતરે છે, આમ શબ્દબાણ વડે અન્યોન્યને વીંધીને દુઃખ પામે છે. જ્યાં ‘હું’ મૂકી દેવું જોઈએ ત્યાં અન્ન તેને વળગી પડે છે. ‘હું'ને મૂકતો નથી. તેમાંથી અશાંતિ પેદા થાય છે. ઘણીવાર આવા ‘હું' જીવને અન્યથી અપ્રિય બનાવે છે. તેની મિત્રતા કોઈ ઇચ્છતું નથી. તે કુટુંબમાં કે સમાજમાં અપ્રિય થઈ દુઃખી થાય છે તેનું માત્સર્ય તેને પ્રેમ કરવાની જગ્યાએ વેર કરાવે છે. છતાં પોતે તે દોષ ત્યજી શકતો નથી. परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ॥ ५८ ॥ ભાવાર્થ : સંસારના કારણરૂપ બીજાના દોષોનું ગ્રહણ કરતા મોહથી ગ્રસિત થયેલા આત્માઓ, બીજાને દોષથી પડતો જુએ છે પરંતુ પોતાને પડતો જોતા નથી. વિવેચન : અન્યના દોષને જોવા તે ઘણી ક્ષુદ્ર વૃત્તિ છે. તે જ ભવભ્રમણનું કારણ બને છે. પરના દોષ જોવામાં તત્ત્વતઃ આત્મ ધન લૂંટાઈ જવાનો દાવ છે. પરંતુ મોહિત જીવને કર્મની પ્રકૃતિનું પ્રાબલ્ય તેવું ભાન થવા દેતું નથી. અન્યના દોષ બતાવી જીવ તો એમ માને છે કે તે કેવો ચતુર છે ! કોઈની ગુપ્ત વાતને દોષજનક ઠરાવી તેમાં મરી મસાલા નાંખી રસપ્રદ બનાવી કહેવામાં કેમ જાણે તેને મીઠી દ્રાક્ષના રસનો સ્વાદ મળતો હોય ? પણ તે જાણતો નથી કે તે સમયે તેને ભવભ્રમણની વૃદ્ધિ થાય છે. મંગલમય યોગ ૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ જો જીવ પોતાના દોષ જુએ તો તે ટાળવા માટે કંઈ જાગૃત થાય. પોતાને આ દોષથી નુકસાન છે તેનું ભાન તેને સદા પીડા આપે છે. તેથી તે દોષ કાઢ્યા વગર જંપતો નથી. તેથી ક્રમે કરીને દોષમુક્ત થાય છે. સૃષ્ટિના સર્વ જીવો કરતાં તેને જે બુદ્ધિ મળી છે તેની બેઈમાની શા માટે કરવી ? તને સંસ્કારી માતા-પિતા મળ્યાં છે, કુળ ઉત્તમ મળ્યું છે, મિત્રો ગુણવાન મળ્યા છે, અને તારામાં જો પરદોષ દર્શનનું શલ્ય પેસી ગયું તો જાણજે કે તેમાંથી બહાર નીકળવું દુષ્કર છે. તે વ્યસન જેવું છે. પહેલાં તું તે ટેવ પાડે છે. પછી તું ટેવથી પડે છે. તેવું દોષોનું છે. ભાઈ જગતમાં ભૌતિક દૃષ્ટિએ પણ ઘણું ઉત્તમ જોવા જેવું છે. તે ત્યજીને આ કનિષ્ઠ જોવાનું તને શું સૂછ્યું? પરમાર્થ દૃષ્ટિએ તું સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ તત્ત્વ છું તે ત્યજીને આ વિભાવજનતિ દોષરૂપી ક્ષુદ્રતા જોવામાં તને શું મળશે ? સમયની બરબાદી કરીને તું ભવભ્રમણ વધારતો જઈશ માટે મોહની પરવશતા ત્યજી પ્રથમ તું તારી અનંત ગુણોની શક્તિનો આદર કર. નિરંતર તેના તરફ દૃષ્ટિ કર. ત્યાં કેવળ શુદ્ધતા જ છે. यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा । सैवाजरामत्वाय रससिद्धिस्तदा नृणाम् ॥ ५९ ॥ ભાવાર્થ ? જેવી રીતે બીજાના દોષોને જુએ છે. તેવી રીતે જો પોતાના દોષોને જુએ તો મનુષ્યોને તે દૃષ્ટિ અમરપદ માટેની રસસિદ્ધિ છે. વિવેચન : હે ચેતન ! તારે જાણવું છે તો બહારમાં જાણવાનું ત્યજી દે. તારી અંદરમાં જો. યદ્યપિ તારી કર્મ પ્રકૃતિજન્ય દશા હોવાથી તને તારા દોષોનું દર્શન થશે પણ મૂંઝાતો નહીં. પ્રથમ એ દોષદર્શન દૃષ્ટિમાં તારી પાસે જો પ્રભુવચનનું બળ હશે તો તે દોષો નાશ પામશે અને તને તારા ગુણોનું દર્શન થશે. જે ગુણો પ્રગટ થઈ તને અમરપદ સુધી લઈ જશે અર્થાત સ્વદોષદર્શન એ સમ્યમ્ દર્શનરૂપ રસસિદ્ધિ છે. એવું અમૃત મૂકીને વિષપાન કર મા. ૫૮ મંગલમય યોગ Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજા હીનસત્વ છે અને હું કંઈક છું એવો અહંકાર જીવને જગતમાં વધુ દરદ્રી અને શોચનીય બનાવે છે. માટે અન્યના દોષ જોવા નહિ. અથવા મોટા દોષ હોય તોપણ ગૌણ કરવા. અને તારા નાના દોષને પણ જતો ન કરીશ, જુએ ત્યારથી તેનો છેદ કરજે. હુંપણું છોડીને અન્યના ઉપકાર પ્રત્યે દૃષ્ટિ કેળવજે તો ઋણમુક્ત થઈ ભવમુક્ત થઈશ. વસ્ત્ર ધોનારો પણ ધન લઈ તે કામ કરે છે. તું શા માટે મફતમાં એ કામ કરવા તત્પર થયો છું ? અન્યના દોષ જોવાનું ત્યજીને જ્યારે જે સમયે તું તારા દોષનું દર્શન કરીશ તે જ સમયે તારામાં આનંદની લહેર ઊઠશે. નિર્દોષતાની રસસિદ્ધિ તને અમરપદ સુધી લઈ જવાનો ભોમિયો બનશે. માટે ખૂબ સાહસ કરીને પણ તું આ અવગુણ ત્યજી દે અને સદ્ગુણનો આરાધક થા. रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते । स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ॥ ६० ॥ ભાવાર્થ : રાગદ્વેષના અભાવરૂપ જે સામ્યતત્ત્વ છે તે આત્મશ્લાઘા કરનાર અને બીજાના દોષ જોનારમાં ક્યાંથી હોય ? વિવેચન : જ્ઞાનસારમાં કહ્યું છે કે જે ગુણવાન છે તેને પોતાની પ્રશંસા કરવાનું કોઈ પ્રયોજન નથી. અને ગુણો જ નથી તો તારે તેમાં કહેવાનું શું રહે ? અર્થાત્ એકે પ્રકારે તું તારી પ્રશંસા કરે તેમાં તારી સજ્જનતા નથી. રાગદ્વેષના અભાવરૂપ જે સામ્યતત્ત્વ છે તે જ આત્મા છે. જો તું સામ્ય ભાવમાં છું તો તારે પ્રશંસા કરવા કે કરાવવાની જરૂરત નથી. વિશ્વ તારા પ્રત્યે આદરવાળું બની જશે. પછી તા૨ે લોકોની ખુશામત કરી યશ મેળવવાની જરૂર નથી. માટે સ્વપ્રશંસા અને પરદોષદર્શનને ત્યજી સમતાભાવમાં સ્થિર રહે, પરમાર્થ દૃષ્ટિથી જોતાં જગતના સર્વ પદાર્થોનો મૂળ સ્વભાવ જોતાં કોઈ વિષમતા નથી. માટે રાગાદિ ભેદભાવ વગર પદાર્થનું સ્વરૂપ વિચારે તો દોષબુદ્ધિ ટળી જાય. વાસ્તવમાં રાગદ્વેષ રહિત મંગલમય યોગ Че Page #69 -------------------------------------------------------------------------- ________________ જે આત્મનિષ્ઠા છે. તે વિશ્વને આદરણીય છે. સામ્યતત્ત્વષ્ટિથી મન, વચન, કાયાના યોગની દુષ્ટ પ્રવૃત્તિઓ શમી જાય છે. રાગદ્વેષના નિમિત્ત મળવા છતાં જેના ચિત્તમાં તેવાં પરિણામ થતાં નથી તે સામ્યભાવ છે. તેના પરિણામે આત્મામાં સમ્યદર્શનાદિ પ્રગટ થાય છે. ખાલી ઢોલ વાગે તેના જેવી આત્મશ્લાઘા છે. અને સંસ્કારનો વિકાર તે પરદોષદર્શન છે. મોક્ષાર્થીને આ બંને દોષ વર્ય હોય मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्टुकाञ्चने । जीविते मरणे लाभालाभे रंके महर्द्धिके ॥ ६१ ॥ शत्रो मित्रे सुखे दुःखे, हपीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ॥ ६२ ॥ ભાવાર્થ : માન કે અપમાનમાં, સ્તુતિમાં કે નિંદામાં માટીમાં કે સોનામાં, લાભમાં કે અલાભમાં, જીવનમાં કે મરણમાં, રંકમાં કે રાજામાં, શત્રુ કે મિત્રમાં, સુખમાં કે દુઃખમાં, પદાર્થોના શુભમાં કે અશુભમાં, આ સર્વેમાં જેને એકતા - સમતા છે. તે જ તત્ત્વ છે, તે જ પરમ છે. વિવેચન : વિશ્વ પૂરું પદાર્થોથી ભરપૂર છે. તેમાં લંદાત્મક સ્થિતિ છે. તેમાં જેની જાતીત દશા છે તે યોગી છે. જેને સર્વત્ર અભેદ વર્તે છે તે સ્વયં પરમ થઈ જાય છે. કોઈ ફૂલના હાર પહેરાવો કે મૃતસર્પ કંઠમાં આરોપો, છતાં તેની દૃષ્ટિમાં સમત્વ છે. કોઈ પ્રશંસાના ગાન ગાઓ કે કોઈ નિંદાનો કટુ રસ ધરો, તેની દૃષ્ટિમાં સમત્વ છે. જેને માટી અને સોનામાં બન્નેમાં પૃથ્વી તત્ત્વનું દર્શન છે પણ ભેદ નથી. દૃષ્ટિ અભેદ વર્તે છે. સમત્વ ધારક યોગી લાભહાનિથી પર છે. કોઈ આખું વિશ્વ તેને ચરણે ઘરે તો પણ તેને ખપતું નથી કારણ કે તેમાં કંઈ લાભ ૬૦ મંગલમય યોગ WWW.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ નથી. કોઈ દેહને દુઃખ આપે તો પણ કંઈ હાનિ નથી. જીવન ટકે કે મૃત્યુ આવે તેમાં કંઈ હર્ષ કે વિષાદ નથી, કુદરતના ક્રમનો સ્વીકાર છે. તેની પાસે કોઈ રાજા હો કે રંક હો તેની દૃષ્ટિમાં બંને પ્રત્યે સ્વાત્મતુલ્ય સમભાવ છે. યોગીને બહારમાં કોઈ શત્રુ નથી કે મિત્ર નથી તેમણે તેવા દુર્ભાવનું દહન કર્યું છે. સુખદુઃખ પૂર્વકર્મકૃત છે તેમાં તત્ત્વષ્ટિએ કોઈ ભેદ નથી પરંતુ સંયોગ વિયોગની અવસ્થા છે. તેમાં સુખ શું, દુઃખ શું ! અનાસક્તિના પ્રભાવે કોઈ પદાર્થ મળે તેમને શુભ ભાવ કે ન મળે અશુભ ભાવ થતો નથી, કારણ કે તે પોતા વડે સંતુષ્ટ છે. આમ જેનામાં સર્વ પરિસ્થિતિમાં સમતા છે. એકતા છે તે યોગી તત્ત્વરૂપ પરમને પામે છે. ___ अष्टाङ्गस्यापि योगस्य सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ॥ ६३ ॥ ભાવાર્થ : ખરેખર અષ્ટાંગયોગનો સાર પણ સમતા જ છે. કારણ કે યોગનો સઘળો યમ આદિનો વિસ્તાર સમતા માટે જ છે. વિવેચન : તત્ત્વનો સાર એ સમતા છે. સ્વયં આત્મા જ સમતા છે. બાકી સઘળો વાણીનો વિસ્તાર છે, તેમ પાતંજ્ય રચિત અષ્ટાંગયોગનો સાર પણ સમતા જ છે. ૧ યમ : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમ છે. આ વ્રતોનું આરાધન આત્માને વિષમથી સમત્વમાં આવવા માટે છે. પાપ પ્રવૃત્તિની વિષમતા આ વ્રતો દ્વારા ટળે છે. ત્યારે આત્મા સમતા સ્વરૂપને ધારણ કરે છે. ૨ નિયમ : સત્ય, શૌચ, સંયમ, સ્વાધ્યાય, પ્રણિધાન જે આત્માને વ્રતોમાં દઢતા લાવે છે. તેના પરિણામે, સમતા વૃદ્ધિ પામે છે. ૩ આસન : કાયાની માયા ઘટે ત્યારે આસન જેવી સ્થિરતાથી મંગલમય યોગ ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગથી કાયશુદ્ધિ થાય છે. ૪ પ્રાણાયામ : શરીરધારી આત્માને પ્રાણ તે જીવનનું સાધન છે. તેમાં પણ મહાવાયુ વગેરેનું સમત્વ અને શ્વાસોચ્છવાસનો સંયમ સાધનાનું અંગ છે. ૫ પત્યાહાર : ઇન્દ્રિયોના વિષયોનો પરિહાર થવો તે સમત્વ પ્રત્યે અભિપ્રેત છે. ૬ ધારણા : શુદ્ધ વિષયમાં ચિત્તનું સ્થિર થવું તે સમત્વની સાધના છે. ૭ ધ્યાન : આત્મસ્વરૂપમાં લીન થવું તે સમતા છે. ૮ સમાધિ : સાતે અંગોની ફળશ્રુતિ સમાધિરૂપ સમતા છે. આ આઠ અંગોની સાધના કેવળ સમતા માટે છે. ચેતનાશુદ્ધિનો ક્રમિક વિકાસ છે. તેમાંના કોઈ અંગને ત્યજીને સાધના કરે તો વાસ્તવિક સમાધિ પામતો નથી. મુખ્ય કે ગૌણપણે આઠ અંગોનો સમાવેશ કરીને સાધનાની સિદ્ધિ થાય છે. क्रियते दधिसाराय दधिमन्थो यथा किल ।। तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः ॥ ६४ ॥ ભાવાર્થ : જેમ દહીંના સાર માટે દહીંનું મંથન કરાય છે, તેમ સમતારૂપી સારને માટે યમ નિયમાદિ અભ્યાસ કરાય છે. વિવેચન : મનુષ્યનું જીવવું સાર્થક બને છે સમતાપૂર્ણ જીવનથી. સમૃદ્ધિ હોય, સંપત્તિ હોય, સ્વજનો હોય, સત્કાર હોય, પણ સમતા ન હોય તો સર્વ વ્યર્થ છે. સમૃદ્ધિ હોય પણ સંતોષ ન હોય, સંપત્તિ હોય પણ દાન – ઉદારતા ન હોય, સ્વજનો હોય પણ સંપ ન હોય. સત્કાર હોય પરંતુ નમ્રતા ન હોય તો જીવનમાં ઉત્તમતા નથી. તેમ તપ જપાદિના યોગ છે. અનુષ્ઠાનોનો અવકાશ છે પરંતુ રાગદ્વેષમુક્ત સમતા નથી. તો જીવન નિસાર છે, તુચ્છ છે. - દહીં ઘણા દિવસ રાખો વિકૃત થશે. તેનું મંથન કરવાથી તેમાંથી સાર નીકળશે. તેમ જીવનના ચૈતન્ય સ્વરૂપ સાગરનું મંથન કરવાથી ૬૨ મંગલમય યોગ Page #72 -------------------------------------------------------------------------- ________________ તેના સ્વરૂપમાં રહેલી સમતા પ્રગટ થશે. જીવન કાળ પૂરો થાય અને સમાતરસ પ્રગટ ન થાય તો જીવન વ્યર્થ છે. વાસ્તવમાં આ સમતાની વિશેષતા યોગીઓમાં રહે છે. યોગીના જીવનની મુદ્રા સમતા છે. સમતા વડે યોગી સંસાર તરી જાય છે. તે માટે યોગીઓ યમ નિયમાદિના અભ્યાસ વડે તેના ફળસ્વરૂપે સમતાનું અમૃત પીએ છે. સામ્યભાવરૂપ આત્માની અનુભૂતિ થતાં દૃષ્ટિ તત્ત્વરૂપ બને છે, અનુભૂતિ પહેલાની અને પછીની દૃષ્ટિમાં અંતર પડે છે. જેમ સ્વપ્નથી જાગૃત થતા જીવને સ્વપ્નની વસ્તુઓ નિરર્થક તુચ્છ લાગે છે, તેમ આત્માનુભવ પછી તે પ્રથમની દૃષ્ટિ અને જીવન મિથ્યા જણાય છે. આત્માનુભવ વડે શાશ્વત અસ્તિત્વની દેઢ પ્રતીતિ થાય છે. એટલે આત્માને મૃત્યુ આદિનો ભય નષ્ટ થાય છે. પોતાના આંતરવૈભવથી જીવને પોતાની સુરક્ષિતતા લાગે છે, અને નિરૂપાધિક આનંદ તેને વધુ સ્થિર કરે છે. શ્રદ્ધા યથાર્થ બને છે. અને મોક્ષમાર્ગનો વિશ્વાસ અચળ બને છે. આત્માનુભવ પછી જીવનમાં પરિવર્તન અજબનું આવે છે. બાહ્ય ઉદય ગમે તે હો પરંતુ આંતર પ્રવાહ તો પરિવર્તન પામે આત્માનુભવ મેળવેલી વ્યક્તિને બાહ્ય કદાચ પ્રતિકૂળતા હોય તોપણ તેનામાં શાંતિનો પ્રવાહ ટકે છે. ચેતનાના ઉપરના પ્રદેશમાં કદાચ ક્ષોભની ક્ષણો આવે તો પણ એ સાધક સ્વસ્થતા અને નિશ્ચિતતા અનુભવે છે. અને ખૂબ વિશ્વાસપૂર્વક આગળના ડગ ભરે છે. આત્મ ઐશ્વર્ય ઉત્તમ કોટિનું છે. તેને માટે ઉન્નતિની તકો વિકાસ પામે છે, તેની તત્ત્વદેષ્ટિ તેને ચાલુ પ્રવાહમાં ખેંચતી નથી. પ્રણાલિઓને તે વિવેકબુદ્ધિથી ગ્રહણ કરે છે. શાસ્ત્રના કથનોનું હાર્દ તે પકડી શકે अद्य कल्पेऽपि कैवल्यं साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुं न सांप्रतम् ॥ ६५॥ ભાવાર્થ ઃ આજે કે કાલે (આ ભવે કે અન્ય ભવે) કેવળ જ્ઞાન આ સામ્યથી થવાનું છે. બીજી રીતે નહિ, માટે એક ક્ષણ પણ પ્રમાદ ન કરવો. મંગલમય યોગા ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ જો તું પૂર્ણજ્ઞાન - કેવળજ્ઞાનનો સ્વામી છું તેમ શ્રદ્ધા ધરાવતો હોય તો સામ્યભાવનો કામી થા. આ માનવજન્મ તૃણ જેવી તુચ્છતા માટે નથી પરંતુ સામ્યયોગના સામર્થ્ય માટે છે. આ જન્મે કે લાખ જન્મ તારે જ્યારે કૈવલ્યદશાને વરવું હોય ત્યારે પ્રથમ સામ્યભાવને ધારણ કરવો. જે વડે રાગદ્વેષની છાયા માત્રા પણ ટકે નહિ. રાગદ્વેષ રહિત સામ્યભાવની ભૂમિકામાં કૈવલ્ય પ્રગટે છે. માટે ક્ષણ માત્રનો પ્રમાદ કર્યા વગર પ્રથમ સામ્યની સાધના પર આરૂઢ થા. મનુષ્યનો મહાન શત્રુ પ્રમાદ છે. મનુષ્ય ગમે તેવો કુશળ, કાર્યક્ષમ કે ક્રિયાયુક્ત હોય તો પણ જો તેનામાં જીવનદષ્ટિ માટે સમતા નથી કે ધર્મનો આદર નથી તો તે પ્રમાદી છે. બહારનાં કાર્યોમાં નિરંતર એકાકાર થયેલા મનુષ્યમાં જો અંત:કરણની શુદ્ધિ કે તે શુદ્ધિ માટે પુરુષાર્થ નથી તો તે પ્રમાદી છે. આવો પ્રમાદ ઊધઈના કીડાની જેમ ફોલીને નાશ કરે છે. કષાયથી આકુળ, વિષયથી વ્યાકુળ, આહારાદિ સંજ્ઞાઓમાં પ્રબળ સંયમમાં નિર્બળ એ સર્વે પ્રમાદના લક્ષણ છે. આંતરિક ક્ષેત્રે જે જાગૃત છે. તે અપ્રમાદી છે. જ્યાં જ્યાં આત્મલક્ષ્ય રહિત ચર્યા છે ત્યાં પ્રમાદ છે. ભાવયુક્ત કરેલા શુભ અનુષ્ઠાનો પ્રમાદ છૂટવાનો પ્રારંભ છે, તે જ્યારે આત્મનિષ્ઠા બને છે ત્યારે પ્રમાદ રહિત હોય છે. મુખ્યત્વે સાતમે ગુણ સ્થાનકે મુનિ અપ્રમત્ત દશામાં હોય છે. પ્રમાદના અંકુર ઉપર કષાય, વિષય અને અઢાર પાપસ્થાનકનું વૃક્ષ ફાલે છે. પછી જીવ જન્મો સુધી રખડે છે, રઝળે છે. માટે પ્રમાદ રહિત અવસ્થા એ જ ચિત્તની સામ્યતા છે. તેની પ્રત્યે એક ક્ષણનો પણ પ્રમાદ ન કરવો. किं बुद्धेन किमीशेन किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ॥ ६६ ॥ ભાવાર્થ ? જો મન રાગાદિ વડે કલુષિત હોય તો બુદ્ધથી શું ? મહાદેવથીય શું ? કે બ્રહ્માથીય શું ? કે વિષ્ણુથીયે શું ? અથવા ૬૪ મંગલમય યોગ Page #74 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્રથીય શું ? અર્થાત્ તેમને ભજવાથી શું ? વિવેચન : પ્રમાદના નિકટવર્તી રાગાદિ ભાવ પૂરા જીવનને કલુષિત કરે છે. આહારાદિનો ત્યાગ કરનારા પણ જો રાગના ફંદામાં ફસાયેલા હોય તો તેમનો તે ત્યાગ આત્મહિતાર્થે બનતો નથી. મહામુનિઓને પણ જેમણે છેતર્યા છે એવો આ રાગ દીર્ઘકાળના વૈરાગ્યનો પણ નાશ કરે છે. એથી તેના અંકુરમાત્રના નાશ માટે પ્રથમ પ્રશસ્તરાગની ભૂમિકા આપી છે. પ્રશસ્તરાગનું બળવાન નિમિત્ત વીતરાગ છે. કોઈ નામાદિ સાથે કે અન્ય માન્યતા સાથે પ્રશસ્ત રાગનું પ્રયોજન નથી. પરંતુ જેનામાં પૂર્ણ વીતરાગતા છે. મોહનીય આદિ કર્મો જેના નાશ પામ્યા છે. જેમને આ વિશ્વના કોઈ પણ પદાર્થ સાથે રાગાદિ સંબંધ નથી તેવા સત્પુરુષ વીતરાગ છે. તેનું આલંબન પ્રશસ્ત રાગ છે. તે સિવાયના દેવોને ભજવાથી શું થાય ? ભલે કોઈ બુદ્ધ કહાવે પણ જો તેનું ચિત્ત રાગાદિ વડે કલુષિત હોય તો તેને ભજવાથી શું ? વળી કોઈ મહાદેવ હોય પણ તેમની ચર્ચા કે ઉપસ્થિતિમાં રાગાદિ સાધન હોય. વળી તેમને કોપાયમાન થવાનાં કારણો હોય તો તેમને ભજવાથી શું ? વળી કોઈ બ્રહ્મા હોય પણ તેમનું અસ્તિત્વ જગતના રાગાદિભાવો સાથે જોડાયેલું હોય, સર્જન આદિનો કર્તાભાવ હોય તો પૂર્ણ વીતરાગતા ન હોય તેમને ભજવાથી શું ? ભલે તે વિષ્ણુ હોય પરંતુ તેમને અવતાર લેવો પડે, જગતના પ્રપંચની કોઈ લીલા કરવી પડે. સ્ત્રી આદિ પ્રત્યે રાગ કે દ્વેષના ભાવ ઊઠે તો પછી તેમને ભજવાથી શું ? અરે, કોઈ જિનેન્દ્ર હોય પણ જો તેઓમાં જગતના રાગાદિ ઊપજે તેવા નિમિત્તમાં બાહ્ય કે અતંરમાં ફસાયેલા હોય. શરીરાદિની તેવી ચેષ્ટાઓ વડે જગતને પ્રસિદ્ધિ આપતા હોય. સત્કાર આદિમાં તુષ્ટ હોય અને અપમાનાદિમાં રૂષ્ટ હોય તેમનામાં વીતરાગતા ક્યાંથી મંગલમય યોગ ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ હોય ? પૂજનીય કેમ હોય ? અર્થાત્ બુદ્ધ હો કે જિન હો. બ્રહ્મા હો કે વિષ્ણુ હો જો તે રાગાદિ નિમિત્તોથી કે ભાવથી મુક્ત હોય તો તેવા વીતરાગ પૂજનીય છે. किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि ॥ ६७ ॥ ભાવાર્થ : નગ્નતાથી પણ શું ? રક્ત કે શ્વેત વસ્ત્રથી શું ? જટા વધારવાથી શું ? કે માથે મુંડનથી શું ? જો તેઓમાં સર્વત્ર સમભાવ નથી. વિવેચન : સમાધિશતકમાં પણ કહ્યું છે કે બાહ્ય લિંગ એ મુક્તિનું કારણ નથી. બાહ્ય લિંગમાં જે મુક્તિ માને છે, ચિરકાળ સંસારમાં ભમવા છતાં મુક્તિ પામતો નથી. બાહ્ય લિંગથી મુક્તિ તે ભ્રમ છે. ભ્રમથી બ્રહ્મ પ્રગટ ન થાય. દેહભાવથી મુક્ત થવા માટે નગ્નતા ધારણ કરે પણ જો સર્વ જીવોમાં તેમને સમતાભાવ નથી. સમાનભાવ નથી તો નગ્નતા કેવળ દેહકષ્ટ થશે. દેહકષ્ટ વડે મુક્તિ નથી, દેહભાવનો ત્યાગ જરૂરી છે, વળી સમભાવ જરૂરી છે. વળી કોઈ કહે કે રક્ત કે શ્વેત વસ્ત્રવાળા બાહ્ય લિંગ વગર મુક્તિ નથી, પણ મૂળમાં લિંગની મુક્તિ નથી આત્માની કર્મથી મુક્તિ છે અને સમભાવથી થાય છે. નગ્નતામાં કે વસ્ત્રમાં વિકલ્પ થવો તે સમભાવ નથી તેથી તેના વડે મુક્તિ કેમ હોય ! કોઈ લાંબી જટા રાખવામાં સંન્યાસ માને છે, કોઈ કહેશે મુંડનમાં સંન્યાસ છે. અરે ભાઈ ! જટાથી કે મુંડનથી મુક્તિ નથી, મુક્તિ તો શુદ્ધિથી છે. આત્મા વડે આત્માની મુક્તિ છે. તેમાં મુખ્યતા સમભાવની છે સર્વત્ર સમભાવનો પોકાર, એકરાર, કે તદાકાર થવો તે મુક્તિનું ચિહન છે. સમભાવરૂપ અંતરદશા મુક્તિનું કારણ છે, તે સમયે બહારમાં કદાચ આવા કોઈ ચિહન હોય. પરંતુ તે ગૌણ છે પરંતુ દરેક અવસ્થામાં સમભાવ જ મુખ્ય છે. ૬૬ મંગલમય યોગ Page #76 -------------------------------------------------------------------------- ________________ किं व्रतैः किं व्रताचारैः किं तोपभिर्जपैश्च किम् । किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ॥ ६८ ॥ ભાવાર્થ : જો ચિત્ત નિર્મલ નથી તો વ્રતો, વ્રતોના આચારો, તપ, જપ, ધ્યાન કે ધ્યેયોથી (આલંબનોથી શું) પણ શું ? વિવેચન : મુક્તિમાર્ગનો આધાર કેવળ નિર્મળ ચિત્ત છે. પવિત્રતમ અવસ્થા સ્વયં મુક્તિસ્વરૂપ છે. રાગાદિ મલિનતાનો જ્યાં અંશ માત્ર નથી તે શુદ્ધતા છે. એવી શુદ્ધતા રહિત ભલે વ્રતાદિ કરે તે કથંચિત પુણ્યનું કારણ બને છે. પરંતુ મુક્તિનું કારણ બનતું નથી. યદ્યપિ વ્રત કે વ્રતના આચારોનો હેતુ નિર્મળ થવાનો છે એટલે સન્માર્ગે જતા તેની અત્યંત જરૂર છે. પ્રારંભમાં સાતિચાર વ્રતો આખરે નિરતિચાર થાય ત્યારે તે મુક્તિનું કારણ બને છે. તપ દ્વારા વાસનાઓ નિર્મૂળ થાય તો તે મોક્ષફળદાતા છે. તપ સાથે અનાસક્તભાવ છે તો તે નિર્મળતા છે. તપ થાય અને પદાર્થોની આસક્તિ રહે તો તે તપ બાળતપ છે. જપ સવિશેષ ચિત્તની સ્થિરતા અને નિર્મળતા માટે છે. જપ ગણતરીમાં ઘણા વધી જાય પણ જો ચિત્ત સ્થિર કે નિર્મળ ન થાય તો તે જપ પણ નિર્બધન દશાનું કારણ બનતા નથી. જપ દ્વારા ચિત્તની નિર્મળતા અથવા નિર્મળ ચિત્ત દ્વારા જપ થાય તો ઈષ્ટ ફળ પ્રાપ્ત છે. ધ્યાન એ ચિત્તની એકાગ્રતા છે. જેનું ચિત્ત સંકલ્પ વિકલ્પથી મલિન છે, તે ધ્યાન કરે ત્યારે ચિંતનમાં તે તે વિકલ્પોની છાયા પડે તો ધ્યાન પણ તરંગ બને છે. જે ધ્યાન વડે કર્મોનો નાશ થાય તે ધ્યાન જ આર્તધ્યાન બની કર્મોને ગ્રહણ કરે છે માટે ચિત્તની નિર્મળતા વગર ધ્યાનથી શું વળે ? જેના ચિત્તમાં સંસારના પદાર્થોનું આકર્ષણ છે. કષાયાદિની કાલીમા છે. તે જ્યારે ધ્યેયનો નિર્ણય કરે ત્યારે કથંચિત ધ્યેય પણ શુદ્ધ ન હોય, તેવા ધ્યેયથી શું લાભ ? અથવા ધ્યેયમાં લોકોત્તર એવા સિદ્ધભગવંત હોય પણ તેના ધ્યાનમાં ભાવ લૌકિક હોય તો મંગલમય યોગ ૬૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ શું વળે ? અર્થાત્ વ્રત, તપ, ધ્યાન, કે ધ્યેય સર્વેમાં અગ્રિમતા ચિત્તની નિર્મળતા છે. ચિત્તની નિર્મળતા થવા માટે ભક્તિ સત્સંગ નિમિત્તો ગ્રાહ્ય છે, વળી જો જીવની પાત્રતા હોય તો તત્ત્વદૃષ્ટિ કે સ્વરૂપનું લક્ષ્ય આત્માના કષાય પરિણામની શુદ્ધિ કરે તો તે તત્ત્વદૃષ્ટિથી પણ ચિત્તની નિર્મળતા સંભવ છે. જેમ મલિન કાપડને યથાર્થપણે રંગ ચઢતો નથી. મલિન પાત્રમાં ભરવામાં આવતો પદાર્થ પણ મલિન થાય તેમ ચિત્તની મલિનતાથી સર્વ અનુષ્ઠાનોની પવિત્રતા જળવાય નહિ તો શું લાભ થાય ? માટે જીવનમાં સાવધાન રહી ચિત્તમાંથી રાગાદિને ઘટાડવા પ્રયત્ન કરવો. અને નિર્મળતા ધારણ કરવી. किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठानादिभिः । किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ॥ ६९ ॥ ભાવાર્થ : ઇન્દ્રિય નિગ્રહોથી શું ? શું સદા પઠનાદિથી ? સર્વસ્વ દાનથીયે શું ? પ્રગટ્યું નહિ તત્ત્વ છો ? વિવેચન : આધ્યાત્મિક માર્ગમાં મુખ્યતા તત્ત્વ દૃષ્ટિની છે ? મોક્ષમાર્ગની રુચિમાં ભલે તપ જપાદિ હો પરંતુ તે મોક્ષમાર્ગની તળેટી જેવા છે. શિખરે પહોંચવા તત્ત્વદષ્ટિ જ માત્ર ઉપાય છે. ભક્તિ, તપ, જપ કે કોઈ પણ ક્રિયામાં જો તત્ત્વદૃષ્ટિ નથી તો જીવનો સંસાર ક્ષય થતો નથી, તે સર્વે જીવને સદ્ગતિ સુધી પહોંચાડે પણ મુક્તિ સુધી ન લઈ જાય. કોઈ કહે કે તપ જપાદિ કરતાં કરતાં મોશે પહોંચી જવાશે પણ જેમ મુંબઈની ટિકિટથી દિલ્હી ન પહોંચાય તેમ તે સર્વ અનુષ્ઠાનોમાં તત્ત્વની શ્રદ્ધાની મુખ્યતા છે. આથી તો તત્ત્વાર્થાધિગમમાં જણાવ્યું છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યમ્ દર્શન'. મુક્તિના પંથનું એકમેવ સાધન પણ જો તત્ત્વદેષ્ટિને અનુસરતું હોય તો, સાધકની સર્વ આરાધનામાં તત્ત્વદૃષ્ટિની મુખ્યતા જરૂરી છે. યદ્યપિ સર્વ જીવોને તત્ત્વનો અભ્યાસ ન હોય તો પણ પ્રભુવચન અને આજ્ઞાની યથાર્થતા જાણે તો તે તત્ત્વદૃષ્ટિ છે. ૬૮ મંગલમય યોગ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, વિષયોના દ્વારા બંધ કરે પરંતુ તે નિગ્રહનો અર્ક સ્વરૂપલક્ષી ન હોય તો તે વિષયોનો પરિહાર કરવાના હઠાગ્રહમાં પડે તો શું વળે ? શાસ્ત્રના પાઠ કરે, સ્વાધ્યાય કે અભ્યાસ કરે, પરંતુ તત્ત્વદૃષ્ટિરૂપ શુદ્ધિ નથી. સ્વરૂપાચરણરૂપ વૈરાગ્ય નથી તો પઠન-પાઠનથી શું વળે ? અરે, કદાચ સર્વસ્વનું દાન કરીને આકિંચન્ય બની જાય, મહાત્યાગી થઈને રહે, પરંતુ એ બાહ્ય ત્યાગ શાને માટે હતો તે જાણે નહિ, દાનમાં જ ધર્મ માને પણ તત્ત્વરૂપ જ્ઞાતાભાવ ન હોય તો શું વળે ? અર્થાત્ સર્વ સાધન બંધન ન બને તે માટે તત્ત્વદૃષ્ટિની મુખ્યતા છે. સ્વરૂપ લક્ષ સર્વ સાધનાનું સ્થાન છે. સાધ્યની સિદ્ધિ તત્ત્વથી થાય છે. માત્ર ગ્રંથો વાંચી જવા, તેના ભેદ પ્રભેદોને કંઠસ્થ કરવા, વાદવિવાદમાં કુળશતા પ્રાપ્ત કરવી, તે સર્વ તત્ત્વજ્ઞાન વગર વ્યર્થ છે. આજના યુગમાં દરેક ક્ષેત્રે ઘણું જ્ઞાન વિકસતું જાય છે. એકેએક ક્ષેત્રે એવા પ્રકારો પ્રસિદ્ધ થાય છે કે તે જાણવા માટે પૂરી જિંદગી ટૂંકી પડે. કદાચ એક મોટી લાયબ્રેરીનાં બધાં જ પુસ્તકોની માહિતી મેળવી લે તો પણ શું ? જો જીવમાં તત્ત્વદેષ્ટિ નથી તો એ સર્વે વ્યર્થ કેમ છે? તત્ત્વદષ્ટિ એ અંધકારને દૂર કરી પ્રકાશ આપે છે. કર્મોનો નાશ કરનાર વિદ્યા છે. આત્મા સંબંધી દષ્ટિને તત્ત્વદેષ્ટિ કહેવામાં આવે છે. જે ચિત્તની નિર્મળતાને સાધ્ય કરી જીવને સન્માર્ગે લઈ જાય છે. नाञ्चलो मुखवस्त्रं न न राका नौं चतुर्दशी । न श्राद्धादिप्रतिष्ठा वा तत्त्वं किन्त्वमलं मनः॥ ॥ ७० ॥ | ભાવાર્થ : વસ્ત્રનો છેડો કે મુખવસ્ત્ર (મુહપત્તિ) તત્ત્વ નથી. પૂર્ણિમા કે ચતુર્દશી તત્ત્વ નથી કે શ્રાવકોએ કરાવેલી પ્રતિષ્ઠા વગેરે પણ તત્ત્વ નથી. પરંતુ નિર્મળ ચિત્ત એ જ તત્ત્વ છે. વિવેચન : જે જે સાધનો સાધવા માટે છે તે જો આગ્રહાદિને કારણે બંધન બનતા હોય તો સાધના વ્યર્થ જાય છે તે અત્રે મંગલમય યોગ ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકારને બતાવવું છે. એક પંથ માને કે મુહપત્તિ જેવા સાધન વગર સંયમ વ્યર્થ છે. બીજો પંથ માને છે કે વસ્ત્રનો છેડો કે મુહપત્તિ એ પરિગ્રહ છે. તેથી તેનો ઉપયોગ વ્યર્થ છે. પરંતુ તેવું સાધન રાખવાનું મૂળ જીવો પ્રત્યેનો અનુકંપા કે મૈત્રીભાવના છે. તે ભાવના જાળવવાને બદલે આગ્રહનું સેવન થાય તો તે સાધન જ બંધનનું કારણ બને છે. પૂર્ણિમા કે ચતુર્દશીને દિવસે સાધનામાં કે સંયમમાં વૃદ્ધિ થાય તે હેતુની મુખ્યતા છે. તિથિ વડે પંથોની વૃદ્ધિ કરવી કે દુરાગ્રહ સેવવો તે ચિત્તની મલિનતાનું કારણ બને છે. તિથિઓમાં ચિત્તની નિર્મળતા એ જ તત્ત્વરૂપ છે. કેટલા પુણ્યયોગે સંયમનો યોગ બને છે. ત્યારે ત્યાગી આવા વ્યર્થ પ્રચાર અને આગ્રહમાં સમયની અને સંયમની શા માટે હાનિ કરે છે ? તિથિ પાળવી તે એક પ્રણાલિ શિસ્ત છે. જીવન સાથે જોડાયેલું ગણિત છે. તત્ત્વદૃષ્ટિના અભાવે સાધનસંઘર્ષમાં પરિણમે છે. વળી વિવિધ પ્રકારના શ્રાવકો દ્વારા ઊજવાતા ઉત્સવો અને પ્રતિષ્ઠાઓ પણ બાહ્યાડંબર છે. બાળ જીવોને ઉત્સાહિત કરવાનું બાહ્ય સાધન છે. પરંતુ ઉત્સવોની મુખ્યતા તે તત્ત્વ નથી. એવા ઉત્સવો માન અને પ્રતિષ્ઠાના હેતુ બનવાથી તેવા પ્રસંગોથી રાગાદિ ભાવને પણ ઉત્તેજના મળે છે. જીવોની ભૂમિકા પ્રમાણે અનુષ્ઠાનો કે આવી પ્રણાલિનું આયોજન હોવા છતાં પણ જો ચિત્તની નિર્દોષતા, નિર્મળતા હોતી નથી તો તેનું તત્ત્વરૂપ પરિણામ આવતું નથી. બાહ્ય ઉત્સવો પૂર્ણ થાય એટલે જીવો જાણે કે ધર્મ થયો. પરંતુ ધર્મ ચિત્તની નિર્મળતામાં છે તે સમજમાં ના આવ્યું તો તે પ્રસંગો શું કરશે ? दृष्ट्वा श्रीगौतम बुद्धस्त्रिः पञ्चशततापसैः। भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥ ७१ ॥ ભાવાર્થ : શ્રી ગૌતમસ્વામીને જોઈને બોધ પામેલા પંદરસો તાપસોએ અથવા ભરત ચક્રવર્તી વગેરેએ બાહ્ય વસ્તુઓનો કદાગ્રહ ક્યાં કર્યો હતો ! મંગલમય યોગ Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : બાહ્યક્રિયા કે બાહ્યવસ્તુઓનો આગ્રહ શા માટે ? અજ્ઞજીવોને બાહ્ય ક્રિયાયેષ્ટિતપણું અવલંબનરૂપ થાય છે. જેથી તેઓ ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. પરંતુ જો તેમાં પ્રથમથી જ તત્ત્વદૃષ્ટિનો બોધ મળ્યો ન હોય તો તે જીવો બાહ્યક્રિયા કે વસ્તુના આગ્રહી બનીને સાચો માર્ગ ભૂલી જાય છે. અને બાહ્યાડંબરોને ધર્મ માને છે. ધર્મ પ્રભાવના મુખ્યત્વે ધનથી પ્રચાર પામી છે. દીક્ષા હો કે તપનો ઉત્સવ, તે સર્વનો પ્રભાવ ધન ઉપર આધારિત થયો છે. ઓઘાનો, કામળી વગેરેનો ચઢાવો વધારે થાય કે તે તપના ઉત્સવમાં ધનનો વ્યય વધુ થાય તો સૌ માને કે ધર્મની ઘણી પ્રભાવના થઈ. ગ્રંથ વહોરાવવામાં જો ચઢાવો વધુ થાય તો ત્યાગી ભોગી સૌની ખુશી થાય. પણ ગ્રંથનો બોધ ત્યાગીને વૈરાગમાં કે ભોગીને ત્યાગમાં કેટલો પરિણમ્યો ? તેની તો ક્યારે પણ વિચારણા થતી નથી. ભલે એવી પ્રથા કેટલેક અંશે જરૂરી હોય, છતાં પણ તત્ત્વપણે એમાં કોઈ લાભ નથી. એવી પ્રથાઓથી ધર્મ પ્રસાર પામ્યો જણાય છે. પરંતુ તે બાહ્યચેષ્ટા છે. પરંતુ હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું. જ્ઞાતા દ્રષ્ટા છું તેનો અભ્યાસ અને ઘૂંટણ થાય તો વિવેક જન્મે અને બાહ્યાડંબરો છૂટી જીવ અંતરદૃષ્ટિ પ્રત્યે વળે. તેમાં જે શુદ્ધ થાય અથવા શુદ્ધાત્માની શ્રદ્ધા થાય સ્વરૂપનું લક્ષ્ય રહે તો બાહ્ય વસ્તુઓના કદાગ્રહ છૂટે. અત્રે દૃષ્ટાંત આપ્યું છે કે ગૌતમસ્વામીને અષ્ટાપદ પર્વત પર લબ્ધિ વડે જતાં જોઈને તાપસીને પોતે જે પ્રકારે તપ તપતા હતા તેનો કદાગ્રહ છૂટી ગયો, અને આ જ્ઞાની છે તેવો બોધ પ્રાપ્ત થતાં તેમણે ગૌતમસ્વામીએ જે બોધ આપ્યો તે તત્ત્વને ગ્રહણ કરી બહારની સર્વ ચેષ્ટાઓ ત્યજી અતંરદષ્ટિ વડે કેવળજ્ઞાન પામ્યા. ભરત ચક્રવર્તી પણ બાહ્યભાવમાંથી અંતરંગ પ્રત્યે વળ્યા. તત્ત્વોના સ્વરૂપનો બોધ પામ્યા ત્યારે તેવી જ્ઞાનદષ્ટિ વડે તેઓ કેવળજ્ઞાન પામ્યા. તે વખતે કયા વેશમાં છું, કંઈ જાતિમાં છું, ક્યા સ્થાનમાં છું, સર્વે બાહ્ય વસ્તુઓનો આગ્રહ છૂટી જવાથી તત્ત્વદૃષ્ટિના પરિણામે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તરત જ સંસાર છોડી ચાલી નીકળ્યા. મંગલમય યોગ. Page #81 -------------------------------------------------------------------------- ________________ અર્થાત અત્રે ચિત્તની નિર્મળતાની વિશેષતા બતાવવી છે. ભૂમિકા પ્રમાણે બાહ્ય ક્રિયાદિ હોય પણ તે ધર્મરૂપ નથી. બાહ્ય ક્રિયાઓ વડે કે તેના આગ્રહ વડે કેવળજ્ઞાન નથી. જે પ્રકારે ચિત્ત નિર્મળ થાય તે વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂમિકા પ્રમાણે બાહ્યક્રિયાઓ હોવા છતાં તે સાધકનું લક્ષ્ય તો સ્વરૂપનું જ હોય છે. કાંટાળાં વૃક્ષોના ફૂટવા કે તૂટવાથી ત્યાં કાંટાઓ પથરાઈ જાય છે. ત્યારે તે જગ્યા પર ચાલતા મુસાફરો દુઃખ પામે છે. તેમ કદાગ્રહી માનવની મૈત્રી વડે મનુષ્ય દુઃખ પામે છે. વળી બાવળ કે બોરડી સાથે ઉગેલી કેળ કાંટા ભોંકાવાથી જેવું દુઃખ પામે છે. તેમ કદાગ્રહી પુરૂષની મૈત્રી દુ:ખદાયી બને છે. કારણ કે પ્રસંગ આવે કદાગ્રહી પોતાનો આગ્રહ છોડતો નથી તેને કારણે પરિસ્થિતિ કે અરસપરસના સંયોગો વધુ વિષમ બને છે. કદાગ્રહમાં ખરેખર જડતા હોય છે. તેથી સારાસારનો વિવેક કરી શકતો નથી. હું કહું અને કરું તે જ સાચું, એવો તેનો આગ્રહ હાનિકારક છે. दृढप्रहारिवीरेण चिलातीपुत्रयोगिना । लापुत्रादिभिश्चैव सेवितो योग उत्तमः ॥ ७२ ॥ ભાવાર્થ : દઢ પ્રહારી જેવા વીર પુરુષે, ચિલાતીપુત્ર જેવા યોગીએ, અને ઈલાચીપુત્ર આદિએ પણ ઉત્તમ યોગ જ સેવ્યો હતો. વિવેચન : મોક્ષપ્રાપ્તિનું મુખ્ય સાધન શુદ્ધ પરિણામ છે. અર્થાત ધ્યાનયોગ છે. મોક્ષરૂપ પ્રયોજનમાં જોડતા જીવના શુદ્ધ પરિણામને યોગ કહે છે. નિર્વાણ પદને પ્રાપ્ત કરવાનો વિશિષ્ટ ઉપાય તે “યોગ દઢપ્રહારી જેવા શૂરવીર પુરુષે બહારમાં કોઈ પણ વસ્તુનો, વેશનો ક્રિયાનો આગ્રહ રાખ્યા વગર પોતાના પરિણામને પ્રાયશ્ચિત્ત વડે, આંતરિક ક્રિયા વડે શુદ્ધિ પ્રત્યે જોડ્યા તે “યોગ' છે. બહારના દુષ્કૃત્યથી થયેલું દુષ્યન ત્યજી અંતરમાં પ્રવેશ કરવો, કષાયભાવને ત્યજી ચિત્તને નિર્મળ કરવું તે બહારના પરાક્રમ કરતા પણ વિશેષ છે. દઢપ્રહારી જેવા ખનીએ ચિત્તશુદ્ધિરૂપ ઉત્તમ યોગને સેવ્યો હતો. ( રે મંગલમય યોગ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ચિલાતીપુત્ર કે જેના હાથમાં હજી શસ્ત્ર અને પોતાની પ્રિયતમાનું પોતે જ ઘાત કરેલું માથું હતું, તેણે જ્યારે બોધદાયક ત્રણ શબ્દ સાંભળ્યા અને તીવ્રપણે ઉદયમાં વર્તતા કષાયથી પાછો વાળ્યો, તે તેનો યોગ હતો. ઉપશમ, સંવેગ, અને વિવેક આ ત્રણ શબ્દમાં તેણે પોતાના ઉપયોગ વડે મંથન કર્યું. આત્માનાં તે તે ગુણોનું હાર્દ તેની સમજમાં આવ્યું. તેમ તેમ તે પશ્ચાત્તાપ વડે શુદ્ધિ પામતો ઉત્તમ “યોગને પામ્યો. અર્થાત્ તેની પાસે બાહ્ય કોઈ સાધન વસ્તુઓ હતી નહિ, તેનો આગ્રહ તેણે સેવ્યો નહિ. ચારિત્ર માટે કોઈ આયોજન કર્યું નહિ. કેવળ ચિત્તવિશુદ્ધિના માર્ગે ઉત્તમ યોગને સાધ્ય કરી મુક્તિ પામ્યો. ઈલાચીપુત્ર પોતાની યુવરાજ પદવી ત્યજીને એક નટીના રૂપમાં લુબ્ધ થયો. અને દોર પર જીવસટોસટના ખેલ કરતો થયો. એક જ લગન હતી ધન પ્રાપ્ત કરું અને નટીને પરણું.” યોગાનુયોગ દોર પર નાચતા તેને દૂરથી ભિક્ષાર્થી મુનિનાં દર્શન થયાં અને દોર પર નાચતા થાકેલો તે હવે ભવથી થાકી ગયો. બહારમાં નટીના રૂપનું ધ્યાન પરિવર્તન થઈ તસ્વરૂપે પરિણમ્યું કે, અહો ! હું કોણ ? ક્યાં આવી ચઢ્યો. ધિક્કાર છે મને, આવા મુનિધર્મનો ઉત્તમ સંયમ છોડી મેં આ શું આદર્યું ? આમ બહારમાંથી અંતર તરફ વળ્યો. અંતરંગમાં ઉત્તમ ધ્યાનયોગને પ્રાપ્ત થઈ કેવળજ્ઞાન પામ્યો. આ ત્રણે દષ્ટાંત સૂચવે છે અંતરંગની શુદ્ધિરૂપ ઉત્તમ ધ્યાનયોગ મુક્તિનું કારણ છે. येन केन प्रकारेण देवताराधनादिना । चित्तं चन्द्रोज्ज्वलं कार्यं किमन्यैर्ग्रहकुग्रहैः ॥ ७३ ॥ ભાવાર્થ : કોઈ પણ ઉપાયોથી પરમાત્માના આરાધન આદિ વડે ચિત્તને ચંદ્ર જેવું નિર્મળ કરવું. અને અન્ય આગ્રહ કે કદાગ્રહને ત્યજી દેવા. વિવેચન : કેટલાક ઉત્તમ જીવો પૂર્વના આરાધનના બળે તત્ત્વદૃષ્ટિ અર્થાત્ મૂળસ્વરૂપને લક્ષ્યમાં રાખી ધ્યેયને પ્રાપ્ત કરે છે. પરંતુ અન્ય મંગલમય યોગા ko3 Page #83 -------------------------------------------------------------------------- ________________ કદાગ્રહમાં પડતા નથી. કદાચ તત્ત્વદૃષ્ટિરૂપ સીધું આરોહણ કરવાનું બળ ન હોય તો સ્વરૂપલક્ષે જ્ઞાનબળને પુષ્ટ કરવા પરમાત્માની ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરવું. અનાદિકાળના વાસના, વિકાર, વિષયો અને વૃત્તિઓ વડે મલિન ચિત્ત તત્ત્વને ગ્રહણ ક્યાંથી કરે ? મલિન વસ્ત્ર કેવળ જળના યોગથી સ્વચ્છ કેમ બને ? મલિનતાને દૂર કરવા સાબુ જેવું સાધન જરૂરી બને છે. તેમ મલિન અવસ્થામાં તત્ત્વદૃષ્ટિ, સ્વરૂપલક્ષ્ય કે આત્મભાવના થતી નથી. તેવા જીવોને ભક્તિ તે સરળ ઉપાય છે. ભક્તિ એ કેવળ ક્રિયાયોગ નથી પરંતુ ભક્તિ યોગ્ય જે જે કર્તવ્ય છે તે ક્રિયા છે, તેમાં કદાગ્રહ નથી કે આકુળતા નથી. શાંત ચિત્તે, નિકાંક્ષભાવે થતી ભક્તિ ચિત્તને શુદ્ધ કરે છે. તે જેની ભક્તિ કરે છે. તેના ગુણોમાં ચિત્તને જોડે છે. ચિત્તને નિર્મળ કરવાનું એ ઉત્તમ સાધન છે. પરમાત્માના ગુણોમાં લીન બનેલું ચિત્ત વિકારોને ત્યજી નિર્મળ થાય છે. ચિત્તની નિર્મળતા માટે ભક્તિરૂપ ઉત્તમ સાધનમાં જરૂરી શુદ્ધિ રાખવી, પરંતુ કેવળ ક્રિયાનો આગ્રહ ન રાખવો. જેમકે કોઈ કારણસર એક જગાએ લખ્યું હોય કે પ્રતિમાજીને વરખ ન લગાડવા, એક અંગે પૂજા કરવી. ત્યારે કોઈ આગ્રહ રાખીને છૂપી રીતે વરખ લગાડી દે. બધા અંગે પૂજા કરી લે, તે માને કે મેં મારી ક્રિયા પૂરી કરી, પરંતુ તેમાં પોતાનો આગ્રહ હતો. તેનો લાભ શો ? શિસ્તભંગનો કે કપટનો લાભ શું હોઈ શકે ? માટે જે વખતે જે કરવા જેવી ક્રિયા કરીને ચિત્તને ચોખ્ખું રાખવું. “મેલને ધારણ કરવો, દુ:ખે તપી શકાય તેવો તપ તપવો, ઇન્દ્રિયોનો નિરોધ કરવો સરળ છે પણ ચિત્તને શુદ્ધ કરવું દુષ્કર છે.” तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा । मलीमर्स मनोऽत्यर्थ यथा निर्मलतां व्रजेत् ॥ ७४ ॥ ભાવાર્થ : મલિન મન જે રીતે અત્યંત નિર્મળ થાય તેવું વિચારવું. તેવું બોલવું અને તેવું જ આચરવું. ૪ મંગલમય યોગ. Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : મન એ દીર્ધકાળના વિકલ્પોનો પૂંજ છે. તેમાં જ પરભાવ કે વિભાવરૂપ જે સંસ્કારો પડ્યા છે, તે મલિનતા છે. ચિત્ત જ્યારે નિર્મળ બને છે. સામ્યભાવવાળું બને છે ત્યારે તેના વાણી, વિચાર અને વર્તન પણ સમ્યગું બને છે. જેવા વિચાર (મન) તેવી વાણી અને વાણી તેવું વર્તન, જો સમ્યપણે હોય તો આત્મિક વિકાસ સંભવ છે. સ્વછંદ કે અવિવેકી જન મનમાં જેવું આવે તેવાં વિચાર પ્રમાણે વાણી ઉચ્ચારે કે વર્તન કરે તો તે સ્વ-પર અહિતકારી છે. માટે જેનામાં વિવેક છે, સમ્યગૃષ્ટિ છે, તેના વિચાર સવિચાર હોય છે. તેની વાણી હિતકારી હોય છે. તેનું વર્તન સંયમિત હોય છે. આથી તેનું મન પણ નિર્મળ હોય છે. નિર્મળ ચિત્તયુક્ત જે કંઈ સાધના થાય, વ્રતાદિ થાય તે સર્વે આત્મવિકાસને યોગ્ય હોય છે. મોક્ષમાર્ગની સાધનાનો પાયો મનની શુદ્ધિ ઉપર છે. જે ઉપાય વડે મન શુદ્ધ થાય તે પ્રયોજનને અગ્રિમતા આપવી. પ્રથમ અશુભ નિમિત્તોથી દૂર થવું, પછી શુભ નિમિત્તોનું અવલંબન લઈ સર્વ પ્રકારના આત્મિક બળ વડે મન:શુદ્ધિને સેવવી. મનને નિર્મળ કરવાના ઉપાયમાં શાસ્ત્રબોધ એ એક સાધન છે. સતપુરુષોના જીવન પ્રસંગોનું સ્મરણ પણ ઉપકારી છે. મંત્રજપ વડે મન નિર્મળ થાય છે. મન નિર્મળ થતાં વાણી હિતકારી થાય છે. અને વર્તન પણ સદરૂપ થાય છે. चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं योगिभिर्योगकांक्षिमिः ॥ ७५ ॥ ભાવાર્થ : યોગના અભિલાષી એવા યોગીઓએ હંમેશા ઉન્માર્ગે જવાના સ્વભાવાળા અને ચંચળ એવા આ ચિત્તના ઉપયોગમાં લીન રહેવું જોઈએ. વિવેચન :સન્માર્ગની યાત્રાના અભિલાષીએ, યોગના આરાધક યોગીઓએ ઉન્માર્ગે જવાવાળા ચંચળ ચિત્તને શુદ્ધ ઉપયોગમાં લીન રાખવું. અર્થાત્ તે તરફ સાવધાન રહેવું. જેને મોક્ષમાર્ગની તીવ્ર મંગલમય યોગ o૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસા છે તેણે પોતાના પરિણામને તે માર્ગના ઉપાયોમાં ચિત્તને જોડેલું રાખવું. ચિત્તની ચંચળતા સાધકનું સાધ્ય પડતું મુકાવી કોઈ અન્ય યાત્રાએ નીકળી પડે છે. સાગરના મોજાંની જેમ નિરંતર જળકલ્લોલ જેવું આ ચિત્ત મુક્તિ અભિલાષીને પણ મૂંઝવી દે છે. ભલે તે જ્ઞાનનો આરાધક હોય, કે ધ્યાનનો આરાધક હોય, પણ આ ચંચળ ચિત્ત એને ગર્વ કે લબ્ધિ જેવા અવળે પાટે ચઢાવી દે છે. યોગી ભ્રમમાં રહે છે અને શું થવાનું છે ? મેં તો સંસારનો ત્યાગ કર્યો છે. પરંતુ આ ચિત્ત તેના અંતરમાં એક નવો સંસાર ઊભો કરી દે છે. યોગી જાગૃત થઈને જુએ છે ત્યારે આ ચિત્ત તો અન્ય સ્થળે જઈ કેટલીયે મલીનતાઓ લઈને આવે છે. આથી આ ચિત્તને મર્કટની ઉપમા આપી છે. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા મારતા મર્કટની જેમ ચંચળ ચિત્ત એક વિકલ્પ પૂરો ન થાય ત્યાં બીજા વિકલ્પમાં કૂદકો મારે છે વળી અશ્વના જેવી ઝડપી ગતિવાળું છે. પવનના વેગની જેમ એક વિષય પરથી બીજા વિષય પર દોડે છે. એવું ચિત્ત આત્મજ્ઞાન વડે કે સંયમ દ્વારા શાંત થાય છે. ___ सुकरं मलधारित्वं सुकरं दुस्तपं तपः। सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥ ७६ ॥ ભાવાર્થ : વસ્ત્ર કે શરીરાદિ પર મેલ ધારણ કરવો. કઠિન તપ કરવું સરળ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પણ સુકર છે. પરંતુ ચિત્તનું શોધન કરવું તે જ દુષ્કર છે. ' વિવેચન : અગાઉ જણાવ્યું છે તેમ બહારના વિવિધ પ્રયોજન કરે પરંતુ અંતરંગ શુદ્ધ નથી તો સર્વ વ્યર્થ છે. કારણ કે વસ્ત્રાદિ મલિનતા સમય જતાં ટેવ બને છે એટલે કઠિન છતાં સરળ થાય છે. તપ-ઉપાવાસાદિક કરવા જો આરાધનનો સંસ્કાર છે તો તે સરળ છે, પરંતુ તપસ્વીને ચિત્તશુદ્ધિ કઠિન છે. ઇન્દ્રિય વિજેતા હોય તે પણ ચિત્તના કોઈ ને કોઈ વિકલ્પમાં મૂંઝાય છે. * તપ આદિ સર્વે પ્રકાર સાધનામાર્ગમાં આવશ્યક છે છતાં તેનો φε મંગલમય યોગા Page #86 -------------------------------------------------------------------------- ________________ આગ્રહ વધે અને ચિત્તમાં સમભાવરૂપ શુદ્ધિ ન આવે તો યાત્રા પૂર્ણ થતી નથી. બહારના કાયાના કષ્ટને જેટલું ત્વરાથી સાધક સાધ્ય કરે છે, તેટલા મનમાં પડેલા માનાદિ દૂષણ કે પ્રશંસાથી મુક્ત રહી શકતો નથી. અહંકારની માયાજાળ ભુલભુલામણી જેવી છે. મલિન વસ્ત્રાદિને ધારણ કરનારને પ્રશંસા મીઠી લાગે. અથવા અન્ય જો તેના વિચાર પ્રમાણે ન કરે તો આકુળ થઈ ઊઠે. તપસ્વી આહારાદિનો આશ્ચર્યજનક ત્યાગ કરે પરંતુ મન પર કાબૂ રાખી ન શકે, તપનો અગ્નિ કર્મને બાળવાને બદલે, ક્રોધાગ્નિ પેદા કરી તપને જ ભસ્મ કરી દે. ઇન્દ્રિયોના વિષયોનો સંયમ રાખનાર સંયમ વડે શુદ્ધિ તરફ ન જાય તો અહંકાર કે ઉગ્રતામાં અટકી જાય. આવા ઉત્તમ અનુષ્ઠાનોની આરાધના પછી આવી પરિસ્થિતિ પેદા કરનારને તત્ત્વદૃષ્ટિનો અભાવ છે. કઠિન વસ્તુ સરળ લાગે અને અંતરસંશોધન સરળ છતાં કઠિન લાગે તે પ્રકૃતિની વિચિત્રતા છે. पापबुद्धया भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्वया तु यत् पापं तश्चिन्त्यं निपुणैर्बुधैः ॥ ७७ ॥ ભાવાર્થ : પાપબુદ્ધિથી પાપ થાય છે, આ હકીકત કયો ભોળો માણસ જાણતો નથી પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય છે' તે ચતુર વિદ્વાનોએ વિચારવું જોઈએ. વિવેચન : સંસારીજનો સંસારના સ્વાર્થને કારણે પાપબુદ્ધિથી પાપ કરે છે. તેમને એવું જ્ઞાન પણ નથી કે પાપ ક્યાં થાય છે, કેમ થાય છે. સંસારીની દરેક પ્રવૃત્તિમાં અઢારમાંથી કોઈક પાપ તો જોડાય છે. અને તે જીવો પાપનું પરિણામ ભોગવે છે. વળી કેટલાંક પાપ એવાં છે કે મંદબુદ્ધિ પણ જાણી શકે કે આ તો પાપ છે, કોઈને હણવા, અસત્ય બોલવું, ચોરી કરવી, વ્યભિચાર કે દુરાચાર સેવવો, અતિ આરંભ પરિગ્રહનું સેવન કરવું, મૂર્છા રાખવી વગેરેમાં પાપ છે તે સામાન્ય માનવી જાણે છે, પરંતુ અજ્ઞાનવશ તે પાપ કરવાનું છોડતો નથી. પરંતુ વિદ્વત્ઝનોને શા માટે પાપપ્રવૃત્તિ કરવી પડતી હશે ? મંગલમય યોગ tolo Page #87 -------------------------------------------------------------------------- ________________ વળી પોતાના વિચારના મતના આગ્રહને સાચો કરાવવા, સંગઠનોનું બળ વધારવા ભગવાનના વચન શાસ્ત્રલેખનને નામે ચઢાવી, એ ભોળાજનોને શબ્દના અર્થને ફેરવીને ભ્રમમાં નાખે છે. છતાં પોતે એમ જાણે છે કે આ તો ધર્મની સેવા કે પ્રચાર કરીએ છીએ. ભગવાને કહેલા વચનને પોતાના સ્વાર્થ માટે કુશળતાપૂર્વક રજૂ કરીને કેવા યશ કે ધન મેળવવા પ્રયત્ન કરે છે ? વળી કોઈક તો ધર્મનો સ્વાંગ સજી ખોટા ચમત્કારો ઊભા કરી લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. ધન આપવું પડે તો આપીને પણ લોકોને પોતાના મતમાં ભેળવે છે, કથંચિત કોઈ પુણ્યોદયનો દુરઉપયોગ કરી પાપમાં પડતા વિદ્વાનોએ પરિણામનો વિચાર કરી એવી પાપબુદ્ધિને ત્યજી દેવી. अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वाधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला अपि नैव कथंचन ॥ ७८ ॥ त एव वैपरीत्येन विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥ ७९ ॥ ભાવાર્થ : પોતામાં રહેલા અણુ જેટલા ગુણો પોતાને મહાન દેખાય છે. પરંતુ પર્વત જેટલા દોષો રજમાત્ર પોતાને દેખાતા નથી. ૭૮ આવો દિશાભ્રમ એક પ્રકારનો મહાબળવાન મોહ છે, તેને વિપરીત – (અહિતરૂપ) જોવો જોઈએ તેવું આHવચન છે. ૭૯ વિવેચન : માનવના ચિત્તની એક મહાન ત્રુટિ છે, કે તેને પોતાનામાં ગુણ ન હોય તો પણ પોતાની મહાનતા લાગે છે. એથી તેનું અહિત એમ થાય છે કે તેના ગુણો વિકાસ થવાને બદલે કદાચ નાનો સરખો ગુણ હોય તો પણ નષ્ટ થાય છે. અને દોષ પર્વત જેવો મોટો અર્થાત્ ઘણું અહિત કરનારો હોય તો તેને તે રાઈના દાણા જેટલો પણ દેખાતો નથી. માનવ આમ તો બુદ્ધિમાન છે તેને આવો ભ્રમ કેમ પેદા થતો હશે. એનું કારણ એક જ છે કે તેની પ્રકૃતિમાં મહાબળવાન મોહનો ઉદય છે. o૮ મંગલમય યોગ Page #88 -------------------------------------------------------------------------- ________________ વળી આ મોતનું કાર્ય એ છે કે સ્વયં પોતાનું જ અહિત થતું હોય તો પણ તે જીવને ચિત્તભ્રમ કરાવી દે છે. જેમ કે બે ભાઈઓને અલ્પ એવા ધન માટે મતભેદ કરાવે. પછી સ્વાર્થને જોડીને એ મત સાચો છે તેમ ઠરાવે, તેમાંથી બંનેને મનદુઃખ કરાવે, તેમાંથી ઝઘડો ઊભો થાય. બંધુપ્રેમ ભૂલીને બંને ભાઈઓ વેરના ઝેર ઊભાં કરી કોર્ટ-કચેરીએ જઈ બંધુતાને પૂરી શત્રુતામાં ફેરવી આ મોહ કેવો બળવાન છે કે બંને ભાઈના મનમાં એક સરખો જ ભ્રમ પેદા કરે. અરે ધર્મક્ષેત્રમાં સાધર્મિકોમાં પણ આવો ભ્રમ પેદા કરાવે. અને જ્યાં છૂટવાનો માર્ગ લેવાનો હોય ત્યાં જ આગ્રહથી બંધન પેદા કરે. દરેકને એમ લાગે હું સર્જન છું. અન્ય દુર્જન છે. વાસ્તવમાં બંને પક્ષ દુર્જનતા આદરે છે. માટે આપ્ત પુરુષોના જ્ઞાની પુરુષોનાં વચન ગ્રહણ કરી આવા સ્વાર્થજનિત દોષોને ત્યજી દેવા અને ઉત્તમ ગુણોને ધારણ કરવા. धर्मस्य बगुधाऽध्वानो लोके विभ्रमहेतवः। तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥ १०॥ स्वस्वदर्शनरागेण विवन्दतो मिथो जनाः। सर्वथैवात्मनो धर्मं मन्यन्ते न परस्य तु ॥ ८१ ॥ ભાવાર્થ : લોકમાં વિભ્રમના કારણભૂત અનેક ધર્મમાર્ગો છે, તેમાં બાહ્યાડંબરોના યોગે તત્ત્વમાં ભ્રાંત દષ્ટિવાળા બનેલા લોકો પોતપોતાના ધર્મને સાચો માને છે. પણ બીજાના ધર્મને ધર્મ માનતા નથી. વિવેચન : જેટલા મત તેટલા પંથ, જ્ઞાનના ક્ષયોપશમના આ કાળમાં લોકમાં ધર્મના મત પણ ઘણા છે. ધર્મક્ષેત્રે કંઈક પ્રસિદ્ધિ મળે વિદ્વાનોમાં ક્યારેક ભ્રમ પેદા થાય છે. અને પોતાની માન્યતા પ્રમાણે ધર્મમાર્ગની પ્રરૂપણા કરે છે. બાહ્ય આડંબરોના પ્રભાવે લોકોમાં પણ ભ્રાંતિ ફેલાવે છે. તત્ત્વની વાત આગળ ધરીને પોતાનો ધર્મ સાચો છે તેમ કહીને અન્યનો ધર્મ ખોટો છે તેમ માને છે. અને અન્યોન્ય વાદવિવાદ કરી ધર્મનો ભ્રમ પેદા કરે છે. મંગલમય યોગ o Page #89 -------------------------------------------------------------------------- ________________ यत्र साम्यं स तत्रैव किमात्मपरचिन्तया । जानीत तद्विना हहो ! नात्मनो न परस्य च ॥ २ ॥ ભાવાર્થ : જ્યાં સમતા છે ત્યાં ધર્મ છે, પછી પોતાનો અને પારકો એવા ધર્મની ચિંતા શી ? સમતા રહિત ધર્મ હોય તો તે ધર્મ નથી તો પછી તે પોતાના શું અને પારકા શું ? વિવેચન : જેનું ચિત્ત રાગાદિભાવ રહિત નિર્મળ છે. અથવા સમતારૂપ છે તે ધર્મ છે. એવા ધર્મમાં કોઈ વિવાદ નથી કે ચિંતા નથી. સમતા રહિત ધર્મ, ધર્મ નથી તો પછી તે ધર્મ પોતાનો પણ નથી પારકો નથી. સમસ્ત ધર્મનો સાર સમતા છે એમ જાણી બાહ્યાડંબરનો આગ્રહ છોડી ચિત્તને નિર્મળ કરવું' સમતા રહિત અર્થાત્ સર્વ જીવો પ્રત્યે સમદૃષ્ટિ ન હોવી. અને પોતે રાગાદિભાવની તીવ્રતાવાળો હોય તો એવો સમતા રહિત ધર્મ નથી તેમ જાણવું. क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव मैत्र्यादिकृतकर्मणाम् ॥ ८३ ॥ ભાવાર્થ : સર્વ ધર્મમાં શિરોમણિ એવો ક્ષમા આદિ દશ પ્રકારનો યતિધર્મ છે અને તે પણ મૈત્રી આદિ ભાવનાના અભ્યાસી એવા સમતાવાળા જીવોને જ હોય છે. વિવેચન : તમારે જો સાચો ધર્મ પામવો છે તો ઉત્તમ ક્ષમા આદિ દશ પ્રકારે યતિ ધર્મ છે તેનો સ્વીકાર કરો. જેમાં કોઈ પક્ષનો કે પંથનો વાદવિવાદ નથી. મારો કે પરાયો ભેદ નથી. સાચો ખોટો એવો કદાગ્રહ નથી. જ્યાં ક્ષમા આદિનો આચાર છે તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા આદિને ધારણ કરનાર મુનિજનો છે. તે ધર્મો દસ પ્રકારે છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ, સંયમ, સત્ય, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય છે. આ દરેક ગુણોનું યતિઓ પ્રાણાંતે પણ પાલન કરે છે, દેહ જતો કરે, પણ ક્ષમાનો ત્યાગ ન કરે. ૮૦ મંગલમય યોગ Page #90 -------------------------------------------------------------------------- ________________ જેમ જ્ઞાનાદિ આરાધના વધે તેમ નમ્રતા વધે, સર્વ જીવો પ્રત્યે સરળ વ્યવહાર હોય છે. યતિને કોઈ પદાર્થની આકાંક્ષા નથી તેથી સંતોષ હોય છે. મનની પવિત્રતા એ તેનું અનોખું લક્ષણ છે. પાંચ ઇન્દ્રિયોનો સંયમ રાખનારા છે, સત્યાદિ વચનનો ત્યાગ કરતા નથી. પાર્થિવ પદાર્થોનો સંગ્રહ કરતા નથી. અખંડ બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ ઉપરાંત મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવનાના અભ્યાસી છે. તેથી સમતા એ જ તેમની જીવનચર્યા છે, ઉત્તમ સમતાના ધારક યતિ દસ ધર્મોનું યથાર્થ પાલન કરે છે. મુનિધર્મની આ સુવાસ જગતના જીવોને શિક્ષણદાતા છે. साम्यं समस्तधर्माणां सारं ज्ञात्वा ततो बुधः । बाह्यं दृष्टिग्रहं मुक्त्वा चित्तं कुरुत निर्मलम् ॥ ८४ ॥ ભાવાર્થ: હે વિદ્વાનો, તેથી સમભાવ તે સર્વ ધર્મોનો સાર છે એમ જાણીને બાહ્ય દર્શનોનો કદાગ્રહ મૂકી ચિત્તને નિર્મળ કરો. વિવેચન : હે વિદ્વાનો ! સુજ્ઞો ! સર્વ ધર્માચરણમાં સમભાવની મુખ્યતા છે. તપ-જપાદિ કરે, સંયમાદિના કષ્ટ વેઠે, જંગલમાં એકાંતવાસ કરે, અહિંસાદિ આચારો પાળે, મૌન સેવે, હઠયોગ કરીને આસન-પ્રાણાયામનો જપ કરે, શાસ્ત્રો કંઠે કરી વાદવિવાદમાં જીતે, તો પણ જો સામ્યભાવ-સમતા નથી તો તે કોઈ પ્રકારમાં ધર્મ નથી. કારણ કે સમતા એ ધર્મોનો સાર છે. ધર્મની પ્રભાવના થશે એમ માનીને વિધિવિધાનોનો કે બાહ્ય દર્શનોનો આગ્રહ રાખે તો પણ ધર્મની પ્રાપ્તિ નથી, વિચારો, સમજ રહિત કરેલી સર્વ ક્રિયાકલાપ કેવળ વ્યગ્રતા છે. મારા તારા મતના ભેદ છે. ત્યાં ધર્મને સ્થાન નથી. જેમ ધર્મ સમતામાં છે, તેમ ચિત્તની નિર્મળતા ધર્મનો મર્મ છે. સર્વ પ્રકારની શ્રેષ્ઠ ક્રિયા પણ ચિત્તની નિર્મળતા વગર યથાર્થ ફળદાતા બનતી નથી. માટે ધર્મ પ્રાપ્તિ માટે પ્રથમ ચિત્ત નિર્મળ કરવું. મંગલમય યોગ ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ સામ્યોપદેશઃ । सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥ ८५ ॥ ભાવાર્થ : સ્વાભાવિક આનંદ આપનાર સમભાવથી વિમુખ બનેલા મૂઢ બુદ્ધિવાળાઓ, દુઃખ આપનાર અને દુઃખથી ઉત્પન્ન થનાર એવા વૈયિક સુખને ઇચ્છે છે. વિવેચન : ચૈતન્યસ્વરૂપ આત્મા સ્વાભાવિકપણે જ આનંદમય છે. તે આનંદ આત્માના સ્વયં સમભાવથી જ અનુભવમાં આવે છે. જંગલમાં ભૌતિક જગતની કોઈ સગવડ-સામગ્રી ન હોવા છતાં મુનિઓ પ્રસન્ન હોય છે તેના મૂળમાં સમભાવ છે. સમભાવને કારણે ઉપયોગ પણ સ્થિર થવાથી ચંચળ ચિત્તની દુ:ખદ વિકલ્પાત્મક સ્થિતિ પણ શમે છે. આમ આકુળતા રહિત શાંત ચિત્તવાળા મુનિ સમતાના સુધારસનું પાન કરીને સ્થળ કે કાળના ભેદ રહિત સર્વદા સુખી છે. પરંતુ જે જીવો સ્વાભાવિક સમતાથી અજ્ઞાન છે કે સમતાના આનંદથી અજાણ છે તેઓને વૈયિક પદાર્થોથી સુખ છે કે નહિ તેની ખબર હોય કે ન હોય પણ તેઓ તે તરફ દોડ મૂકે છે. તે બુદ્ધિમંદ જનો જાણતા નથી કે તે સુખો જ દુઃખના કારણ છે. વૈયિક સુખને મેળવવા શ્રમ કરવો પડે, સ્ત્રી-પુરુષને અન્યોન્ય ખુશામત કરવી પડે. તેમાં વૈચારિક ઘર્ષણો સહન કરવાં પડે છતાં વૈયિક સુખ અંતે ક્ષણિક નીવડે છે. સુખની આશા છતાં નિરાશા સાંપડે છે. તેવા સુખને કોઈ બુદ્ધિમાન ઇચ્છતો નથી. ૮૨ कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्माद् धावतीति न बुध्यते ॥ ८६ ॥ ભાવાર્થ : કંષાયો અને વિષયો દુ:ખનું કારણ છે, એવું મનુષ્ય સ્પષ્ટપણે જાણે છે, છતાં તે તરફ કેમ દોડે છે તે સમજી શકાતું મંગલમય યોગ Page #92 -------------------------------------------------------------------------- ________________ નથી. વિવેચન : જગતના વિષયસુખના આર્ત જીવોને આશ્ચર્ય છે કે જંગલમાં કષ્ટ વેઠવામાં દુઃખ દેખાય છે ત્યાં સુખની કંઈ અપેક્ષાએ મુનિઓ સંયમરૂપ કષ્ટ પાળે છે ? અને મહેલને બદલે જંગલમાં તપ તપતા મુનિઓને આશ્ચર્ય થાય છે કે વિષયથી કષાયો ઉત્પન્ન થાય છે તે વિષય કષાય દુઃખનું કારણ છે તેમ જાણવા છતાં બુદ્ધિમાન માનવો તે તરફ દોડ કેમ મૂકે છે ? ઇન્દ્રિયોની ક્ષુદ્રતા એવી છે કે તેને થોડા સુંવાળા કે કોમળ સ્પર્શ મળે, ગમતો આહાર મળે, દેશ્ય આદિ મળે, જાણે કે તેને માટે સ્વર્ગલોક હાજર થઈ ગયું હોય તેમ વિષયોમાં એકાકાર થઈ જાય છે, વાસ્તવમાં આકુળ થાય છે, છતાં તેમાં સુખ છે તેમ માની નિતનિત નવાં પ્રયોજન ઊભાં કરે છે. તેમ કરવામાં સચ્ચિદાનંદ સ્વરૂપની વિમુખતારૂપ દુઃખ છે તે માણસ જાણતો નથી. सर्वसंगपरित्यागः सुखमित्यपि वेत्ति सः। संमुखोऽपि भवेत् किं न तस्पेत्यपि न बुध्यते ॥ ८७ ॥ ભાવાર્થ : સર્વ પ્રકારના સંગનો પરિત્યાગ તે જ સુખ છે, તે મનુષ્ય ક્યારેક જાણે છે છતાં પણ તે સર્વસંગ પરિત્યાગ કેમ કરતો નથી ? વિવેચન : મહામાનવોએ જ્યાં નિરામય સુખ જોયું. તે સુખ સૌને પ્રાપ્ત થાય તેવો બોધ આપ્યો કે સંસારનો કોઈ પણ સંગ સુખદાયક નથી. કારણ કે સંગનો કોઈ અંત નથી, અનેક જનમો સુધી એ સંગનો રંગ ચઢેલો રહે છે. જ્ઞાનીજનો કહે છે કે હે માનવ ! જો તું સાચું સુખ ઇચ્છતો હોય તો સંસારના સંગનો ત્યાગ કર. સર્વસંગ પરિત્યાગ કરીને જો કે તેમાં કેવી નિશ્ચિતતા सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः। एतद् द्वयं तुं दुर्भेदं तेषामपि हि का गतिः ॥ १८ ॥ ભાવાર્થ : સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો વડે સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ મંગલમય યોગ ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓ જાણી શકાય છે, પરંતુ આ બે તો તેમના માટે પણ દુઃખે કરીને જણાય છે. વિવેચન : સૂક્ષ્મબુદ્ધિ એટલે પ્રજ્ઞા છે, નિર્મળ ચિત્તવાળા જીવો પ્રાજ્ઞ હોય છે. બાહ્ય જગતના સ્વરૂપના ભેદ પ્રભેદ જાણી તેમાં આત્માની શુદ્ધિને પૃષ્ટ કરે છે. અંતરંગમાં સૂક્ષ્મ દોષો અને કષાયોને જાણી તે દોષો આદિને દૂર કરવા સાવધાન રહે છે. સૂક્ષ્મબુદ્ધિ તીક્ષ્ણ શસ્ત્ર જેવી હોય છે. તે દોષોને છેદી શકે છે. ઉપયોગની સૂક્ષ્મતા આત્મશુદ્ધિનો પાયો છે. સૂક્ષ્મબુદ્ધિ - ઉપયોગ સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પદાર્થોને જાણવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વનું જડ અને ચેતનનું સ્વરૂપ સ્થૂલ અને સૂક્ષ્મ બે પ્રકારે છે, ઈન્દ્રિયો દ્વારા જણાતું સર્વ જગત સ્કૂલ છે. બુદ્ધિ વડે થતી શોધો પણ ધૂલ છે. જેમકે અત્યંત સૂક્ષ્મ હીરા જેવો પદાર્થ પણ સ્થૂલ છે. વિશાળ વસ્તુદર્શક યંત્ર વડે તે ઘણો મોટો દેખાય છે. ધૂળની સૂક્ષ્મ રજકણ પણ સ્થળ છે. અર્થાત્ નરી નજરે જે કંઈ દેખાય છે તે સ્થૂલ છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે યંત્ર દ્વારા જણાતા પાણીના હાલતાચલતા જીવાણુઓ પણ સૂક્ષ્મ નિગોદ કરતા સ્થૂલ કાયવાળા છે. વિશ્વમાં એવા ઘણા પદાર્થો છે કે જે આંખ કે યંત્ર વડે જણાતા નથી છતાં તેમનું અસ્તિત્વ છે, તે પદાર્થો તેમના અસાધારણ લક્ષણ વડે જણાય છે. સૂક્ષ્મ કે અતિ સૂક્ષ્મ પદાર્થો જેમ સૂક્ષ્મ છે તેમ તેમને જાણવાનું સાધન પણ સૂક્ષ્મ છે, તે જ્ઞાન છે, જેમ જેમ જ્ઞાનની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ જ્ઞાન આવરણ રહિત બને છે. ત્યારે અતિન્દ્રિય જ્ઞાનમાં તે બંને પદાર્થો સ્પષ્ટ જણાય છે. સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મમાં કંઈ અંતર છે. કોઈ પણ સૂક્ષ્મ પદાર્થ આંખ વડે જણાતો નથી. તે ઇન્દ્રિય અગોચર છે. છતાં પ્રગાઢ શ્રુતજ્ઞાન વડે તે સૂક્ષ્મ પદાર્થોનું સ્વરૂપ સમજમાં આવે છે. વિશ્વમાં કેટલાક પદાર્થો એવા છે કે સૂક્ષ્મ હોવા છતાં કંઈક અંશે શુદ્ધ જ્ઞાનમાં જણાય છે. અતિ સૂક્ષ્મ પદાર્થો અરૂપી હોવાથી તે કેવળી ગમ્ય છે. મંગલમય યોગા Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉદાહરણ તરીકે સૂક્ષ્મ પદાર્થોમાં કાર્યણવર્ગણા લઈએ તો તે પૌદ્ગલિક છે એટલે દૃશ્યમાન હોવી જોઈએ. પરંતુ કાર્યણવર્ગણા પૌદ્ગલિક હોવા છતાં સૂક્ષ્મ હોવાથી તે મતિ શ્રુતજ્ઞાનનો વિષય બનતી નથી પરંતુ અનુભવનો વિષય બને છે, જ્ઞાનાવરણના કર્મો દેખાતા નથી પરંતુ અનુભવી શકાય છે, આ કામણવર્ગણા પૌલિક હોવાથી અવિધજ્ઞાની જોઈ શકે છે. મનવાળા જીવોના વિચારો પૌદ્ગલિક છે. છતાં તે સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી. તે વિચાર મનઃપર્યવજ્ઞાની જ્ઞાનની સૂક્ષ્મતા અને શુદ્ધતાને કારણે જાણી શકે છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ જેવા અરૂપી અતિ સૂક્ષ્મ પદાર્થોને આંખથી કે બુદ્ધિથી જાણી શકાતા નથી. નિરાવરણજ્ઞાન-કેવળજ્ઞાનમાં તે જણાય છે. અરૂપી પદાર્થો અતિ સૂક્ષ્મ છે. પૌદગલિક કેટલાક પદાર્થો પરમાણુ સૂક્ષ્મ છે. તેવા પદાર્થોને જાણવા તે પ્રાજ્ઞ પુરુષને માટે પણ કઠિન છે. કારણ કે તે પદાર્થો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનું આવરણ ટળે તે સૂક્ષ્મ પદાર્થો જણાય છે, તે સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન ઉપયોગની સ્થિરતા લાવે છે. ઉપયોગની સ્થિરતા કર્મની નિર્જરાનું કારણ બને છે. - अपराधाक्षमा क्रोधो मानो चात्याद्यहंकृतिः । लोभः पदार्थतृष्णा च माया कपटचेष्टितम् ॥ ८९ ॥ शब्दरूपरस्पर्शगन्धाश्च मृगतृष्णिका । दुःखयन्ति जनं सर्व सुखाभासविमोहितम् ॥ ९० ॥ ભાવાર્થ : અન્યથા અપરાધને ક્ષમા ન કરવા તે ક્રોધ, જાતિ વગેરેનો મદ તે અહંકાર, પદાર્થોની તૃષ્ણા તે લોભ, કપટપૂર્વકનું આચરણ તે માયા. વિવેચન : વળી શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના સુખો મૃગજળ જેવાં છે. તેના સુખના આભાસમાં મોહિત થયેલા સર્વ જીવો દુઃખ પામે છે. જીવની જ્યાં સુધી અવળીતિ અને અવળી ગતિ છે ત્યાં સુધી મંગલમય યોગ ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ ( છ, ક, ( (U તેને અન્યના અપરાધ પ્રત્યે ક્રોધ ઊપજે છે, તે જ્યારે ક્રોધ કરે છે ત્યારે સ્વયે ક્રોધાગ્નિથી બળી રહ્યો છે. તેનું તેને ભાન નથી. હું ઉચ્ચ જાતિનો છું તેવો જાતિમદ હું ઘણા ધનનો સ્વામી છું તે લાભમદ હું ઉત્તમ કુળનો છું તેવો કુળમદ હું ઘણી સત્તાવાળો છું તેવો સત્તામદ હું શારીરિક ઘણું બળ ધરાવું છું તેવો બળમદ હું ઘણો રૂપવાન છું તેવો રૂપમદ હું ઘણું તપ કરનારો તપસ્વી છું, તપમદ હું ઘણું જ્ઞાન ધરાવનાર વિદ્વાન છું, જ્ઞાનમદ. આઠ પ્રકારના મદથી સહિત ગમે તેવો મનુષ્ય અહંકારી છે. પોતાની પાસે પોતાના પરિવારનો નિર્વાહ સુખપૂર્વક ચાલે તેવું હોય તોપણ અધિક મેળવવાની તૃષ્ણા લોભ છે. મનમાં અન્યને વિષે વેર રાખે અને મુખમાંથી મીઠાં વેણ બોલે, દેખાવમાં સત્ય છે તેવું જણાવે પરિણામે નર્યું અસત્ય હોય છે. તેને માયા મૃષાવાદ કહે છે. આવા દોષવાળો માનવ ઘણાં કષ્ટ ભોગવાય તેવા કર્મો બાંધે ( આજે ભૌતિક જગતમાં સાધનોની વિપુલતા વધી રહી છે, તેની પ્રતિષ્ઠા પણ વધતી રહી છે. આ વિપુલતા અને પ્રતિષ્ઠા એટલે શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના વિષયોનું જગત, જેની પાછળ માનવ ભૂખ્યા ભિક્ષુકની જેમ તે સર્વ પદાર્થો મેળવવા આતુર થાય છે. મોહ વડે ગ્રસિત માનવ જાણતો નથી કે આ શબ્દાદિ લોભમણા પદાર્થો અત્યંત છેતરામણા છે, પ્રારંભમાં સુખનો આભાસ પેદા કરી પછી આકુળતા ઊભી કરે છે. એકેએક વિષય વ્યસન જેવા છે, તેના વગર જીવ બેચેન બની જાય છે. શબ્દાદિ વિષયની વિવિધતા વગર જીવ મુંઝાઈ જાય છે. તેણે ૮૬ મંગલમય યોગ Page #96 -------------------------------------------------------------------------- ________________ સંસારના પરિભ્રમણમાં ઇન્દ્રિયોના વિષયો સિવાય નિર્વિષય સુખને સાંભળ્યું નથી, વિચાર્યું નથી, તો પછી અનુભવ તો ક્યાંથી જ હોય ? અને જીવ માત્ર સુખનો અભિલાષી તો હોય છે, તેથી નજર સામે જે સુખ લાગે છે તેને તે સુખ માની વળગી રહે છે. પરિણામે દુઃખ ભોગવે છે. એ દુઃખ મૂળ વૈષયિક સુખ છે, તેનાથી તે અજ્ઞાન છે. વળી શબ્દાદિ વિષયો નિરંતર રૂપાંતર થનારા છે તેમાં મોહિત જીવ નવાઈ પામે છે. જુદા જુદા વાજિંત્રના સ્વર સાંભળે કે વિવિધ ગંધ સુગંધનો અનુભવ કરે ત્યારે એને એમ લાગે છે આવું તેણે પહેલાં અનુભવ્યું નથી. અને તેથી તે તે વિષયોમાં લુબ્ધ થઈ તેમાં સુખ માને છે, અહંકાર કે તૃષા જીવને ક્ષુદ્રતાથી આવરી લે છે. नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् सुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत् सुखम् ॥ ९१ ॥ ભાવાર્થ : સામ્યરૂપી અમૃતમાં મગ્ન થયેલો યોગી જે સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ વિષ્ણુ, ઇન્દ્ર કે ચક્રવર્તી પ્રાપ્ત કરી શકતા નથી. વિવેચન : શબ્દાદિ વિષયોની આકુળતા રહિત કેવળ ચૈતન્યના શાંત રસમાં જે સુખ છે તે અનુભવ્યા વગર જણાય નહિ. વળી જ્યાં સુધી શબ્દાદિ વિષયને ત્યજે નહિ ત્યાં સુધી તેને સામ્યરૂપી અમૃતનું સુખ જણાય નહિ. આથી મોટા ભાગના માનવો અમૃતને ઇચ્છતા નથી. જો તેને અમૃતની પિપાસા જાગે તો તે વિષયરૂપી વિષયને ગ્રહણ ન કરે. વિષ્ણુનું સુખ પણ જગતની સ્થિતિને આધીન, ઈન્દ્રનું સુખ પણ સ્વર્ગનાં સાધનોને આધીન કાળની મર્યાદાવાળું છે, ચક્રવર્તી છ ખંડનો અધિપતિ પણ વધતા પરિગ્રહના રક્ષણનો આકાંક્ષી કે આકુળતાવાળો છે. કદાચ તેઓ પુણ્યયોગે કંઈ સુખવાળા હોય તો પણ તે સુખ કોઈ પરપદાર્થના આશ્રયવાળું હોવાથી વિશ્વસનીય નથી. જ્યારે યોગી સ્વયં સમતા સુખના અમૃતનું પાન કરીને તેમાં ૮o મંગલમય યોગ Page #97 -------------------------------------------------------------------------- ________________ જ મગ્ન રહેનારા છે, તેથી તેમને કોઈ વિષમતા નથી, વિષમતા નથી એટલે વિષમતાનું દુ:ખ નથી. જેમ પ્રકાશ અને અંધકાર સાથે રહી શકતા નથી તેમ, વિષમતા અને સમતાનો મેળાપ થતો નથી. આથી સામ્યભાવને ધારણ કરનાર તેમાં જ મગ્ન રહેનાર યોગી સદાયે સુખી છે. વિષ એટલે જેમાંથી દુ:ખનો અનુભવ થાય. અમૃત એ આત્માનું લક્ષણ હોવાથી અરૂપી છતાં સુખનો અનુભવ આપનારું છે. પરંતુ ભૂલદષ્ટિમાં વિષની ખબર હોય છે. પણ અમૃતની ખબર ન હોવાથી તે દુઃખ પામવા છતાં વિષનું પાન કરે છે, વિષય સુખને ઇચ્છે रागोऽभिष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ॥ ९२ ॥ लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने । गते मृते तथा शोको हर्षचागतजातयोः ॥ ९३ ॥ ભાવાર્થ : જ્યારે મુનિને તેના ચિત્તમાંથી સર્વ અભિષ્ટ વસ્તુઓમાં રાગ, અનિષ્ટ વસ્તુઓમાં દ્વેષ, અપરાધીઓ પ્રત્યે ક્રોધ, બીજાથી થતા પરાભાવમાં માન, વસ્તુની પ્રાપ્તિમાં લોભ, બીજાને ઠગવામાં માયા ચાલી જાય ત્યારે તથા મૃત્યુ થાય ત્યારે શોક અને વસ્તુ પ્રાપ્ત થતાં કે જન્મ થતાં હર્ષ થાય, તેવા બધા પ્રકારો નાશ પામે છે ત્યારે સમતારૂપી અમૃત ઉત્પન્ન થાય છે. વિવેચન : જ્યારે આપણે નગર, બજાર, ઘર કે કબાટ જેવા શબ્દો બોલીએ ત્યારે તરત જ આપણને તે તે શબ્દસૂચક વસ્તુની વિવિધતાનું જ્ઞાન થાય છે કે નગર એટલે માણસો વસે છે, ત્યાં હવેલીઓની શોભા છે, સુંદર માર્ગો અને ઉદ્યાનો હોય છે, મંદિરો જેવાં પવિત્ર સ્થાનો હોય છે, સુખસામગ્રીથી ભરપૂર હોય છે. આ પ્રમાણે બજાર આદિ વિષે માનવના ચિત્તમાં તેનું ચિતરામણ હોય એ પ્રમાણે સમતા કહેતાં તે નગર કેવું હોય તે જણાવે છે. ૮૮ મંગલમય યોગ Page #98 -------------------------------------------------------------------------- ________________ સમતાનગર એટલે મુનિજનોનો પવિત્ર આત્મા. એ આત્માના ગુણને વ્યક્ત કરતું તેમનું ચિત્ત પણ સમતાની શોભાવાળું હોય છે. ઈષ્ટ વસ્તુ મળે તો તેમાં કંઈ અનુરાગ નથી. અનિષ્ટ વસ્તુ મળે ક્યાંય વૈષ કે હર્ષ નથી. કોઈ તેને ગમે તેવા ઉપદ્રવ કરે, શસ્ત્રથી શરીર છેદે તોપણ ક્રોધ નથી. કોઈ અપમાન કરે તો તેમને તેનો સ્પર્શ થતો નથી. આ જગતમાં કોઈ પદાર્થ મેળવવાની જેમને આકાંક્ષા નથી તેમનું ચિત્ત એવું સરળ છે, ત્યાં માયાકપટનો પ્રવેશ નથી. ૯૨ મુનિને મરણનો ભય નથી તેથી શોક નથી, દેહના સુખને ત્યજી દીધું છે તેથી મૃત્યુ તેમને મારી શકતું નથી. તેઓ મરતા નથી તેથી જન્મ લેવાનો પણ હર્ષ નથી. વાસ્તવમાં જન્મ-મરણ એ તેમને માટે સુખદુઃખ ઊપજાવી શકતાં નથી. ચિત્ત જ્યારે આવું નિર્દોષ બને, પ્રપંચના તરંગ રહિત બને છે ત્યારે તેમાં સમતારૂપ અમૃતની સરવાણી ઉત્પન્ન થાય છે. મુનિ પ્રજ્ઞાવાન છે તેઓ આવા કિંથી મુક્ત છે તેથી સમતાનું અમૃતપાન તેમનું જીવન છે. ૯૩ अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव कुत्सा कुत्सितवस्तुषु ॥ ९४ ॥ वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा । अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जृम्भते तदा ॥ ९५ ॥ ભાવાર્થ : અશુભ વિષયોની પ્રાપ્તિમાં અરતિ (દુઃખ) અને શુભ વિષયોની પ્રાપ્તિમાં રતિ (સુખ). ચોર વગેરેથી ભય, બિભત્સ વસ્તુઓમાં તિરસ્કાર ભોગની ઇચ્છાનો ઉદય (વેદ) આ સર્વે નાશ પામે છે ત્યારે અંત:કરણની શુદ્ધિ કરનારું સમતારૂપી અમૃત વૃદ્ધિ પામે છે. વિવેચન : આત્માના અનંત ગુણો છે, સમતા, આનંદ વગેરે શુદ્ધ ચારિત્રની દશાઓ છે. જેટલી ચારિત્રની શુદ્ધિ તેટલો સમતાગુણ વિકસે છે. ચારિત્રની અવદશા ક્રોધાદિ કષાયો અને નોકષાયો વડે થાય છે. ક્રોધાદિ કષાયો નષ્ટ થતાં તેને સહાયક થનારા નોકષાયો પણ નષ્ટ થાય છે, આમ કષાયો અને નોકષાયોના નષ્ટ થવાથી ચિત્ત અત્યંત નિર્મળ થાય છે. મોહનીય કર્મના ક્ષય થવાથી શુદ્ધ મંગલમય યોગ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર પ્રગટે છે, તે ચારિત્ર સમતારૂપી અમૃતજળથી સિચન પામેલું છે સમતાનો વિસ્તાર કરતાં જણાવે છે કે જે મુનિઓ આ સમતારૂપી અમૃતને ધારણ કરે છે તેમનાં ચિત્ત એવાં સંતુષ્ટ છે કે શુભ મળો યા અશુભ પદાર્થો મળો તેમાં તેમને રતિ (સુખ) નથી કે અરતિ દુઃખ) નથી. તેમની પાસે ભૌતિક જગતની એવી સામગ્રી નથી કે તેમને લૂંટાઈ જવાનો ભય ઉત્પન્ન થાય. અને તેમની પાસે જે સંપત્તિ છે તે કોઈ ચોર લૂંટી શકે તેમ નથી. વળી તેમને કોઈ પ્રકારે શોક નથી કે તિરસ્કાર નથી. ભોગની ઇચ્છા તો તેમણે સમાવી દીધી છે. જેનું ચિત્ત-અંતઃકરણ આવા પ્રકારે શુદ્ધ છે તેને પછી સમતાનાં અમૃત જ પ્રાપ્ત થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. વિષયો-કષાયોની મલિનતા દૂર થતાં ચિત્તની શુદ્ધિ થવી એ જ સમતાગુણની ધરતી છે. તેમાં અમૃત ધારણ થાય છે. ૯૫ एतेषु येन केनापि कृष्णसर्पण देहिनः।। दृष्टस्य नश्यति क्षिप्रं विवेकवरजीवितम् ॥ ९६ ॥ ભાવાર્થ : આ ઉપર કહેલા કાળા નાગોમાંથી કોઈ પણ એકથી ડસાયેલા પ્રાણીનું વિવેકરૂપી શ્રેષ્ઠ જીવન તુરત જ નાશ પામે છે. વિવેચન : ઘણી વાર આપણા સાંભળવામાં આવે છે કે અમુક વ્યક્તિ ધર્મ કરે છે પરંતુ ક્રોધાદિ ત્યજી શકતા નથી. તેનું કારણ વિવેકરૂપી ચક્ષુનો અભાવ છે. તેમનો ધર્મ વિવેક વગર ધર્મરૂપે પરિણમતો નથી. કહે છે કે નાગનો ડંખ તો કદાચ નીકળી જાય. અથવા એક વાર મૃત્યુ નીપજાવે. પરંતુ રાગાદિભાવોનો સંસ્કાર જો મૂળ-ઘર કરી ગયો તો દીર્ઘકાળ સુધી સાથે રહે છે. તેને ધર્મના ક્રિયાકાંડ વડે દૂર કરી શકાતો નથી, પરંતુ સાચા બોધથી, કે તત્ત્વરૂપ દૃષ્ટિથી દૂર કરી શકાય છે. સાધકમાત્રને સતત જાગૃત રહેવું પડે છે. અગર તો રાગાદિ દોષને કોઈ છિદ્ર મળી જતાં તે પેસી જ જાય છે, એક વાર તેને પ્રવેશ મળે છે પછી તમારા જીવનની સર્વ બાજી તેના હાથમાં આવી મંગલમય યોગ Page #100 -------------------------------------------------------------------------- ________________ જાય છે. વળી રાગાદિભાવના મૂળમાં મોહ હોવાથી તે તમને દોષ સહિત નિરાંતે સૂવા અને જમવા દે છે. કોઈ યોગાનુયોગ વિવેકદૃષ્ટિ જાગૃત થતાં તે દોષો ભાગે છે. નહિ તો એ દોષો સ્વયં અજગરની જેમ તમારા જીવનને ગળી જાય છે. તમારી સજ્જનતાની તે હાંસી ઉડાવે છે. બહારમાં દેખાતી સજ્જનતા, અંતરંગ ઈર્ષા જેવી દુર્જનતાથી ભરપૂર હોય છે. આમ માંડ શ્રેષ્ઠ જીવનનું પુણ્ય પ્રગટે છે ત્યાં અવિવેક તેને સ્વાહા કરી જાય છે. માટે સત્સંગના યોગ વડે વિવેકને ધારણ કરવો, અને દોષરૂપ ઝેર-સર્પથી દૂર રહેવું. दुर्विजेया दुरुच्छेद्या एतेऽभ्यन्तरखैरिणः । उत्तिष्ठमाना एवातो रक्षणीयाः प्रयत्नतः ॥ ९७ ॥ ભાવાર્થ : આ ઉપર કહ્યા તે આંતર શત્રુઓ દુઃખે કરીને જીતાય તેવા છે. દુઃખે કરીને નાશ કરાય તેવા છે. તેથી તે આંતરશત્રુઓને ઊભા થતાં જ પ્રયત્નપૂર્વક દાબી દેવા જોઈએ. વિવેચન : પોતાના જ કરેલા વેરઝેરના પરિણામે બહારના શત્રુઓનો ભેટો થાય છે. ત્યારે જીવ તે શત્રુ પ્રત્યે પક્ષપાત કરતો નથી. વળી તેને જીતવા પ્રયત્ન કરે છે. અથવા તેનાથી દૂર રહે છે. મહદ્અંશે સુભટ કે બુદ્ધિમાન પણ આ અંતરંગ શત્રુઓને જાણતો નથી. કદાચ ક્રોધ જેવા પ્રગટ થતા અંતરંગ શત્રુને જાણે તોપણ તેમાં પોતાનો દોષ હોવાથી તે શત્રુ છે તેમ વિચારતો નથી. ક્રોધની સંતતિ જેવા માન, દ્રેષ, રાગ, વગેરે દોષરૂપી શત્રુઓને તો તે શત્રુ તરીકે સ્વીકારતો નથી કે તેને તેનો ભય નથી, આથી બહારના શત્રુઓને જીતવા કે દૂર કરવા જેટલા સહેલા છે તેટલા આ અંતરંગ શત્રુઓને જીતવા સહેલા નથી પણ કઠિન છે. બહારના શત્રુઓથી સજાગ મનુષ્ય આ શત્રુઓને શા માટે પોષણ આપે છે ? રાગાદિ અંતરંગ શત્રુઓ ઊધઈ જેવા છે. અંદર રહીને ફોલી નાંખે બહારમાં મોહનો પડદો અંદરની અવદશા જણાવા દેતો નથી, વળી આ રાગાદિનો સંસ્કાર ઘણા પુરાણાકાળનો છે, અને જો તેને જીતવામાં ન આવે તો તેના સંગનો અંત આવે તેમ મંગલમય યોગ ૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ નથી, માટે આંતરશત્રુઓને ક્ષણમાત્ર પોષણ આપવું નહિ, પરંતુ તેને ઊભા થતા જ દાબી દેવા જોઈએ. તેને માટે પરમાત્માની ભક્તિ સદ્દગુરુનો બોધ અને જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવના તે ઉત્તમ ઉપાય છે. यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते महान् सौख्यागमस्तदा ॥ ९८ ॥ ભાવાર્થ : જો આ રાગાદિથી આત્મા જિતાઈ ગયો તો તેથી મહાન દુઃખ આવે છે, પરંતુ જો આત્મા વડે આ રાગાદિ જિતાઈ જાય તો મહાન સુખનું આગમન થાય છે. વિવેચન : આ રાગાદિ ભાવોનું સ્થાન માનવનું મન છે. બહારમાં તે રાગને તદાકાર થવાનાં કારણો સ્ત્રી, પુત્રાદિ પરિવાર છે, ધન, યશ, કીર્તિ જેવા સંયોગ છે, દ્વેષ થવાના નિમિત્તો શત્રુ છે કે દરિદ્રતા, રોગ, અપયશ જેવા કર્મના ઉદય છે, બહારના નિમિત્તો તને આધીન નથી પરંતુ આ મન જો તને આધીન વર્તે તો રાગાદિ જીતાય છે, પણ જો આ મન ગમતા યોગસંયોગમાં રાગાદિને આધીન થઈ જાય તો તેથી તે સ્વયં દુઃખ પામે છે. કારણ કે તે જેના પર રાગ કરે છે તે તે જીવો પોતાની કર્મપ્રકૃતિને આધીન છે, તે તને અનુકૂળ ન પણ રહે ત્યારે તને દુઃખ થાય છે, વળી રાગાદિ દોષો જન્માંતરે સાથે રહી મહાન દુઃખ અપાવે છે. પરંતુ જે મહામાનવોએ આ રાગાદિનાં લક્ષણોને જાણ્યાં, તેની વિચિત્રતા જાણી કે આજે જે વસ્તુઓમાં રાગ ઊપજે તે વસ્તુઓ કાળક્રમે દ્વેષજનિત થાય છે. પોતાનો જ પ્રિય દેહ યુવાનીમાં મીઠો લાગે છે, તે જ દેહ વૃદ્ધાવસ્થામાં કે રોગમાં અપ્રિય લાગે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર કે મિત્ર પણ સ્વાર્થ કે મોહે કરી વિપરીત ચાલે છે ત્યારે રાગનું સ્થાન લેષ લે છે, માટે આ રાગાદિને પોષવા જેવા નથી તેથી જે જે રાગાદિના સંબંધો હતા તેનો જ તેમણે પરિહાર કર્યો, અંતરમાંથી તેમને વિદાય આપી, એવા નિમિત્તોને ત્યજી દીધા તેઓ મહાન-ઉત્તમ સુખને પામ્યા. રે રાગ કે મિત્ર પણ લથામાં કે રોપિય દેહને વસ્તુઓ ૯૨ મંગલમય યોગ Page #102 -------------------------------------------------------------------------- ________________ सहजानन्दता सेयं सैवात्मारामता मता। उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः ॥ ९९ ॥ ભાવાર્થ : મુનિને વિવિધ વિષયોમાંથી જ્યારે અસંગતા આવે છે, રાગાદિભાવ અત્યંત ક્ષીણ થાય છે. કદાચ ઉદયમાં ભોગ હોય તોપણ યોગી તેમાં ઉદાસીન છે, આ ઉદાસીનતાનું પરિણામ સચ્ચિદાનંદ છે, તે મોક્ષનું બીજ છે. વિવેચન : મુનિને સમભાવરૂપી રસમાં જે લય થાય છે તે જ સહજાનંદપણું છે, તે જ આત્મારામપણું છે, તે જ ઉન્મનીકરણ (મનનો નાશ-ઉદાસીનતા) છે. જગતના સર્વ પ્રપંચ-વ્યાપારોથી મુક્ત થઈ સ્વભાવરૂપ સમભાવમાં જ જેમનું મન લય પામ્યું છે તે મુનિને સહજાનંદપણું પ્રાપ્ત થાય છે. તેમનું મન આત્મભાવમાં રમણ કરે છે. તેમનું મન જગતના સ્વરૂપને જાણે છે પરંતુ ઉદાસીનપણે વર્તે છે. બહારનાં પ્રલોભનોથી મુક્ત મુનિ ઉદાસીન છે. વળી માયારહિત એવા ઉન્મની ભાવને પ્રાપ્ત કરી મુક્તિને પંથે વિહરે છે. વળી બાહ્ય અને અંતરંગ સર્વ અવસ્થામાં ચિંતારહિત અને બાહ્ય ચેષ્ટારહિત આત્મભાવમાં તન્મય થાય છે. તેથી મન અમન બને છે અર્થાત્ અજ્ઞાન દશાવશ આત્મા મનને જે ફુરણા કરતો હતો, તે મન ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતું હતું તેવું ઉભય ભ્રષ્ટ થયેલું મન નાશ પામે છે ત્યારે આત્મા તત્ત્વજ્ઞાનને પામે છે. અર્થાત્ શુદ્ધાત્માની અનુભૂતિ કરે છે. साम्यं मानसभावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ॥ १०० ॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ १०१ ॥ ભાવાર્થ : ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના ઉપયોગમાં અને કાયાની ચેષ્ટામાં દરેક સ્થળે અને દરેક ક્ષણે સામ્ય સેવવું જોઈએ. | વિવેચન : ઉત્તમ યોગીએ અર્થાત્ આત્માર્થીએ મોક્ષના અભિલાષીએ ૯૩ મંગલમય યોગ Page #103 -------------------------------------------------------------------------- ________________ મન, વચન અને કાયાના ત્રણે યોગમાં સમપરિણામી રહેવું. યોગીઓને આ ત્રણે યોગ સ્વાધીન હોવા જોઈએ. મનના વિચારોમાં દુર્ગાન કે દુષ્ટચિંતન ન કરતાં વિચારોમાં સામ્યભાવ રાખવો જોઈએ. અથવા મનને ગોપવવું જોઈએ. વચનના યોગમાં સત્ય અને મધુરભાષી હોવો જોઈએ. સમ્યગુ પ્રકારે વચનનો ઉપયોગ કરે કે મૌન રાખે. કાયાની ચેષ્ટા વડે કોઈ વિરાધના ન થાય કે વિકારોનું પોષણ ન થાય તેવું સામ્ય રાખવું જોઈએ. યોગીઓ ભાવસામ્ય-મધુર પરિણામ વડે સર્વજીવોમાં સમાનભાવ રાખી કોઈને દુઃખ પહોંચાડતા નથી. ઉત્તમ યોગીએ સૂતા કે જાગતા, રાતે કે દિવસે બધાં જ કાર્યોમાં મન, વચન અને કાયાથી સામ્ય સેવવું જોઈએ. ઉત્તમ યોગી સૂતા કે જાગતા પ્રમાદી નથી, યોગી સૂએ ત્યારે તેને યોગનિદ્રા હોય છે, તેમનું સૂવું પણ સમાધિયુક્ત હોય છે. તેમનું જાગવું પણ આત્મભાવયુક્ત હોય છે. તેમની ચર્ચામાં રાત્રી અને દિવસના ભેદ નથી, તેમની સાધના અવિરત છે. અર્થાત્ સૂતા કે જાગતા, દિવસે કે રાત્રે તેમના મન, વચન, કાયાના યોગ કોઈ ભેદપૂર્વક વર્તતા નથી. વિશ્રામ સમયે આત્માનું વિસ્મરણ નથી. તે તો નિદ્રામાં પણ જાગૃત છે, અને જાગૃત અવસ્થામાં સાવધાન છે. રાત્રી-દિવસના ભેદ વગર તેમની આત્મરમણતા સમતાયુક્ત છે. મન, વચન, કાયાના ત્રણે યોગમાં સમ્યગ્ પ્રવૃત્તિ હોય છે. અથવા નિવૃત્તિ હોય છે. આવા યોગી આત્મામાં લય પામેલા હોવાથી તે જાગતા નથી અને ઊંઘતા પણ નથી. કેવળ આત્મરામપણે હોય છે. यदि त्वं साम्यसंतुष्टो विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या किं स्वमेवेकं समं कुरु ॥ १०२ ॥ ભાવાર્થ : જો તું સમભાવમાં સંતુષ્ટ છે તો તારા માટે જગત સંતુષ્ટ છે, તો પછી લોકોને અનુસરવાથી શું ? તું એક પોતાને જ સમભાવવાળો કર. ૯૪ મંગલમય યોગ Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : મનની સર્વ ઇચ્છાઓથી તું મુક્ત છું. તારા પોતાના આત્મા વડે જ તું સંતુષ્ટ છે, તો પછી જગતમાં સૌ તારા વડે સંતુષ્ટ છે, કારણ કે તારા માટે જગતના જીવો આત્મતુલ્ય છે, તને તેમની પાસેથી કંઈ મેળવવાની અપેક્ષા નથી, તારો વિશ્વબંધુત્વ ભાવ સૌને માટે સંતોષદાયક છે. પછી તારે લોકોને ખુશ કરવાનું પ્રયોજન રહેતું નથી. તારે કોઈની ખુશામત કરવાની રહેતી નથી. માટે તારે હવે એક કર્તવ્ય કરવાનું છે કે તેને પોતાને જ સમભાવમાં ટકાવી રાખ. श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माजनोयं प्लवते बहिः ॥ १०३ ॥ ભાવાર્થ : શાસ્ત્રો, સાધુત્વ અને યોગોના વિસ્તાર સામ્ય માટે છે. છતાં આ લોક તે તત્ત્વથી બહાર ઠેકડા મારે છે. વિવેચન : જ્યારે જીવો સંક્ષિપ્ત અને સારભૂત એવા સામ્યથી સમભાવથી સમજ્યા નહિ ત્યારે પરોપકારી ગ્રંથકારોએ સમભાવનું માહાભ્ય સમજાવવા શાસ્ત્રોની રચના કરી. આત્માએ જે સામ્ય ભાવનો દીપક પ્રગટાવવાનો છે તેનાં તેલ-દિવેટ શાસ્ત્રકારોએ બોધ દ્વારા તૈયાર કર્યા. અને વિવિધરૂપે સમભાવ કેમ રાખવો કે કોને કહેવો તે સમજાવ્યું. તેનો વિસ્તાર કર્યો. ધર્મની રુચિને મધુર પરિણામ કહ્યાં છે. રાગ-દ્વેષરહિત પરિણામને તુલા પરિણામ કહ્યાં છે. અને વર્તમાન દશાને – વૈભાવિક પર્યાયમાંથી સ્વભાવમાં લઈ જવી તે ખીરખંડ પરિણામ કહ્યાં છે. મોટા પાત્રમાંથી ખીરને નાના પાત્રમાં કાઢીએ તો પણ તે ખીર કહેવાય છે, તેમ શુદ્ધ પર્યાય-સ્વભાવ તરફ વળેલી પર્યાય સ્વયં દ્રવ્યમય થાય છે, આ સર્વે સમપરિણામનો વિસ્તાર છે. સાધુ સહન કરે, આત્મતુલ્ય વૃત્તિ રાખે. સમભાવને ધારણ કરે તે સાધુત્વ છે. સામ્ય એ ભાવ સાધુતા છે. જેમ મોગરાના પુષ્પને બીજી ગંધની જરૂર નથી, તેમ સાધુત્વમાં સામ્ય સિવાય બીજી વસ્તુ નથી. જળરહિત સરોવર કે ફળ રહિત વૃક્ષ શોભતું નથી તેમ સામ્ય મંગલમય યોગ Page #105 -------------------------------------------------------------------------- ________________ વગર સાધુત્વ શોભતું નથી. અર્થાત્ સાધુત્વ પણ સામ્ય માટે છે. અષ્ટાંગ યોગોનો વિસ્તાર પણ અંતે સમાધિ માટે છે. યોગ સાધનાનો હેતુ સામ્ય માટે છે. પરંતુ એ પહેલાં સાત અંગ એ સમતાનો વિસ્તાર છે. સવિશેષતા યોગીને સામ્યનું સુખ છે તેવું સુખ જગતમાં કોઈ ક્ષેત્રે નથી. તો પછી મનુષ્ય શા માટે આ તત્ત્વને ત્યજીને અન્ય ક્ષેત્રે દોડ મૂકે છે ? પોતાના સમત્વમાં જ સમાવાને બદલે તે શા માટે વિષમતાનાં કાર્યો કરે છે ? स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ समीक्तुं किमाग्रहः ॥ १०४ ॥ ભાવાર્થ : હે મૂઢ ! તું દોષોના ઘર એવા, અને સમભાવ વિનાના એવા પોતાને સુધારવાનું સ્વાધીન હોવા છતાં, તે છોડી દઈને પરાધીન એવા બીજાને સમભાવવાળો કરવા માટે કેમ આગ્રહ રાખે છે ? વિવેચન : હે મૂઢ માનવ ! તારામાં સમભાવ નથી તો જાણજે કે તારું પોતાનું આત્મારૂપી નિજધર દોષોથી ભરેલું છે. છતાં તું સમજે તો તને સુધારવો તારે માટે સ્વાધીન છે. તારે અસત્ય આચરવું કે હિંસા જેવા દોષો કરવા તે તને કોઈ કહેતું નથી. તું જ સ્વાધીનપણે તે દોષોને સેવે છે. તો પછી તેને છોડવા માટે તું સ્વાધીન જ છે. કદાચ તને ભ્રમ હોય કે હું કોઈ નિમિત્તાધીન દોષ સેવું છું, તો એમ કેમ વિચારતો નથી કે તને મળેલા ઉત્તમ બોધના યોગ વડે ગુણોનું સેવન કરું. દોષમાં તારે અન્યને નિમિત્ત માનવું છે. અને ગુણમાં નહિ ? આવા અસમતોલ ત્રાજવા વડે તું સમભાવમાં કેવી રીતે રહી શકીશ ? વળી જ્યારે તું સમભાવમાં ટકી શકતો નથી તો પછી જે તને આધીન નથી તેવા અન્યને સમભાવમાં લાવવા શા માટે બોધ આપે છે ? દરેક માનવ પોતાના મનપ્રદેશમાં સ્વતંત્ર છે. તેમને સમભાવમાં આવતા કોઈ રોકતું નથી. તો પછી તું સ્વયં સમભાવરહિત અન્યને સુધારવાનો પરિશ્રમ શા માટે ઉઠાવે છે ? વાસ્તવમાં તું જો સમભાવમાં મંગલમય યોગ Page #106 -------------------------------------------------------------------------- ________________ રહીશ તો તારા એ ગુણથી તારા સ્વજન આદિ પ્રભાવિત થઈ તારા ગુણને અનુસરશે. માટે તું અન્યને ઉપદેશ ન દેતાં સ્વયં તને જ ઉપદેશ દેજે. वृक्षस्य च्छेद्यमानस्य भूष्यमाणस्य वाजिनः। यथा न रोषस्तोषश्च भवेद् योगी समस्तथा ॥ १०५ ભાવાર્થ : જેમ છેદાતા વૃક્ષને રોષ (દ્વિષ) નથી. શણગારાતા ઘોડાને તોષ (રાગ) નથી. તેમ યોગીએ પણ સમત્વ ધારણ કરવું. વિવેચન : સમભાવથી દૂર નીકળેલા કે સમભાવમાં રહેતા સૌએ એ સત્વને જાળવવા ટકાવવા મનોદશાને નક્કર બનાવવી જોઈએ. જેમ કોઈ વૃક્ષને છેદી નાંખે તો પણ તે રોષ (દ્વિષ) કરતું નથી કે ઘોડાને શણગાર કર્યા પછી તે તેમાં રાગ કરતો નથી. વૃક્ષને દ્વેષ નથી ઘોડાને રાગ નથી. ભલે તેમને સમભાવનો મર્મ ખબર નથી. પરંતુ તે પ્રાકૃત અવસ્થાથી પણ આપણને સમભાવનો પરિચય આપે છે. યોગીઓની મનઃ સ્થિતિ સમજાવવા કે તેમને બોધ આપવા આવા લોકસ્થિતિનાં ઉદાહરણ આપ્યાં છે. યોગીના દેહને કોઈ તાડન કરે, કે ચંદનનો લેપ કરે યોગીને તેમાં કંઈ શોક કે હર્ષ નથી. પરંતુ એક સમત્વમાં જ તેઓ સ્થિર છે. વાસ્તવમાં યોગીએ સમત્વમાં સ્થિર રહેવું. સૂર્યો વનસ્ય તાવ તોઃ શીતા વિદ્યતે | तद् योगी सूर्यसोमाभः सहजानन्दतां भजेत् ॥ १०६ ॥ ભાવાર્થ : જેમ સૂર્ય લોકોને ઉષ્ણતા આપવા માટે અને ચંદ્ર શીતળતા આપવા માટે શ્રમ કરે છે તેમ સૂર્ય અને ચંદ્રના ગુણ સમાન યોગીએ સહજાનંદ માટે પ્રયત્ન કરવો. વિવેચન : સૂર્યને ઉષ્ણતા આપવી તે સહજ, પ્રયાસરહિત છે. કારણ ઉષ્ણતા એ સૂર્યનો ગુણ છે, લક્ષણ છે. ચંદ્રને શીતળતા આપવી તે સહજ છે. કારણ કે તે તેનો ગુણ છે, લક્ષણ છે. તેથી તેમાં કોઈ પરિશ્રમ નથી. મંગલમય યોગ to Page #107 -------------------------------------------------------------------------- ________________ જ્યારે સાધક યોગીપણું પ્રાપ્ત કરે છે ત્યારે તેમને સહજાનંદરૂપ આત્માને અનુભવવા માટે પ્રયાસ કરવો પડતો નથી. જે યોગીનું ચિત્ત રાગાદિ ભાવ રહિત નિર્મળ છે. કષાય-વિષયની આકુળતારહિત સમતા છે તે યોગીને આત્માના સહજાનંદનો અનુભવ વિના શ્રમે હોય છે. જગતના સંસારીજનોને આત્માના આનંદગુણની સહજતા ન હોવાથી તેઓ ઇન્દ્રિયોના વિષયો દ્વારા વિકૃત આનંદ મેળવે છે. અને આત્માના સહજાનંદનું જ્ઞાન ન હોવાથી તે આનંદને સત્ય માને છે. સાધકને પ્રારંભમાં સહજાનંદ હોતો નથી પરંતુ તેની શ્રદ્ધામાં એ બોધ હોવાથી પ્રથમ રાગાદિ ભાવને ક્ષીણ કરી સમતામાં આવે છે. જેમ જેમ સમતાની વૃદ્ધિ થાય છે તેમ તેમ સાધકનું જીવન યોગસ્વરૂપ થાય છે. ત્યારે તેને સહજાનંદનો અનુભવ થાય છે. માટે યોગીએ નિરંતર સહજાનંદનો પ્રયત્ન કરવો. यथा गुडादिदानेन यत् किश्चित् त्याज्यते शिशुः । चलं चितं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥ १०७ ॥ ભાવાર્થ : જેમ ગોળ આદિ આપીને બાળકને કોઈ પણ વસ્તુ છોડાવી શકાય છે, તેમ શુભ ધ્યાન વડે ચંચલ ચિત્તમાંથી અશુભ ધ્યાન છોડાવી શકાય છે. વિવેચન : માનવ વય વધવાથી તે જ્ઞાનવૃદ્ધ થતો નથી પણ બાળબોધ જેવી અવસ્થા હોય છે, તેથી જેમ કોઈ બાળકને વ્યર્થ વસ્તુ છોડવવી હોય કે ઔષધ આદિ આપવું હોય તો ગોળના ગળપણ વડે તેમ કરી શકાય છે તેમ મનુષ્યનું ચિત્ત બાળક જેવું ચપળ અત્યંત ચપળ છે. તે કોઈ એક વિચાર કે આલંબનમાં ટકતું નથી. દીર્ઘકાળથી તે અરસપરસ વિષયોમાં ભમતું રહ્યું છે. તેથી કોઈ એક અવલંબનમાં સ્થિર થતું નથી. ચિત્તની ચંચળતા તે અશુભ ધ્યાન છે. અને તેનો અભ્યાસ જીવને ઘણો દેઢ થયેલો છે. આથી તે અશુભ ધ્યાનથી છૂટવા તેને પ્રથમ શુભ ધ્યાનમાં જોડવું જોઈએ. બાહ્યવસ્તુને સુખબુદ્ધિથી મેળવવા ચિંતા કરવી, કે અણગમતી વસ્તુમાં નિરંતર ખેદ કરવો તે દુર્બાન છે. એવા દુર્ગાનથી દૂર થવા ધાર્મિક ૯૮ મંગલમય યોગ Page #108 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાનો કરી પ્રથમ શુભ ધ્યાનમાં આવવું. અશુભ ધ્યાન એટલે સાંસારિક ગમતા પદાર્થો મેળવવા માટે ચિત્તમાં તેના વિકલ્પો કર્યા જ કરવા, તે મેળવ્યા પછી તેને ભોગવવાના વિકલ્પો કર્યા કરવા, ભોગવ્યા પછી તેની સ્મૃતિને વાગોળ્યા જ કરવી તે ઈષ્ટનું અશુભ ધ્યાન છે. વળી શરીરમાં રોગાદિ થાય ત્યારે તેને સતત દૂર કરવાનું ચિંતન કર્યા જ કરવું. કોઈ શોકાદિ પ્રસંગમાં તેનાં કારણોના વિકલ્પ કર્યા જ કરવા. કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગના કે દ્વેષના ભાવ ઊઠે તે અનિષ્ટને દૂર કરવાનું અશુભ ધ્યાન છે. આ ધ્યાન એ ચિત્તની ચંચળતા છે તે કર્મબંધનું કારણ બને છે. એ ધ્યાનનું સાતત્ય ઘણો સમય રહે છે, છતાં જીવને તે અશુભ છે તેવો ખ્યાલ આવતો નથી. તેવા ધ્યાન વડે જીવની અશુભગતિ થાય છે. તેનો અપરિચય થવા માટે જીવે પ્રથમ શુદ્ધ અવલંબન વડે શુભ ધ્યાનમાં રહેવું જોઈએ. તે શુભ ધ્યાનના અવલંબન ભક્તિ, પૂજા, મંત્ર, જાપ, સામાયિક, સ્વાધ્યાય વગેરે છે. શુભ ધ્યાન અર્થાત્ શુભોપયોગમાં સ્થિરતા થવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. ત્યારે તે શુદ્ધિ વડે જીવને શુદ્ધ ધ્યાન થાય છે. શુભ ધ્યાન પછી પ્રથમ ધર્મધ્યાનની ભૂમિકા આવે છે, ત્યાર પછી શુદ્ધ ધ્યાનની ભૂમિકા નિર્માણ થાય છે. કથંચિત ધર્મધ્યાન શુભ ધ્યાન છે. શુભ ધ્યાનમાં ધ્યેય શુદ્ધાત્માનું છે તેથી તે શુભ ધ્યાન શુદ્ધના લક્ષ્યનું છે. તે ઉત્તરોત્તર શુદ્ધિ કરતું શુક્લ ધ્યાન સુધી પહોંચે છે. सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्रायमृतसंमग्नः क्व क्लेशांशमपि स्पृशेत् ॥ १०८ ॥ ભાવાર્થ : મૈત્રી વગેરે ભાવનારૂપી અમૃતમાં પુષ્કળ મગ્ન અને પોતાની જાતને હંમેશાં સર્વ જીવોથી અભિન્ન જોતો મુનિ ક્લેશના અંશને પણ ક્યાંથી સ્પર્શે ? વિવેચન : ફ્લેશનાં કારણોમાં કોઈ એક કારણ જીવો પ્રત્યેનો અમૈત્રી આદિ ભાવ છે. મૈત્રીભાવ વડે સમતા સાધીને, પ્રમોદભાવના મંગલમય યોગ CE Page #109 -------------------------------------------------------------------------- ________________ વડે પ્રસન્નતા પ્રાપ્ત કરતા, કરુણાભાવના વડે નિર્દોષ વાત્સલ્યને વ્યક્ત કરતા અને મધ્યસ્થભાવ વડે નિર્મળ ચિત્તને ધારણ કરતા મુનિ હરપળે અમૃતસાગરમાં મગ્ન હોય છે. જેણે ક્લેશના કારણને દૂર કર્યા છે તે મુનિ અમૃતનું પાન કરે છે. અર્થાત્ શુદ્ધ ભાવનામાં લીન હોય છે. કારણ કે મૈત્રી આદિ ભાવનાઓ ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે. મૈત્રી આદિ ભાવનાથી મુનિનું ચિત્ત સર્વ જીવરાશિ પ્રત્યે ચૈતન્યસ્વરૂપ ઐક્ય ધરાવે છે. મુનિને સર્વાત્મમાં સમદૃષ્ટિ છે. જગતમાં સંસારી જીવોને અરસપરસ રાગાદિભાવનો ભેદ વર્તે છે તેથી પોતાના જ સ્વજનોમાં પણ સદ્ભાવના હોતી નથી. તેથી ક્લેશના પરિણામ થાય છે. મુનિની ભાવના અને આચરણ સર્વ જીવો પ્રત્યે સમાનવૃત્તિ-સ્તુલ્યવૃત્તિવાળું હોવાથી તેમને ક્લેશનો અંશ માત્ર પણ સ્પર્શતો નથી. नाज्ञानाद् बालको वेत्ति शत्रुमित्रादिकं यथा । तथात्र चेष्टते ज्ञानी तदिहैव परं सुखम् ॥ १०९ ॥ ભાવાર્થ : જેમ અજ્ઞાનથી બાળક, શત્રુ મિત્ર વગેરેને શત્રુ મિત્ર રૂપે જાણતો નથી. તેમ જ્ઞાની આ લોકમાં તેવી ચેષ્ટા કરે તો તેને આ લોકમાં પરમસુખ થાય છે. વિવેચન : - જગતમાં બાળકની ચેષ્ટા નિર્દોષ મનાય છે. તેની આંખ તેની મુખાકૃતિ તેના હાથપગની ચેષ્ટા નિર્દોષ મનાય છે. વળી બાળકને કોઈ શત્રુ કે મિત્ર નથી કારણ કે તેને તેવા ભાવ ઊઠતા નથી. બાળક જન્મે ત્યારે કોઈ શત્રુભાવે હાથમાં લે કે મિત્રભાવે હાથમાં લે બાળકને તેનું જ્ઞાન ન હોવાથી તે પ્રતિકાર કે સ્વીકાર કરતો નથી. આ પ્રમાણે મુનિ-જ્ઞાનીનું ચિત્ત નિર્દોષ હોવાથી તેઓ તાડન-પીડન કરનારને શત્રુ માનતા નથી કે ભક્તિઆદર કરનારને મિત્ર માનતા નથી. જગતના તમામ જીવો પ્રત્યે તેમનો સમાન ભાવ છે. કોઈ ૧૦૦ મંગલમય યોગ Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્તુતિ કરે કે નિંદા કરે તો તેમના મનોભાવમાં કોઈ અંતર પડતું નથી. જ્ઞાનીને કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી પણ સર્વમાં સમાન ભાવ છે તેથી તેમની ચેષ્ટા પણ સમાન છે. તે સમભાવ આ લોકમાં તેમના સુખનું કારણ થાય છે. જ્ઞાનીએ મોહનો નાશ કર્યો છે, તેથી તેમને જગતમાં સર્વ વ્યવહાર પરમાર્થરૂપ હોય છે. તેમને માન-મોટાઈ જોઈતી નથી, પૂજા-સત્કારને તો તે અનર્થ જાણે છે, સંસાર તેમને કારાવાસ જેવો લાગે છે. દેહ પણ જેમને કેવળ ધર્મનું સાધન છે. તેવા જ્ઞાનીની નિર્દોષતા જ તેમને સુખનું કારણ છે. तोषणीयो जगनाथस्तोषणीयश्च सद्गुरुः। तोषणीयस्तथा स्वात्मा किमन्यैर्वत तोषितैः ॥ ११०॥ कषायविषयाक्रान्तो बहिर्बुद्धिरयं जनः।। किं तेन रुष्टतुष्टेन तोषरोषौ च तत्र किम् ॥ १११ ॥ ભાવાર્થ : જગતના નાથ, ઉત્તમ ગુરુ અને પોતાનો આત્મા સંતુષ્ટ કરવા યોગ્ય છે, બીજાઓને રીઝવવાથી શું ? - વિવેચનઃ આ લોક કષાય વિષયોમાં ડૂબેલો હોવાથી બહિર્દષ્ટિવાળો છે. તેથી તે રૂઝ થાય કે સંતુષ્ટ થાય તેથી શું ? અને તેના પર તારે રોષ કે તોષ શા માટે કરવા ? વળી જીવો સર્વ પ્રકારે ખુશ થાય તેવા નિર્દોષ પણ ક્યાં છે ? જગતના નાથ વિતરાગ દેવ, ઉત્તમ ગુરુ નિગ્રંથ પંચમહાવ્રતધારી, અને સ્વયં પોતાનો શુદ્ધાત્મા આ ત્રણને સંતુષ્ટ કરવા જેવા છે. કારણ કે બે વીતરાગ દેવ રીઝે, સંતુષ્ટ થાય તો તે અનંતકાળ જવા છતાં તારો સંગ પરિહરતા નથી. તારી ભક્તિ અને સમર્પણ દ્વારા વીતરાગ દેવ સંતુષ્ટ થાય છે. ત્યારે તને તે તેમના જેવું પદ આપે છે. જેને સંતુષ્ટ કરવાથી ત્રણ લોકમાં તારે કોઈને સંતુષ્ટ કરવાની જરૂર ઊભી થતી નથી. યદ્યપિ વીતરાગનું સામર્થ્ય એવું છે કે તેનું સેવન કરનાર તેના જેવું પદ પ્રાપ્ત કરે છે. ઉત્તમ ગુરુ – જેઓ રાગાદિ ગ્રંથિ રહિત છે. કોઈ ભૌતિક મંગલમય યોગ ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાઓ રહિત છે. વળી તેઓ અત્યંત નિસ્પૃહ છે. તે તેમની આજ્ઞાનો આરાધક બનીને તેમને સંતુષ્ટ કર, તો તું આ જગતમાં નિર્મોહી થઈ સુખને પ્રાપ્ત કરીશ. ગુરુજનોનું વાત્સલ્ય અપાર હોય છે. શિષ્ય સંસારનાં દુઃખોથી મુક્ત કેમ થાય છે તેમની ભાવના છે, માટે ઉત્તમ ગુરુને આધીન રહી તેમને સંતુષ્ટ કરવા. અંતે તારા જ શુદ્ધાત્મામાં લીન થઈ તારા આત્મામાં જ સંતુષ્ટ થઈ જા. મનના સર્વ તરંગ – વિકલ્પોનો ત્યાગ કરી, સર્વ વાસનાઓનો ત્યાગ કરી, તારા આત્મામાં સ્થિર થા. સંતુષ્ટ થા. પછી તને આકુળતા શાને ? હા, જો તું જગતના લોકોને રીઝવવાનો કે સંતોષ આપવાનો પ્રયત્ન કરીશ તો તે વ્યર્થ થશે. કારણ કે જગતના જીવોના મતની-બુદ્ધિની અનેક ભિન્નતાઓ અને ભેદ છે, તેને કેમ સંતુષ્ટ કરી શકીશ ? તું ત્રણ સાધીશ ત્યાં તેર તૂટી જશે. એમ લોકોને સંતુષ્ટ કરવામાં તારી જિંદગી પૂરી થશે. કારણ કે લોકસમૂહ તો વિષયો અને કષાયોમાં રાચતો કેવળ બહિર્મુખ દેષ્ટિવાળો છે તે તારા શુદ્ધાત્માની વાત કેવી રીતે જાણશે ? તે સર્વજ્ઞ વીતરાગદેવ અને ઉત્તમ ગુરુનો પરિચય કેમ પામશે ? અને તારી વાતને કેમ સમજશે ? શું તારો અનુભવ નથી કે થોડા સ્વજન અને મિત્રોને સંતોષ આપી શકાતો નથી. તે બહિર્મુખ જીવો અંતરની દશાને જાણતા નથી તેથી તેઓ રાજી થાય કે નારાજ થાય તેમાં તને શું ? અને તારે પણ તેમની વર્તણૂકથી શા માટે રોષ કે તોષ કરવો ? જ્યાં તારું કાર્ય નિપટી શકે તેવું છે તેવા દેવગુરુને સંતોષ થાય તેમ કરવા પ્રયત્ન કરવો. જેમાં તારું આત્મ કલ્યાણ છે. તારે પરમાર્થ પામવો છે, સત્ પામવું છે, પણ તારો સંગ કોની સાથે છે ? કુટુંબીજનો પાસેથી સત્ મળે એમ છે ? તારી સોસાયટીમાંથી સત્ મળશે ? તારા સમાજમાંથી મળશે ? તારે સત્ જોઈએ તો જ્યાં સત્ મળે ત્યાં તું જાને ! જે સગુરુ પાસે આત્મદષ્ટિ છે. જેમણે સત્ અનુભવ્યું છે તે તેને સત્ બતાવશે. તારાથી સત્ કેટલું દૂર છે ? તું એના વગર એક પળમાં શબ ૧૦૨ મંગલમય યોગ Page #112 -------------------------------------------------------------------------- ________________ કહેવાશે. જેની સત્તાથી તારું તંત્ર ચાલે છે તેના તરફ તારું ધ્યાન નથી. અને જે કેવળ શબવત છે તેના તરફ તારી દૃષ્ટિ છે. ભગવાનની આજ્ઞા છે કે તું સર્વમાં સમદષ્ટિ રાખ, અને તું ઘર-કુટુંબની ચાર વ્યક્તિમાં પણ સમભાવ રાખી શકતો નથી ? અને તેઓ કંઈ તારાથી રીઝવાના નથી માટે સત્ દેવાદિ પ્રત્યે આદર રાખ. તેમની આજ્ઞામાં રહે, તેમને મન, વચન કાયાથી અર્પણ થા, તેઓના નિ:સ્પૃહતાવાળા બોધવચનો તારા કર્મોને નાશ કરી, તને સાચા સુખ પ્રત્યે લઈ જશે, માટે તેઓને સંતુષ્ટ કરવા તેમાં સુખ છે. असदाचारिणः प्रायो लोकाः कालानुभावतः । द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ॥ ११२ ॥ ભાવાર્થ : કાલના પ્રભાવથી લોકો પ્રાયઃ સદાચારરહિત હોય છે, તેથી સંસારની સ્થિતિનો વિચાર કરીને તે લોકો પ્રત્યે દ્વેષ ન કરવો જોઈએ. વિવેચન : લોકસ્થિતિ પ્રમાણે આ પંચમકાળ-દુષમકાળ કહેવાય છે. આમ તો ભૌતિક જગતમાં ભૌતિક સાધનોની વિપુલતા થઈ છે. ચારે દિશામાં વર્ણાદિના પુદ્ગલના પડઘમ વાગી રહ્યા છે. તેમાં મોહનીય કર્મની વિશેષતા હોવાથી જીવો પૌલિક સુખ માટે સદાચાર જેવા ગુણોને ત્યજી દે છે. પરપદાર્થમાં સુખ બુદ્ધિ કરીને જીવોએ હિંસા-અહિંસા, મૈત્રી-અમૈત્રી કે સત્યાસત્ય જેવો વિવેક ત્યજી દીધો છે. જો કંઈ ધનનો વિશેષ લાભ મળતો હોય તો ચોરી જેવા કૃત્યાકૃત્યનો વિવેક ત્યજી દીધો છે. પુત્ર પરિવારના મોહ ખાતર ધનની મૂછમાં વૃદ્ધિ કરે છે. ભક્ષ્યાભઢ્યની બુદ્ધિનો પણ કોઈ વાર ત્યાગ કરે છે, આમ સદાચારરહિત લોકોની અજ્ઞાનતાનો વિચાર કરી તેમના પ્રત્યે દ્વેષ ન કરવો. જગતના જીવો ઉદય કર્મને આધીન વર્તે છે. અજ્ઞાનવશ તેઓ જાણતા નથી કે તેઓ જીવનરૂપી જે ડાળ પર બેઠા છે તે ડાળને અસદાચાર વડે કાપી રહ્યા છે. પરિણામે દુઃખ પામવાના છે. દુઃખ પામતા જીવો પર તેમને વધુ દુઃખ પહોંચાડવા સુજ્ઞજનો તેમના મંગલમય યોગા ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ વર્તન પત્યે દ્વેષ કરતા નથી. આ કાળમાં જીવો હીન પુણ્યવાળા હોવાથી હીન સત્ત્વ પણ હોય છે. તેઓ વ્યવહારશુદ્ધિ સાચવતા નથી. જે આ લોકમાં સુખનું કારણ છે. માટે પોતાના જ સુખને ત્યજી દેનાર સદાચારરહિત જીવો પ્રત્યે દ્વેષ ન કરવો. निःसंगो निर्ममः शान्तो निरीहः संयमे रतः। થતા યોગી મહત્તસ્તવમુર્માસને તા૧૧૩ | ભાવાર્થ : યોગી જ્યારે સંગરહિત, મમતારહિત, શાંત હોય અને ઈચ્છા રહિત સંયમમાં લીન હોય છે ત્યારે તેને અંતરંગ તત્ત્વનો ભાસ થાય છે. વિવેચન : જગતના જડ અને ચેતન પદાર્થના સંગ રહિત કે તેવા પદાર્થોના મમત્વ રહિત યોગી જ્યારે આત્મશાંતિમાં લીન થાય છે ત્યારે સ્વાત્માને અનુભવે છે. વળી સર્વ ઇચ્છાઓથી મુક્ત કેવળ સંયમમાં જે યોગી લીન થાય છે તે અંતરંગ તત્ત્વમય આત્માને અનુભવે છે. સમગ્ર સંસારી જીવો ઇન્દ્રિયના વિષયોમાં એકાકાર છે પરંતુ મુનિયોગી તો આતમરામી છે. વળી આતમરામી છે તે સંગ રહિત, મમતા રહિત, નિષ્કામી છે. જગતના પદાર્થોને ઇન્દ્રિય દ્વારા જાણવા તે તો અનાદિકાળનો અભ્યાસ થઈ ગયો છે. પરંતુ અચિંત્ય એવા આત્માને જાણવો તે માનવ જન્મની ઉત્કૃષ્ટતા અને સાહસ છે. દ્રવ્યથી સર્વ પદાર્થોથી ભિન્ન એવો અસંગ, ક્ષેત્રથી સ્વાત્મ પ્રદેશોથી યુક્ત, કાળથી જન્મમરણ રહિત અસંગ, ભાવથી કેવળ જ્ઞાતા દેખા આવી જેની અસંગતા છે, અને રજકણ હો કે અપાર ઐશ્વર્ય હો સર્વેમાં સમાનતા. અર્થાત્ ગમે તેવી ભૌતિક સમૃદ્ધિ હો તો પણ મમતા રહિત. વળી, જગતમાં જેને કશું મેળવવાનું નથી તેવી તૃપ્તિ છે, તેવા સંયમમાં લીન યોગીને આત્માનુભવ થાય છે. ઈન્દ્રિયજન્ય અનુભવનો અપરિચય કેળવે તો તેને અંતરંગ તત્ત્વના અનુભવની પ્રતીતિ થાય. પરંતુ સ્વચ્છંદી મનને પ્રથમ સંયમમાં આવવું ૧૦૪ મંગલમય યોગ Page #114 -------------------------------------------------------------------------- ________________ કઠણ લાગવાથી તે આત્મ અનુભવને દુર્લભ માને છે, પરપદાર્થના તાદામ્યથી સ્વાત્માનું વિસ્મરણ થયું છે. પરંતુ દેવ ગુરુ અનુગ્રહ જો બોધ પામે તો શાંત અને સંતુષ્ટ થઈ પોતાના આત્માનું સુખ અનુભવે. તત્વ કંઈ વેરાન ભૂમિ જેવું નથી, કંગાળ માનવી જેવું નથી. તત્ત્વદૃષ્ટિ સાથે ભક્તિ, વૈરાગ્ય અને આત્મવિચાર હોય તો જ જ્ઞાનસાધક સ્વપરિણતિની મર્યાદાની બહાર જતો નથી. ભૂમિકા પ્રમાણે વિકલ્પ આવે તો પણ તે સ્વભાવ ચૂકતો નથી. તત્ત્વ આવું મહિમાવંત છે. વિભાવમાં રોકાવા જેવું નથી તેવી શ્રદ્ધા જેને વર્તે છે, તે સપુરુષો કેવી રીતે વર્તી રહ્યા છે, તે દૃષ્ટિમાં લાવીને ઉપયોગને આત્મા તરફ વાળે છે. તત્ત્વ એટલે આત્મા. જેને આત્મા પામવો છે તેને સ્વાધ્યાયરૂપી તપ, અને આત્મવિચાર મુખ્ય હોય છે. અંતરથી જેટલા વૈરાગ્ય પરિણામ થાય તેટલો બહારથી છૂટો પડતો જાય. માટે સાચા બોધને પ્રાપ્ત કરવા શ્રવણ, મનન, કે સ્વાધ્યાયની આવશ્યકતા છે. सवृक्षं प्राप्य निर्वाति रवितप्तो यताऽध्वगः । मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥ ११४ ॥ ભાવાર્થ : જેમ સૂર્યના તાપથી તપેલો મુસાફર સારા વૃક્ષને પામીને વિશ્રામ પામે છે, તેમ મોક્ષમાર્ગમાં રહેલ અને તપથી તપેલો યોગી શ્રેષ્ઠ લયને પામીને વિશ્રાંતિ પામે છે. વિવેચન : ગામાનુગામ જતો મુસાફર માર્ગમાં મધ્યાન્હ સૂર્યના તાપથી તપી ગયો હોય તેને આગળ જતાં માર્ગમાં કોઈ ઘટાદાર વૃક્ષની છાયા મળતા તે વિશ્રામ પામે છે, તેમ મોક્ષની યાત્રાએ નીકળેલો યોગી-યાત્રાળુ અહોરાત્રના બાહ્ય અત્યંતર તપ વડે પુષ્ટ થયેલો જ્યારે આત્મભાવમાં લય પામે છે ત્યારે વિશ્રાંતિનો અનુભવ કરે છે. સાધક મિથ્યા દર્શનમાંથી છૂટી જ્યારે આત્મદર્શનને પામે છે. ત્યારે તેના અંતરમાં કર્મનો ભાર હળવો થયાની વિશ્રાંતિ હોય છે. મંગલમય યોગ ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ યોગી જ્યારે આત્મસ્વરૂપમાં રમણતા કરે છે ત્યારે સંસારની બહિર્મુખયાત્રાથી વિશ્રાંતિ પામે છે. અંતમાં આત્મા સર્વ કર્મનો સર્વથા નાશ કરી સ્વરૂપમય બને છે, નિર્વાણ પામે છે ત્યારે તે આત્યંતિક વિશ્રાંતિ પામે છે. જેમ ઘટાદાર વૃક્ષની છાયામાં દેહધારી આત્માને હાશ થાય છે તે સમયે જાણે સ્વર્ગમાં બિરાજતો હોય તેવો તેને અનુભવ થાય છે. તેથી વિશેષ યોગીને કર્મના ભાવરહિત સહજાનંદમાં જે સ્થિતિ થઈ છે તેમાં અનુપમ શાંતિ મળે છે. કહેવાય છે કે ખાખરાના વૃક્ષમાં રમતી ખાખરાના પાનનો સ્વાદ લેતી ખીસકોલી સાકરના સ્વાદને કેમ જાણે ? તેમ તે બુદ્ધિમાન ! સંસારમાં જ રમતો અને ઇન્દ્રિય વિષયના સુખને જ જાણતો સંસારી યોગીના આત્મિક સુખને ક્યાંથી જાણે ! જો જીવને વીતરાગના વચનમાં વિશ્વાસ આવે અને બહિર્મુખતા ત્યજી અંતરમુખ થાય તો ક્રમે કરીને તે પણ આવી અપૂર્વ વિશ્રાંતિ પામી શકે. इति साम्यतनुत्राणत्रातचारित्रविग्रहः।। मोहस्य ध्वजिनीं धीरो विध्वंसयति लीलया ॥ ११५ ॥ ભાવાર્થ ઃ આ પ્રમાણે સમભાવરૂપી બખ્તરથી ચારિત્રરૂપી શરીરની રક્ષા કરતો ધીર પુરુષ મોહની સેનાનો લીલાપૂર્વક નાશ કરે છે. વિવેચન : સમભાવનું માહાસ્ય અપૂર્વ છે. ચેતનાના પૂર્ણ વિકાસનું, પૂર્ણ સ્વરૂપનું એ સૌંદર્ય છે. શબ્દાતીત તેના માહાભ્યને જ્ઞાનીઓ યોગીના આંતરિક જીવન વડે જીવોને સમભાવના સુખની પ્રતીતિ કરાવે છે. વાસ્તવમાં સપ્તધાતુનું શરીર એ આત્માનું શરીર નથી પરંતુ સમભાવજનિત સમૂહ તે આત્માની કાયા છે. અત્રે તેમાંના ચારિત્રગુણને શરીરની ઉપમા આપી કહે છે કે ચારિત્રરૂપી શરીરને યોગી સમભાવથી રક્ષે છે, જે સદા સમભાવી છે તે ધીર છે, વીર છે. એવો ધીર કે વીર પુરુષ જ મોહની સેનાનો અર્થાત્ જે સમયે મોહનીય કર્મની જે પ્રકૃતિ ઉદયમાં આવે તેનાં પ્રતિપક્ષ તરીકે આત્મિક ગુણોની ૧૦૬ મંગલમય યોગ Page #116 -------------------------------------------------------------------------- ________________ લીલાપૂર્વક-વિવિધતાપૂર્વક યોગી તે સેનાનો પરિહાર કરે છે. અન્ય પ્રવૃતિઓ કરતાં મોહનીયની પ્રકૃતિ લોભામણી છે. આત્માના આધ્યાત્મિક વિકાસના સોપાન ચઢતા જીવને પૌગલિક પદાર્થોનો લોભ નીચે પાડે છે. તેથી ધીર પુરુષ જ સમભાવના આંતરિક બળ વડે તે મોહની મહાસેનાનો નાશ કરી આધ્યાત્મિક શિખરને સર કરે છે. સમભાવ એ સાધુતાનું અનુપમ અંગ છે. માનવજન્મની દુર્લભતા સમભાવ વડે રક્ષણ પામે છે. એવા માનવદેહમાં રહેલા આત્માને વિષમતાના હવાલે સોંપી દેવા જેવો નથી. સમભાવમાં રહેવાનો સરળ ઉપાય સર્વજીવો પ્રત્યે સમાન દૃષ્ટિ છે. પરહિત ચિંતા છે. માનવજીવનમાં આ જગતના સજીવ, નિર્જીવ પદાર્થોનું અત્યંત ઋણ છે. તે સર્વ જીવોના ઋણને પૂર્ણ કરવાનો ઉપાય સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ-સમાનભાવ છે. સમભાવ વડે કઠોર કર્મો નષ્ટ થાય છે. મોહની સેનાનો નાશ થાય છે. વિકારો શમી જાય છે. જીવ પરમાર્થ પ્રસન્નતા પામે છે, માટે વિષમતાના તમામ પ્રકારો ત્યજીને સમભાવમાં રહેવું તે સાર્થક છે. કાકા કામ કરતા કાર ચિત્તનું જુદી જુદી વૃત્તિઓ પ્રત્યેથી રોકવું તે યોગ છે. રોકવું એટલે ચિત્તની બાહ્યવૃત્તિઓનું વિલીનીકરણ. અંતરંગ ચિત્તવૃત્તિ એ આત્મસ્વરૂપનું ફુરણ છે. આ વૃત્તિઓ નિર્મળ થઈ સ્થિર થાય તો આત્મા અનુભવમાં આવે. સરોવરનું સ્થિર પાણી તે આત્મા, અને સરોવરમાં પવનથી ઊઠતા તરંગોની જેમ ચિત્તવૃત્તિઓ છે. યોગના અભ્યાસ વડે ચિત્તવૃત્તિઓ શાંત થાય છે. ૧oo મંગલમય યોગા Page #117 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવઃ સત્ત્વનો ઉપદેશઃ त्यक्त्वा रजस्तमोभावौ सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति हीनसत्त्वस्य देहिनः ॥ ११६ ॥ ભાવાર્થ : રજોભાવ અને તમોભાવનો ત્યાગ કરીને સત્ત્વભાવમાં સ્થિર કર. કારણ કે સત્ત્વહીન જીવને ધર્મનો અધિકાર નથી. - વિવેચનઃ શાસ્ત્રકારોએ પ્રકૃતિના દોષથી ત્રિગુણાત્મક સ્થિતિ બતાવી છે. તે તમસ, રજસ અને સત્ત્વ છે. તમસ એટલે વૈચારિક, માનસિક કે આત્મિક અજ્ઞાનરૂપી અંધકાર દશા છે. ચેતના છતાં અવિકસિત છે, જાતિગત પ્રકૃતિનો આ દોષ એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રય સુધી હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ પ્રાયઃ એમ છે, માનવમાં તમસ પ્રકૃતિનો અંધકાર હોય છે. આ પ્રકૃતિને વશ માનવ એમ માને છે કે હું જ સુખી રહું, દરેકે મને સુખ આપવાનો શ્રમ કરવો જોઈએ. અન્યના સુખના ભોગે પણ જો સુખ મળતું હોય તો તેમાં તે સુખી છે. અર્થાત્ મારું તો મારું છે પણ તમારું એ મારું છે, એવી સ્વાર્થજનિત તમસ પ્રકૃતિનો ત્યાગ કર્યા વગર જીવ સત્ત્વગુણનો અધિકાર બનતો નથી. રજસ, તમસ કરતાં કંઈક અંધકાર ઘટ્યો હોય છે. સ્વાર્થ જનિત વૃત્તિમાં કંઈક સુધારો થાય છે. પોતાને સુખ મળે તેમ બીજાના સુખમાં તે રાજી હોય છે. હજી તમસનો અંશ હોવાથી પોતાનો સ્વાર્થ સેવે છે, છતાં અન્યના સુખમાં સહાય કરે છે. મારું તે મારું, સાથે તમારું સુખ તમને મળો તેવી ભાવનાવાળાને રજસ પ્રકૃતિ હોય છે. સર્વ પ્રકૃતિવાળો પોતાનું સુખ કરીને અન્યને સુખ આપવા સદા તત્પર હોય છે. તમોભાવ અંધકારરૂપી અજ્ઞાન છે, રજસ પણ અંધકાર સમાન છે, કારણ સત્ત્વભાવ જેવી પરહિતચિંતાના ભાવ તેમાં નથી, તેથી સમભાવ પણ નથી. તેવો સત્વહીન માનવ ધર્મનો અધિકારી બનતો નથી. ૧૦૮ મંગલમય યોગ Page #118 -------------------------------------------------------------------------- ________________ हीनसत्त्वो यतो जन्तुर्बाधितो विषयादिभिः । बाढं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ॥ ११७ ॥ ભાવાર્થ ? કારણ કે સત્ત્વહીન પ્રાણી વિષયાદિથી પીડિત થતાં પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી, ફરી સંસારમાં આસક્ત થાય છે. વિવેચન : ધર્મ એ આંતરિક શુદ્ધ અવસ્થા છે, તેમાં ઘણા સત્ત્વની આવશ્યકતા છે. તમસ પ્રકૃતિવાળો પ્રાણી કેવળ વિષયની પાછળ દોડે છે, અહર્નિશ તે વિષયોના પદાર્થો મેળવવા મથે છે, તેના માટે અપકૃત્યો કરે છે, અન્યને ઠગે છે. એની જીવનચર્યાનું આયોજન એ પ્રકારનું હોય છે કે તે નિરંતર અન્યના દુઃખમાં રાજી થાય છે, અન્યને દુ:ખ પહોંચાડવામાં સુખ માને છે. આવા સુબ્ધ ચિત્તવાળો માનવ-પ્રાણી કેવી રીતે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરે ? રજસ પ્રકૃતિવાળો પ્રાણી કદાચ બહારમાં કંઈ પરોપકાર ઇત્યાદિ કાર્ય કરતો જણાય તોપણ તેમાં તેને પોતાનો કંઈ સ્વાર્થ લાગે. અથવા બીજાને દુ:ખ ન આપે, પરંતુ પોતાને મળેલા સુખભોગમાં મગ્ન હોય. આવો વિષયમાં લુબ્ધ માનવ પણ શુદ્ધ ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરે ? કદાચ તમસ અને રજસ પ્રકૃતિવાળો ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા કે અન્ય કારણોથી ઉતાવળો થઈ પ્રતિજ્ઞા કરે તો પણ તે પ્રતિજ્ઞાનો ભંગ કરે. કારણ કે તે વિષયના સુખ, ધનનો લોભ, પરિવારની આસક્તિ કે યશકીર્તિને ત્યજી શકતો નથી, તેથી કંઈ કારણ મળતાં તે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. પ્રાયઃ તે પ્રાણીઓનું મન નિર્બળ હોય છે તેથી ચિત્ત નિર્મળ થાય તેવી પ્રતિજ્ઞાનો તે ઉદ્યમ જ કરી શકતો નથી. અર્થાત્ અશુભક્રિયામાં પ્રવૃત્તિ અને શુભમાં નિવૃત્તિ તે તેની મનઃસ્થિતિ છે. આથી તે સંસારમાં આસક્ત થઈ વ્યર્થ જન્મ ગુમાવે છે. આત્મા અનંતગુણનું પાત્ર છે, અજ્ઞાનવશ જીવ તેના આ સામર્થ્યનું મૂલ્ય જાણતો નથી તેથી ભૌતિક પદાર્થોમાં મુગ્ધ થઈ સત્વહીન બને છે, પ્રતિજ્ઞા એ તેને માટે અતિ કષ્ટદાયક છે, તેથી સ્વચ્છંદ વડે પ્રતિજ્ઞાની મર્યાદા વગરનો તે પુનઃ પુનઃ સંસારના પરિભ્રમણને પામે છે. મંગલમય યોગા ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ सावद्यं सकलं योगं प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीबः सेवते धैर्यवर्जितः ॥ ११८ ॥ ભાવાર્થ : સત્વ વિનાનો કાયર જીવ અન્યની સાક્ષીએ સઘળી સાવઘ પ્રવૃત્તિઓની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તેને ભૂલી જઈ ફરી તે સાવઘ પ્રવૃત્તિઓનું સેવન કરે છે. વિવેચન : જે પ્રાણી સત્ત્વ એટલે સંસારક્ષેત્રે પણ પરોપકાર વૃત્તિ રહિત, ઉદારતા, સદાચાર, ક્ષમા, સરળતા, સંતોષ કે નમ્રતા જેવા ગુણો રહિત છે તે કાયર જીવ છે, ધર્મ ક્ષેત્રે નિસ્પૃહભાવે સેવાવૃત્તિ રહિત છે તે કાયર છે. તે જ્યારે પ્રતિજ્ઞાઓ લે છે ત્યારે પાત્રતા ન હોવાથી કાયર થઈને ત્યજી દે છે. દા.ત., સત્ત્વહીન માનવ પ્રતિજ્ઞા લે કે (૧) હું અભક્ષ્ય આહાર કે ઔષધ ગ્રહણ કરીશ નહિ. (૨) વ્યવહારમાં વાણીનું સત્ય પાળીશ, (૩) કોઈ પ્રકારની ચોરી નહિ કરું, (૪) અમુક સમય બ્રહ્મચર્ય પાળીશ. (૫) ધનના લોભે હિંસાયુક્ત વ્યાપાર નહિ કરું, (૬) સ્વાર્થજનિત કોઈ દુષ્કૃત્ય નહિ કરું, પરંતુ (૧) જીભના સ્વાદથી કે દેહના મમત્વથી તે પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. (૨) વ્યવહારમાં અહંકાર કે માયાવશ અસત્ય બોલી જાય. (૩) કોઈ ક્ષેત્રમાં લાભ મળતો જોઈને વસ્તુને મેળવી લે (૪) નબળાઈને કારણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો ભંગ કરે. (૫) અયોગ્ય વ્યાપારમાં ધનના લોભે વ્યાપાર કરે. આમ નાનામોટા નિયમ લે ખરો પણ તે પાળવામાં ટકી શકે નહિ. વળી જેનાથી પર જીવને હાનિ થાય કે મન કલુષિત થાય તેવી પ્રવૃત્તિ કરે. તે પ્રાણી સત્ત્વહીન હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. વળી પ્રતિજ્ઞાનું માહાત્મ્ય ન હોવાથી, કેવળ મનથી જ સંકલ્પ કરેલો હોવાથી તેવી નબળાઈને કારણે પ્રતિજ્ઞાનું વિસ્મરણ થાય છે. વળી તેને સાધુસંતોનો પરિચય ન હોવાથી કે શ્રદ્ધા ન હોવાથી તેમની આજ્ઞાનું પાલન કરવા અસમર્થ નીવડે છે. तावद् गुरुवचः शास्त्रं तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावद् न मनस्तरलीभवेत् ॥ ११९ ॥ ભાવાર્થ : જ્યાં સુધી મન વિષયો કે કષાયોથી ચંચળ નથી, ૧૧૦ મંગલમય યોગ Page #120 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી ગુરુ વચન, શાસ્ત્રબોધ અને શુભ ભાવનાઓ ટકે છે. વિવેચન : આ સમસ્ત વિશ્વમાં પ્રાણી પ્રાયઃ વિષયોથી વ્યાકુળ હોય છે. ક્યાં તો કષાયોથી પીડિત હોય છે. યદ્યપિ જ્યાં સુધી પુણ્યયોગે સંસારમાં જીવનવ્યવસ્થા નભે છે ત્યાં સુધી પોતે તો જાણતો જ નથી કે તેને આવી કોઈ વ્યાકુળતા કે પીડા છે. શારીરિક કે આર્થિક વિઘ્નો સમયે કથંચિત તે વ્યાકુળતા અનુભવે તોપણ તેમાં વાસ્તવિક રીતે તેનું કારણ જાણતો નથી. પરંતુ વિષયોથી વિવિધ માંગ તેના મનને અત્યંત અસ્થિર કરે છે. ક્રોધાદિ કષાયો તો વળી તેના ચિત્તને અત્યંત ચંચળ કરે છે. વિકલ્પોની વણઝાર ઊઠે છે ત્યારે તે વિવશ બને છે. આવી વિવશતામાં જો તેને કોઈ સદ્દગુરુનો યોગ મળે તેમનાં વચનોને બોધ સ્વરૂપે સ્વીકારે, તેમની આજ્ઞામાં રહે, તેમની ત્રિવિધ સેવા કરે, તેમના પ્રત્યે અત્યંત આદર રાખે તો મન વિષયો કે કષાયોથી વિમુખ થઈ તેને સ્થાને તેની શુભ ભાવનાઓ ટકે છે. વળી સદ્ગુરુનો યોગ નિરંતર ન બને ત્યારે તેને સત્શાસ્ત્રોનો બોધ સહાય કરે છે, સદ્ગુરુના વચનમાં પ્રતીતિ લાવે છે, શાસ્ત્રબોધને પ્રભુવચન પ્રમાણ માની તેનાં રહસ્યોનું ચિંતન-મનન કરે છે. તેથી શુભ ભાવનાઓ ટકે છે. સવિશેષ જો તે વિષયોની પાછળ ભમતો નથી કે તે મેળવવામાં સમય ગુમાવતો નથી, તેને બદલે મનને શુભ ક્રિયામાં કે શાસ્ત્ર અધ્યયનમાં જોડેલું રાખે તો શુભ ભાવનાઓ ટકે છે. કષાયોની મંદતા થતાં તેને શાસ્ત્રબોધ પરિણામ પામે છે, ગુણોની વૃદ્ધિ થાય છે ત્યારે શુભ ભાવનાઓ ટકે છે. कषायविषयग्रामे धावन्तमतिदुर्जयम् । ચઃ સ્વમેવ નય ત વીતિનઃ સુતઃ | ૧૨૦ || ભાવાર્થ : કષાય અને વિષયોના સમૂહ તરફ દોડતા અતિ દુર્જય એક પોતાને જ જીતે છે તે વિરોમાં તિલક સમાન પુરુષ ક્યાં ? વિવેચન : સંસારમાં પ્રાણી માત્ર કષાય અને વિષયોથી પરાભવ મંગલમય યોગ ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ પામે છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન એ વિષયોની વિવિધતાની વૃદ્ધિ કરે છે, તેમાં માનવ માનતો થયો છે એમાં વિકાસ છે. અથવા આ સાધનોથી સુખ છે. માનવ સમાજનો મોટો ભાગ જેમાં ફસાયેલો છે તેવા સંસારમાં કોઈ વિરલા જ પોતાના ચિત્તને જીતે છે. ચારે બાજુ આકર્ષિત જાળમાં ફસાયા વગર તેવા પ્રકારોથી વિમુખ રહેવું તે દુર્લભ છે, કારણ કે ચિત્તની ચંચળતા અતિ દુર્જય છે. તેમાં કોઈ વિરલ પુરુષ જ ચંચળ ચિત્તને જીતે છે. પુરાણા સંસ્કારવશ કષાય અને વિષયો તરફ દોડતા દુર્જય મનને જીતે તેવા શૂરવીર પુરુષો ક્યાં છે ? પંચમકાળમાં શું તેવા પુરુષોનો દુકાળ પડ્યો છે ? કષાય વિષયોના સંસ્કારોના છેદ કરનારા પુરુષ જ વીરોમાં શ્રેષ્ઠ છે, તે જાણે છે કે કષાય વિષયો એ આત્માના સ્વરૂપથી વિરુદ્ધના છે, તે વડે દુઃખ પ્રાપ્ત થાય છે. માટે સુભટની જેમ શૂરવીર થઈને તેનો પરિહાર કરે છે, એવો કોઈક જ વીર શિરોમણી હોય છે કે જે ધીર પુરુષોને પણ અધીર કરે તેવા ભયંકર પરિષદો આવવા છતાં તેની સામે જાય છે. धीराणापि वैधुर्यकरै रौद्रपरीषहैः। स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः संमुखो यदि धावति ॥ १२१ ॥ ભાવાર્થ : પરિષહો એટલે અતિ ગરમી ઠંડીમાં પણ મુનિ શરીરને કંઈ સગવડ ન આપે, સહી લે, મચ્છર આદિના ડંખને સહન કરી લે. લાભ મળે કે ગેરલાભ મુનિ પ્રસન્ન હોય છે. અંતરંગના સંસ્કારોને પણ બળ કરીને પણ શાંત કરે છે. એવા વીર શિરોમણી મુનિની સમતા આશ્ચર્યકારક હોય છે. ધીરતાના સ્વામી એવા પુરુષોને પણ મુનિની આ અડગતા મૂંઝવે તેવી હોય છે. | વિવેચનઃ ભગવાન મહાવીરે અઠ્ઠમનો પરિગ્રહ પૂર્ણ થતાં એકસો પંચોતેર દિવસ સુધી સુધા તૃષાના અલાભને ધીરજ વડે ધ્યાનના બળે સહી લીધો. મગધના સમ્રાટ, શ્રેષ્ઠિઓ સૌ ચિંતાતુર હતા પણ ભગવાન તો સમત્વમાં હતા. ૧૧૨ મંગલમય યોગ. Page #122 -------------------------------------------------------------------------- ________________ વળી ભગવાન મહાવીરે આર્ય દેશ ત્યજી અનાર્ય દેશમાં વિહાર કર્યો, અને પરિષહોને સામે ચાલીને આમંત્રણ આપ્યું. એ પરિષહો વડે કઠણ કર્મોને કાપતા જ રહ્યા. ઋષભદેવ ભગવાને દીક્ષાકાળમાં ઠંડી-ગરમી, ક્ષુધા-તૃષાના પરિષહોને દિવસો સુધી સહી લીધા, કે જ્યાં ધૈર્યવાન પણ પાછો પડે. તેઓ આત્મ પ્રતીતિના શિખરે પહોંચ્યા હોવાથી પરિષહનું અનિષ્ટ તેમને બાધા પહોંચાડતું નથી. પરિષહોના મુખ્ય પ્રકાર બાવીસ છે. તેમાં કથંચિત કોઈ પરિષ અનુકૂળ હોય, માનાદિ જેવા સત્કારનો પુણ્યયોગ હોય, પરંતુ મહદ્અંશે તો પ્રતિકૂળ સંયોગો હોય છે. વળી ઠંડી-ગરમી જેવા પરિષહોમાં તો મુનિઓ સ્વયં સામે જાય છે. અને તે વડે દેહાધ્યાસ ત્યજી સંસારથી મુક્ત થવા પ્રબળ પુરુષાર્થ કરે છે. સંયમમાર્ગે જતાં યોગી મુનિને કસોટીએ ચઢાવવા ભયંકર પરિષહો આવે છે, તેની કથા સાંભળીને પણ માનવ મુંઝાઈ જાય. સુકુમાર એવા સુકોશલ મુનિને સિંહણે ફાડી નાંખ્યા. વળી કોઈ તરત જ વિહાયેલી શિયાણીએ મુનિના શરી૨ વડે પોતાની ઉદર પૂર્તિ કરી, અરે બંધક મુનિના શરીરની ચામડી કેળાની છાલની જેમ ઊતરડી નાંખી છતાં તેવા ભયંકર ઉપસર્ગમાં તેઓ સમતાપૂર્વક ટકી રહ્યા. આવા વિરલ પુરુષોની ધીરજ સુભટોને પણ અકળાવી મૂકે. તેવી પરિસ્થિતિમાં આ મહાપુરુષો આશ્ચર્યકારક ધીરજ વડે એ ઉપસર્ગોની સામે ગયા, જાણે કર્મોનો મૂળથી નાશ કરવાનો કોઈ ઉત્સવ હોય તેમ તે પરિષહોમાં વિજેતા થયા. उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ॥ १२२ ॥ ભાવાર્થ : ઉપસર્ગોમાં પુષ્કળ ધીરતા અને અસંયમમાં પુષ્કળ ભીરુતા આ બે લોકોત્તર વસ્તુઓ જો હોય તો કોઈ મુનિમાં જ હોય. વિવેચન : પરિષહોની જેમ ઉપસર્ગો જગતની દૃષ્ટિએ દુઃખદાયક છે. મહદ્અંશે શારીરિક અત્યંત પ્રતિકૂળતારૂપ ઉપસર્ગો હોય છે. જેમ મંગલમય યોગ ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ કે ભગવાન મહાવીરના કાનમાં ખીલાનું નંખાવું, સંગમે છ માસ સુધી ભયંકર પીડાકારી ઉપસર્ગો કર્યા ત્યારે ભગવાન અડોલ રહ્યા હતા. જ્યાં ઈન્દ્ર પણ મૂંઝાઈ ગયા. વીર અતિવીરનું આ પરાક્રમ આશ્ચર્યજનક હતું. મેતારક મુનિનો કંઈ જ અપરાધ ન હતો. છતાં સોનીએ માથે ચર્મવાઘેર બાંધી. તેમણે શરીરની અસહ્ય પીડા સમતાભાવે સહી લીધી. મુનિઓની આવી અનુપમ ધીરજ અવર્ણનીય છે. બાહ્યમાં મુનિજીવન એટલે પ્રાણાંતે પરજીવ રક્ષા અને અંતરંગમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો સંયમ. સામાન્ય માનવ તો આનો વિચાર કરે તો પણ મૂંઝાય અને કોઈ કસોટી આવે તે પ્રથમ જ તે સુખનાં સાધન ઊભાં કરે, પરંતુ જેને સંસારના ભ્રમણનું મૂળ છેદવું છે તેઓ તો ઉપસર્ગોને ખૂબ જ ધીરતારપૂર્વક સહન કરે, અને જ્યાં સંયમમાં અંશ માત્ર પણ શિથિલતા આવે ત્યાં ભીરુતા રાખી સંયમમાં દઢ રહે છે. સંસારનું ઉન્મૂલન કરવા માટેનાં આ બે લોકોત્તર સાધન છે. ઉપસર્ગોમાં ધીરતા અને અસંયમમાં ભીરુતા એ મુનિઓનું મહાન કર્તવ્ય છે. મહાપુરુષોને બીજા ઉત્સવોથી શું ? તેઓને માટે ઉપસર્ગનું આગમન તે જ ઉત્સવ છે. કર્મોનો નાશ કરવાનું શસ્ત્ર છે. કોઈ દેવ તાડન-પીડન કરે, કે કોઈ ભક્તિ કરી અનુકૂળતા ઊભી કરે, મુનિ બંનેમાં સમભાવે રહે છે. दुस्सहा विषयास्तावत् कषाया अतिदुःसहाः । પરીષદોસઘવકુડસદુ સદાઃ || ૧૨૩ છે ભાવાર્થ: વિષયો દુઃસહ છે, કષાયો અતિદુરસહ છે અને પરિષદો તથા ઉપસર્ગો દુઃસહ-દુઃસહ છે. વિવેચન : મુનિને મુક્તિના પંથની યાત્રા જ લક્ષ્ય હોવાથી તેમાં વિઘ્ન કરતાં વિષયો તેમને દુઃસહ લાગે છે, કષાયો તો વળી તેનાથી વિશેષ દુઃસહ લાગે છે અને તેનાથી વિશેષ પરિષદો અને ઉપસર્ગો દુસહ દુસહ છે. અર્થાત્ વિષયોને દુઃખે કરીને જીતી શકાય છે, કષાયો તો ૧૧૪ મંગલમય યોગ. Page #124 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પણ દુઃખે કરી જીતી શકાય છે, અને પરિષહ કે ઉપસર્ગ તો ઘણા સાહસ વડે જીતી શકાય છે. કારણ કે પરિષહો પ્રાયઃ બાહ્ય વિનોરૂપે હોય છે. ઉપસર્ગો અન્ય દ્વારા ટ્રેષના કારણે હોય વિષયો શા માટે દુઃસહ છે ? જગત તો વિષયોમાં ડૂબેલું છે. રોજ નવા નવા વિષયો મેળવવા ઘણો પરિશ્રમ ઉઠાવે છે. વિષયોની માંગ પૂરી ન થાય તો આકુળ થાય છે, ઘડીકમાં તેને વિષય કામના પડે છે, તે પૂરી કરે ન કરે ત્યાં તો રસના સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, અને ધ્રાણેન્દ્રિય નવા સુગંધી પદાર્થો માંગે છે, એમ કરતાં કંઈ નિરાંતે બેસવાનું મળે ત્યાં તો શ્રવણની માંગ ઊભી થાય છે. સુરીલા સંગીત સાંભળવા તે તલસે છે. એવા વિષયોના તલસાટથી છૂટવું ખરેખર દુઃસહ છે. વળી વિષયોની માંગ પૂરી કરવા માટે તૃષ્ણા, લોભ માયા જેવા કષાયો મનને ઘેરી વળે છે. એ કષાયોને જીતવા ઘણા દુઃસહ છે. તેમાં વળી સુધા, તૃષા અને સર્વ પરિસ્થિતિમાં સમભાવે રહી પરિષદોને જીતવા દુસહ દુઃસહ છે. તેમાં વળી કોઈ પૂર્વના પ્રારબ્ધ શરીરને યાતના પહોંચે, કોઈ પશુઓ પીડા આપે, કોઈ દુર્જન શરીરને છેદી નાંખે ત્યારે દેહાધ્યાસ ત્યજી મહાવીરની જેમ ઉપસર્ગોને સહી લેવા અત્યંત દુઃસહ છે. તપાદિ દ્વારા જે મુનિઓ કાયા ઉપર સંયમ કેળવે છે, દેહને આત્મપણે માનતા નથી. દેહનું પૂર્ણ પ્રકારે મમત્વ ત્યજે છે, તે જ આવા પરિષદો અને ઉપસર્ગોથી વિજય પ્રાપ્ત કરે છે. जगत्त्रयैकमलच कामः केन विजीयते । मुनिवीरं विना कंचिचित्तनिग्रहकारिणम् ॥ १२४ ॥ ભાવાર્થ : ચિત્તનો નિગ્રહ કરનાર કોઈ મુનિવર વિના ત્રણ જગતમાં અદ્વિતીય મલસમાન કામ કોનાથી જીતી શકાય ? અતિ ચંચળ એવા ચિત્તનો વિરોધ કરવો દુષ્કર છે. દરેક પળે મંગલમય યોગ ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત કોઈને કોઈ વિષયની માંગ કરે છે, તેમાં પણ સ્પર્શસુખને ત્યજવું, તેનો નિગ્રહ કરવો મુનિવર સિવાય અન્ય કોઈથી આ બનવું શક્ય નથી. તેમાં પણ અતિ બળવાન તેવી કામવાસનાને જીતી લેવી તે તો મહામુનિઓ જ કરી શકે છે. વિવેચન : પંચમહાવ્રત્તમાં બ્રહ્મચર્યવ્રત દુષ્કર મનાયું છે. અનાદિકાળથી જીવે દેહવાસનાને પોષણ આપ્યું છે. તેનો સંસ્કાર એવો દૃઢ છે કે તે વિષયભોગ પાસે જીવને નચાવે છે. કોઈ વીરલા જીવો જ આ બ્રહ્મચર્યને સાધ્ય કરી શક્યા છે. મોટા રાવણ જેવા નરપુંગવો પણ કામ પાસે રાંક થઈને રહ્યા છે. રૂપ પ્રત્યેના આકર્ષણમાં વીરોએ પણ પોતાનું નૂર ગુમાવી દીધું છે. દીર્ઘકાળના તપસ્વીને પણ આ કામદેવ પરાજય આપે છે. ગુરુકૃપા વડે જ આવા કામથી પ્રભાવિત ચિત્તનો નિરોધ થઈ શકે છે. મુનિ એટલે મોક્ષાર્થી. મોક્ષાર્થી એટલે મોક્ષને પ્રયોજનભૂત જેની ચિત્તવૃત્તિઓ નિરાબાધપણે રહે છે. વિષયોના અંકુરો તો તેણે મૂળમાંથી દૂર કર્યા છે. કષાય ઉપર જેમણે વિજય મેળવ્યો છે. તેના મૂળમાં તેમની ચિત્તવૃત્તિ નિરોધ યોગની સાધના છે. ત્રણ ખંડ જીતવા વાસુદેવ માટે સહેલા છે. પુણ્યપ્રતાપે છ ખંડના અધિપતિ થવું ચક્રવર્તી માટે સરળ છે, પરંતુ આ નપુંસક એવા ચિત્તનો તેમાં ઊઠતી વૃત્તિઓનો નિગ્રહ કરવો કઠિન છે પરંતુ મુનિજનો તો સુભટની જેમ રણમેદાને પડ્યા છે. જગતના પ્રલોભનોથી મુક્ત છે તે મુનિવરો ચિત્તનો નિગ્રહ કરી ચિત્તને ચૈતન્યસ્વરૂપમાં જોડી દે છે. मुनयोऽपि यतस्तेन विवशीकृतचेतसः । घोरे भवान्धकूपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ॥ १२५ ॥ ભાવાર્થ : કારણ કે કામથી વિવશ થયું છે જેનું ચિત્ત એવા મુનિઓ પણ આ ભયંકર સંસારરૂપી અંધકૂપમાં પડી છેક તળિયે પહોંચી જાય છે. વિવેચન : દેહવાસના ઘણી ભૂંડી છે, ભલભલા નરપુંગવો પણ ૧૧૬ મંગલમય યોગ Page #126 -------------------------------------------------------------------------- ________________ એ વાસના પાસે મણની જેમ પીગળી ગયા છે, મોટા સમ્રાટો પણ એ વૃત્તિને વશ થઈ રાંક બની જાય છે. કામની ઉત્તેજના સંયમીઓને પણ અકળાવી મૂકે છે. કામવાસનાથી વિવશ બનેલું મન મુનિઓને સંયમના શિખરેથી ગબડાવી ભોંય પછાડે છે. મુનિ પણ જો અસાવધાન રહે અને આહારાદિ અસંયમ સેવે કે લોકસંપર્કની વિશેષ વૃદ્ધિ કરે કે સ્ત્રીઆદિનો પરિચય સેવે તો તે પણ સંસારરૂપી અંધકારભર્યા કૂપમાં પડી છેક તળિયે પહોંચી જાય છે. અર્થાત્ સંયમનો ત્યાગ કરીને સંસારની કામવાસનાનું સેવન કરે તો અધોગતિને પામે છે, માટે સંસાર ત્યાગી એવા મુનિએ વૃત્તિઓને ઉત્તેજિત કરે તેવા નિમિત્તોથી દૂર રહેવું. લોકસંપર્કથી દૂર રહેવું કારણ કે લોકસંપર્ક કંઈ પવિત્ર ભાવવાળો નથી. વિકારજનિત માનવોની અસર નબળા મનના માનવીને વિકાર પરત્વે ખેંચી જાય છે, માટે ચિત્તનિગ્રહ માટે લોકસંપર્ક ત્યજવો જરૂરી છે. અથવા ગુરુઆજ્ઞામાં રહી સંયમનું પાલન કરવું જરૂરી છે. तावद् धैर्य महत्त्वं च तावद् तावद् विवेकिता। कटाक्षविशिखान् यावद् न क्षिपन्ति मृगेक्षणाः ॥ १२६ ॥ ભાવાર્થ : ધૈર્ય ત્યાં સુધી જ રહે છે, મહત્ત્વ પણ ત્યાં સુધી જ ટકે છે, અને વિવેકીપણું પણ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી મૃગ સમાન નેત્રોવાળી સ્ત્રીઓ કટાક્ષબાણોને ફેંકતી નથી. વિવેચન : પ્રાણીમાત્રમાં વૃત્તિઓની જડ ઘણી ઊંડી પડેલી છે, કામવાસનાનાં મૂળ ઘણા વિસ્તાર પામેલા છે, તેવી વૃત્તિઓ ઉત્પન્ન થવાના નિમિત્તો મળતાં સ્ત્રી પુરુષ પ્રત્યે કે પુરુષ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થાય છે, જ્યાં સુધી તેવા નિમિત્તો મળતા નથી ત્યાં સુધી કથંચિત વૈર્ય ટકે છે. સંયમનું માહાભ્ય પણ ટકે છે, અને હિતાહિતનો કે કૃત્યાકૃત્યનો વિવેક ટકે છે. પરંતુ વિજાતિય પરિબળોનું આકર્ષણ મળતાં મનુષ્ય ચલિત થાય છે, માટે સાધકે ભ્રમમાં ન રહેવું કે અમારું મન હવે વશમાં છે તેથી અમને કામોત્તેજક નિમિત્તો શું કરવાના છે ? જ્યાં સુધી પૂર્ણ સંયમરૂપી વીતરાગનું બળ ન આવે કે તેવી પાત્રતા ન આવે ત્યાં સુધી નિરંતર સાવધાન રહેવું. ૧૧o મંગલમય યોગ Page #127 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં સન્માર્ગને ઇચ્છતા સ્ત્રી-પુરુષ સર્વેએ વૃત્તિઓનો સંયમ કેળવવો. गृहं च गृहवर्ता च राज्यं राज्यश्रियोऽपि च । समर्प्य सकलं स्त्रीणां चेष्टन्ते दासवजनाः ॥ १२७ ॥ ભાવાર્થ : લોકો ઘર, ઘરની વાત, રાજ્ય અને રાજ્ય લક્ષ્મી એ બધું સ્ત્રીઓને સોંપીને તેના દાસની માફક વર્તે છે. વિવેચન : સામાન્ય રીતે પુરુષ પરાક્રમી મનાયો છે, પરંતુ પોતાની કામવાસનથી નિર્બળ બની, પોતાનું સત્ત્વ ગુમાવી ઘરનું તંત્ર કે રાજ્યનું તંત્ર સર્વ સ્ત્રીના ચરણમાં મૂકી તેનો દાસ બનવા તૈયાર થાય છે. જો કે સ્ત્રી પુરુષ અન્યોન્ય જ્યારે વાસનાને વશ બને છે ત્યારે અન્યાય પ્રભાવિત થઈ વિવશ બને છે, સામાન્ય રીતે પુરુષ જ્યારે સ્ત્રીને વશ બને છે ત્યારે કર્તવ્ય ચૂકી અકાર્ય કરે છે. પોતાના સ્વજનોની હત્યા પણ કરે, માતા-પિતાનો ત્યાગ કરે. સ્ત્રીને ખાતર યુદ્ધ કરી મહા વિનાશને નોતરે એવાં દૃષ્ટાંતો બન્યાં છે. રાવણે સીતા મેળવવા, દુર્યોધને દ્રૌપદી મેળવવા મહાયુદ્ધ ખેલ્યાં હતાં. વર્તમાનમાં પણ સત્તારૂપી સ્ત્રી કે મનમાની પત્ની મેળવવા અપકૃત્યો થતાં હોય છે. ઘરમાં પણ સ્ત્રી જ સર્વસ્વ હોય તેમ વર્તે છે. પરંતુ તેમ કરવામાં તે દુઃખી થાય છે, છતાં કામવશ તે વૃત્તિને ત્યજી શકતો નથી. સ્ત્રી પણ જો મુક્તિને ઇચ્છે તો તેણે પુરુષ પ્રત્યેની ભોગવાસના ત્યજી દેવી જોઈએ. પુરુષની કામના ઉત્તેજિત ન થાય તે પ્રમાણે વિવેકી બનવું જોઈએ. सा मित्रं सैव मन्त्री च सा बन्धुः सैव जीवितम् । सा देवः सा गुरुश्चैव सा तत्त्वं स्वामिनी च सा ॥ १२८ ॥ रात्रौ दिवा च सा सा सा सर्वं सर्वत्र सैव हि । एवं स्त्र्यासक्तचित्तानां क्व धर्मकरणे रतिः ॥ १२९ ॥ ભાવાર્થ : સ્ત્રી એ જ મિત્ર, તે જ મંત્રી, તે જ બન્યું અને ૧૧૮ મંગલમય યોગ Page #128 -------------------------------------------------------------------------- ________________ તે જ જીવન તે જ દેવ, તે જ ગુરુ, તે જ સત્ત્વ અને તે જ સ્વામિની, રાતે કે દિવસે સર્વ સ્થળે જે કંઈ છે તે, તે અને તે જ છે, આ પ્રમાણે સ્ત્રીમાં જ આસક્ત ચિત્તવાળાં પ્રાણીઓને ધર્મ કરવામાં આનંદ ક્યાંથી હોય ? વિવેચન : અત્યંત કામી પુરુષનું કથન આવું છે. તેને પોતાની આંખે જોવાનું બળ નથી તે પરાયી આંખે જોતો થાય છે, ત્યારે તેનું ચિત્ત સ્ત્રીઆકારે પરિણમે છે, તેની આંખ તે સિવાય કંઈ જોઈ શકતી નથી. તેથી તે એક સ્ત્રીમાં જ આસક્ત બને છે. મિત્ર કે મંત્રી, દેવ કે ગુરુ સર્વ તેને સ્ત્રીમાં સમાય છે. ભક્ત ભગવાનને સર્વસ્વ માને છે ત્યારે ભક્ત સ્વયં ભગવાન સ્વરૂપે પ્રગટ થાય છે. પરંતુ પુરુષ જ્યારે સ્ત્રીને સર્વસ્વ માને છે ત્યારે કામી તરીકે પીડા પામે છે. જો પુણ્યયોગ હોય તો બંને અન્યોન્ય નિર્દોષ વ્યવહાર કરી જીવનને ઉત્તમ માર્ગે લઈ જાય. પરંતું પરસ્પર સંબંધમાં કેવળ વાસના હોય તો તેમાં વફાદારી ટકતી નથી, ઘર્ષણ પેદા થઈ છેવટે બંને દુઃખી થાય છે. માટે કામની મુખ્યતાથી સંબંધ ન કરતાં ગૃહસ્થજીવનની મર્યાદા રાખવી, જેનું જ્યાં સ્થાન તેનો વિવેક રાખવો. स्त्रीसमुद्रेऽत्र गम्भीरे निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद् यदि कोऽपि कथंचन ॥ १३० ॥ ભાવાર્થ: આ ગંભીર સ્ત્રીરૂપ સમુદ્રમાં સમગ્ર જગત ડૂબેલું છે, કોઈ મહાત્મા જ એમાંથી બહાર નીકળે છે. વિવેચન : દરેક પ્રાણી તેની આકૃતિ પ્રમાણે પ્રકૃતિને વશ હોય છે, સિંહ ક્રૂરતાને વશ હોય છે, સ્ત્રી માયાની પ્રકૃતિને વશ હોય છે. સર્પ વિષ-ક્રોધને વશ હોય છે, પુરુષ માન અને કામને વશ હોય છે. તેનું નિમિત્તે તેને માટે સ્ત્રી છે. સ્ત્રીરૂપી વૃત્તિને વશ સમગ્ર વિશ્વ તેમાં જ તદાકાર છે. વૃત્તિને વશ થવાને બદલે જે વૃત્તિનો વિજેતા થાય છે તેવા મહાત્મા જ આ ગહન સમુદ્રમાંથી તરી પાર ઉતરે છે. પુરુષનો કામ શાંત થાય અને વૈરાગ્યનું બળ વધે તે ૧૧૯ મંગલમય યોગ Page #129 -------------------------------------------------------------------------- ________________ માટે શાસ્ત્રકારો આવું કથન કરે છે. दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य ही चिन्ता, स्वोदरस्यापि पूरणे ॥ १३१ ॥ ભાવાર્થ : હીનસત્ત્વ પુરુષને તલવારની ધાર જેવું વ્રત તો દૂર રહો, અતિ દૂર રહો પરંતુ તે પોતાના ઉદરભરણની ચિંતા કરે છે. વિવેચન : વિશ્વમાં પ્રાણીમાત્રને ઉંદર છે, ઉદરપૂર્તિની વાસના હોય છે. ઉદર ન હોત તો વિશ્વની રચના કે પ્રાણીમાત્રનું જીવન કંઈ જુદું જ હોત ! પ્રાણીને ઉદરપૂર્તિ કરવા પ્રયાસ કરવો પડે તે જેટલું હાનિકારક નથી તેથી વિશેષ હાનિકારક ઉદરપૂર્તિ થયા પછી પણ વિશેષ પદાર્થો મેળવવાની જે ચિંતા છે તે તેને હીનસત્ત્વ બનાવે છે. માનવ વિશેષ વિચારવાન છે, તે સમજી શકે કે માનવદેહ કેવળ પશુની જેમ ઉદરપૂર્તિ માટે મળ્યો નથી, વ્રતાદિ કરી જીવનને શુદ્ધ કરવા માટે મળ્યો છે, ઉદરપૂર્તિ જેટલું ક્ષુદ્ર કાર્ય માનવનું નથી, પરંતુ આત્મવિકાસના શ્રેષ્ઠ કાર્ય માટે આવો દેહ મળ્યો છે, માનવનો દેહ જેટલો ઉત્કૃષ્ટ તેટલું તેનું કાર્ય ઉત્કૃષ્ટ છે. यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयत् ॥ १३२॥ ભાવાર્થ : કારણ કે તે પોતાના ઉદરની પૂર્તિ માટે કૂતરાની જેમ અનેક પ્રકારે દીનતા દર્શાવતો ગૃહસ્થોની સેંકડો ખુશામતો કરે છે. ભાઈ ! આ સંસારમાં ચિંતા, ભય, અરક્ષા, માનવના જીવન સાથે જોડાયેલા છે. રાજા હો કે રંક હો, સૌને પેટની પીડા છે, ભિખારીને વસ્તુનો અભાવ છે, રાજા કે રાષ્ટ્રપતિને વસ્તુ છે પણ તૃષ્ણા છે, સત્તાનો જવાનો ભય છે. આવા ક્લેશોથી ભરેલા સંસારમાં માનવ કેમ જીવી શકે છે ? સમગ્ર માનવસમાજ આવા ક્લેશોથી ગ્રસાયેલો છે, એ ઝેર પચાવી વિરલ મહાત્માઓએ સમત્વનું અમૃત શોધ્યું અને પેલી તૃષ્ણાના ૧૨૦ મંગલમય યોગ Page #130 -------------------------------------------------------------------------- ________________ મૂળને ઉખેડી ફેંકી દીધું. વિવેચન : મનુષ્ય કેવળ ઉદરપૂર્તિ કરવા માટે પ્રયાસ કરે તો તેમાં કંઈ હીનતા નથી પરંતુ ઉદરપૂર્તિ માટે જે પ્રપંચ કરે છે, ઉદરપૂર્તિની આગળ પાછળ મોટી જંજાળ ઊભી કરે છે. તે તેને હીનસત્ત્વ બનાવે છે. કહેવાય છે કે ઉદર તો સવાશેર આહારનું પાત્ર છે, પરંતુ એ પાત્ર અજબનું હોય તેમ ભરાય છે અને ખાલી થાય છે, ઉદર કંઈ વિવિધતા માંગતું નથી પરંતુ તેના ઉપર રસનાનું રાજ્ય વર્તે છે, તેની માંગ પાછળ માનવ દોડે છે. તે માંગ પૂરી કરવા તે કેટલાયની ખુશામત કરે છે, જ્યાં ત્યાં માની થઈને ફરતો પુરુષ પણ આ ઉદરપૂર્તિ માટે દીન બની યાચના કરે છે. વળી દારિદ્રતા વશ પ્રાણીને ઉદરપૂર્તિ માટે જ ઘેરઘેર ભિક્ષા માંગવી પડે છે. ત્યારે તેના માન સ્વમાન સર્વ છૂટી જાય છે, આ ઉદરની રચના કેવી અટપટી છે કે પ્રાણી ભૂખનું દુઃખ સહન કરી શકતો નથી. રાજા રાણા પરાક્રમી પણ જો કર્મવશ પરવશ થઈ જાય તો ભૂખના દુઃખે દીન બની જાય છે. त्वमार्या त्वं च माता मे त्वं स्वसा त्वं पितुःष्वसा । इत्यादिज्ञातिसंबन्धान् कुरुते दैन्यमाश्रितः ॥ १३३ ॥ ભાવાર્થ : દીનતાનો આશ્રય કરનારો તમે સાસુ, તમે માતા છો, બહેન છો, મારી ફોઈ છો આ પ્રમાણે સંબંધ બાંધે છે. વિવેચન : દીનહીન બનેલો માનવ જ્યારે સંસારના પરિચયથી ઘેરાઈ જાય છે ત્યારે કોઈને સાસુ કે માતા માનીને કે કોઈને બહેન આદિ માનીને સૌની સાથે સંબંધ બાંધે છે. પોતાને માતા કે બહેન ન હોય તો અન્યને માતા કે બહેન બનાવે છે. અને તેની ખુશામત કરે છે. જગતમાં જન્મેલા માનવને સંસારમાં વિવિધ પરિચયો હોય છે. માતા સાસુ જેવા સંબંધની વ્યવસ્થા હોય છે. એ વ્યવસ્થાને માનવ પોતાની જ અવસ્થા માની લાગણીઓ ઊભી કરે છે. રાગાદિને ઊભા કરે છે, અને તે તે સંબંધોમાં કંઈ ઊણપ આવતાં દુઃખી થાય છે. મંગલમય યોગ ૧૨૧ Jan Education International Page #131 -------------------------------------------------------------------------- ________________ પોતાના હતા તે પરાયા લાગે છે, જ્ઞાની કહે છે ભાઈ ! આ જગતમાં કોઈ કોઈના માતા ઇત્યાદિ કાયમ માટે છે નહિ અને હતા નહિ, તું નાહકનું જગતની વ્યવસ્થાના સંબંધની કોટે વળગી પડે છે. એક જનમ પૂરતા મળેલા આ સંબંધોમાં ધર્મભાવના કે મૈત્રીભાવના જોડીને પરમાર્થને સાધી લે તો તારી દીનતા દૂર થશે. अहं त्वदीयपुत्रोऽस्मि कवलैस्तव वर्धितः । तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥ एवमादीनि दैन्यानि क्लीबः प्रतिजनं मुहुः । कुरुते नैकाशस्तानि कः प्रकाशयितुं क्षमः ? ॥ १३५ ॥ १३४ ॥ ભાવાર્થ : ‘હું તમારો પુત્ર છું” તમારા કોળિયાથી વૃદ્ધિ પામ્યો છું, તમારો ભાગીદાર છું, તમારો આશ્રિત છું, તમને ચાહનારો છું, આ પ્રમાણે કાયર પુરુષ પ્રત્યેક મનુષ્ય પાસે વારંવાર અનેક પ્રકારની દીનતા કરે છે, તેને પ્રગટ કરવા કોણ સમર્થ છે ? વિવેચન : જન્મ જન્માંતરે સંબંધ બદલાય છે. આ જન્મનો પુત્ર ક્યારેક પિતા બને, પિતા માતા બને તેવી વિચિત્રતા નહિ જાણતો જીવ એમ માને છે કે આ જન્મના મળેલા આ પિતાના સંબંધો કાયમના છે. અને તેથી તે તે સંબંધમાં રાગાદિ વડે સુખી કે દુઃખી થાય છે. વળી જ્યારે એકનો વિયોગ થાય ત્યારે તે શોકથી મૂંઝાઈ જાય છે, તેને લાગે છે કે હું તો તેમને આશ્રિત તેમને ચાહનારો હવે કેમ જીવી શકીશ ? આ પ્રમાણેના પિતા કે પુત્રના વિયોગ અનંત જન્મોમાં અનંતવા૨ જીવે સહન કર્યો છે. આંસુ સાર્યાં છે, અને કાયર બની દીન થઈ જાય છે. અનેક જન્મની જીવની આવી દીનતાનું વર્ણન કરવામાં આવે તો તેનો છેડો દેખાય તેમ નથી. માટે આ જન્મમાં મળેલા સંબંધોમાં આદર અને નિર્દોષ પ્રેમ વડે રાદિને ઘટાડી દે, તો તને ભવિષ્યમાં આવી દીનતા કરવાનો સમય નહિ આવે. જો કે તને બુદ્ધિમાં આવી વિગતો ઊતરશે નહિ, તારું મન અન્ય વિકલ્પોને માનશે પરંતુ આ હકીકતને સ્વીકારશે નહિ. તેમાં ૧૨૨ મંગલમય યોગ Page #132 -------------------------------------------------------------------------- ________________ તું પણ શું કરે ? ફૂટપટ્ટી લઈને ધરતીનું માપ કેવી રીતે નીકળે ? તેમ પૂર્ણ શુદ્ધ જ્ઞાનમાં જગતનું જે સ્વરૂપ જણાયું તે તને આંશિક બુદ્ધિમાં કેવી રીતે સમજાય ? માટે કંઈક સમજ જ્ઞાનીના વચનમાં શ્રદ્ધા રાખ. પૂર્વજન્મની વાત જવા દે પણ આ જન્મમાં પણ આવું બને છે કે જે પિતા પુત્ર વગર જીવી શકે નહિ, આ તો મારો વહાલો દિકરો છે, તેમ કહેતા હતા તે પિતા કંઈ વિચારભેદ થતાં પુત્રનું મુખ જોવું નહિ તેવાં વચન કુશળતાપૂર્વક બોલે છે. અને જે પુત્ર કહેતો હતો તમે મારાં માતા છો, પિતા છો, તે પુત્ર યુવાની આવતાં પત્નીના અનુરાગથી માતા-પિતાને ઘરના આંગણે પણ આવવાની મનાઈ કરે છે. આ પ્રમાણે પતિ અને પત્નીમાં પણ બને છે. ત્યારે પણ જીવને સમજાય તો સારું કે આ જગતની લીલા વિશ્વનીય નથી. પરંતુ પ્રભુવચન જ પ્રમાણ છે. आगमे योगिनां या तु सैंही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽऽचरणे पुनः ?॥ १३६ ? ॥ ભાવાર્થ ઃ આગમમાં યોગીઓને સિંહ જેવી વૃત્તિ રાખવાનું દર્શાવવામાં આવ્યું છે, તેના તો નામથી પણ તે ત્રાસ પામે છે તો પછી આચરણમાં મૂકવાની તો વાત જ ક્યાં ! વિવેચન : સિંહવૃત્તિ એટલે સિંહને કોઈ લાકડી મારે તો તે કૂતરાની જેમ લાકડીને પકડતો નથી પણ લાકડી મારનાર માનવ તરફ ધસી જાય છે. અર્થાત્ જ્યાં મારવાનો ભય છે તેને જ નાબૂદ કરે છે, તેમ યોગીઓ વૃત્તિઓના મૂળ મનને જ વશ કરે છે. મનને સ્વચ્છેદે જવા દે અને વૃત્તિઓને કાબૂમાં લેવા જાય તો વૃત્તિઓનું મૂળ મન હજી બળવાન છે, તેથી થોડી વૃત્તિઓ દબાય ને બીજી અનેક વૃત્તિઓ વળી ઊભી થાય. માટે યોગીઓ મનની ચપળતાને વશ કરી લે છે. જગતનો સંસારી જીવ સિંહનું નામ સાંભળતાં જ ભય પામે છે, યોગી વિકારોને સિંહની જેમ ત્રાડ પાડી ભગાડી મૂકે છે. જ્યારે મંગલમય યોગ ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ સંસારી તો વૃત્તિઓને વશ થઈ તેનાથી ત્રાસ પામે તોપણ છોડી શકતો નથી. યોગી વૃત્તિઓથી ત્રાસ પામે છે, તેથી તેનું સેવન તે કેવી રીતે કરે ! યોગી જીવનની સંયમી ચર્યાથી સંસારી જીવ ત્રાસ પામે છે, તો પછી સંયમ જીવનનું આચરણ તે ક્યાંથી કરી શકે ? સંસારી વિચારે છે કે આ યોગીની જેમ શરીરનાં સુખ છોડીને ઠંડી ગરમીનાં કષ્ટ કેવી રીતે સહન થાય ? જે સમયે જે ઈચ્છા થાય તે પૂરી કરવાનાં કોઈ સાધન ન હોય તો જીવન જિવાય કેવી રીતે ? જંગલમાં વન્ય પશુઓ વચ્ચે નિર્ભયતાથી રહેવું તે તો વળી દુષ્કર છે. સ્નાનાદિ વગર ચાલે કેવી રીતે ? આમ યોગીજીવનની ચર્ચાના વિચારમાત્રથી સંસારી ત્રાસ પામે છે. તો પછી તે યોગી જીવનનું આચરણ તો ક્યાંથી કરી શકે ? किन्तु सातैकलिप्सुः स वस्त्राहारादिमूर्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥ १३७ ॥ कथयंश्च निमित्तायं लाभालाभं शुभाशुभम् । कोटि काकिणिमात्रेण हारयेत् स्वं व्रतं त्यजन् ॥१३८॥ ભાવાર્થ : પરંતુ તે સુખની જ એક અભિલાષાવાળો બની, વસ્ત્ર આદિ આહારની મૂર્છાથી મંત્ર-તંત્ર કરે છે. ગૃહસ્થના ઘર સંબંધી ચિંતાઓ કરે છે. અને નિમિત્ત વગેરેને તથા લાભ, નુકસાન, શુભ, અશુભ વગેરે કહે છે. આ રીતે પોતાના વ્રતને ત્યાગ કરતો તે એક કાકિણી માટે કરોડોને હરી જાય છે. વિવેચન : વાસ્તવમાં યોગી સંસારનો ત્યાગ વૃત્તિના જય માટે જ કરે છે. મનને વશ રાખવું તે તેમના જીવનનું પ્રયોજન છે. તેને બદલે જો તે સંસારના સુખનો અભિલાષી બને તો તેને વસ્ત્ર આદિ મેળવવાની અપેક્ષા રહે છે. વિવિધ સ્વાદિષ્ટ આહારની મૂછ થાય છે વળી તે વેશધારી હોવાથી ભોળાજનો તેને તે પ્રકારની સુવિધા કરી આપે છે. એવા અજ્ઞાતજનોને પણ પોતાને કંઈ મળશે તેવો સ્વાર્થ હોય છે. ૧૨૪ મંગલમય ચોગા Page #134 -------------------------------------------------------------------------- ________________ ભોળાજનોની આવી મનોવૃત્તિ જોઈ કોઈ યોગી પોતાના આદર્શથી વિમુખ થઈ મંત્રતંત્રના ચમત્કાર કરી જનતામાં આકર્ષણ પેદા કરી થોડો દેખાવ કરી. અસત્યનો આધાર લઈ ચમત્કાર બતાવે છે. આથી ભૌતિક સુખના અભિલાષી આવા કહેવાતા યોગીથી ભ્રમિત થઈ અધર્મ આચરે છે. વળી આવા યોગીઓ ગૃહસ્થના ઘર અને સ્વજનો સુધી પગપેસારો કરે છે. તેમના ઘરની ચિંતા કરે છે. જ્યોતિષ જેવી કંઈ જાણકારી મેળવી લોકોના હાથની રેખાઓ જોઈ કુંડળી કાઢી લાભ-નુકસાનનાં નિમિત્તો જણાવે છે. તેમને શુભાશુભ કેવો યોગ છે, તે જણાવે છે. અને તેના ઉપાય તરીકે મંત્ર, તંત્ર, ધાગા માળિયાં કરી આપે છે. આવા કહેવાતા યોગીઓ પોતે ડૂબે છે અને ભોળાનોને ડુબાડે છે. કાગળની નાવ જેમ નદી કે ઉદધિને તરવામાં કામ આવતી નથી તેમ આવા યોગીઓ કોઈ તરવાનો માર્ગ બતાવી શકતા નથી. જેમ કોઈ કોડીને માટે રત્ન ત્યજે તેમ અમૂલ્ય વ્રત છોડીને કે સંસાર તરવાના સાધનને ત્યજીને ક્ષુદ્ર એવા ચમત્કારમાં પડી યોગી સંયમ હારી જાય છે. चारित्रैश्वर्यसंपन्न पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं त्रैलोक्योपरिवर्त्तिनम् ॥ १३९ ॥ ભાવાર્થ : પરંતુ મૂઢ દૃષ્ટિવાળો તે, આત્મા પોતે ચારિત્રના ઐશ્વર્યથી સહિત હોવાથી પુણ્યના સમુદાયના ભાજનભૂત છે. અને ત્રણેય લોકમાં શ્રેષ્ઠ છે, તે વાત જાણતો નથી. વિવેચન : લોકસમૂહના ચમત્કારમાં પડેલા મૂઢદૃષ્ટિવાળા કહેવાતા યોગી, સંયમમાર્ગે નીકળવા છતાં પોતે જ ભ્રમમાં પડી જાય છે. તે જાણતો નથી આત્મા સ્વયં સમ્યગ્ ચારિત્રથી, તપ વૈરાગ્ય અને સમતાના ઐશ્વર્યથી યુક્ત છે. શુદ્ધ ચારિત્ર એ યોગીઓનો ધર્મ છે. નિરંતર શુદ્ધ પરિણામમાં રમતો હોય તે યોગી છે. વળી તે જાણતો નથી કે મંત્ર-તંત્ર વગેરેથી મેળવેલું ગમે તેવું પુણ્ય તો તદ્દન તુચ્છ છે. તેમાં લોકમાન્યતા વધે તો પણ તે પુણ્ય તેના સંમય અને મંગલમય યોગ ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ વ્રતને લૂંટી જનારું છે. વૈરાગ્ય, સંયમ અને શુદ્ધ આચારનું જે ઉત્તમ પુણ્ય છે તેના સમુદાયનો આત્મા પાત્ર છે. તે પુણ્ય જ્યારે તીર્થંકર નામકર્મની કોટિનું બને છે ત્યારે તે ત્રણે લોકમાં શ્રેષ્ઠ મનાય છે. એવા ઉત્તમ પુણ્યને ત્યજીને તું આવી ક્ષુદ્ર જાળમાં ક્યાં ફસાઈ ગયો છું ! જે સંયમના યોગથી તું સંસારસાગરને તરી જાય તેને બદલે તે સંયમની નૌકાને ત્યજીને ડૂબી જવાય તેવા નિમિત્તોનો ભોગ શા માટે થાય છે ! કેવળ તેમાં તારું અજ્ઞાન જ કારણભૂત છે. શુદ્ધ ચારિત્રનું બળ એવું ઉત્તમ છે કે તેને ચક્રવર્તીઓ પણ ઇચ્છે છે. શુદ્ધ ચારિત્રના આધાર પર જીવ સર્વજ્ઞતા પામે છે. સિદ્ધ બુદ્ધ થઈ અનંત અવ્યાબાધ સુખને પામે છે. ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । भावनिः स्वधनेशानां ललनानि करोत्यसौ ॥ १४० ॥ ભાવાર્થ : વિપર્યાસના યોગે પોતાને ભિક્ષુક જેવો માનતો એ આ પ્રાણી ભાવરૂપી ધન વિનાના એવા ધનિકોની ખુશામત કરે છે. વિવેચન : બુદ્ધિના વિપરીતપણાને લીધે, અસત્બુદ્ધિને કારણે પોતે આત્મ વૈભવવાળો છતાં પોતાને એક સામાન્ય ભિક્ષુક માને છે. તેથી ઉત્તમ ભાવરૂપી ધન રહિત, શ્રીમંતાઈની ઉદારતા રહિત કહેવાતા ધનિકોની તે ખુશામત કરે છે. ધનિકો વધુ ધન મેળવવા એ ભિક્ષુકના ચરણ ચાંપે છે. ધનિક પોતે પોતાના સ્વાર્થે સેવા કરે છે. તે માટે ધન આપે છે. અને ભિક્ષુક આવો શિષ્ય સમુદાય ટળી ન જાય તેને માટે તેમની ખુશામત કરે છે. પરિણામે બંને સંસારનું ભ્રમણ કરે છે. અનંત ગુણોથી ભરપૂર એવો ઐશ્વર્યવાન, એ ગુણોના સમૂહ વડે પુણ્યવંતો આત્મા પોતાને જાણતો ન હોવાથી જડ પદાર્થો તથા ધનથી મોહિત થઈને ધનવાનોની ખુશામત કરે છે. જે ધનિકો મનથી તો દરિદ્રી છે, તેમને સંતોષ નથી તેથી તેઓ નિરંતર ધન મેળવવા માટે જીવનનો કિંમતી સમય ગુમાવી બેઠા છે, એવા ધનિક છતાં ૧૨૬ મંગલમય યોગ www.jainelibfary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રી પાસે તમને શું મળશે ? प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्राद्रयोऽपि ते रंकप्रायः स्युः किमुतापराः ? ॥ १४१ ॥ ભાવાર્થ : જેની આત્યંતર વૃત્તિઓ શાંત થઈ છે. જેને કોઈ સ્પૃહા નથી. અને જે સદા આનંદમાં મગ્ન છે, તેવા યોગી આગળ ઈન્દ્ર વગેરે પણ રંક જેવા છે. તો બીજાઓની તો વાત જ શી ? વિવેચન : સાચા અર્થાત્ ભાવયોગી કેવા હોય ? તે કહે છે, જેણે બહારમાં તો સર્વ ત્યાગ કર્યો છે. પરંતુ તેમની અંતરંગ વૃત્તિઓ પણ શાંત થઈ છે તે યોગી છે. દંભ, છળ, કપટ, લોભ, જનસમૂહમાં કંઈ પણ અપેક્ષા જેવા દોષો જેનામાં નષ્ટ થયા છે. જેને કંઈ પણ બહારમાં મેળવવાનું નથી તેવા યોગી સદા સ્વાનુભૂતિયુક્ત આનંદમાં મગ્ન હોય છે. આ યોગીને ઇન્દ્રાદિ પણ વંદે છે. યોગીના આંતરિક વૈભવ પાસે ઈન્દ્રનો વૈભવ તુચ્છ જણાય છે. જંગલના એકાંતમાં રહેતા શીત અને ઉષ્ણ પરિસ્થિતિમાં વસ્ત્રાદિ સાધન રહિત, આહારના સ્વાદિષ્ટ પદાર્થો રહિત, અન્ય સુખદ સામગ્રી રહિત યોગીને શાના વડે સુખ હશે ? એવું શું બળ તેમની પાસે છે કે સઘળી પ્રતિકૂળતા છતાં તેઓ સદા આનંદમાં મગ્ન હોય છે ! જેણે જગતમાં ઇન્દ્રિયોના કોઈ સુખ-સાધનની જરૂર નથી એટલે તેના સંગ્રહની ચિંતા નથી, પરાધીનતા નથી. ભૌતિક પદાર્થ રહિત અંતરંગ શુદ્ધિનો આનંદ અખ્ખલિત વહેતો હોય તેવા યોગીને સદા આનંદ હોય છે. પ્રથમ તીર્થકર તથા અંતિમ તીર્થકર દિગંબર અવસ્થામાં હતા, મુગટ આદિની ઉપાધિરહિત હતા, છતાં તેમના ચરણમાં ચક્રવર્તીઓ ઝૂકતા હતા. કારણ કે તે તીર્થંકરાદિ પાસે આત્મ ઐશ્વર્ય હતું. તેથી ઈન્દ્રાદિ પણ તેમના ચરણમાં વાસ ઈચ્છતા હતા. किं विभुत्वेन किं भोगैः किं सौंन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां दुःखं चेत् प्रगुणं पुरः ॥ १४२ ॥ ભાવાર્થ ? જો આગળ દુઃખ આવવાનું નક્કી હોય તો જીવોને મંગલમય યોગ ૧૨૦ Page #137 -------------------------------------------------------------------------- ________________ સત્તા ભોગો સૌંદર્ય લક્ષ્મી કે જીવિતથી ય શું ? વિવેચન : કર્મ કે કુદરતના નિયમથી જે અજ્ઞાન છે તે તો માને છે, કે આ જીવનમાં આજે જે મળે તે ભોગવો, કાલની કોને ખબર છે. અને કર્મ કે કુદરત જેવું કંઈ છે પણ નહિ આથી તેઓ દુઃખનાં કારણો હોવા છતાં સત્તા આદિમાં સુખ માની અપકૃત્યને ત્યજતા નથી કે નાના પ્રકારની પાપવૃત્તિને પણ ત્યજતા નથી. કેવળ તમસના અંધકારમાં જીવે છે. વળી બુદ્ધિમાન લોકોને કર્મનો કંઈક ખ્યાલ છે. પરંતુ પૂર્વનો દ્રઢ સંસ્કાર ભૌતિક જગતના સુખો પ્રત્યેનો હોવાથી તેઓ ગમે તે પ્રકારે સત્તા મેળવવા પ્રયત્ન કરે છે. તેમાં આત્મિક સત્ત્વ ગુમાવી યુદ્ધ, છળ, કપટ પણ કરતા અટકતા નથી. એમ કરવામાં ભાવિ દુઃખનાં પોટલાં એકઠાં થાય છે તેને જાણતા નથી. શારીરિક ભોગ કે સૌંદર્યમાં જ સુખ છે તેથી બુદ્ધિના પ્રભાવે, પુણ્યયોગે મળેલા સુખના સાધનમાં તેઓ મગ્ન થઈને મહાલે છે. એ ભોગ, સૌંદર્ય છૂટી જવાના છે તેની સ્મૃતિ પણ તેઓ રાખતા નથી. આજે ભોગવી લો પછી પડશે તેવા દેવાશે. જો કે દુઃખ આવે ત્યારે અત્યંત દીનદશા થઈ જાય છે, ત્યાં માનવ નિરૂપાય બને છે. વળી લક્ષ્મી ગૃહસ્થજીવનનું એક જરૂરી સાધન છે. તે સપ્રમાણ ન હોય તો દારિદ્રતા કે અતિધનથી ચિંતાનું કારણ બને છે. વળી જન્મનું દુઃખ મનુષ્યને યાદ ન હોય પરંતુ જન્મ પછી મરણના દુઃખની ખબર છે. એટલે જન્મીને મરણનો ભય રહે છે આમ સત્તા આદિ કોઈ પદાર્થની પાછળ દુ:ખ હોય તો પછી તે મેળવીને શું ? नार्थ्यते यावदैश्वर्यं तावदायाति संमुखम् । यावदभ्यर्थ्यते तावत् पुनर्याति पराङ्मुखम् ॥ १४३ ॥ अधैर्यादविचार्येदमिच्छाव्याकुलमानसः । हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥ १४४ ।। ભાવાર્થ : જ્યાં સુધી ઐશ્વર્યની ઇચ્છા નથી હોતી, ત્યાં સુધી ૧૨૮ મંગલમય યોગ Page #138 -------------------------------------------------------------------------- ________________ તે સન્મુખ આવે છે. અને જ્યારે તેની ઇચ્છા કરવામાં આવે છે, ત્યારે તે મોં ફેરવીને ચાલ્યું જાય છે. પરંતુ ખેદની વાત છે કે અધીરતાને યોગે આ વસ્તુનો વિચાર કર્યા વિના માત્ર ઇચ્છાથી વ્યાકુળ મનવાળો તે વસ્તુને માટે દોડાદોડી કરતા થાકતો નથી. વિવેચન : પ્રારબ્ધ એવું અકળ છે કે કોઈ સંતોષી માનવને ધન આદિ સંપત્તિની ઇચ્છા ન હોવા છતાં તે વૃદ્ધિ પામે છે. અને કોઈને તેની જરૂર છે અથવા વધતા માન ઐશ્વર્ય આદિને ઇચ્છા છે તેને માટે ઘણો પરિશ્રમ ઉઠાવે છે. છતાં તે વસ્તુ માટે તેની નિરંતર અમૈત્રી જ રહે છે. વળી ખેદની વાત એ છે કે જ્યારે વસ્તુની અપ્રાપ્તિ હોય ત્યારે ધીરજપૂર્વક શ્રમ કરવાને બદલે તે વ્યક્તિ અધીર બને છે. અધીરતાને કારણે તેને સાચી દિશા મળતી નથી. તેથી વ્યાકુળ થઈને તે વધુ તડપે છે. તે વસ્તુ મેળવવા ઘણું દુઃખ ભોગવે છે પણ તે વ્યર્થ જાય છે. ઐશ્વર્ય આદિની પ્રાપ્તિ-અપ્રાપ્તિ કેવળ આ સ્નેની કોઈ પરિસ્થિતિ છે એવું પણ નથી, પરંતુ મુખ્યત્વે પૂર્વજન્મના શુભ-અશુભ કર્મોની વિચિત્રતા તેનું કારણ હોય છે. જ્યારે માનવની સારી પરિસ્થિતિ હોય, સંપત્તિ આદિ હોય પણ કૃપણ થઈ પોતે જ તેનો સ્વામી છે તેમ માની સ્વાર્થમય જીવન જીવે તેનું પરિણામે પોતે જ સાધનહીનતા પામે છે. અને જો પોતાના આત્મા, દેહ, ધન, સત્તા સર્વેનો સઉપયોગ કર્યો હોય છે તો તેને ન માંગે દોડતું આવે તેમ ધનાદિ તેની સામે આવે છે. માટે વિચારવાન માનવે સર્વમાં સમાન આત્મા જાણી સમભાવે વ્યવહાર કરવો. દેહ વડે પરોપકારનાં કાર્યો કરવાં, ધન વડે દીનદુ:ખિયાનાં દર્દો દૂર કરવા. પ્રતિષ્ઠાનો અહંકાર ન કરતાં તેવા યોગ વડે સામાન્ય વર્ગના માનવોનું કલ્યાણ કરવું. વાણી વડે મધુરતા જાળવવી અને મનથી દરેકનું સુખ ઇચ્છવું, આમ કરવાથી ન માંગે તો પણ ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ થાય છે. स्थिरो धीरस्तु गम्भीरः संपत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण विषादेन न च क्वचित् ॥ १४५ ॥ મંગલમય યોગ ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જે પ્રાણી સ્થિરતાવાળું છે, ધીર અને ગંભીર છે. તે કદી પણ સંપત્તિઓમાં હર્ષથી વ્યાપ્ત બનતું નથી. અને વિપત્તિઓમાં વિષાદથી ઘેરાતું નથી. વિવેચન : જે જીવ મનની ચંચળતાઓથી વ્યગ્ર નથી પણ સાધનાકાળમાં કોઈ શુદ્ધ અવલંબન વડે સ્થિરતાનો અભ્યાસ હોવાથી તે અંતર કે બાહ્ય પરિસ્થિતિમાં વિચલિત થતો નથી. સ્થિરતાના અભ્યાસને કારણે ચિત્ત પણ સમવસ્થિત હોવાથી તે જીવ ચેતનશુદ્ધિમાં આગળ વધે છે. વળી તે ધીર અને ગંભીર હોય છે જેને કારણે તે વિપુલ સાધનસામગ્રી કે સંપત્તિ હોવા છતાં તેનાથી તાદાભ્ય પામીને તે પાર્થિવ પદાર્થો વડે સુખ માનતો નથી. સંપત્તિ આદિની વૃદ્ધિમાં તેનો હર્ષ ઊભરાતો નથી. તેથી તે વિપત્તિમાં મૂંઝાતો નથી. રોગ, શોક કે સંતાપ થાય તેવા પ્રસંગમાં તે વિષાદથી ઘેરાઈ જતો નથી પરંતુ ધીરજપૂર્વક તેવી વિપત્તિમાંથી માર્ગ કાઢે છે. જેમ તે સંપત્તિમાં માન કે અહંકારથી છકી જતો નથી પરંતુ ગંભીરતા રાખે છે. તેમ વિપત્તિમાં દુઃખથી હિંમત હારતો નથી. સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ, સંપદ કે વિપદ બંને સંસારલીલાનું નાટક છે. તે પોતાના જ શુભાશુભ કર્મોનું પરિણામ છે, તેવી તાત્વિક શ્રદ્ધા હોવાથી તે પ્રાજ્ઞ આત્મા સ્થિરતા કે સમતાને ત્યજી દેતો નથી. તે જેમ સમતા ધારણ કરે છે તેમ તેમ તેને સાનુકૂળ સંયોગ મળતા જાય છે. તેનું જીવન પ્રભુના અનુગ્રહે આત્મહિતમય એકધારાએ વહે છે. ધીરતા અને ગંભીરતા વડે માનવ ઉત્તમ જીવનનું ઘડતર કરી શકે છે. ઉતાવળા માનવો જીવનમાં મળેલા સુખને પણ ગુમાવે છે. પરંતુ જે ધીર કે ગંભીર છે તેનું સુખ વધે છે. ये सिद्धा ये च सेत्स्यन्ति सर्वे सत्त्वे प्रतिष्ठिताः । सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥ १४६ ॥ ભાવાર્થ : જે આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, અને જેઓ સિદ્ધિપદને પામશે તે બધા સત્વભાવમાં સ્થિર થયેલા હોવાથી જ. ૧૩૦ મંગલમય યોગ. Page #140 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વ વગર સિદ્ધિ થવાનું કોઈ પણ શાસનમાં કહ્યું નથી. વિવેચન : સંસારની દ્વન્દાત્મક સર્વ અવસ્થાઓને સંકેલીને જે સર્વ સિદ્ધિપદને પામ્યા છે કે ભવિષ્યમાં પામશે તે સર્વે આત્માઓ પોતાના સત્ત્વભાવમાં સ્થિર થઈ આત્મ તત્ત્વની મુખ્યતા કરીને પામ્યા છે, તમસ અને રજસ પ્રકૃતિ જ્યારે શમી જાય છે ત્યારે સત્ત્વભાવનો ઉદય થાય છે. સત્ત્વભાવવાળો આત્મા સર્વ જીવમાં સમાનભાવવાળો હોય છે. પરહિતચિંતારૂપ મૈત્રી આદિ ભાવાનાવાળો હોવાથી તેને તત્ત્વદેષ્ટિ પ્રાપ્ત થઈ હોય છે, તત્ત્વદૃષ્ટિનું પરિણામ જ સિદ્ધિપદ છે. જે પદની પ્રાપ્તિ કૃતકૃત્યપરાયણ હોય છે. સત્ત્વવાળી જગતના સર્વ જીવોની સુખની અભિલાષાવાળો હોવાથી તેનામાં સ્વાર્થ, મોહ કે અજ્ઞાન જેવા દોષો નષ્ટ થાય છે. ચિત્તની એવી સમસ્થિતિ જ ચેતનાની ઉત્તરોઉત્તર શુદ્ધિ પ્રાપ્ત કરે છે. સત્ત્વગુણ એ સમયમાં આવતા બહારના મલિનતાયુક્ત દોષોને દૂર રાખે છે અને પૂર્વના મલિન દોષોને નષ્ટ કરે છે. તાત્ત્વિકતાથી જીવને જગતનું સાચું સ્વરૂપ જણાય છે. તેથી તેનાં આંતરચક્ષુ ખૂલે છે. તે બહાર નામરૂપ રંગમાં આકર્ષણ પામતો નથી. તે હવે કર્મની પ્રકૃતિ જન્ય જીવન જીવતો નથી પરંતુ ચેતનાની ફુરણાનો સ્વીકાર કરી યોગ વ્યવહાર કરે છે. ત્યજવા જેવું ત્યજી દે છે. અને આદરવા જેવું આદરી અંતે દ્વન્દ્રના ભેદ રહિત સિદ્ધિપદને પામે છે. એવા સત્ત્વના સામર્થ્ય વગર કોઈ સિદ્ધિપદને પામશે તેમ શાસનમાં કહ્યું નથી. एवमेव सुखेनैव सिध्यन्ति यदि कौलिकाः । तद् गृहस्थादयोऽप्येते किं न सिध्यन्ति कथ्यताम् ? ॥ १४७ ॥ ભાવાર્થ ? જો એમને એમ સુખપૂર્વક જ વામમાર્ગીઓ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય તો પછી ગૃહસ્થો વગેરે પણ કેમ સિદ્ધિ પ્રાપ્ત ન કરે ! - વિવેચનઃ સિદ્ધિનો, મોક્ષનો કે મુક્તિનો માર્ગ ક્રમને ગ્રહણ કરે છે. એ માર્ગનો ક્રમ અપવાદરૂપે કોઈએ પ્રાપ્ત કર્યો હોય ત્યારે ૧૩૧ મંગલમય યોગ Page #141 -------------------------------------------------------------------------- ________________ તેમાં અક્રમ લાગે ખરો પરંતુ એ સાધકની અવસ્થા અતિ શીવ્રતાએ વધતી હોવાથી તેનો ક્રમ દૃષ્ટાંતમાં જણાતો નથી, તેથી લોકોને અક્રમનો ભ્રમ પેદા થાય છે. અપવાદ એ છે કે ઇલાચિપુત્ર કે ભરત ચક્રવર્તી જેવા ગૃહસ્થોએ સર્વવિરતિ ગ્રહણ કર્યા વગર કેવલ્યની પ્રાપ્તિ કરી હતી. એમ હોવા છતાં આંતરપરિણતિમાં તેઓ ગુણારોહણની શ્રેણિના ક્રમ પ્રમાણે જ કૈવલ્ય પામ્યા હતા. તેનો કાળ અંતરમુહૂર્તનો હોવાથી કોઈને બે પાંચ મિનિટ જેવો કે કંઈ વધુ સમય હોઈ શકે, વળી તેઓ અપવાદરૂપે ગૃહસ્થ દશામાં કૈવલ્ય પામ્યા પછી સંસારમાં એક ઘડી પણ રોકાયા ન હતા. સર્વવિરતિને ધારણ કરી સિદ્ધિપદને પામ્યા હતા. ચારઘાતી કર્મોનો નાશ કરી, સ્વ-પર પ્રકાશક પૂર્ણજ્ઞાનને પ્રાપ્ત થાય તે કૈવલ્ય છે. આવા ક્રમ રહિત કોઈ વ્યક્તિ, કે મત એમ માનતા હોય કે સિદ્ધિપદની પ્રાપ્તિમાં કોઈ ત્યાગ વૈરાગ્યની જરૂર નથી કે સર્વ સંગ પરિત્યાગની જરૂર નથી તો સઘળા સાધક ગૃહસ્થો ઉત્તમ ચારિત્ર પાળવા છતાં સિદ્ધિપદને પ્રાપ્ત કેમ થતાં નથી ? વળી પૂર્વના આરાધનના ઉત્કૃષ્ટ બળવાળા સાધક કદાચ કોઈ વિશિષ્ટતા વડે કૈવલ્ય પ્રાપ્ત કરે તો પણ કૈવલ્યના અન્ય જે લક્ષણો હોય તે વડે તેની પ્રસિદ્ધિ હોય છે. તેનાથી ઊતરતી કોટિની દશાને કોઈ કૈવલ્ય માને તો તો કૈવલ્ય દશા દરેક ઘરની કે પોતાના મતની બની જાય. सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्दयादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र दृश्यन्ते सर्वजन्तवः ॥ १४८ ॥ ભાવાર્થ : આ સંસારમાં સર્વ જીવો સુખના અત્યંત અભિલાષક અને ઋદ્ધિ આદિના ગૌરવથી ગ્રસ્ત થયેલા હોય છે. તેથી પ્રવાહમાં તણાતા દેખાય છે. વિવેચન : સંસારમાં મહદ્અંશે જીવો ભૌતિક સુખના અભિલાષી હોય છે, તેમને એમ કહેવામાં આવે કે સુખ એ જ મોક્ષ છે. કારણ કે મોક્ષમાં જઈને પણ સુખ ભોગવવાનું છે તો પછી આ ૧૩૨ મંગલમય યોગ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧પમાં કર મા શાતાને જ સંસારની રીતને સુખ આવા સુખને જ મોક્ષ માનો, અજ્ઞ જીવો આવા સહેલા મોક્ષની વાતોથી ભોળવાઈ તે પ્રવાહમાં તણાય છે. વળી આહારાદિની લોલુપતાથી તપમાં કષ્ટ માને, ઋદ્ધિના સુખની લોલુપતાને ત્યજવામાં દુઃખ માને અને શરીરની શાતાને ત્યજવામાં કે સંયમ પાળવામાં કષ્ટ માને આવી લોલુપતાને કારણે તેઓ સંસારના સુખને મોક્ષ માનવાની વાતમાં લલચાઈ જાય છે, વળી તેવું કહેનારા તેમને સુખના સાધનો બતાવી, પોતાને પણ તેવાં સાધનો મળે તેવી અભિલાષાથી આવા કુમાર્ગને સન્માર્ગ કહે છે. તેથી તે પ્રવાહમાં જનસમૂહ તણાય છે. તેમાં પરસ્પર લોલુપતાનું જ સેવન થાય છે. વળી એવા પ્રકારનો જનસમૂહ ઘણો મોટો છે, તેથી સૌ તેમાં તણાય છે. एवमेव सुखेनैव सिद्धिर्यदि च मन्यते । तत्प्राप्तौ सर्वजन्तूनां तदा रिक्तो भवेद् भवः ॥ १४९ ॥ ભાવાર્થ : જો આ પ્રમાણે સુખથી જ મોક્ષ માનવામાં આવે તો સર્વ જીવોને તેની પ્રાપ્તિ થઈ જાય અને સંસાર ખાલી થઈ જાય. વિવેચન : જે ધાર્મિક ક્ષેત્રની બંધ મોક્ષ વ્યવસ્થાને કાલ્પનિક માને છે, તે આ સંસારમાં મોહવશ એમ કહે છે કે આ જીવનમાં જે કંઈ સુખ મળ્યું છે તે ભોગવવા જેવું છે. એ સુખ ભોગવતાં ભોગવતાં મોક્ષ થાય છે. અથવા આ સુખ તે જ મોક્ષ છે. સુખભોગ સિવાય જેના ચિત્તમાં ત્યાગ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા નથી તેને આ માર્ગની પ્રાપ્તિ નથી. પોતાની કલ્પના પ્રમાણે મોક્ષ માને અને સર્વ જીવો માટે એવો મોક્ષ બતાવે. તે સાચી હોત તો પછી આ સંસાર અને મોક્ષની અલગ વ્યવસ્થા પણ ન હોત. અથવા જો સુખને મોક્ષ માનવામાં આવે તો સૌને મોક્ષ સુલભતાથી મળી જાય અને સંસાર જેવું કંઈ રહે નહિ પણ એમ બનવું સંભવ નથી. એવી મોક્ષની કેવળ વાતો કરનારાને સંસારનો મોહ છૂટ્યો નથી, તે જ્ઞાનીજનોના બોધને સમજ્યા નથી. એમની અલ્પમતિ મોક્ષના હેતુ અને ઉપાયોને કેવી રીતે જાણી શકે ? મંગલમય યોગ. ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ लोकेऽपि सात्त्विकेनैव जीयते परवाहिनी । उधूलिकोऽपि नान्येषां, दृश्यतेऽह्नाय नश्यताम् ॥ १५० ॥ ભાવાર્થ : દુનિયામાં સાત્વિક મનુષ્ય દ્વારા જ દુશમનની સેના જિતાય છે, જલ્દીથી નાસી છૂટતા બીજાઓનો તો પત્તો પણ લાગતો નથી. વિવેચન : રણમેદાનમાં ઊતરેલા સૈનિકો જ્યારે દુશ્મનના મારથી ગભરાઈ જાય છે, ત્યારે રણમેદાન છોડી ભાગી જાય છે, પછી તેમનો કોઈ પત્તો લાગતો નથી. પરંતુ જે સૈનિકોમાં સાત્ત્વિકતા છે, પ્રામાણિકતાનું ખમીર છે તેઓ રણમેદાનમાંથી પીછેહઠ કરતા નથી. પરંતુ પ્રાણ જતાં સુધી લડી લે છે. એ પ્રમાણે વિષય કષાયરૂપી આંતરિક શત્રુઓને હરાવવામાં સાત્ત્વિક મનુષ્યો જ ટકે છે. અને કષ્ટ વેઠીને પણ તેમને જીતે છે. યોગીજનોને માટે આંતરિક સંગ્રામ એ સંયમના બળની વૃદ્ધિ માટે સાત્વિક અર્થાત્ સત્ત્વવાળા મનુષ્યો તેઓ જે કામની જવાબદારી લે તેને પૂરેપૂરી નિભાવે છે, કોઈ વિકટ પરિસ્થિતિમાં પાછા પડતા નથી. દુન્યવી પદાર્થોનું મમત્વ મંદ પડવાથી એ સત્ત્વ પ્રગટ થાય છે. સાત્ત્વિક માનવો પ્રથમ તો પરોપકારાદિ જેવાં કાર્યો કરીને સાત્ત્વિકતા કેળવે છે. તે સાત્ત્વિકતાનો સંસ્કાર તેમને પારમાર્થિક સાધનામાં ટકાવી રાખે છે. તેમાં તેઓ નબળાઈને પોષતા જ નથી. આથી સાત્ત્વિક મનુષ્યો પારíથિક કાર્ય સિદ્ધિ કરે છે. लोकोत्तरान्तरंगस्य, मोहसैन्यस्य तं विना । संमुखं नापरैः स्थातुं शक्यते नात्र कौतुकम् ॥ १५१ ॥ ભાવાર્થ : અલૌકિક એવા અંતરંગ મોહ સૈન્યની સન્મુખ બીજાઓથી તો સત્ત્વ વિના ઊભા પણ રહી શકાતું નથી. આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. વિવેચનઃ અંતરંગ મોહની પ્રબળતા એવી છે કે જાણે તે સર્વ ૧૩૪ મંગલમય યોગ Page #144 -------------------------------------------------------------------------- ________________ કાર્યમાં મોખરે રહે છે. સંસારી જીવો ને તે સર્વોપરી છે, એટલે કેવળ લૌકિક ભાવ વડે જ તેનું પોષણ થવા છતાં તેની સર્વોપરિતા અલૌકિક છે. વાસ્તવમાં પરમતત્ત્વ એ વિશ્વમાં સર્વોપરી હોવાથી અલૌકિક છે. પરંતુ વિરલ જીવોને બાદ કરતાં સમસ્ત સંસાર ઉપર એક છત્રી સામ્રાજ્ય મોહનું પ્રવર્તે છે. કદાચિત બહારમાં દેખાતા ત્યાગ વિરાગની અંતરંગ આ મોહ તેની સેના સહિત હાજર હોવાથી સાધકો પણ ભ્રમમાં પડે છે. આવા મોહના સૈન્યની સામે સામર્થ્યવાળો ટકીને મોતને હંફાવે છે. તે સિવાય સત્ત્વહીન માનવ તો ત્યાં ટકી શકતો જ નથી. ગુરુ અનુગ્રહ મળે આ સત્ત્વ આત્મબળની વૃદ્ધિ કરે છે. ધનની વૃદ્ધિ માટે ગમે તેવા પ્રયોજન કરી મોહવશ સત્ત્વહીન થતો નથી. સ્ત્રી આદિ પ્રત્યે મોહવશ થઈ અન્ય અપકૃત્યો કરતો નથી. માનપ્રતિષ્ઠા માટે કોઈ છળ-કપટ કરતો નથી. આથી સાત્ત્વિકતાના બળે તે જીવનની ઉત્તમતાને ટકાવે છે. પરંતુ જેનામાં આવું સત્ત્વ નથી તે તો થોડા લોભ ખાતર ધન મેળવવા ગમે તેની ખુશામત કરે છે. કરેલી પ્રતિજ્ઞાઓમાં પણ મોહવશ નબળો પડે છે. પ્રતિજ્ઞા લેવામાં પણ તેને મોહ છેતરે છે. મોહવશ તે એમ માને છે કે આ જિંદગીમાં ભોગ સુખ સિવાય અન્ય કંઈ કરવા જેવું નથી. આવી પરવશતાથી સત્વહીન થયેલો તે મોહના અંતરંગ અન્ય સૈન્ય સામે ટકી શકતો નથી. ખરેખર તો અલૌકિક એવા અંતરંગ આત્મબળ સિવાય મોહના સામ્રાજ્યને હરાવી શક્તો નથી. सर्वमज्ञस्य दीनस्य, दुष्करं प्रतिभासते । सत्त्वैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ॥ १५२ ॥ ભાવાર્થ : અજ્ઞાની એવા દીન પુરુષને બધું જ દુષ્કર લાગે છે. જ્યારે સત્ત્વ એ જ એક જીવન છે જેનું એવા વીર સત્ત્વશાળી જ્ઞાની પુરુષને બધું જ સહેલું લાગે છે. વિવેચન : સંસારમાં અનેક પ્રકારનો ઉદ્યમ કરનાર કુશળ મનાતો, મંગલમય યોગ. ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ લોકસભામાં અગ્રગણ્ય ગણાતો, સમાજમાં પ્રતિષ્ઠિત મનાતો પણ જો અજ્ઞાની છે તો તેની સાત્ત્વિક જીવન પ્રત્યે દૃષ્ટિ થઈ નથી. તે કદાચ સજ્જનતા સુધી પહોંચશે, પરંતુ તેને સંસારની રજસ પ્રવૃત્તિઓ છૂટતી નથી. જ્યાં તેને માનાદિ ન મળે ત્યાં તેને કંઈ રૂચતું નથી, નિષ્કામભાવે પ્રવૃત્તિ કરવી તે પુરુષને દુષ્કર લાગે છે. અજ્ઞાનીને સંસારની અશુભક્રિયામાં પુરુષાર્થ કરવો રુચે છે. પરંતુ શુભક્રિયામાં કંઈ પણ કરવું તેને દુષ્કર લાગે છે. જ્યારે સાત્ત્વિક ગુણવાળો સત્ત્વશાળી બને છે ત્યારે તેનામાં જ્ઞાનીપુરુષ જેવી પ્રતિભા પ્રગટ થાય છે. તેને આત્મિકહિત માટે કંઈ પણ કરવાનું હોય તો તેને સર્વ સહેલું લાગે છે. જેમ ભિખારીના હાથમાં રહેલું તૂટેલું પાત્ર તેને ત્યજવું કઠણ લાગે છે. પરંતુ સમક્તિ દૃષ્ટિવંત ચક્રવર્તીને છ ખંડનું આધિપત્ય ત્યજી દેવું સહેલું હોય છે. જેની પાસે સ્વરૂપનિષ્ઠાનું બળ છે. તે વિભાવથી મુક્ત થવા પ્રયત્ન કરી જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રત્યે રુચિ કરે છે. એવો સત્ત્વશાળી જ્ઞાની છે. द्वित्रास्त्रिचतुरा वापि यदि सर्वजगत्यपि । प्राप्यन्ते धैर्यगाम्भीर्योदार्यादिगुणशालिनः ॥ १५३ ॥ ભાવાર્થ : આખા વિશ્વમાં જો ધીરતા, ગંભીરતા અને ઉદારતા આદિ ગુણોથી શોભતા મનુષ્યો મળે તો તે બે-ત્રણ કે ચાર જ મળી શકે તેમ છે. વિવેચન : વિશ્વમાં પારમાર્થિક દૃષ્ટિએ જ્ઞાની કે ગુણીજનોનો દુકાળ હોય તેવું લાગે છે. કેમકે જનસમૂહમાં ધીર, ગંભીર અને ઉદારચિત્ત માનવો જવલ્લે જોવા મળે છે. આરંભ પરિગ્રહની મૂએ માનવને સ્વાર્થી, મોહી, અહંકારી બનાવી મૂક્યો છે. કોઈ પરિસ્થિતિમાં કંઈ મુશ્કેલી આવે ઉતાવળા થઈ જવાનું તેને માટે સુકર છે. પણ ધીરજપૂર્વક સમાધાન કરવું તેને માટે કઠણ છે. ઘર કુટુંબ કે જનસમૂહમાં ગંભીરતાપૂર્વક વર્તવાનું તેને ફાવતું નથી કે સમયની ગંભીરતા પણ તે જાણતો નથી. વળી સૌની સાથે વિચારની કે ૧૩૬ મંગલમય યોગ Page #146 -------------------------------------------------------------------------- ________________ વર્તનની ઉદારતા પણ જાળવતો નથી. મહદ્અંશે માનવની માનસિક ભૂમિકા આવી છે. ક્વચિત જ ધીર ગંભીર અને ઉદાર માનવનાં દર્શન થાય છે. સંકટ આવે સત્યને ચૂકે નહિ, આપદ આવે ટેકને ચૂકતો નથી, એવી ધીરતા શ્રાવકનો સાધકનો ઉત્તમ ગુણ છે. તે સાંસારિક ક્ષેત્રે અને સવિશેષ, આધ્યાત્મિક ક્ષેત્રે ગંભીરતાપૂર્વક વર્તે છે, દરેક પ્રસંગને ઓળખે છે અને તેમાં યોગ્ય ગંભીરતા જાળવે છે. ધનાદિના વ્યવહારમાં વિચારમાં ભાવનામાં કે અન્યોન્ય વ્યવહારમાં ઉદારતાથી વર્તે છે. વ્યવહારિક ક્ષેત્રે આવા ગુણોની જરૂર છે તેથી પણ સવિશેષ આધ્યાત્મિક ક્ષેત્રે આવા ગુણોની જરૂર છે. કારણ આવા ગુણો વગર આધ્યાત્મિક બળનું ઊંડાણ આવતું નથી. ક્ષુદ્રતા એ મહાદોષ છે, આવા ગુણો ભલે વિરલ વ્યક્તિમાં હોય તે સર્વ જીવને આદર્શરૂપ અને હિતકારી છે. - बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । बुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवपूरकैः ॥ १५४ ॥ ભાવાર્થ : ઉપર કહ્યા તેવા તો નહિ પણ તેનો આભાસ જેનામાં દેખાય તેવા મનુષ્યો પણ આ કલિકાલમાં ઘણા પ્રમાણમાં ક્યાંથી હોય ? કારણકે આ જગત તો ભવ પૂરો કરનારા નિઃસત્ત્વ જીવોથી ભરેલું છે. મંગલમય યોગ વિવેચન : ધીર, ગંભીર અને ઉદાર ગુણો પૂર્ણપણે ભલે ન હોય પણ તેનો આછો સંસ્કાર પણ જીવમાં હોય તો તે હિતકારી બને. આ કળિકાળમાં એવાં તે કેવા દોષ લઈને જીવો જન્મ્યા કે સત્ત્વમય ગુણો પણ ધારણ કરી શકતા નથી. માનવજન્મ દુર્લભ મનાયો છે, અબજો મનુષ્યો આ ધરતી પર જીવે છે. તેમાંના મોટા ભાગના માનવો આવા ગુણો રહિત હિનસત્ત્વ જીવન જીવી રહ્યા છે. તે કદાચ કોઈ પદવીધારી પણ હોઈ શકે, શિક્ષિત હોઈ શકે. સમાજમાં અગ્રેસર હોઈ શકે છતાં પણ જો આવા ગુણો નથી તો તેમનું જીવન નિઃસત્ત્વ છે. માનવજન્મનું સાર્થકપણું ગુણોના વિકાસમાં O ૧૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ રહેલું છે. માનવજન્મમાં દઢ કરેલા ગુણો જન્માંતરે પણ સંસ્કારરૂપે સાથે આવે છે. જો જીવન નિઃસત્ત્વ હશે તો કુસંસ્કારનું પોટલું શિર ઉપર લઈ જવાનું માનવના ભાગ્યમાં લખાશે. અને પોટલાના ભારથી નીચે તળિયે-અધોગતિમાં બેસી જશે. આવા ગુણોને શ્રીમંતાઈ સાથે કે શિક્ષણ સાથે સંબંધ નથી. સાત્ત્વિક જીવોના આ ગુણો જ તેમની શ્રીમંતાઈ અને શિક્ષણને પ્રસિદ્ધિ આપે છે. ગુણોરહિત જીવન ભવ ગુમાવ્યા જેવું છે. વાસ્તવમાં આત્મા સ્વયં ગુણોનો ભંડાર છે. આત્મિક ગુણોની ભૂમિકા માટે પ્રથમ આવા સાત્ત્વિક ગુણોની જરૂર છે. मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ॥ १५५ ॥ ભાવાર્થ : જેઓ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરીને ભવિષ્યમાં સુખ આપનારા લોકોત્તરફળને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. વિવેચન : મનુષ્યજન્મનું દુર્લભપણું જેને સમજાયું છે, તે તો આ ભવની સાર્થક્તા માટે લોકોત્તર માર્ગની સાધના કરીને લોકોત્તરફળમોક્ષફળને પામે છે. જે મનુષ્ય નિરામય અને શાશ્વત સુખ ઇચ્છે છે તે માનવ લોકિકધર્મની ઉપાસના કરતો નથી. પરંતુ જો તેને મનુષ્યજન્મનું દુર્લભપણું સમજાયું હશે તો તે લોકોત્તર એટલે લોકસંજ્ઞા રહિત, સંસારના ભાવથી રહિત એવા સુખદ ફળને ચાહે છે. લોકોત્તરફળની પ્રાપ્તિના સાધન ભોગ નહિ પણ ત્યાગ છે. રાગ નહિ પણ વૈરાગ્ય છે. વિકારી સુખ નહિ પણ નિર્વિકાર સુખ છે. જો મનુષ્યપણું પામીને આવા સાધનને તે સેવતો નથી તો મનુષ્ય અને પશુમાં અંતર શું રહેશે ? પશુને કોઈ સાધના નથી અને મનુષ્યને પણ તેનું પ્રયોજન જણાતું નથી તો મનુષ્યની આકૃતિ હોવા છતાં તે પશુ છે. જે મનુષ્યભવ મુક્તિનું સાધન બને છે. તેવો દુર્લભ ભવ કેવળ સુખ-ભોગ જેવા વિકારીને હવાલે કરવા જેવો નથી, પણ દઢ મનોરથ ૧૩૮ મંગલમય યોગ Page #148 -------------------------------------------------------------------------- ________________ કરીને મુક્તિપંથની દિશા પકડવાની છે. तत्पुनर्मोक्षदो धर्मः शीलांगवहनात्मकः । प्रतिश्रोतःप्लवात् साध्यः सत्त्वसारैकमानसैः ॥ १५६ ॥ - ભાવાર્થ : તે કારણથી સાત્ત્વિક પુરુષો જ શીલના અંગોનું વહન કરવા સ્વરૂપ, મોક્ષને આપનારા એવા ધર્મના પ્રવાહની સામે તરવાની વૃત્તિ સાધી શકે છે. વિવેચન : મનુષ્યપણું પામીને પશુતાના સંસ્કારમય જીવન ન બને તે કારણથી સત્ત્વશીલ પુરુષો પ્રથમ તો શીલના અંગોરૂપ અહિંસા, સત્ય, અદત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહને ધારણ કરે છે. સંકટમાં પણ શીલનો ત્યાગ કરતા નથી. એવા શીલના પાલનથી તેઓ મોક્ષને આપનારા ધર્મને ધારણ કરે છે. કારણ કે શીલયુક્ત શુદ્ધ ધર્મ કોઈ વિરલ જીવો જ પામે છે. જગતમાં પ્રાયે મનુષ્ય સાંસારિક વૃત્તિના પ્રવાહમાં જ તણાતા હોય છે. એ પ્રવાહની સામે પાર જવાની વૃત્તિ ધરાવનાર જીવો વિરલ હોય છે. મોક્ષરૂપ સમ્યગ્દર્શનાદિ ધર્મના બળે જ સંસારના જબરજસ્ત પ્રવાહની સામે શીલવાન તરી પાર ઊતરે છે. શુદ્ધ ધર્મ રહિત મલિન વાસનાવાળો સત્ત્વહીન માનવ પ્રબળ એવા મોક્ષમાર્ગને સાધી શકતો નથી. પરંતુ આત્મવિશુદ્ધિને બળે જ તે સંસારને તરી શકે છે. માટે શુદ્ધ ધર્મનું આરાધન એ સાહસ છે. ततः सत्त्वमवष्टभ्य त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भोः ! सुधर्मस्य करणायोद्यमः सदा ॥ १५७ ॥ ભાવાર્થ: હે લોકો ! તે કારણથી સત્ત્વનું અવલંબન કરી કદાગ્રહીઓના આગ્રહનો ત્યાગ કરી સદ્ધર્મના પાલન માટે સદા ઉદ્યમ કરો. વિવેચનઃ માટે હે સુજ્ઞજનો ! તમે જો સત ધર્મને ચાહતા હો તો શીલરૂપ સત્ત્વની આરાધના કરી કોઈ પણ કદાગ્રહ કે કદાગ્રહીના આગ્રહનો ત્યાગ કરજો, શુદ્ધ ધર્મનું પાલન કદાગ્રહથી મંગલમય યોગ ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ શક્ય નથી. ધર્મને નામે પણ જો કોઈ કદાગ્રહી એકાંતનો આગ્રહ રાખે તો તેવા કદાગ્રહીનો સાથ ત્યજી દેજો. સત્ત્વનું અવલંબન જ તમને સાચે માર્ગે લઈ જશે. કદાગ્રહ સહિત હજારો યોજન ચાલશો તોપણ ગંતવ્ય સ્થાને નહિ પહોંચો. પરંતુ સત્ત વડે શીઘ્રતાથી માર્ગ પામશો, માટે સત્ ધર્મના પાલન માટે ઉદ્યમ કરો. જે સાધક આત્માને આધારે જીવવા પ્રયાસ કરે તેને પ્રથમ એ નિર્ણય થવો જોઈએ. સંસાર અસાર છે અને તેના સર્વ પ્રકારો મિથ્યા છે. વળી ચિત્ત વૈરાગ્યથી વાસિત થયેલું હોવું જોઈએ. કદાચ ઉદય પ્રમાણે બાહ્ય વ્યવહારકાર્યો કરવાં પડે તો પણ તેને સવશે આત્માનું માહાલ્ય હોય છે. પદાર્થોના પરિવર્તનને જાણે છે છતાં પોતે જ્ઞાનચક્ષુ વડે શાંતિનો અનુભવ કરે છે. તત્ત્વદષ્ટિ શુદ્ધ માર્ગને પ્રરૂપક છે. તે નિશ્ચયનયને અનુસરે છે. જેના પરિણામમાં નિશ્ચયનો બોધ સ્થિર થયો છે, તેને માટે તત્ત્વદૃષ્ટિ અત્યંત ઉપકારી છે. આખરી સાધન એ જ છે. પરંતુ તે પહેલાં વ્યવહારધર્મની સાધના આવશ્યક છે. લક્ષ્ય નિશ્ચય પ્રત્યે કે તત્ત્વ પ્રત્યે છે. પરંતુ વર્તમાન ભૂમિકા જેની હજી ભેદવાળી છે. સુખના વલણ અને દુ:ખના ષવાળી છે તેને તથા જેને હજી ઘણા પદાર્થોમાં પસંદ-નાપસંદ ભેદ છે તેને સાચા વ્યવહારધર્મની સાધનામાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. નિશ્ચયધર્મ પરિણામ પામે તે ભેદરેખાઓ સહજ ટળી જશે. કરવાના કામ કરવામાં ૧૪૦ મંગલમય યોગ Page #150 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ ભાવશુદ્ધિ ઉત્પન્ન કરનાર ઉપદેશ कायेन मनसा वाचा यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥ १५८ ॥ ભાવાર્થ : તત્ત્વભૂત ધર્મનું અન્વેષણ કરનાર મુનિ જ્યારે જ્યારે મનથી, વાણીથી કે કાયાથી જે કંઈ ક્રિયા કરે ત્યારે ત્યારે સાવધાન રહે. વિવેચન તત્ત્વભૂત ધર્મ એટલે સ્વરૂપલક્ષી ધર્મનું આરાધન. તેવું આરાધન કરનાર મુનિ મનની સઘળી વૃત્તિને સ્વરૂપ સન્મુખ બનાવે. ચારે દિશાઓમાં અને વિવિધ વિષયોમાં દોડતા મનને તમામ સ્થાનેથી પાછું વાળી સ્વરૂપમાં સ્થિર કરે. મન સ્વભાવતઃ ચંચળ છે તેથી સાવધાન રહીને મુનિ મનને આત્મવૃત્તિમાં સ્થિર કરે. શરીરમાં સાધનરૂપે મળેલા મનાદિ યોગને સાવધાન રહી યોગમય બનાવે તે મુનિની ચર્ચા છે. અર્થાત્ યોગ ગુપ્તિ તે મુનિજીવનનું અંગ છે, માટે મનને બાહ્ય પ્રકારોથી પાછું વાળી ગોપવવું. વાણીનો સમ્યક્ પ્રકારે ઉપયોગ કરી, વિશેષપણે મૌનને ધારણ કરવું. વાણીમાં સાવધાનીપૂર્વક અસત્યને ભળવા ન દેવું. કાયાની કોઈ પણ ચેષ્ટા સાવધાની પૂર્વક કરવી જેથી કોઈ વિરાધનાનો અવકાશ ન રહે. કાયા જ સ્વયં ધર્મનું સાધન બની રહે. દુચ્ચિતિય. દુભાસિય. દુચિક્રિય. શુદ્ધ આત્મસ્વરૂપધર્મનું આચરણ કરનારા મુનિ મન વાણી અને કાયાને દુરાચારથી બચાવીને સાવધાન રહીને સર્વ ક્રિયા કરતા હોય છે. સવિશેષ મનોગુપ્તિને સેવે છે. દુર્ધ્યાનમાં લઈ જનારા સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરે છે. અને ધર્મ-ધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યાં મૈત્રી આદિભાવનાને પુષ્ટ કરે છે. ઇષ્ટાનિષ્ટમાં મનોવૃત્તિનો નિરોધ કરી સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. મંગલમય યોગ १४१ www.jaine brary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ इष्टानिष्टेषु भावेषु सदा व्यग्रं मनो मुनिः । सम्यङ् निश्चयतत्त्वज्ञः स्थिरीकुर्वीत सात्त्विकः ॥ १५९ ॥ ભાવાર્થ : નિશ્ચયપૂર્વક તત્ત્વને જાણનાર એવો સાત્ત્વિક મુનિ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં હંમેશાં વ્યગ્ર થતાં એવા મનને સારી રીતે સ્થિર કરે. - વિવેચન : તત્ત્વના શુદ્ધ સ્વરૂપને જાણનાર મુનિ ઈષ્ટ-અનિષ્ટ પાદાર્થોમાં શુભાશુભ ભાવ કરતો નથી. નિશ્ચય દૃષ્ટિથી મુનિ જાણે છે કે વિશ્વમાં કોઈ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ નથી. પદાર્થમાત્ર સ્વદ્રવ્યમાં પરિણમન કરે છે તેમાં અન્યને ઈષ્ટ કે અનિષ્ટ થવાપણું નથી. નિશ્ચય દૃષ્ટિથી જોતાં એક દ્રવ્ય બીજા દેવ્યમાં ભળતું નથી કે પરપરિણમન કરતું નથી તો પછી તેમાં ઈષ્ટાનિષ્ટપણું કેમ સંભવે ? પરંતુ મનનો દીર્ઘકાળનો સંસ્કાર પદાર્થમાં ઈનિષ્ટપણું કરી વ્યગ્ર થવાનો છે, વળી શરીર ઈન્દ્રિયાદિના સંયોગમાં તે સંસ્કાર જાગૃત થઈ પદાર્થોમાં શુભાશુભ ભાવ કરી વ્યગ્ર થાય ત્યારે મુનિ એ મનને સંયમાદિના બળ વડે આત્મભાવમાં સ્થિર કરે છે. ભાગતા વાછરડાને દોરડા વડે ખીલે બાંધી દે છે, તેમ મુનિ મનને સંયમના દોરડા વડે આત્મ સ્વરૂપમાં જોડી દે છે. ચિત્તશુદ્ધિ સિવાય એકાગ્રતા થતી નથી. આજે ધ્યાનના ઘણા પ્રકાર ચાલે છે, તેમાં એકાગ્રતા ઉપર ઘણો ભાર મૂકવામાં આવે છે. પણ ચિત્તની શુદ્ધિ વગર સ્થિરતા લાવવી અશક્ય છે. શુદ્ધિ વગર એકાગ્રતા મનુષ્યને વિકારી બનાવશે. માટે પ્રથમ, યમ, નિયમ, તપ સંયમ વગેરે દ્વારા ચિત્તનું શોધન કરવું પછી ચિત્ત સહજ સ્થિરતા પામશે. अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् । भुजानानां हि जीवानां हर्ता कर्ता न कश्चन ॥ १६० ॥ ભાવાર્થ ? જીવ પોતપોતાના કર્મના ફળના ઉદયને (તે પછી અશુભ હો યા શુભ હો) ભોગવે છે, અને તેને કરનારો કે નાશ કરનારો નથી. ૧૪૨ મંગલમય યોગા Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : પાણીમાત્ર સ્વકર્મને આધીન છે. શુભ કર્મ કરે તેના ફળસ્વરૂપે સુખ ભોગવે છે. અશુભ કર્મના ફળસ્વરૂપે દુઃખ ભોગવે છે. સાંસારિક સંબંધોમાં પુણ્યયોગે પતિ-પત્નીને કે અન્ય સંબંધમાં ગમે તેવા પ્રતિભાવ હોય તોપણ દરેક પોતાના કરેલા કર્મને ભોગવે છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. કર્મનો કોયડો એવો વિચિત્ર છે. એક માતાને પેટે જન્મેલા બે પુત્રો એક રાજા બને – અને બીજો ભિખારી બને. વળી એ પુત્રો એવા સંયોગોનો ભોગ બને કે બન્ને દુશ્મન તરીકે યુદ્ધે ચઢે. વળી અન્યને માટે પોતે કોઈ કુકર્મ કરે તો પણ તે કર્મ તેને જ ભોગવવું પડે છે. એક કર્મ બાંધે અને બીજો કર્મ ભોગવે તેવી કર્મક્ષેત્રે કોઈ વ્યવસ્થા નથી. જે જેવાં કર્મ બાંધે તેવું ફળ ભોગવે એવો અબાધિત નિયમ છે. મા પુત્રને કે ગુરુ શિષ્યને કહે કે તું આ કર્મ કરી લે હું તેને ભોગવી લઈશ કે નષ્ટ કરી દઈશ. પણ તેમ થવું અસંભવિત છે ગુરુનાં કર્મનું ફળ ગુરુ ભોગવે અને શિષ્યના કરેલાં ફળ શિષ્ય ભોગવે છે. કોઈ કોઈના કર્મને ભોગવતું નથી કે નાશ કરી શકતું નથી. मृतप्रायं यदा चित्तं मृतप्रायं यदा वपुः। मृतप्रायं यदाऽक्षाणां वृन्दं पक्वं तदा सुखम् ॥ १६१ ॥ ભાવાર્થ : જ્યારે ચિત્ત મૃતપ્રાય થઈ જાય, જ્યારે શરીર મૃતપાય થઈ જાય અને ઇન્દ્રિયોનો સમૂહ મૃતપ્રાય થઈ જાય ત્યારે જ સુખ પરિપક્વ દશાને પામ્યું છે તેમ સમજવું. વિવેચન : જ્ઞાની અને અજ્ઞાનીની સમજમાં ઘણું અંતર છે. જ્ઞાની જાણે છે, આ વિશ્વમાં શરીરાદિ કોઈ જડ પદાર્થો એવો છે જ નહિ જે સુખનું કારણ હોય ! સુખનું સાચું સ્થાન સ્વરૂપ દશા છે. શુદ્ધાત્મા જ સુખનું સ્થાન છે. પરંતુ અજ્ઞાની જીવોની મતિ શરીર અને ઇન્દ્રિયોના સુખ સુધી જ અટવાતી રહી છે. તેથી તે માને છે આ સુખ પ્રત્યક્ષ જણાય છે, બીજે ક્યાંય સુખ શોધવાની જરૂર નથી. ભાઈ ! કદાચ તને સુખ જણાતું હોય તો તે માત્ર પુણ્યનો યોગ છે. શરીરાદિ જડ છે તે તને સુખ ક્યાંથી આપે ? મંગલમય યોગા ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ છતાં જીવને દેહાદિમાં સુખની કલ્પના અતિ દૃઢ થયેલી છે. એ મિથ્યામાન્યતાને ત્યજી દેવાનો ઉપાય બતાવે છે કે પ્રથમ તો તરંગોથી ભરપૂર એવા ચિત્તને મૃતપાય એટલે નિશ્ચેટ હોય તેવું તરંગ રહિત કરવું. સ્થિર ચિત્ત થતાં આત્મિક સુખનો આવિર્ભાવ થાય છે. ચિત્ત જ્યારે તરંગરહિત નિષ્ક્રિય બને છે ત્યારે દેહ તેને અનુસરે છે. દેહ પણ બાહ્ય ક્રિયાઓથી વિરામ પામી સ્થિરતા ગ્રહે છે. વળી જેમ જેમ દેહભાવ છૂટે છે તેમ તેમ શરીર લાકડા જેવું સ્થિર બને છે. તેને કોઈ છંદનભેદન કરે તો પણ તે ચલિત થતું નથી ત્યારે આત્મિક સુખ પરિપક્વ થાય છે. શરીર નિષ્ક્રિય થતાં ઇન્દ્રિયોનો સમૂહ ક્ષોભ પામી વિષયોને ત્યજી દે છે. વિષયોથી પરિહાર પામેલી ઇન્દ્રિયો મૃતપ્રાય થાય છે. ઇન્દ્રિયોની ચંચળતા શમી જતાં તેની માંગ શમી જાય છે ત્યારે આત્મિક સુખ પરિપક્વ થાય છે. ઇન્દ્રિયો અને ચિત્તવૃત્તિને શુદ્ધ કરવા માટે શાસ્ત્રજ્ઞાન કરતાં વિશેષ જરૂર સાધનાની છે. જેમ જેમ સાધના સઘન બને તેમ તેમ ચિત્ત સ્થિર અને શુદ્ધ બને છે, ત્યાર પછી ચિત્ત નિરોધ સહજ બને છે. ચિત્ત નિરોધ એ જીવનનો વિકાસ છે. એ વિકાસ વડે સંયમ સ્વાભાવિક બને છે, ત્યારે આત્મિક સુખ પરિપક્વ બને છે. आजन्माज्ञानचेष्टाः स्वा निन्द्यास्ताः प्राकृतैरपि । વિપિન્ય મૂ! વૈવધ્યાર્વર્વત્ર નામે ॥ ૧૬૨ ॥ ભાવાર્થ : હે મૂર્ખ ! સામાન્ય મનુષ્યોથી પણ નિંદા કરવા યોગ્ય પોતે કરેલી જન્મથી આરંભી આજ પર્યંતની અજ્ઞાનની ચેષ્ટાઓનો વિચાર કર્યા પછી પણ પંડિતપણાનો ગર્વ કરતાં તું શરમાતો નથી ? : વિવેચન માનવ બુદ્ધિમાન છતાં મૂર્ખતા કેવી ? જો તેના મન પર કોઈ યંત્ર મુકાય કે જેમાં તેના વિચારોનું તાદૃશ્ય પ્રતિબિંબ પડે, તો જોઈને તેને ખ્યાલ આવશે કે તેનું મન કેવા કૂડાકચરાથી ભરેલું છે ? જો તારા બોલેલા શબ્દોનું પુનરાવર્તન કરી તેની કેસેટ તું સાંભળે તો તને સમજાય કે તું જીવનમાં કેટલું નિરર્થક બોલ્યો છું. ૧૪૪ મંગલમય યોગ Page #154 -------------------------------------------------------------------------- ________________ વાર મેળવવા માનો બા ૬ જેટલું અને તેમાં અસત્ય તથા અહમ્ કેટલાં ભળ્યાં છે ? તારું શરીર વગર જરૂરે ક્યાં ક્યાં ફર્યું અને કેટલી વાર વગર ફોગટની હાથપગની ચેષ્ટાઓ કરી ? એ સઘળું નિરર્થક અને નિંદનીય છતાં અજ્ઞાનવશ તું કરતો આવ્યો છું. બાળપણની ચેષ્ટાઓ યુવાની થતાં વ્યર્થ જણાય છે. બાળવયનાં વસ્ત્રો યુવાનીમાં કામ લાગતાં નથી. બાળપણમાં તું રમકડાં મેળવવા રડતો હતો. યુવાનીમાં તે પરિવાર મેળવવા ઘણું મથ્યો. વૃદ્ધાવસ્થામાં તને ઘણાં અરમાનો બાકી રહ્યા તેની મથામણ થશે. સિંધુના એક બિંદુ જેટલું પણ જ્ઞાન ન હોવા છતાં પંડિતપણાના ગર્વમાં તું જન્મથી આજ સુધી અજ્ઞાનમય ચેષ્ટાઓ કરતો જ રહ્યો. છતાં તને કંઈ સંકોચ થયો નહિ ! સામાન્ય મનુષ્યો પણ જે ચેષ્ટાઓ ન કરે તેવી શોચનીય ચેષ્ટાઓ તું કરતો રહ્યો છતાં તું તને પંડિત માનવાનો ગર્વ છોડી ન શક્યો. એવો દિશામૂઢ થયેલા તને શું મળશે ? સાંસારિક સુખ પણ પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે, તારી આવી અવદશા થવાનું કારણ તારી પોતાની જ દુર્જનતા છે, માટે તે ત્યજી દે અને સત્ત્વશીલ બનજે. निरुन्ध्याचित्तदुर्थ्यानं निरुन्ध्यादयतं वचः। निरुन्थ्यात् कायचापल्यं तत्त्वतल्लीनमानसः ॥ १६३ ॥ ભાવાર્થ : તત્ત્વમાં તલ્લીન મનવાળા આત્માએ ચિત્તનું દુર્ગાન, વચનનો અસંયમ તથા કાયાની ચંપલતાનો વિરોધ કરવો જોઈએ. વિવેચન : હે સુજ્ઞ ! તું નિર્વાણદશાનો અભિલાષી હોય તો તું એમ ધારણા કરજે કે નિર્વાણ સમયે સહજ બનતા યોગનિરોધનો તારે આજથી જ અભ્યાસ કરવો જોઈએ. જીવની જે જે આધ્યાત્મિક દશાઓ છે તે દરેકનો તે દશા પહેલાં અભ્યાસ હોય છે. વળી જેમને તત્ત્વમાં મનને જોડવું છે તેણે ગુપ્તિનો અભ્યાસ અત્યંત જરૂરી સૌ પ્રથમ જગતના કોઈ પદાર્થના સંયોગવિયોગમાં ઈષ્ટાનિષ્ટનું ચિંતન કરી દુર્ગાન કરવું નહિ. અન્યને વિષે કોઈ વિકલ્પો કરવા મંગલમય યોગ ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ નહિ. સ્ત્રી, પરિવાર આદિના નિર્વાહ વિષે આકુળ થઈ દુર્બાન કરવું નહિ. સંસ્કારવશ કોઈ પદાર્થ વિષેની આકુળતા થાય તો તેનો નિરોધ કરવો. અને મન કે ચિત્તને શુદ્ધ વિષયમાં જોડેલું રાખવું. ચારે ગતિમાં મનુષ્યને વિચારસહિત વાચા મળી છે, તેનો દુર્થય ન કરતાં સઉપયોગ કરવો, યદ્યપિ ઉત્તમ સાધક વચનને સંયમમાં રાખવા મૌન રાખે છે. એ રીતે વચનનો વિરોધ કરે છે. કાયા એટલે ઇન્દ્રિયો સહિત પૂરું શરીર અને તેની ક્રિયા છે. ઈન્દ્રિયો નિરંતર વિષયોમાં રમવાવાળી હોવાથી ચપળ છે. ઇન્દ્રિયોની ચપળતા એ કાયાની ચપળતા છે. કાયાની ચપળતા સાથે મન નિરંતર જોડાયેલું રહી સ્વયં ચંચળ બને છે. મન ચંચળ થતાં સાધકની મૂર્તિ ખંડિત થાય છે. માટે કાયાની ચપળતાનો વિરોધ કરીને સાધક મનને તત્ત્વમાં લીન કરે છે. ચંચળ મન તત્ત્વમાં કે આત્મભાવમાં લીન થતું નથી. માટે યોગ નિરોધ એ તત્ત્વમાં લીન થવામાં આવશ્યક છે. दिनातिवाहिकां कष्टां दृष्ट्वा बध्यादिदुःखिनाम् । रुद्धमेकान्तमौनाभ्यां तपंश्चित्तं स्थिरीकुरु ॥ १६४ ॥ ભાવાર્થ : કેદી કે વધ કરવા લાયક દુઃખી પ્રાણીઓની કષ્ટપૂર્વક દિવસો પસાર કરવાની દશાને જોઈને તપ કરતો તું એકાંતે અને મૌનથી ચિત્તનો રોધ કરીને તેને સ્થિર કર. વિવેચન : સંસારનાં પ્રાણીઓ અજ્ઞાનવશ કરેલા કુકર્મ વડે અનેકવિધ કર્મ ભોગવે છે. જેલના સળિયામાં પુરાય છે, તેમ છે દેહી ! તું અષ્ટકર્મના સળિયામાં પુરાયેલો કેદી છે. કેદી જેલમાં દુઃખ પામે છે. તું બંધનથી દુઃખ પામે છે. એવા દુઃખે દિવસો પસાર કરવાને બદલે તું મનાદિ યોગને વશ કરવા તેનો રોધ કરવા એકાંતે મૌનનું સેવન કર. લોક સંપર્કથી દૂર રહે. વળી કેટલાક જીવોને કર્મનું ફળ દેહાંતદંડની સજા તરીકે મળે છે ત્યારે તેઓ અત્યંત દુઃખી થાય છે. અને તેમના જીવનનો શેષ સમય પણ અત્યંત દુઃખદાયક હોય છે. આમ અનેક પ્રકારે સંસારમાં જીવો દુ:ખી હોય છે તેનો તું બોધ પામ અને લોકસંપર્ક ત્યજીને ૧૪૬ મંગલમય યોગ Page #156 -------------------------------------------------------------------------- ________________ એકાંતે તપ કર કે જેના દ્વારા યોગનો નિરોધ થાય. વળી મૌન રાખી મનનો વિરોધ કરજે જેથી મન સ્વયં સ્થિર થઈ આત્મિક સુખને પ્રાપ્ત કરે. ચિત્તનો નિરોધ એ નિવણની કેડી છે. ચિત્તની ચંચળતા આત્માના જ્ઞાનસ્વરૂપને બાધક બને છે, જેટલી ચંચળતા તેટલી મલિનતા હોય છે. ચિત્તનો નિરોધ શુદ્ધિને પ્રગટ કરે છે. मुनिना मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु । वदता तापलेशोऽपि त्याज्यः स्वस्य परस्य च ॥ १६५ ॥ ભાવાર્થ : મુનિએ એવું કોમળ, શાંત, સરળ, મધુર અને સ્નિગ્ધ વચન બોલવું જોઈએ કે જેથી પોતાને કે પરને લવલેશ પણ તાપ ન થાય. વિવેચન: મુનિ એટલે જ વાત્સલ્ય મૂર્તિ. ઉપરાંત ક્ષમા આદિ અનેક ગુણોના ભંડાર. મુનિ તો મૌન જ હોય છતાં કથંચિત જો લોકસંપર્કમાં વાણીવ્યવહાર કરવો પડે તો મૌનથી થયેલા સિદ્ધિરૂપ વચન કોમળ હોય. પુષ્પની કોમળતાનો સ્પર્શ સુખદાયક હોય છે, તેમ મુનિની વાણીનો સ્પર્શ કર્ણને થાય ત્યારે તેમાં સુખદ કોમળતા હોય. મુનિની વાણી ધીર ગંભીર અને શાંત હોવી જોઈએ. તે વાણીનું શ્રવણ કરનારનો આંતરિક કોલાહલ શાંત થાય તે વચનમાં આક્રોશ કે આકુળતા ન હોય. મુનિની વાણીમાં કોઈ કપટભાવ ન હોય. સમ્યમ્ ભાવમાંથી ઝરતો વાણીનો સ્ત્રોત અત્યંત સરળ હોય. એ વાણીનો બોધ પામી જીવોના દોષ ટળી જાય. મુનિની વાણી સાકરના જેવી મધુર હોય, સાંભળનારને શ્રવણનો આનંદ આવે. મુનિનાં વચનો દ્વારા જીવોના તાપ ઉતાપ ટળી જાય, જેથી એ વચનો પોતાને કે પરને પીડાકારી ન બને માટે મુનિને પ્રથમ તો વચનગુમિ બતાવી છતાં વાણીનો ઉપયોગ કરવો પડે તો મંગલમય યોગ, Jain Education international 9xlo www.jain Olary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ ભાષાસમિતિનો ધર્મ આપ્યો. સમ્યપણે વાણીનો ઉપયોગ તે ભાષા સમિતિ છે. कोमलापि सुसाम्यापि वाणी भवति कर्कशा। अप्राञ्जलाऽस्फुटात्यर्थं विदग्धा चर्विताक्षरा ॥ १६६॥ ભાવાર્થ: કોમલ અને સારી સમતાપૂર્વકની વાણી પણ કર્કશ વક્ર અસ્પષ્ટ વધુ પડતા ડહાપણવાળી તથા ચીપી ચીપીને બોલાયેલી હોય છે. વિવેચન : માનવના મનની લીલા અપાર છે. હાથીને જેમ દેખાવના અને ચાવવાના દાંત જુદા હોય છે તેમ ચપળ માનવોની વાણી અને મનને કોઈ મેળ હોતો નથી. મનમાં નર્યો દંભ હોય છતાં વાણીમાં એવી કોમળતા બતાવે કે જાણે એ કેવો સજ્જન છે ! પ્રસંગે એ કોઈને કહે છે કે તમે મને અમુક વાત કહી તેનો કંઈ વાંધો નહિ આપણે તો મિત્ર છીએ. અને મનમાં કહે છે. સમય આવવા દો પછી તેને બતાવી દઉં કે મારામાં પણ બુદ્ધિ દેખાવમાં સમતાથી બોલે, અવાજ નરમ રાખે, હા ભાઈ, હા બેટા, કહે અને વચનમાં તો કટાક્ષ ભર્યો હોય. જેમ કે તમને આ કામ બતાવ્યું હતું તમે કર્યું નહિ, ભલે વાંધો નહિ, મનમાં રોષ રાખીને કહે કે એ તો હું જ કરી લઈશ. મારે કહેવું ન જોઈએ પણ ખરું કહું પેલો મિત્ર સાવ વિચિત્ર છે, તેનું મુખ જોવા જેવું નથી. આમ કોમળ છતાં વાણીમાં કર્કશતા હોય. | શબ્દો ચીપી ચીપીને કુળશતાપૂર્વક બોલે પરંતુ તે વાણીમાં નર્યો દંભ ભર્યો હોય છે. નમ્રતાનો દેખાવ કરી કોમળ વાણી બોલે પણ હૃદય એવું કઠોર કે કોઈનાં દુઃખ જોઈ દ્રવે નહિ. અગવડમાં બોલે ખરો કે મારે તો બધું ચાલે રોટલોય ચાલે ને ખાટલા વગર ચાલે પણ મનમાં તો ખદબદે કે આ માણસો તદ્દન નકામા છે. સગવડ આપી શકતા નથી તો શા માટે બોલાવે છે ? મારે તો ચાલે, તેમ ૧૪૮ મંગલમય યોગ Page #158 -------------------------------------------------------------------------- ________________ કહેતો જાય અને કહે કે બીજાને તમે આવી અગવડમાં ન રાખશો. તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ. औचित्यं ये विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ॥ १६७ ॥ ભાવાર્થઃ સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર ઔચિત્યને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરનારા છે તેવા મનુષ્યો આ લોકમાં વિરલ જ હોય છે. વિવેચન : ઔચિત્ય એ ઉત્તમ ગૃહસ્થનો હિતકારી ગુણ છે. વ્યવહારિક કે પારમાર્થિક સર્વ ક્ષેત્રે સફળતા અપાવનાર ઔચિત્ય છે, સ્વપર હિતકારી વ્યવહાર કે વર્તન કરનારા સૌને પ્રિય હોય છે. હરપળે જેના હૃદયમાં સર્વના હિતની ભાવના જાગે છે, તેમાં તેની પ્રસન્નતા છે, તે ઉત્તમજીવો આ લોકમાં વિરલ છે, તેમનું ઊઠવું બેસવું સર્વ ક્રિયામાં તેમની આ ભાવના પ્રગટતી રહે છે, પોતાના સુખ સગવડ કે સ્વાર્થનો તો તેમનામાં રજમાત્ર અણસાર નથી તેવા વિરલ જીવો શુદ્ધ સોના જેવો આ ઔચિત્યનો ભાવ પચાવી શકે જગતમાં સામાન્ય માનવી સંયોગના ધક્કે જીવે છે, જીવને હિતકારી શું ને અહિતકારી શું ? તેનું તેને કંઈ ભાન નથી. જીવને વિષે જીવનના ઔચિત્ય વિષે વિચારવાનો તેને સમય નથી અત્યંત અલ્પ સંખ્યક જીવો જ જીવનનું ઔચિત્ય વિચારે છે. ઔચિત્ય એ વિનયગુણનું ઉત્તમ લક્ષણ છે. આત્માને વિશેષતા તરફ મૂળ સ્વરૂપ તરફ લઈ જાય તે વિનય છે, જે દ્વારા કર્મોનો ક્ષયોપશમ થાય તે ભાવમાં વિનય છે, કષાય અને ઇન્દ્રિયોનો જે સંયમ કરે છે તે વિનય છે, નય (સદ્વર્તન)ના પ્રકારોમાં વિનય છે, ગુરુ આદિનું બહુમાન કરવું તે વિનય છે, વડીલોનો આદર તે બહુમાન છે. એક વિનયગુણમાં, વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, નિર્દભતા, નિરાભિમાનીપણું સમાય છે. સાચો વિવેક-વિનય વશીકરણ છે. નિશ્ચયથી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણ વિનય છે. મંગલમય યોગ ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ દૂધ સર્પના પેટમાં જાય તો વિષ બને છે. સૂકું ઘાસ ગાયના પેટમાં જઈ અનુક્રમે દૂધ બને છે, તેમ માનવજન્મ જો ઇન્દ્રિયોથી પોષાય તો વિષ સમાન બને છે, અને વિવિકથી પોષાય તો અમૃત બને છે. औचित्यं परमो बन्धुरौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्यमौचित्यं जनमान्यता ॥ १६८ ॥ ભાવાર્થ : ઔચિત્ય એ પરમબંધુ છે, ઔચિત્ય પરમ સુખ છે. ધર્મ આદિનું મૂળ પણ ઔચિત્ય છે, ઔચિત્ય લોકમાં માન્ય બનાવનાર છે. વિવેચન : જો તમારે ચિરંજીવ સુખ જોઈએ છે તો તેનાં સાચાં કા૨ણોનો સ્વીકાર કરો. અન્ય તમને રુચે તેવો વ્યવહાર કરે તેવું ઇચ્છતા હો તો તમે સ્વયં ઔચિત્ય એટલે સ્વ-પર હિતકારી વર્તન કરો. સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનાર વિશેષ ગુણ હોય તો તે ઔચિત્ય છે. જે જે સ્થાને અને સમયે જે કરવા જેવું છે તે સમ્યગ્ર પ્રકારે કરવું તે ઔચિત્ય છે. ધર્મક્ષેત્રમાં પણ ઔચિત્ય એ મૂળ ધર્મ મનાયો છે. ઔચિત્યને આચરનારો અહિતકારી કાર્ય કરતો નથી. તેથી લોકપ્રિય પણ બને છે. તેના વચન અને આચરણ આદર્શરૂપ મનાય છે. સજ્જનો તેના વાણીવર્તનને અનુસરે છે. કારણ ઔચિત્ય સૌને માટે પરમબંધુ છે. : ઔચિત્ય એ શ્રાવક-સાધકને સન્માર્ગે લઈ જનારો અંતરંગ ગુણ છે. ઔચિત્ય આચરનાર હંમેશાં પ્રસન્ન હોય છે. ઔચિત્ય એટલે ઉદારતા. જીવનમાં જે કંઈ પણ બને ત્યારે વિચારમાં, ભાવમાં કે ધનાદિમાં તેને સંકુચિતતા આવતાં નથી. તેને સ્વ-પર આત્મા પ્રત્યે સમાનભાવ હોવાથી તે હંમેશા ઉદારદિલ હોય છે. ૧૫૦ कर्मबन्धदृढ श्लेषं सर्वस्याप्रीतिकं सदा । धर्मार्थिना न कर्तव्यं वीरेण जटिनि यथा ।। १६९ ।। ભાવાર્થ : ધર્માર્થી પુરુષે કર્મનો ગાઢ બંધ કરાવનાર અને સદા સર્વને અપ્રીતિ કરનાર કોઈ જ કાર્ય શ્રી વીરભગવંત તાપસના મંગલમય યોગ Page #160 -------------------------------------------------------------------------- ________________ વિષયમાં જેમ ન કર્યું તેમ ન કરવું જોઈએ. વિવેચન : એક કુલપતિની વિનંતીથી વીર ભગવંત દીક્ષાકાળમાં તેમના આશ્રમમાં ચાતુર્માસ રહ્યા હતા. પરંતુ ત્યાં ગાયો પૂરતું ઘાસ ન મળવાથી ભગવંતને આપેલી ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી. વીર ભગવંત જ્યારે મહેલમાં રહેતા હતા ત્યારે પણ પોતાપણું કર્યું નહોતું, તો આ ઝૂંપડીમાં મારાપણાનો ભાવ ક્યાંથી લાવે ? એ તો નિરંતર ધ્યાનમાં રહેતા. ગાયોને દૂર કરતા નહિ. ત્યારે કેટલાક શિષ્ય-તાપસોએ કુલપતિને ફરિયાદ કરી. કુલપતિ વીરભગવંત પાસે આવી શીખ દેવા લગ્યા કે હે શ્રમણ ! તમે ક્ષત્રિય નર છો, તમારી ઝૂંપડીનું રક્ષણ કેમ કરતા નથી ? પક્ષીઓ પણ માળા સાચવે છે. તમારે તમારી ઝૂંપડીનું રક્ષણ કરવું જોઈએ. અન્ય તાપસી પણ ભગવંત પ્રત્યે અનાદર રાખતા. આવી પરિસ્થિતિમાં ચાતુર્માસ હોવા છતાં ભગવંતે તે સ્થાનનો ત્યાગ કર્યો. કારણ કે ભગવંત નિઃસ્પૃહ હતા પણ તેમનાં ત્યાં રહેવાથી અન્ય જીવોને વિકલ્પ થાય. અજ્ઞ જીવો જાણતા નથી કે આ જ્ઞાની છે તેમનો અનાદર ગાઢ કર્મબંધનું નિમિત્ત બને છે. તેથી તેમણે તે સ્થાનનો ત્યાગ કર્યો. અર્થાત્ ધર્માર્થી પુરુષો અન્યને નિમિત્ત બની કોઈને પણ અપ્રીતિ ઊપજે તેવું કાર્ય કરતા નથી. કારણ કે ધર્માર્થી પ્રત્યે અપ્રીતિ કરનાર જ્ઞાનાવરણ અને દર્શનાવરણનું કર્મ બાંધે છે. જ્ઞાની કર્મનો આ કોયડો જાણે છે તેથી તેવા સંયોગોથી પોતે દૂર રહે છે. જ્યાં અનાદર થાય ત્યાં પ્રતિકાર ન કરતાં સમતાથી તે સ્થાન અને સંયોગોને ત્યજી દેવા તે ધર્માર્થીનું કર્તવ્ય છે. वीजभूतं सुधर्मस्य सदाचारप्रवर्तनम् । सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः ॥ १७० ॥ ભાવાર્થ : સદાચારમાં પ્રવૃત્તિ એ સદ્ધર્મનું બીજ છે. સદાચાર વિનાનો ધર્મ તે વ્યભિચારી વ્યક્તિના ઉપવાસ જેવો છે. વિવેચનઃ સદાચાર અર્થાત્ માર્ગાનુસારિતાના ગુણો ન્યાયસંપન્ન મંગલમય યોગ. ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ આદિ છે. એ ગુણો દ્વારા જીવનમાં પાત્રતા આવે છે. પાત્રતા વિના ધર્મનું બીજ રોપાતું નથી. જેની ચિત્તવૃત્તિઓ દુરાચારથી ભરેલી છે. છળકપટના નિત નવા ઘાટ ઘડે છે. શીલ, અહિંસા સત્ય જેવા ગુણોથી તે જીવ વિમુખ છે. ધર્મ એ શુદ્ધ તત્ત્વ છે, તે આત્મપ્રદેશે પ્રગટ થતો ધર્મ છે, જેની ચિત્તવૃત્તિઓ નિર્મળ નથી તેના આત્મપ્રદેશે આવરણ આવે છે. તે આત્મા વર્તમાન અવસ્થામાં અશુદ્ધ મનાય છે. ધર્મ એ શુદ્ધાત્માનું લક્ષણ છે, તે સધર્મનું બીજ સદાચાર છે. જેમ કોઈ દુરાચારને સેવતી વ્યક્તિ ઉપવાસ જેવા તપ કરે તો તે હાંસીને પાત્ર થાય છે. કોઈ પણ અનુષ્ઠાન સદાચાર યુક્ત હોય તો તે ધર્મની પાત્રતા મનાય છે. માટે ધર્મના મૂળમાં સદાચાર એ વિશિષ્ટ સાધન છે. मूर्तो धर्मः सदाचारः सदाचारोऽक्षयो निधिः। दृढं धैर्यं सदाचारः सदाचरः परं यशः ॥ १७१ ॥ ભાવાર્થ : સદાચાર એ મૂર્તિમાન ધર્મ છે, સદાચાર કદી ન ખૂટનારો ભંડાર છે. સદાચાર એ સ્થિર રહેનારું બૈર્ય છે, અને સદાચાર શ્રેષ્ઠ યશ છે. કહેવાય છે કે આહાર (અન્ન) તેવો ઓડકાર, વિચાર તેવો આચાર. જો મનુષ્યની વિચારણા સમન્ છે તો તેનું વર્તન પણ સમ્યગુસાચું છે. સદાચાર એટલે સત્ આચાર–શુદ્ધ આચાર. શુદ્ધાચારના ઘણા ભેદ છે. તેનો પ્રારંભ અહિંસાદિ વ્રતોથી થાય છે. મૈત્રી આદિ ભાવનાઓ સદાચારનો વિસ્તાર છે, સત્ આચારરૂપી ધર્મ ભૂમિકા પ્રમાણે વિસ્તરતો જાય છે. મૈત્રી આદિ ભાવનાથી ભાવિત થયેલો સદાચાર ક્ષમાદિ ધર્મરૂપે આચારમાં પરિણમે છે, આખરે તે સમ્યગદર્શનાદિ ગુણ-ધર્મરૂપે સ્થાન પામે છે. અર્થાત્ તે પ્રત્યક્ષ ધર્મ છે. પ્રાથમિક ભૂમિકાએ ન્યાયનીતિ, પરોપકાર, નિસ્વાર્થ જેવા આચારોથી પ્રારંભ થાય છે તે સદાચાર સ્વરૂપાચરણ સુધી લઈ જાય છે, જેમ જેમ ચિત્તવિશુદ્ધિ થતી જાય તેમ તેમ સદાચાર ઉત્કૃષ્ટ બનતો જાય છે. અહિંસાદિના પૂલ પાલન વડે તે શ્રાવકાચાર હોય છે. સૂક્ષ્મ ૧૫૨ મંગલમય યોગ Page #162 -------------------------------------------------------------------------- ________________ પાલન વડે તે સાધુનો આચાર હોય છે. છત્રીસ ગુણોથી અલંકૃત થઈને તે આચાર્યપદ પામે છે. ઘાતકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન પામે છે, અને આખરે તે શુદ્ધ આચારનું અંતિમ સ્થાન સિદ્ધત્વ છે. માટે સદાચાર મૂર્તિમાન-પ્રત્યક્ષ ધર્મ મનાયો છે. તમે જે ભૂમિકાએ હોવ ત્યાં તે સ્થાનને યોગ આચારનું સેવન કરી આત્મઉત્થાન કરો. તે સદાચાર વિશેષ શુદ્ધિને કારણે સ્વયં ફુરણા વડે શુદ્ધાચરણ સુધી લઈ જાય છે, માટે તે મૂર્તિમાન ધર્મ મનાયો છે. સદાચાર એ સામાન્ય જનનો ધર્મ પણ છે અને તેના વિકાસનું લક્ષ્ય સિદ્ધત્વ છે. કોઈ પણ મનુષ્ય સના આચાર પ્રત્યે અભિમુખ થાય છે, તેને અન્ય ગુણોની સંપત્તિ આવી મળે છે. અનાજનો કણ જેમ મણમાં રૂપાંતર થાય છે તેમ સદાચાર બીજા અનેક ગુણોનો ખજાનો ભરી દે છે. મનુષ્યત્વની ભૂમિકા ઉપર વાવેલું બી એક મોટા વટવૃક્ષરૂપે ફાલે છે. અર્થાત્ કોઈ પણ એક સતુનો આચાર મોટું વટવૃક્ષ બને છે. તેની શરૂઆત આ પ્રમાણે થાય છે. શ્રાવકના માર્ગાનુસારિતાના ૩૫ તથા ૨૧ ગુણો કુલ ૫૬ પ૬ X ૩ મન, વચન, કાયાથી પાલન ૧૬૮ X ૧૨ શ્રાવકના વ્રત ૨,૦૧૬ ૨૦૧૬ ૪ ૫ ઇન્દ્રિયોનો સંયમ ૧૦,૦૦૦ ૧૦,૦૦૦ x ૩ સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર ૩૦,૨૪૦ ૩૦, ૨૪૦ X ૧૦ યતિધર્મ ક્ષમાદિ ૩,૦૨,૪૦૦ ૩૦,૦૨,૪૦૦ x ૩૬ આચાર્યધર્મગુણ ૧,૦૮,૮૬,૪૦૦ આમ અનેક પ્રકારે ગુણો વિકસિત થાય છે. ત્યાર પછી કેવળજ્ઞાન, અરિહંત તથા સિદ્ધદશામાં તે ગુણ વિકાસ અનંતસ્વરૂપ લે છે, કદી નષ્ટ ન થનારો અક્ષય ખજાનો બને છે. ‘ગુણ અનંતા પ્રભુ તુજ ખજાને ભર્યા', “અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે. ખોટ ખજાને કોઈ નહિ દીજીએ વાંછિત દાનો રે, ૧૬૮ મંગલમય યોગ. ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્મા અનંત ગુણોનો ખજાનો છે. સદાચાર એ આત્મગુણ હોવાથી સ્થિર તત્ત્વ છે, સદાચારી હંમેશાં ધૈર્યવાન હોય છે, કારણ કે જેમ મલિનતાનું સ્થાન ચંચળતા છે તેમ વિકાસનું મૂળ સ્થિરતા છે, એક એક ગુણ જીવને અંતર્મુખતા પ્રત્યે લઈ જાય છે, કથંચિત સદાચારનો પ્રારંભ બહારની પ્રવૃત્તિથી થાય છે, પરંતુ તે અંતર વૃત્તિને પ્રગટ કરે છે. જેવું અંતરંગ વિશુદ્ધ, વિશાળ, કોમળ મધુર, કરુણાળું અને સરળ છે તેવો તેનો આચાર બને છે. જેમ જેમ આચારશુદ્ધિ થતી જાય છે તેમ તેમ જીવ અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થાય છે. તે સમયે તેનું ગાંભિર્ય અદ્ભુત હોય છે. આપદ કે વિપદમાં પણ તે સમતાભાવે ટકે છે. સદાચાર શ્રેષ્ઠ યશ છે, જનપ્રિયત્વ એ શ્રાવકના ગુણોનું એક વલણ છે ગુણ ઉપર આધારિત યશ ક્યારે પણ ઝંખવાતો નથી. તે યશનું આખરી સ્વામિત્વ અરિહંતનું છે, ન માંગે દોડતું આવે, તેમ સૃષ્ટિના સઘળા “યશ' અરિહંતના ચરણકમળમાં સ્થાન પામે છે. શ્રેષ્ઠ નામકર્મ પામેલા તિર્થંકર ત્રણે લોકને પૂજનીય છે. જગતના જીવો તેમના નામ માત્રથી સુખ પામે છે એવા શ્રેષ્ઠ યશનામકર્મ તીર્થંકરને વરેલાં છે. સદાચારથી પ્રારંભ થતો સૂર્યોદય સર્વદા પ્રકાશનો પૂંજ છે, પૂરા જીવનને અજવાળી દેતો એ પ્રકાશ મનુષ્ય જીવનનો અર્થ છે. સદાચારથી આત્મવિશુદ્ધિની યાત્રા શુદ્ધાચાર સુધી પહોંચે છે. અને મુક્તિને પ્રાપ્ત કરાવે છે. અંતરમાં સદાચાર શું છે એને બદલે આપણે એમ વિચારવું યોગ્ય છે કે સદાચારમાં શું નથી ? નોમનુભૂનમૂનાલિમિત્તો મુનઃ સવા क्षायोपशमिके भावे स्थितोऽनुत्सुकतां व्रजेत् ॥ १७२ ॥ ભાવાર્થ : ક્ષાયોપથમિક ભાવમાં રહેલા અપ્રમાદી મુનિએ લોભને મૂળથી ઉખાડી સદા ઉત્સુક્તાનો ત્યાગ કરવો જોઈએ. વિવેચન : લાયોપથમિક ભાવ એટલે ઘાતકર્મોના દબાવાથી ૧૫૪ મંગલમય યોગા Page #164 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ થયેલી આત્મશક્તિ છે. મુખ્યત્વે દર્શનમોહનીયના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સભ્યત્વ મોહનીય, આ ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભરૂપી ચાર કષાય ચારિત્ર મોહનીયની પ્રકૃતિ. આ સાત પ્રકૃતિનો નિરંતર ઉદય જીવના આત્મવિકાસને રૂંધીને બેઠો છે. તે સમકનું મોળું પડવું તે ક્ષયોપથમિક ભાવ છે. વળી ભૂમિકા પ્રમાણે ચારિત્ર વિશુદ્ધિના આધારે કષાયના રસ વિશેષ ઘટી જાય છે, તેવો ક્ષયોપશમભાવ સાતમે ગુણસ્થાને અપ્રમત્ત મુનિને હોય છે. છતાં એ ભાવ જો ક્ષાયિક ન હોય તો મોહનીય કર્મની પ્રકૃત્તિનો ઉદય વૃદ્ધિ પામે તો મુનિને પણ ચલિત કરે. અપ્રમત્તદશાયુક્ત મુનિને ચારિત્રની વિશુદ્ધિ થતાં અતિ અલ્પ લોભ કષાય હોય છે. મુનિ પાસે ધન, પરિવાર ઇત્યાદિનો પરિગ્રહ ન હોવાથી લોભ થવો સંભવ નથી. પણ લોભ રૂપાંતર પામીને જનઉત્કર્ષનો, ધર્મની પ્રભાવનાનો, લોકમેળાનો ઉત્સાહ મુનિને બાહ્ય પ્રવૃત્તિ કરવા પ્રેરે છે. યદ્યપિ અપ્રમત્ત દશામાં મુનિ ટકે નહિ ત્યારે પ્રમત્તદશામાં ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, શાસ્ત્રલેખન વગેરે કરી, અપ્રમત્તભાવમાં રહેવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ લોકસંપર્કના નિમિત્તે મુનિ પણ ઉત્સુક થઈ બાહ્યાડંબરમાં પડે છે, ત્યારે ધર્મ ઉત્કર્ષના બહાને અંતરંગમાં માન મેળવવાનો લોભ રૂપાંતર પામી મુનિને પણ પ્રમત્ત દશામાં લઈ જાય છે. મુનિ ઉપદેશમાં આદેશ આપે પરંતુ શ્રાવકના કાર્યો સ્વયં કરે નહિ. ધનની વ્યવસ્થા, સંસ્થાઓની વ્યવસ્થા એ શ્રાવકનું કાર્ય છે, મુનિએ તેવાં કાર્યોમાં ઉત્સુકતાનો ત્યાગ કરી લોભના મૂળને જ ઉખેડી નાંખવું. બાહ્યાડંબર બાવાની લંગોટી જેવો છે. કષાયનું નિમિત્ત બને છે. માટે તેવી ઉત્સુકતાનો ત્યાગ કરવો. संसारसरणिर्लोभो लोभः शिवपथाचलः। सर्वदुःखखनिर्लोभो लोभो व्यसनमन्दिरम् ॥ १३ ॥ शोकादीनां महाकन्दो लोभः क्रोधानलानिलः । मायावल्लिसुधाकुल्या मानमत्तेभवारुणी ॥ १७४ ॥ ભાવાર્થ : લોભ એ સંસારનો માર્ગ છે. લોભ એ મોક્ષના મંગલમય યોગ ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં પર્વત છે. લોભ એ સર્વદુઃખોની ખાણ છે. લોભ એ કષ્ટોનું મંદિર છે, લોભ એ શોક આદિ દુઃખોને પેદા કરવા માટે મહા કંદ છે લોભ એ ક્રોધરૂપી અગ્નિને પેદા કરવા માટે પવન સમાન છે, લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે અને લોભ એ માનવરૂપી મદોન્મત્ત હાથીને માટે મદિરા સમાન છે. વિવેચન : સદાચાર જેમ ગુણની ખાણ છે, તેમ લોભ દોષની ખાણ છે. સર્વ દોષનો જનક લોભ છે. લોભને કારણે અન્ય દોષો વાસ કરે છે, સઘળા દોષના જવા પછી જ્યારે કોઈનો સાથ નથી મળતો ત્યારે અંતિમ કષાય તરીકે રહેલો અલ્પ લોભ નિરસ બની જીવને ત્યજી દે છે. ક્રોધ, માન, માયા અને લોભ - આ ચતુર ચોકડી જીવનો ફાંસલો છે. દેખાવમાં ક્રોધ આવે છે પરંતુ તેના મૂળમાં લોભ છે. લોભ તૃષ્ણા પેદા કરી જીવને વ્યાકુળ કરે છે. કંઈ ને કંઈ મેળવવા જન્મોથી ચક્કર મરાવે છે. પુણ્યબળે તૃષ્ણાનો કેટલોક ભાગ પોષણ પામે છે, ત્યારે મનુષ્યને સુખભોગની સામગ્રી મળે છે, તે સામગ્રીમાં મારાપણાની માયા લપેટાઈ જાય છે, માયા તે વસ્તુમાં માનને આમંત્રણ આપે છે, માન ન સચવાય ત્યારે જીવને ક્રોધ થાય છે. જો તમારે ક્રોધને સમાવવો છે તો લોભરૂપી મૂળને છેદી નાંખો, ક્રોધને શાંત કરવાના તમામ ઇલાજો ડાળા પાંખડાં જેવાં છે. થોડો વખત શાંત પડેલો લાગે વળી પાછો ફૂટી નીકળે. ક્રોધથી બચવા ઇચ્છાઓને શાંત કરો તો જીવ લોભને વશ થશે નહિ. લોભવશ જીવ સંસારની વૃદ્ધિ કરે છે. લોભ એ તૃષ્ણા છે, કંઈ મેળવવા મથ્યા જ કરવું. લોભ એટલે આસક્તિ, ધન, માલ, માન, પરિવાર જેવા સ્થાનોમાં તેનો નિવાસ છે. એક સ્થાનેથી મનને વાળો તો લોભ અન્યત્ર સ્થાન શોધી લે છે. ધનની મૂચ્છ ઘટાડી દાન કર્યું, તમને માન ખેંચી લેશે. દાન કર્યું, માન મળવું જોઈએ. આમ લોભ રૂપાંતર પામે છે. લોભ કંઈ ને કંઈ લાભ શોધે છે, ભ્રમણ કરાવે છે. આમ ચિત્તવૃત્તિમાં છવાઈ ગયેલો લોભ સંસારમાં જીવને ભ્રમણ કરાવે છે. એટલે લોભ સંસારનો ૧૫૬ મંગલમય યોગ Page #166 -------------------------------------------------------------------------- ________________ સમાજને સંસારનવાનો લોભ થા માર્ગ મનાય છે. પુષ્કરાવર્ત દ્વીપના અડધા ભાગમાં મનુષ્યાદિ વસે છે. અને બીજો ભાગ નિર્જન છે. આમ બે ભાગ પડવાનું કારણ વચમાં માનુષોત્તર પર્વતનો અવરોધ છે. તેમ સંસારને ઉલ્લંઘીને મોક્ષમાં જવામાં લોભરૂપી પર્વત આડો આવે છે. ઉપશમ શ્રેણિએ ચઢેલા મુનિ પણ પાછા પડે છે. તેનું કારણ પોતાની જ લબ્ધિઓના કુતૂહલનો લોભ છે. શ્રેણિએ આરૂઢ મુનિને બાહ્યમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, શત્રુ કે વસ્ત્ર કંઈ પણ નથી, અને અંતરંગમાં કોઈ પદાર્થની સ્પૃહા નથી, પરંતુ અતિ અલ્પ લોભનો સંસ્કાર ત્યાં પર્વતની જેમ આડે આવે છે. તે દસમેથી બારમે ગુણસ્થાનકે ઉલ્લંઘન કરવા દેતો નથી. તેથી મુનિ પણ અગિયારમે ગુણસ્થાનકેથી પાછો પડે છે. સામાન્ય સાધક પણ મોહાદિ કષાયોને કંઈક અંશે શાંત કરે છે, સંસાર અને સંસારના સંગથી વિમુખ થાય છે. ત્યારે તેને બહારમાં કંઈ શુભ કાર્ય કરવાનો લોભ થાય છે, વળી શુભ અનુષ્ઠાન કે વ્રતાદિમાં શુભ ભાવોનો લોભ તેમને શુદ્ધ ધર્મ સુધી પહોંચવામાં પર્વતની જેમ અંતરાય કરે છે. શુભ ભાવમાં કંઈક સ્થિરતા થવાથી ઉપરથી સપાટી પર શાંતિનું વેદના થાય છે, એ શાંતિ શુભ ભાવના આધારે હોવાથી વિભાવિક છે. સાધક શુદ્ધ ધર્મ પ્રત્યે જવાને બદલે અટકે છે. તેનું કારણ આ શુભભાવનો લોભરૂપી પર્વત છે. લોભ સર્વ દુઃખોની ખાણ છે. સંસારના સુખભોગના તમામ સાધનો લોભમાંથી ઉત્પન્ન થયા છે. મનુષ્ય ભોગથી ધરાતો નથી. તેને નિત નવું જોઈએ છે, તૃષાને તે વારી શકતો નથી. મળેલું ભોગવાય અને અપ્રાપ્ય પદાર્થની ઝંખના, એવો લોભ મનુષ્યના દુઃખનું કારણ છે. લોભને કારણે મિત્ર શત્રુ બને છે. પિતા-પુત્ર અન્યોન્ય શત્રુ બને છે. ધન, સ્ત્રી, માન ઇત્યાદિ અનેક પ્રકારમાં લોભ જીવને રમત રમાડે છે, તેના રવાડે ચઢેલો જીવ ઝઘડા કરે છે, મોટા યુદ્ધ ખેલે છે અને પરિણામે મહા દુઃખ પામે છે. ભાઈ ! તું એમ ના સમજતો કે આ લોભ બહાર છે, તેની ખાણ તો તારા મનની તૃષ્ણામાં રહેલી છે, જેની તને ઓળખાણ મંગલમય યોગ ૧૫o Page #167 -------------------------------------------------------------------------- ________________ નથી તે જ દુઃખનું કારણ છે. મોટો ચક્રવર્તી પણ વધતા પરિગ્રહને ઇચ્છે છે. છ ખંડ જીતી લીધા પછી લોભનો માર્યો સુભૂમ ચક્રવર્તી દરિયાને જીતવા નીકળ્યો. અને દરિયામાં જ શેષ આયુષ્ય પૂરું થઈ ગયું. ચક્રવર્તીપણામાં આમ તો ઘણું સુખ હતું. પરંતુ લોભે તેને મહા દુઃખમાં ધકેલી દીધો. - લોભ એ સ્વાર્થનો અર્ક છે, જો લોભ ન હોત તો જગતના વ્યવહારથી મળેલા સંબંધો નિર્દોષ હોત, લોભના પાપે માનવ-માનવ વચ્ચે નિર્દોષતા ટકતી નથી. લોભ તેને સ્વાર્થોધ બનાવે છે. પોતાના પાંચ રૂપિયા બચતા હોય અને અન્યને હજારોનું નુકસાન થતું હોય, જાનહાનિ કે માનહાનિ થતી હોય તો પણ લોભ માનવના હૃદયને કઠણ પથ્થર જેવું બનાવી દે છે, તે રજમાત્ર ત્યાગ કરવા તૈયાર થતો નથી, પોતે અજંપાનું દુઃખ ભોગવે છે. અને અન્યને દુઃખ આપે છે. ધર્મના ક્ષેત્રે પણ ઉદારતાને બદલે લોભ કામ કરે છે. પ્રસંગે કેટલી સેવા થઈ તેનો વિચાર ન કરતાં નાણું કેટલું એકઠું થયું એવો લોભ તે ક્ષેત્રમાં જીવને કર્મ બંધનું કારણ બને છે. ક્ષેત્ર બદલાય પણ જો લોભની પ્રકૃતિ ન ગઈ હોય તો જીવ ત્યાં પણ છૂટવાને બદલે કર્મબંધનું દુ:ખ પામે છે. અતિ લોભની વૃત્તિ જીવને નરકગતિએ પહોંચાડી મહા દુઃખ આપે છે. - લોભ એ કષ્ટોનું મંદિર છે. જેણે મનરૂપી મંદિરમાં લોભનો સંગ્રહ કર્યો તેણે મહાકષ્ટને આમંત્રણ આપ્યું એમ જાણજો. માનવને મળેલો દેહ આત્માને રહેવાનું દેવળ છે. એ દેહમાં રહેલું હૃદય એક મંદિર છે. પામર જીવ એ હૃદયમાં લોભને ધારણ કરી કષ્ટોનું મંદિર ઊભું કરે છે. લોભનો એક દોષ એવો છે કે એક સાથે અનેક કષ્ટોને લઈ આવે છે. લોભી જીવ અહોરાત્ર ક્યાંથી શું મેળવું, કોનું શું પડાવી લઉં તેના જ વિકલ્પ કરે છે. પુણ્ય વગર તેને કંઈ મળવાનું નથી. પરંતુ લોભ તેને ઘેરી લે છે. - લોભ એ શોકાદિ દુઃખોને પેદા કરવા માટે મહાકંદ છે. ગૃહસ્થનો જીવનનિર્વાહ સુખેથી ચાલી શકે તેવી તેની પાસે સંપત્તિ અને સાધન ૧૫૮ મંગલમય યોગ Page #168 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં વધુ મેળવવાની તૃષ્ણા તેને સ્વાર્થી અને કંજૂસ બનાવે છે. એથી તે સંતોષના ઘરમાં હતો ત્યારે પરિવાર સાથે સુખેથી સમય ગાળતો હતો. હવે તેને એવી નિરાંતની પળો મળતી નથી એથી તે આનંદને બદલે શોકમગ્ન રહે છે. પુત્રાદિની સાથે પણ લોભને કારણે તેને સંઘર્ષ થાય છે. કંજુસાઈને કારણે મિત્રોથી પણ તે દૂર રહે છે. પૈસો સાચવવો, ભેગો કરવો, એ જ તેનું લક્ષ્ય હોવાથી તે સૌથી અળગો થઈ, જાણીને શોક જેવા દુઃખને પેદા કરે છે, જો તે લોભ ત્યજીને ઉદાર બને તો તેને શોક જેવા દુખોનું દુષ્ટફળ પ્રાપ્ત ન થાય. લોભ એક મહાન સ્કંધ જેવો પદાર્થ છે. લોભ એ ક્રોધરૂપી અગ્નિને પ્રજ્વલિત કરવા માટે પવન સમાન છે, જેમ નાનો દીવો પવનથી બુઝાઈ જાય. તેમ નાનો સરખો અગ્નિ પવનના જોરે દાવાનળ બની જાય. ક્રોધરૂપી અગ્નિને જો લોભનો પવન સ્પર્શી જાય તો ક્રોધ એવો ભભૂકી ઊઠે કે પૂરી જિંદગીને બાળીને ભસ્મ કરી દે. મનુષ્યને જીવનમાં જે કંઈ મળે છે તે પ્રારબ્ધથી મળે છે. પરંતુ લોભી મનુષ્ય લોભવશ ઘણું ભેગું કરવા મથે છે. સંગ્રહ થયા પછી વસ્તુનું મમત્વ એને ઘેરી લે છે, ત્યારે તે વસ્તુઓનો કોઈ જરા પણ વ્યય કરે તો તે ક્રોધથી જલી ઊઠે છે, લોભ તેને પોતાને શાંતિથી જીવવા દેતો નથી. સાથે રહેલા પરિવારને માટે પણ દુઃખદાયક બને છે. કેમ જાણે ધનાદિ સાથે આવવાનાં હોય તેમ તે મૃત્યુ સુધી તેનો લોભ ત્યજી શકતો નથી. અરે ! તે પોતે બિમાર પડે તોય વૈદ્યોની સારવાર લેતો નથી કે ઔષધ પણ લેતો નથી, જો સ્ત્રી, પુત્ર તેવો ઉપાય કરે તો તેનો ક્રોધ ભભૂકી ઊઠે છે. એને થાય છે કે આ લોકો ધનનો ખોટો વ્યય કરે છે. લોભ એ માયારૂપી વેલડીને વધારવા માટે અમૃતની નીક સમાન છે, લોભને કારણે અતિ કષ્ટ કરીને મેળવેલા ધનમાં આસક્તિ થાય છે, ત્યારે તે આસક્તિરૂપી – માયારૂપી વેલડી અમૃતની જેમ નિરંતર અમર રહે છે. આ જન્મમાં માયાનું સેવન કરીને તે જીવ માયાની મંગલમય યોગ ૧પ૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનો સંસ્કાર અન્ય જન્મમાં સાથે લઈ જઈ જન્મો સુધી માયામાં ફસાય છે. તેથી જાણે કે માયાએ તે જીવ સાથે અમરપણું પ્રાપ્ત કર્યું હોય તેમ રહે છે. પુનઃ માનવજન્મ પામવો અત્યંતપણે તેને દુષ્કર બને છે. મમ્મણ શેઠે લોભવશ લાકડાના બળદને હીરા-માણેકથી મઢી દેવા ખૂબ આકરો પરિશ્રમ કર્યો. એ બળદ તેને કોઈ સુખનું કારણ ન હોવા છતાં માયાએ તેને એવો ફસાવ્યો કે પૂરી જિંદગી તેણે બળદને મઢવામાં ગાળી, કેમ જાણે એ એક મોટો આદર્શ હોય તેમ એ જીવનમાં પ્રાપ્ત સુખને જતાં કરી એક ધૂન પર સવાર થઈ ગયો. આયુષ્ય પૂરું થતાં ફળ સ્વરૂપે અધોગતિ પામ્યો, હીરા કે હીરે મઢેલો બળદ તે સાથે લઈ શક્યો નહિ, પરંતુ તેને માટે કરેલી આસક્તિ-લોભે તેને મહાદુઃખમાં ધકેલી દીધો. માટે જો તમે તમારું હિત ચાહતા હો તો લોભને વહેલી તકે વિદાય આપજો. લોભ એ માનવરૂપી મદોન્મત્ત હાથીને માટે મદિરા સમાન છે, સંસ્કાર એ બળવાન પદાર્થ છે. હાથીની પ્રકૃતિમાં માનની વિશેષતા હોય છે, તેમાં પણ જો તેને મદિરા પીવરાવવામાં આવે તો તે પૂરો છકી જાય છે. જંગલના વૃક્ષોને પણ મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. તેને વશ કરવો તે દુ:સાહસ છે. એમ લોભને પનારે પડેલો બુદ્ધિમાન મનુષ્ય પણ વિવશ બને છે. નશીલા માનવને પોતાના મનુષ્યત્વનું, પરિવારનું, સુખનું જેમ ભાન નથી તેમ લોભના નશામાં મનુષ્યને પોતાના સુખનો નાશ થઈ રહ્યો છે તેનું ભાન નથી. આથી સર્વ દોષનો જનક લોભ છે. સર્વ દોષનું મૂળ લોભ છે. સર્વ પાપોના સેવનનું સ્થાન લોભ છે. સર્વ ગુણોનો નાશ કરનાર લોભ છે. અર્થાત્ લોભી ક્યારેય સુખ પામતો નથી. પણ નશાયુક્ત માનવની જેમ તે લોભવશ પોતાના માનવકુળને ભૂલે છે, ઉત્તમ એવા આત્માર્થને ભૂલે છે, સુખનું સાધન એવા સંતોષને ત્યજી દે ૧૬૦ મંગલમય યોગ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. આ લોક કે પરલોકમાં લોભી ક્યાંય સુખશાંતિ પામતો નથી. તેના ચિત્તમાં નિરંતર મંથન ચાલ્યા જ કરે છે. હજી કંઈ મેળવું, ક્યાંથી મેળવું. ગણતરીમાં એક કોડી ઓછી થઈ તે મેળવવા માટે રત્નો ગુમાવી દીધાં. એક મધુબિંદુના ટીપાના સ્વાદના લોભમાં તેણે કાળનો અને ચારે ગતિ ભ્રમણનો ભય ન લાગ્યો. મૃત્યુથી સદાયે ડરતો માનવ લોભવશ જાનને હોડમાં મૂકતાં રોકાતો નથી. સત્તાનો લોભ, સ્ત્રીનો લોભ, ધનનો લોભ, કીર્તિનો લોભ, આમ ચારે બાજુ લોભથી ઘેરાયેલો માનવ માનવ મટી પશુ કરતાં પણ સત્યહીન જીવન જીવે છે. થોડું ધન કમાવા, કે બચાવવા તે લોકોની કેવી ખુશામત કરે છે ? પરિણામે દુઃખ જ પામે છે. त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः । गुणास्तथैव ये केऽपि ते सर्वे लोभवर्जनात् ॥ १७५ ॥ ભાવાર્થ : ત્રણ લોકમાં જે કંઈ દોષ છે, તે બધા લોભથી પેદા થયેલા છે, તેવી રીતે જે કંઈ ગુણો છે તે બધા લોભના ત્યાગથી પેદા થયેલા છે. અધોલોક, તિલોક, ઊર્ધ્વલોક-1 નરકભૂમિ, મનુષ્યાદિ, સ્વર્ગભૂમિ. ] વિવેચન : આ ત્રણે લોકના જીવોમાં કર્મભૂમિમાં મુખ્યત્વે લોભના સંસ્કાર વિશેષ હોય છે. લોભ એટલે તૃષ્ણા, આસક્તિ અથવા મમત્વ. જીવ જ્યાં જે કુળમાં જન્મ્યો ત્યાં ત્યાં દેહવાસનાને કારણે લોભ જેવી પ્રકૃતિને વશ રહ્યો છે. નારકીમાં કોઈ માલ મિલકત છે નહિ, તેથી તેને વહેંચવાની નથી કે જેથી કોઈ સંઘર્ષનું કારણ થાય. પરંતુ એ ભૂમિનો પ્રભાવ અને ત્યાં જન્મ લેનારા જીવોના પરિણામમાં ખૂબ જ ક્રૂરતા હોય છે, આથી તેઓ અરસપરસ મારવા-કાપવાનું કાર્ય કરે છે. તેમાં તેમને કંઈ મેળવવાનું નથી છતાં ઘણા દોષોને કારણે તે તેવા જ પ્રકારે જીવન વ્યતીત કરે છે. તિસ્કૃલોક – મધ્યલોક જેમાં તિર્યંચ અને મનુષ્યની મુખ્યતા છે, મંગલમય યોગ ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ આ સર્વ પ્રાણીઓ દેહસુખની આકાંક્ષાવાળા છે, તેને કારણે પશુ, પક્ષી, જંતુ કે માનવ સર્વે રાત્રિદિવસ કંઈક મેળવવા મથ્યા કરે છે. કીડી કણ મેળવવા, હાથી મણ મેળવવા, મનુષ્ય ધન મેળવવા, નિરંતર પ્રયાસ કરે છે. તિર્યંચ તો પેટ પૂરતું મળી રહે પછી જ્યારે જરૂર પડે ત્યારે જ ઉદ્યમ કરે છે. પરંતુ મનુષ્યની તૃષ્ણાનો કોઈ પાર નથી. જિંદગી ટૂંકી પણ મેળવવાનું ઘણું હોય છે, તેનું કારણ લોભાદિ દોષો છે. સ્વર્ગલોકમાં કશું કમાઈને મેળવવાનું નથી, કોઈ વારસદારને કશું આપવાનું નથી. જન્મની સાથે જે જે સ્થાને હોય તે તે સ્થાને પુણ્યના નિયમથી બધું મળે છે. અને જે સ્થાનેથી સ્વર્ગલોકમાં ગયો છે, તેનાથી તો તેને ઘણું વિશેષ મળે છે, પરંતુ ત્યાં પણ અન્ય કરતાં તેની પાસે ઓછું છે તેવી લોભની પીડા સ્વર્ગના દેવને મૂંઝવે છે. અર્થાત્ ત્રણે લોકમાં જીવને જો કંઈ પણ દુઃખનું કારણ હોય તો તેના મૂળમાં લોભ છે. ઘણા દોષો મળીને લોભ બને છે, અથવા લોભના કારણે અનેક દોષો પગપેસારો કરે છે. માટે સર્વ દોષોનું મૂળ લોભ મનાયો છે. પડના પડ થઈ તેને ઢાંકી હવે જો એક લોભનો ત્યાગ કરવામાં આવે તો તેના પાપે જે ગુણો ઢંકાઈ ગયા હતા તે લોભનું ઢાંકણું ઊઘડી જતાં પ્રગટ થઈ જાય છે. વાસ્તવમાં જીવ અનંત ગુણોનો ખજાનો છે. પરંતુ અજ્ઞાનવશ સેવેલી પ્રકૃતિઓ થરના થર દે છે, સ્વભાન ન હોવું તે અજ્ઞાન છે. જેમ માણસ પોતાના માલિમલકતનું ભાન ન રાખે તો તે લૂંટાઈ જાય તેમ સ્વભાવ રહિત આત્માના ગુણો લૂંટાઈ જાય છે. લોભ-તૃષ્ણા જંતુથી માંડીને સર્વ પ્રાણીને ભ્રમિત કરે છે. ધન ન હોય તો ધનની વૃત્તિ, ધન મળ્યા પછી પદની ઇચ્છા, પદ મળ્યા પછી માનના તરંગ, માન મળ્યા પછી હજુ પણ કંઈ મેળવ્યા જ કરું એમ લોભ માનવને ભ્રમિત કરે છે. જેને આ જગતના કોઈ પદાર્થની સ્પૃહા નથી રહી. સોનું અને માટી બંનેમાં સમાન વૃત્તિ છે, પ્રારબ્ધયોગે જે મળ્યું છે તેનાથી ૧૬૨ — મંગલમય યોગ Page #172 -------------------------------------------------------------------------- ________________ સંતોષ છે, વધુ મળેલું લાગે તો તેનો સદ્ઉપયોગ કરે છે. લોભ જતાં તેના આમ અનેક ગુણો વિકાસ પામે છે, સૌને વહેંચીને ભોગવે છે, કોઈ પદાર્થના સ્વામિત્વનું અહં નથી. સદાચાર, ઉદારતા, ઔચિત્ય, સંતોષ, જેવા ગુણો એ જ એનો વૈભવ બને છે. એ વૈભવનું સુખ અલૌકિક છે. લોભથી મળેલા ધનાદિ અજંપાને કારણે દુઃખરૂપ છે. પરંતુ લોભવશ જીવ એવાં દુઃખો સહન કરે છે, પરંતુ લોભનો ત્યાગ કરીને એક ડગલું જો તે આગળ ભરે તો તેના સર્વ ગુણો પ્રગટ થાય. એ ગુણોનો સમૂહ તેના ચિત્તની કલુષિતતા અને કૂટિલતાને દૂર કરીને તેને મુક્તિ સુધી પહોંચાડે છે. नैरपेक्ष्यादनौत्सुक्यमनोत्सुक्याच सुस्थता । सुस्थता च परमानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ॥ १७६ ॥ ભાવાર્થ : કોઈ પણ વસ્તુની અપેક્ષા છોડી દેવાથી ઉત્સુકતાનો નાશ થાય છે, ઉત્સુકતાના નાશથી સુસ્થતા પ્રગટે છે, અને સુસ્થતા એ જ શ્રેષ્ઠ આનંદ છે. તેથી મુનિએ અપેક્ષાનો નાશ કરવો જોઈએ. વિવેચન : મુનિ મુક્તિ માટે સંસારનો ત્યાગ કરીને નીકળ્યા છે, સંસારમાં હતા ત્યારે સ્વજન આદિના સંપર્કમાં ઉત્સાહિત હતા, કોઈ ઘર સજાઉં, વરઘોડા કાઢે, લોકને ભેગા કરું, જમાડું અને વાહ વાહ કરાવું. સંસારનો ક્રમ જ અન્યોન્ય અપેક્ષાવાળો છે. સંસારના આવા પ્રવાહો પણ ખરેખર તો સંસારબંધનું કારણ બને છે. હવે મુનિ તો બંધનને નાશ કરવા નીકળ્યા છે, તેમાં જો તે કેવળ સ્થળાંતર કરે તો મોક્ષ મળવો અસંભવ છે, પહેલા સ્વજનને નામે સર્વ કાર્યો ઉત્સાહપૂર્વક કરતા હતા, હવે જનઉત્કર્ષને નામે વધુ ઉત્સાહથી તે સજાવટો કરાવવા લાગ્યો. વરઘોડા કઢાવવા લાગ્યો, વિવિધ બેન્ડવાજાંથી તે ધર્મની વધુ પ્રભાવના સમજ્યા, જેટલો ધનનો વધુ વ્યય તેટલો ધર્મનો ઉત્કર્ષ માની ઉત્સુકતાથી શ્રાવકનાં કામ પોતે જ કરવા લાગ્યા, જનઉત્કર્ષની આવી અપેક્ષાનો ઉત્સાહ પણ, મુનિધર્મમાં બાધક છે, ચપળતાનું કારણ છે, જો મુનિ ઉપદેશનું કાર્ય કરે અને સર્વ અન્ય અપેક્ષાઓ ત્યજી દે તો ઉત્સુક્તાનો નાશ થતાં ઉપયોગની સ્થિરતા કરી શકે. મંગલમય યોગ ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ મુનિજીવન ઉપયોગની શુદ્ધિ અને સ્થિરતા માટે છે. લોકમેળાનાં કાર્યોથી ઘણા પ્રકારનો જનઉત્સાહ જોઈને મુનિ માને કે મારા વડે ધર્મની પ્રભાવના થઈ, અને પોતે પણ તેવા ઉત્સાહમાં તણાઈ જાય તો સ્થિરતા ટકે નહિ. મુનિની ચર્યા માત્ર સ્થિરતા અને શુદ્ધિ માટે છે તેમની એ શુદ્ધિમાંથી પ્રગટ થતો ઉપદેશ ધર્મની મહાન પ્રભાવના બને છે. શ્રાવકના ગુણસ્થાને કરવા યોગ્ય કાર્યો શ્રાવક કરે, તે સિવાય મુનિ તો નિર્દેશ કરે પણ તેવા કાર્યોમાં સામેલ ન થાય. કારણકે સામેલ થવાથી કોઈ વાર અપેક્ષા ઊભી થાય છે. અપેક્ષા બાવાની લંગોટી જેવી છે. અપેક્ષા બીજા ઘણા વિકલ્પો ઊભા કરે છે. માટે મુનિએ અપેક્ષાનો નાશ કરી સ્થિર ચિત્તે સ્વ-આનંદ પ્રાપ્ત કરવો. अधर्मो जिह्मता यावद् धर्मः स्याद् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥ १७७ ॥ ભાવાર્થ : જ્યાં વક્રતા છે ત્યાં અધર્મ છે, અને જ્યાં સુધી સરલતા છે ત્યાં સુધી ધર્મ છે. અધર્મ અને ધર્મનાં આ બે કારણો વિવેચન : જ્યાં વક્રતા એટલે જેને દરેક સંયોગો, પદાર્થો કે વ્યક્તિમાં કંઈ દૂષણ દેખાય છે. તેના વચનમાં તેના મનની વક્રતા, અવળાપણું છતું થાય છે. તેને આંખ વગેરેની ચેષ્ટાઓ પણ સદોષ હોય છે. ટૂંકમાં તેની સર્વ વર્તણૂકમાં માયા, કપટ જેવા ભાવો કે દોષ જોવાની વૃત્તિ, કે આગ્રહપણું હોય છે. જ્યાં જેનું ચિત્ત વક્ર છે ત્યાં શુદ્ધધર્મ પ્રગટ થતો નથી. ધર્મ એ એવું શુદ્ધ તત્ત્વ છે તેમાં કોઈ પણ દોષ આંખના કણાની જેમ ખૂંચે છે. અજ્ઞાનવશ જીવ જાણતો નથી કે મારી આ વક્રતાને કારણે હું ધર્મ પામતો નથી. જે ધર્મથી માર્ગ તરી જવાય તે માર્ગમાં મારા ચિત્તનો આ દોષ મને માર્ગથી હજારો માઈલ દૂર ફેંકી દે છે. વક્રતાના દોષને કારણે વ્યક્તિ વડીલોની શીખનું માહાભ્ય સમજતી નથી. વક્રતાને કારણે શિષ્ય ગુરુના વચનને અવળા કરી જાણે છે. ગુરુજનો યોગ્યતા જોઈને માર્ગ બતાવતા હોય છે. જેમ કે એક ૧૬૪ મંગલમય યોગ Page #174 -------------------------------------------------------------------------- ________________ ધ ન કરે એમાંથી સારામાં સ્વયં 4 શિષ્યને કહેવામાં આવે કે તું મંત્રજપ કરજે અને બીજા સ્વાધ્યાય કરતા હોય તો, શિષ્યને ગુરુવચનમાં શ્રદ્ધા ન આવે મંત્ર-જા કરે નહિ અને સ્વાધ્યાય કરે, સ્વાધ્યાયની તેની યોગ્યતા ન હોવાથી સ્વાધ્યાય પણ વ્યર્થ જાય અને મંત્ર-જપ તો કરે નહિ, આવી છે વક્રતા. હિતકારી વાત પણ તેને રુચે નહિ. સરળતા અને તે પણ જો સમ્યગ પ્રકારની હોય તો તે ધર્મનું બીજ છે. સરલ ચિત્ત એટલે દરેક પરિસ્થિતિમાં સ્વયં ગૂંચવાય નહિ, અન્યને ગૂંચવે નહિ, દરેક સંયોગોમાંથી સારતત્ત્વ ખેંચી લે, ગુરુજનોના વચનમાં આશંકા પેદા ન કરે, પોતાના વિચારોનો આગ્રહ ન રાખે, કષાયના પરિણામનું સેવન ન કરે એવો સરળતાયુક્ત જીવ ધર્મ પામવાનો અધિકારી છે. सुखमार्जवशीलत्वं सुखं नीचैश्च वर्तनम् । सुखमिन्द्रियसंतोषः सुखं सर्वत्र मैत्र्यकम् ॥ १७८ ॥ ભાવાર્થ : સરળ સ્વભાવી સુખી છે. નમ્ર વર્તનમાં સુખ છે. ઈન્દ્રિયોના વિષયોમાં સંતોષ રાખવો તે સુખ છે, અને સર્વત્ર મૈત્રીભાવના તે સુખ છે. - વિવેચન : હે બુદ્ધિમાન માનવ ! જ્ઞાનીઓ તને સરળતાથી સુખ મળે તેવા સુલભ ઉપાયો દર્શાવે છે. તેમાં નથી કષ્ટ કે નથી કોઈ તપ, કેવળ તારી પ્રકૃતિની શુદ્ધિ એ ધર્મનો માર્ગ છે. ખૂનીઓ પણ સમવસરણમાં પહોંચતા અને મુનિ થઈને ઊભા રહેતા, તેમની પાસે ક્રૂરતા છૂટી જવાનું, ઘોર કૃત્યનાં પાપો છૂટી જવાનું સાધન શું હતું ? તેઓ જ્યારે પાપથી પાછા વળતા ત્યારે દોષોને વસ્ત્રની જેમ ઉતારીને નગ્ન થઈ જતા, સરળતા ગ્રહણ કરતા એથી તેમને પ્રભુના વચન શીઘ્રતાથી બોધરૂપે પરિણમતા. સરળતાને કારણે તેમની ચિત્તભૂમિ વચનને ધારણ કરવા જેવી કોમળ થઈ જતી, માટે સરળપણું એ સુખ છે, તેમ સમજી સર્વ પ્રકારનો દંભ ત્યજી ચિત્તને સરળ રાખવું. ચિત્તની સરળતા એ તત્ત્વબોધની ભૂમિકા છે. માયા મિથ્યાત્વની સહચારિણી છે. માટે માયાનો ત્યાગ કરવાથી મિથ્યાત્વનો દોષ હાનિ પામે છે. ત્યારે જીવ પણ ધર્મ પામે છે. મંગલમય યોગ. ૧૬૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ સરળતાનો ગુણ તેના સહધર્મી જેવા ગુણોને ખેંચી લાવે છે. સરળ સ્વભાવમાં નમ્રતા હોય છે. સરળતા યુક્ત નમ્રતામાં દેખાવ કે દંભ નથી. બહાર નમ્રતા અને અંદર અહંતા એમ બે બાજુ નથી પણ ચિત્ત જેવું સરળ છે તેવું નમ્ર છે, ભાઈ, આ જગતમાં આવ્યો ત્યારે મૂઠી બાંધીને આવ્યો હતો. હવે ખુલ્લા હાથે જવાનું શું પ્રયોજન છે ? ગુણોના સંસ્કારની ગાંઠ સાથે લઈને જા, જ્યાં જઈશ ત્યાં તને સુખ જ છે. નમે તે સૌને ગમે સૌને નમવું એ અહંકારના મૂળને છેદવાનું સાહસ છે. લળીલળીને પ્રભુને નમનાર પડોશમાં રહેતા મિત્રતા કે ઘરમાં રહેતા વડીલને કેમ નમી શકતો નથી ? ત્યાં તેને અહંકાર આડે આવે છે. હું મોટો છું, વિદ્વાન છું, ધનવાન છું, કંઈક છું, એ અહંકાર એને નમ્રતાનું સુખ લેવા દેતો નથી. પ્રભુની જેમ સૌમાં પ્રભુ જોવા એ કઠણ છે. પ્રભુના ગુણ ગાવા સહેલા છે. સી જીવ છે સિદ્ધસમ કે સર્વાત્મમાં સમદષ્ટિ ઘો.” પણ તે પ્રમાણે વર્તવું અઘરું છે. કારણ કે સાચા અર્થમાં પ્રભુને નમ્યો નથી, જો તને પ્રભુ વહાલા છે તો જે પ્રભુને વહાલા છે તે તને વહાલા હોવા જોઈએ. સંસારની સમગ્ર જીવરાશિ પ્રત્યે પ્રભુને પ્રેમ છે, તું ગણતરી કરે છે. નમ્રતા ગણિતના આંકડાથી રખાતી નથી. તે તો અત્યંત વિશાળ ભાવના છે. અહંકાર તને કોઈની સાથે આત્મિય થવા દેતો નથી. તેથી તને સુખ પણ નથી. નમ્ર ચિત્તવાળો સદા સુખી છે. નમ્રતા જો દેખાવની હશે તો તેમાં દંભ પેસી જશે. બહાર નમ્રતા અને અંદર અહંકાર હોય અથવા મતલબ હોય તો નમ્રતા અને અંદર અહંકાર વર્તે તો નમ્રતા દેખાવની છે, સ્વભાવમય નમ્રતા સુખનું કારણ છે. જેમ આકાશમાં મેઘધનુષ્ય જેવું ગાંધર્વનગર જોઈને જીવ પ્રભાવિત થાય છે, તેમ ઇન્દ્રિય-વિષયોના રંગરાગ જોઈને જીવ તેનાથી પ્રભાવિત થાય છે. ઇન્દ્રિયોનું કાર્ય વિષયો બતાવવાનું છે અને મનજીભાઈ ૧૬૬ મંગલમય યોગ. Page #176 -------------------------------------------------------------------------- ________________ તેના ગુલામ બની જાય છે, એટલે ઇન્દ્રિયો થાકે, ઘસાય, વૃદ્ધત્વ આવે પણ મનજીભાઈ તો દરેક પળે યુવાન. વિષય બદલીને પણ મનજીભાઈ વિષયોને સેવતા જ રહે છે. પરંતુ જીવને ઇન્દ્રિય વિષયોની ક્ષણિકતાનો બોધ થાય છે. ગમે તેટલાં સુખ આપો તોપણ આ ખીણ પુરાય તેવી નથી. ગરમીમાં શરીર ઠંડા ઉપચારથી જરાક સુખ પામ્યું ત્યાં તો જીભે હુકમ કર્યો કે કેરીના ઠંડા રસ, આઇસક્રીમ આપો, ફરસાણ મીઠાઈ આપો, ખાવામાં સુખ લાગ્યું, ત્યાં તો ઉદરે પૂર્તિ જાહેર કરી કે હવે બસ, ત્યાં તો નાકે માંગ કરી કે સુવાસિત પુષ્પો લાવો. તારી પાસે તેવી સામગ્રી છે. એ પણ મળ્યું. પણ ક્યાં સુધી નાકને તાણ્યા કરે, એ પણ થાક્યું. ત્યાં તો આંખે પોકાર કર્યો ટી. વી. સીનેમા કે વિવિધ દૃશ્યો જોઈએ, તે તે પણ કર્યું. પણ આ આંખ જેવી તણાવા કે બળવા લાગી ત્યાં કાને કહ્યું આંખ થાકી છે, વાંધો નહિ સુરીલા સંગીત છેડો, તું મજાની કેસેટ મૂકીને સૂતો, કાન થાક્યા, તને ઊંઘ ચડી, તું વિચાર કરજે કે જ્યારે તને ઊંઘ ચડે ત્યારે કંઈ ઇન્દ્રિયોને તું વિષયો આપે છે. જો મોં ખાધા કરે, કે આંખ જોયા કરે, અથવા કાન સાંભળ્યા જ કરે તો તને ઊંધ નહિ આવે. જ્યારે બધી જ ઇન્દ્રિયો શાંત થાય ત્યારે તને નિદ્રાનું સુખ મળે છે. માટે વિચાર કરજે કે ઇન્દ્રિયોને નિરંતર વિષયો આપવાથી તે થાકે છે, અને નવા વિષયો માંગે છે, તને વ્યાકુળ કરે છે. તો પછી એક પ્રયોગ કર કે તું સ્વયં સંતોષ કર. જરૂરી આહારાદિ આપી સંતુષ્ટ થઈ જા. તેમાં તારી આકુળતા શમી જશે. અને તું સુખ પામીશ. હે જીવ ! તારો ભ્રમ ત્યજી દે કે ઇન્દ્રિયવિષયોમાં સુખ છે, સુખ પછી સુખ જ રહે તેવું સુખ આત્મિક વિષયોમાં છે. તું બહારમાં ગમે તેટલો શ્રમ કરે પણ તને ત્યાંથી સુખ પ્રાપ્તિ થાય તેમ નથી. ઇન્દ્રિયો તું નિર્વાણ પામે ત્યાં સુધી રહેવાની છે, પણ તું સંયમ અને સંતોષ વડે ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરતો રહીશ. તેમ તેમ તારું આત્મિક સુખ પ્રગટ થશે. જેમાં આહારાદિ કોઈ પદાર્થોની જરૂર મંગલમય યોગ ૧૬૦ Page #177 -------------------------------------------------------------------------- ________________ નહિ રહે. કેવળ અંતરમાં મૈત્રી આદિ ભાવનાથી તારા મનને ભરી લે, તું ગમે તે સ્થળે હોઈશ સુખી જ રહીશ. સર્વત્ર મૈત્રી ભાવના તે સુખ છે એક મૈત્રીભાવ જો આત્મપ્રદેશે સ્થાપિત થાય તો સમભાવ પ્રગટ થાય અને સમભાવ જ સર્વ સુખનું સાધન છે. મૈત્રીભાવના તને આ જગતના જંતુથી માંડીને સર્વ જીવો પ્રત્યે ઉદાત્તભાવના આપે છે. સર્વ જીવો સુખી થાઓની ભાવનામાં તારું સાચું સુખ પ્રગટ થાય છે. પરહિત ચિંતાની ભાવના તારા વેર અને દ્વેષ જેવા સંસ્કારનો દૂર કરશે. પછી તને આંતરિક કોઈ પીડા નહિ રહે, તું જ્યાં જશે ત્યાં સર્વત્ર મૈત્રીભાવ તારી નજરમાં અમી પૂરશે. વિશ્વ તને ક્યાંય દુ:ખરૂપ નહિ લાગે કારણ કે મૈત્રીભાવનાથી તારો આત્મા નિરંતર સુખપ્રતિ પ્રયાણ કરે છે. તેને એમ થતું હશે કે મારે ઉત્તમ મિત્રો હોય તો સારું, તારામાં રહેલી મૈત્રીભાવના જ તારો ઉત્તમ મિત્ર બનશે. સમગ્ર વિશ્વ તારી મૈત્રીભાવનાને સ્વીકારશે તારા એક અણુમાં પણ વેર કે દ્વેષ નહિ રહે ત્યારે તારી એ પવિત્રતા તને નિર્વાણ સુધી લઈ જશે. વેર એ ઝેરનું જ એક પ્રતિક છે. મૈત્રીભાવના એ અમૃતનું પ્રતિક છે. ભાવરૂપી ઝેરથી ક્ષણે ક્ષણે આત્મગુણનો ઘાત થવામાં દુઃખ છે. મૈત્રીભાવ ક્ષણે ક્ષણે સુખ તરફ લઈ જનારો અમૃતકુંભ છે. મૈત્રીભાવનાથી વાસિત તારો આત્મા એકાંતમાં અને લોકમાં પ્રસન્નતાથી નાચી ઊઠશે. આવા પરમસુખને આપનાર મૈત્રીભાવનાને આવકાર આપ. તારી અંતરશક્તિનો સઉપયોગ કરી વેર કે દ્વેષ ભાવને ત્યજી દે. મૈત્રીભાવનાને પ્રયોગમાં લેવા માટે સમતા જ સાધન છે. પ્રારંભમાં અહંભાવ વચ્ચે પથરો મૂકશે કે સંસારનો વ્યવહાર ચલાવવો છે. સઘળી જગાએ જતું કરીએ તો આપણો વ્યવહાર કેમ ચાલે ? લોકો આપણને ઠગી જશે. ભાઈ, પણ તું તો હવે પરમાર્થ માર્ગનો યાત્રી છું. તારે સંસાર કે વ્યવહાર દીર્ઘકાળ ચલાવવો નથી, માટે એવી વૃત્તિને ત્યજી દે. જાગ, ઊઠ. પરમાત્મા તારી ભાવનાની ૧૬૮ મંગલમય યોગ Page #178 -------------------------------------------------------------------------- ________________ સાથે છે. અહંભાવને પ્રેમપૂર્વક વિદાય કરી દે, એક વાર એક પગલું ભર પછી બધુ સરળ છે. મૈત્રીભાવનો પ્રયોગ, તું ગૃહસ્થ છું ને ઘરથી પ્રરંભ કર. દરેક સ્વજનોમાં અપેક્ષા અને આગ્રહ ત્યજી દે. સૌની સાથે મૈત્રીભાવની દષ્ટિ રાખ. બે-પાંચ મનુષ્ય સાથે આ પ્રયોગ કરવો સાવ સહેલો છે, પછી તને જ એમાં આનંદ આવશે. એક વાર જેમાં આનંદ આવે તે વસ્તુ બુદ્ધિમાન છોડતો નથી. કરુણાશીલ મહાપુરુષોએ મૈત્રીભાવનું ઝરણું વહાવીને મનુષ્યની પશુતાને હાંકી કાઢવાનો અમૂલ્ય અર્ક આપ્યો છે. અહો હો, જાણે મૈત્રીભાવથી ભાવિત થયેલું હૃદય અપમાન જનિત સંયોગોમાં પણ લલકારે છે કે આ પણ મૈત્રી જ છે, કોઈ મફતમાં અપમાન કરતું જ નથી. લેણું ચૂકવાઈ ગયું. આ મિત્રે મને કર્મથી હળવો કર્યો. આમ મૈત્રીભાવ હરેક પળે હરેક સ્થળે સુખદ છે. संतुष्टं सरलं सोमं नम्रं तं कूरगड्डुकम् । ध्यायन् मुनि सदा चित्ते को न स्याचन्द्रनिर्मलः ॥ १७९ ॥ ભાવાર્થ : સંતોષી, સરળ, સૌમ્ય તથા નમ્ર તે દૂરગડુક મુનિનું સદા ચિત્તમાં ધ્યાન કરનારો કયો આત્મા ચંદ્ર સમાન નિર્મળ ન થાય ? વિવેચન : કૂરગડુક મુનિને તપનો અંતરાય હતો, પૂર્વમાં કોઈ તપસ્વીના કે તપના અનાદરથી એવો અંતરાય લાવ્યા હતા કે તેઓ નાનું સરખું વ્રત કરી શકતા નહિ. પર્યુષણના દિવસો હતા. સાત દિવસ પૂર્ણ થયા હતા. આજે આખરી સંવત્સરીનું મહાન તપ-પર્વ હતું. બાળમુનિઓથી માંડીને સૌએ તપ કર્યું હતું. કેટલાક મુનિઓએ ઉત્કૃષ્ટ તપ આદર્યું હતું. સંવત્સરીના દિવસે કૂરગડુક અત્યંત લાચારીથી ગુરુજી પાસે ગોચરીનો આદેશ લેવા ગયા એ દિવસે ગુરુજી નારાજ થયા કે આજે... આજે પણ શું ગોચરીએ જવાનું ? એક દિવસ તો તપ કરો. પણ કૂકગણુક લાચાર હતા. ગોચરીએ ગયા. ફક્ત લુખ્ખો ભાત મંગલમય યોગ ૧૬૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ અને પાણી ભિક્ષામાં લાવ્યા હતા. સાધુના નિયમ પ્રમાણે ગોચરીનું પાત્ર ગુરુજી પાસે મૂક્યું. એ નિયમમાં એવો હેતુ હતો કે ગુરુજી ગોચરી જુએ તેમની અમીદષ્ટિ થવાથી ગોચરી વાપરનારને સત્ત્વ અને સંયમ મળે, વળી કોઈ દોષજનક ગોચરી હોય તો તેનું નિવારણ કરે. ગુરુજી નારાજ તો હતા. આથી ગોચરીના પાત્ર પર નજર નાખતાં વધુ નારાજ થયા. તે વખતે અન્ય તપસ્વી મુનિઓએ પણ હાંસી કરી, કોઈએ મુનિ પ્રત્યે અનાદર કર્યો, પરંતુ કૂરગડુક મુનિ સુધાથી વિવશ હતા. અત્યંત સમતા વડે તેમણે એ બધું સહી લીધું, અને દરેક તપસ્વી મુનિની અત્યંત અનુમોદન કરવા લાગ્યા, પોતાને ધિક્કાર આપી, મનમાં અત્યંત પસ્તાવો કરવા લાગ્યા. હા, મને ધિક્કાર છે. આ નાના મુનિઓ પણ ઉપવાસી છે. અને આજે હું પર્વના દિવસે આ ઉદરને આહાર આપવા માટે કેટલો બધો વિવશ થયો છું? મારી નબળાઈ માટે મને ધિક્કાર હો. આવી રીતે દુષ્કૃત્યની ગહ કરતા તપસ્વીઓના સુકૃત્યની અનુમોદના કરતા રહ્યા અને પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરી, ગોચરીનો આરંભ કર્યો, પરંતુ તેમનો ઉપયોગ તો ત્રિકરણ યોગ વડે અને ઉપરોક્ત અનુષ્ઠાન વડે શુદ્ધ થતો ગયો. તેઓ શુદ્ધ ઉપયોગમાં આરૂઢ થઈ શ્રેણિએ ચઢ્યા અને અંતરમુહૂર્તમાં પ્રાયશ્ચિત્તના બળ વડે ઘાતી કર્મોનો નાશ કરી કૈવલ્ય પામ્યા. તે સમયે કોઈ દેવના અવધિજ્ઞાનમાં કેવળજ્ઞાનને વરેલા મુનિનું દર્શન થયું. તે દેવે તે સ્થળે આવી દેવદુંદુભિ વડે મુનિનું બહુમાન કર્યું. દેવદુંદુભિનો અવાજ સાંભળી મુનિઓ વિચારવા લાગ્યા કે કોઈ તપસ્વીને કેવળજ્ઞાન થયું છે. પરંતુ દેવ તો કૂરગડુક મુનિને વંદના કરી ઊભા રહ્યા, ત્યારે સૌને આશ્ચર્ય થયું. સાશ્ચર્યવાળા તેઓએ કેવળ મુનિને વંદન કરી ક્ષમાપના માંગી. કૂરગડુક મુનિને પોતાની લાચારીનું પૂરેપૂરું ધ્યાન હતું. તે દોષોનો તેમણે બાહ્ય કે અંતરંગમાં બચાવ કર્યો ન હતો. પરંતુ હંમેશાં તે દોષનું પ્રાયશ્ચિત્ત કરતા. પોતાના આત્માની નિંદા કરતા. ગુરુજનોનો ઉપરોક્ત સચિવા અને પાયા સાસને વરેલા મુનિનું ૧oo મંગલમય યોગ Page #180 -------------------------------------------------------------------------- ________________ પૂરો વિવેક જાળવતા. ગોચરી લેવા જવાના સમયે ગુરુજીના કોપને સમતાથી સહી લીધો. અન્ય મુનિઓની હાંસીને સહી લીધી. અને નિરંતર ચિત્તને પ્રાયશ્ચિત્તમાં જોડેલું રાખ્યું. તે પ્રાયશ્ચિત્તરૂપી અગ્નિની આંચથી ચિત્તની શુદ્ધિ થતાં ઘાતકર્મો નાશ પામ્યાં. સમતા વડે ઉપયોગની અત્યંત સ્થિરતા કરી, શુક્લધ્યાનને પામી તેઓ કૈવલ્ય પામ્યા. ધન્ય તે મુનિ, ધન્ય તે ધરા. તેમના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતાં ભવ્યજનો તેમના જેવા નિર્મળ ચિત્તવાળા બને તેમાં કંઈ આશ્ચર્ય નથી. કહે છે કે ઉત્તમ સંગે ઉત્તમતા વધે. કૂરગડુકના ગુણોનું ધ્યાન ધરતાં ચિત્ત જો તે ગુણમય બની જાય તો સ્વયં નિર્મળ થઈ જાય. જીવ સંસારના ભાવ કરીને સંસારભાવથી ટેવાઈ ગયો છે. વ્યવહારમાં ખૂબ કુશળ થઈ ગયો છે. કષાય અને વિષયોમાં દીર્ઘકાળથી એકાકાર થઈ ગયો છે. હવે જો એનું ચિત્ત આવા ઉદાત્ત ગુણો પ્રત્યે આકર્ષણ પામે અને નિરંતર તેનું જ ધ્યાન કરે, ચિત્તમાં તે ગુણોને ધારણ કરી પ્રયોગ કરે, તો તે શ્રાવક હો કે સાધુ હો તેનું ચિત્ત નિર્મળ બને. કોઈ પદાર્થની અપેક્ષા કે આકર્ષણ પેદા ન થાય તો તારામાં સંતોષ સ્થાયી બની જાય. તું ગૃહસ્થ છું તો તારી પુત્રેષણા, વિન્વેષણા અને લોકેષણાનો ક્ષય થઈ તું સ્વયં સંતોષના ઘરમાં નિરાંતે બેસી જાય. જો તું સાધુ છું તો શિષ્યષણા, પ્રસંગોની એષણા અને લોકેષણાનો ક્ષય કરી સંતુષ્ટ થઈ જઈશ તો નિર્મળ સાધુત્વ પ્રગટ થઈ તને સિદ્ધત્વ દશામાં પહોંચાડશે. આ ત્રણ એષણામાં પૂરા જગતના પદાર્થોની આકાંક્ષા સમાઈ જાય છે. માટે તે એષણાઓ ભૂંડી છે. વિષયાંતર થઈ ભુલાવી દે છે. સંસારી કરતાં પોતે સારો છે. ત્યાગી છે, તેમ મનાવે છે. તે સમયે ચિત્તમાં કૂરગડુકના સંતોષ ગુણનું ધ્યાન કરવું, જેથી એષણાઓ ક્ષય પામે. શ્રાવક કે સાધુએ જીવનની ચર્ચા અને સંયોગોમાં નિર્દોષતા ટકાવવી. ગૃહસ્થ છું માટે માયા કપટ થયા કરે. એમ માનીશ તો મંગલમય યોગ ૧૦૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ કર્મ ભૂલથાપ નહિ ખાય તે તો ક્ષણમાત્રમાં તને ઘેરી લેશે. તારા વ્યવહારમાં સ્વાર્થને ત્યજી દે તો વ્યવહાર સરળ બનશે. વડીલોથી પત્ની આદિની વાત કે પતિ-પત્નીથી વડીલોની વાત છુપાવવી શા માટે ? તેમાં અસત્યાદિ શા માટે ભેળવવું ? તેમાં તને શું સુખ છે ? સરળતા એ ગૃહસ્થજીવનનું શીલ છે. તેને ચિત્તમાં ધારણ કરી ધ્યાનરૂપ બનાવવું જેથી નિર્મળતા સહજપણે પ્રગટ થાય. તું સાધુ છું તારી પાસે માલમિલકત પુત્રાદિ પરિવાર નથી તો તારે શા માટે કપટ કરવું પડે ? સાધુ એટલે સરળતાનું સહજતાભર્યું જીવન. શિષ્યો વચ્ચે ભેદ શો ? કોણ વહાલો ? કોણ દવલો ? વળી સાધુનું હૃદય તો દિગંબર જેવું ખુલ્લું હોય તેને છુપાવવાનું શું ? ભલે કોઈ વ્યવહાર હોય તો પણ મારા-તારા, સંઘ-સંઘાડાની સંકુચિતતા ત્યજી સરળ રહે તે સાધુ. સરળચિત્ત સાધુ નિર્મળ હૃદયથી ભરેલો હોય છે. સૌમ્યતા તો સાધુનો પ્રાણ છે. સાધુ છે ત્યાં સૌમ્યતા છે. ગુલાબ-મોગરા જેવાં પુષ્પો સુવાસ વગરનાં હોય તો સાધુત્વ સૌમ્યતાહિણું હોય, સાધુના રોમેરોમમાં સૌમ્યતા ઝરતી હોય. તેનું સાન્નિધ્ય પામનાર પણ સૌમ્ય બની જાય. નક્કી કરેલા પરિષહોમાં તો સાધુ જાગૃત હોય, કોઈ પણ પળે માન-અપમાનાદિ પ્રસંગે અહં રહિત કેવળ સૌમ્યતાને ધારણ કરે, કારણ કે સમતાના ભંડાર ભગવાન મહાવીરના સીધા વારસદાર સાધુ છે. સૌમ્યતાની સાધના આત્માની નિર્મળતાને સિદ્ધ કરે છે. શ્રાવક એ ભવિષ્યનો સાધુ છે, સિદ્ધદશા પામવા સાધુત્વ જોઈએ. અને સાધુત્વને સાકાર કરવા સૌમ્યતા જોઈએ, સૌમ્યતા માટે સર્વાત્મમાં સમષ્ટિ જોઈએ. માટે શ્રાવકે તેના દરેક ક્ષેત્રમાં સમતા કેળવવા પ્રયત્નશીલ રહેવું, તે માટે સાધુ-સંતનો સમાગમ કરવો. નમ્રતા, લઘુતા, વિનય એ તો પરમ સુખનાં સાધન છે. તાડનું વૃક્ષ ફળ આપે પણ છાંયો ન આપે. આંબો મીઠાં ફળ આપે અને છાંયો પણ આપે, કારણ કે તાડ ઊંચું છે અક્કડ છે. આંબો ઘેરાવાવાળો છે, અને ફળ બેસવાથી નમે છે, જેમ આંબાની સમૃદ્ધિ ૧૦૨ મંગલમય યોગ Page #182 -------------------------------------------------------------------------- ________________ વધે તેમ તેમ નમતો જાય. મનુષ્યમાત્રમાં સંપત્તિ વધે તેમ તેમ નમ્રતા વધે તો તેની પાસેની સંપત્તિ આપત્તિ નહિ લાવે, નમ્રતા ઘણા દોષોથી બચાવે છે, શ્રાવક હો કે સાધુ હો અહંકારથી ડૂબે છે અને નમ્રતાથી તરે છે. કૂરગણુંક મુનિ આવા ગુણોને ધારણ કરી ચિત્તની નિર્મળતાને સાધ્ય કરી મુક્તિ પામી ગયા તેનું ધ્યાન કરનારા પણ તે ગુણોને પ્રાપ્ત કરે છે અને પરમપદને પામે છે. सुकुमारसुरूपेण शालिभद्रेण योगिना। तथा तप्तं तपो ध्यायन् न भवेत् कस्तपोरतः ॥ १८० ॥ ભાવાર્થ : સુકુમાર, સુંદરરૂપ સંપન્ન અને ભોગી એવા શાલિભદ્ર એવી રીતે તપ કર્યું કે જેનું ચિંતન કરનારો કોણ તપમાં રક્ત ન બને ? | વિવેચન : ચારિત્રશીલ, તપસ્વી, સૌમ્ય એવા મુનિઓનું સ્વરૂપ ચિંતન આપણા આત્માને પ્રકાશ આપે છે. કર્મની નિર્જરા કરાવે છે, કારણ કે શાલિભદ્રને રાગનું બળવાન નિમિત્ત છતાં એક રોમમાં પણ ક્ષોભ પેદા ન થયો. સુકોશલ મુનિને સિંહણે ચીરી નાંખ્યા, લેષનું બળવાન નિમિત્ત છતાં તેમના એક રોમમાં પણ ક્ષોભ પેદા ન થયો, સંયમના બળને, મુલત્વી ન રાખ્યું. અને પરમપદની પ્રાપ્તિ કરી. ભાઈ ! તું કદાચ વિચારતો હોઈશ કે મને સંસારમાં સુખ મળે પછી કંઈક ધર્મ કરું, વળી તે સુખ ભોગવું અને સાથે સંયમ પળાય તો સંયમના માર્ગે જવું ઠીક પડે. પણ ખાવું અને ગાવું સાથે બનતું નથી તેમ સંસારના સેવન અને સંયમ આરાધન સાથે બનતું નથી. મરણ તને આલોક છોડાવે તેના કરતાં સંયમમાર્ગે જવા તે છોડે તો તને પરમ લાભ છે. એની શ્રદ્ધા થવા શાલિભદ્ર જેવા ભોગી, ત્યાગી થયેલા મુનિઓના જીવનપ્રસંગોને તારા ચિત્રપટ પર અંકિત કર તો તારું આત્મવીર્ય ઉલ્લાસ પામશે. તું ભલે સંસારમાં હો કે તે સંસારત્યાગ કર્યો હોય પણ જ્યારે મંગલમય યોગ o૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ તને કોઈ વિષમ પરિસ્થિતિ આવે ત્યારે એવા મુનિઓના જીવનનું ચિંતન કરજે, તું વિષમતામાંથી સમતામાં આવીશ. તેમના ત્યાગ વૈરાગ્યનો મહિમા એવો અપૂર્વ છે. મુનિના તપનો મહિમા છે જ પરંતુ મુનિને ગોચરી લેતા જોઈને ઈલાચી કુમારને દોરડા પર નાચતા નાચતા વૈરાગ્ય પેદા થયો અને કૈવલ્ય પામ્યા. મુનિના દર્શનનું નિમિત્ત આવું સાર્થક બને છે. અત્રે શાલિભદ્રના તપનો મહિમા જણાવ્યો છે. શાલિભદ્ર અત્યંત ધનાઢ્ય દંપતિને ત્યાં જન્મ્યો, દૈવી સંપત્તિ અને સાધનોમાં ઊછર્યો. પુષ્યશૈયામાં સૂનારો, જ્યાં પગ મૂકે ત્યાં જાજમો પથરાયેલી હોય, જેને ઠંડીમાં ઓરડાઓમાં ગરમી મળતી, ગરમીમાં ઠંડક મળતી, સ્નાનના વિલેપનો વડે શરીર અતિ સુકોમળ હતું. એક રાણીને જ્વર આવ્યો હતો, તેના શરીર પર હાથ મૂકતાં મુખમાંથી “ઓહ' થઈ ગયું. તેટલી ગરમી પણ તેનો સુકોમળ હાથ સહી ન શક્યો એવો તે સુકુમાર હતો. સુંદર રૂપ સંપન્નતા પણ અભુત હતી, રાજા શ્રેણિક જ્યારે તેના સાતમાળી સુંદરતમ મહેલમાં પધાર્યા ત્યારે, પહેલા માળે ઊભેલા તેના સેવકો જ એટલા સુંદર હતા કે રાજા આશ્ચર્ય પામ્યા કે આમાં શાલિભદ્ર કોણ હશે ? જેવું દૈવી સુખ હતું તેવું દૈવીરૂપ હતું. શરીર તો જાણે માખણનો પિંડ. રાજાએ આલિંગન આપ્યું અને શાલિભદ્રને પરસેવો છૂટી ગયો. કેવળ કામિનીઓના કોમળ સ્પર્શથી ટેવાયેલો તે શ્રેણિકના ક્ષત્રિય રક્તયુક્ત કઠણ શરીરનો સ્પર્શ સહી ન શક્યો, છતાં તે પ્રસંગ વૈરાગ્યનું કારણ બન્યો. - રાત્રિ-દિવસના ભેદ વગર બત્રીસ સૌન્દર્યનું એકમ તેને વીંટળાયેલું રહેતું, સ્પર્શ સુખથી થાકે તો વિવિધ પકવાનો હાજર થતા, ઉદરપૂર્તિ થાય ત્યાં તો સુગંધી પદાર્થોથી વાસિત આવાસમાં આરામ કરતો, આરામ કરીને ઊઠે ત્યાં કંકણ અને ઝાંઝરનો ઝમકાર સાથે બત્રીસ રાણીઓ વીંટળાઈ વળતી. કોને જુએ અને કોને મૂકે? કોઈ પંખો ઢાળતી, કોઈ જળપાન આપતી, કોઈ હાથ આપીને પલંગ પરથી નીચે ઉતારતી, કોઈ વસ્ત્રો બદલાવતી, કોઈ વળી વીણાના તાર - ૧૦૪ મંગલમય યોગ Page #184 -------------------------------------------------------------------------- ________________ છેડતી, કોઈ સૂરીલા સંગીત ગાતી. આવા ભોગવિલાસનું નિરંતર સેવન કરતો એ ભોગી જીવ એક દિવસ જાગી ઊઠ્યો. ક્ષણમાત્રમાં સાતમાળી હવેલી, બત્રીસ પત્નીઓનું સૌંદર્ય, માતાનું વાત્સલ્ય, સુખભોગનાં વિપુલ સાધનો, છેવટે પોતાનું જ સુંદર સુકોમળ શરીર, એ સર્વ પદાર્થોનો મોહ ત્યજીને જાણે પિંજરથી પંખી છૂટે તેમ તે આ બધા પિંજરને તોડીને છૂટ્યો, શીવ્રતાએ સંયમ ગ્રહણ કર્યો. ઉગ્ર તપશ્ચર્યા કરી અને અંતે ગરમ શિલા પર કાયોત્સર્ગ ધ્યાને રહ્યો. શરીર તો જાણે વૃક્ષનું થડિયું. ગરમી હો કે ઠંડી હોય, એક સમતા જ તેમનું તપ હતું. દિવસો સુધી આહાર પાણીનો ત્યાગ હતો, વાચા તો મૌન હતી, મન આત્મભાવમાં લીન હતું. જાણે કે પૂર્વે કોઈ ભોગ ભોગવ્યા જ ન હતા. આમ ત્રિવિધ પ્રકારે તપ તપતા તે મુનિએ જન્મમરણથી મુક્તિ મેળવી. એવા મુનિનું તપ સાંભળી સાધક તપ કર્યા વગર કેવી રીતે રહી શકે ? મુનિના તપ આદિ દરેક ચર્યા કે ચેષ્ટાના રહસ્યોનું શ્રદ્ધાપૂર્વક ચિંતન મનન કરવામાં આવે તો સાધકના કર્મો ક્ષય થવાનું તે મહાન નિમિત્ત છે. किं न चेतयसे मूढ ! मृत्युकालेऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते धावत्येव निरङ्कुशम् ॥ १८१ ॥ ભાવાર્થ : હે મૂઢ આત્મન ! મૃત્યકાલ નજીક આવી પહોંચવા છતાં પણ તું કેમ સમજતો નથી ? કેમ કે તારું મન વિષયો તરફ નિરંકુશ બનીને દોડ્યા જ કરે છે. વિવેચન : મૃત્યુકાળ નજીક ક્યારે કહેવાય ? કાળનો કંઈ ભરોસો ખરો ? કાળનું કંઈ સ્થળ નક્કી ખરું ? તો પછી જે સમય તું પસાર કરે છે તે કોના પર ભરોસો રાખીને કરે છે ? મૃત્યકાળ જીવને માતાના ગર્ભમાંથી ઉપાડી લે, શિશુવયમાં પણ લઈ લે, જન્મીને તરત જ લઈ લે, પાંચ વર્ષના બાળકને લઈ લે, અને તું જે યુવાનીને સાચવે તેવી યુવાનવયે પણ કાળ તને ઝડપી લે, તું પ્રૌઢાવસ્થામાં જરા નિરાંત કરીને બેસે ત્યાં તો મૃત્યુ આવીને ઊભું રહે, અને વૃદ્ધાવસ્થામાં કોઈ રોગમાં મરવા ઇચ્છે તો એ કાળ મંગલમય યોગ ૧૦૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિલંબથી આવે, એટલે કાળને કંઈ વય સાથે સંબંધ નહિ, તારી ઇચ્છા સાથે સંબંધ નહિ. મૃત્યુ કયા સ્થાને આવે એ નિશ્ચિત નહીં. અરે, તું માતાના ખોળામાં સૂતો હોય પણ તને કાયમ માટે સૂતો જ રાખે. તું પારણામાં સૂતો રહે અને તારા પ્રાણ નીકળી જાય, તું ખેલતો હોય અને તને અકસ્માત થાય ને ઉપાડી લે, અરે તું સુંદર ગાડીમાં જતો હોય અને ઉપાડી લે, તું દરિયામાં સફર કરતો હોય તો ત્યાં પણ કાળને કંઈ અવરોધ ન આવે તે સ્ટીમરમાં પણ આવી શકે છે. અરે તું આકાશમાર્ગે ગમન કરતો હોય તો પણ તે તારી સાથે વિમાનમાં ફરતો ફરતો તને ઉપાડી લે. તું તારી ઠંડી વાતાયાનવાળી ઑફિસ કે ઘરમાં જ્યાં ખુરશીમાં નિરાંતે બેઠો હોય કે ખાટલામાં પોયો હોય તોપણ કાળ નિરાંતે ત્યાં આવી પહોંચે. આ સમગ્ર સૃષ્ટિમાં કાળ અને કર્મનો સર્વત્ર જવાનો હક્ક અબાધિત છે. હવે તું ક્યાં નિરાંત કરીને રહી શકીશ ? હે આત્મન ! હજી પણ સાંભળ, તું રાજા હો કે પ્રજા, સ્ત્રી હો કે પુરુષ, શ્રીમંત હો કે કંગાળ, ધર્મી હો કે અધર્મી, ભક્ત હો કે ભગવાન, બાળક હો કે વૃદ્ધ, દેશમાં હો કે પરદેશમાં, સાધુ હો કે ગૃહસ્થ, વિદ્વાન હો કે મૂર્ખ, તબિબ હો કે વૈજ્ઞાનિક, કોમળ હો કે કઠણ, કાળને કંઈ ભેદ નથી. સર્વ જીવ સાથે કાળ ન્યાયી વર્તન રાખે છે, પરંતુ સમય થતાં એક ક્ષણનો પણ વિલંબ કે સ્થાન માટે કંઈ ચોકસાઈ નહિ. તો પછી તું કોને ભરોસે તારી આ જીવનની ગાડી ચલાવે છે ? “નગારાં વાગે માથે મોતનાં તું નિશ્ચિત થઈ કેમ સૂતો રે ? મધુ બિંદુ સુખની લાલચે, તું કિચડમાં કેમ ખૂંતો રે.” મૃત્યુ તને ક્યાં કેવી રીતે લઈ જાય છે ? તારું જીવન પૂર્વે બાંધેલા આયુષ્યકર્મને આધીન છે. જેલની સજા જેવું છે, જ્યાં જેટલું ભોગવાનું હોય તેટલું ભોગવાય. જેવા પરિણામથી બાંધ્યું હોય તેવી ગતિ મળે, તે ગતિ પ્રમાણે સુખદુઃખ મળે, તેમાં કોઈ ફેરફાર કરવો તારા હાથમાં નથી, તું ત્યાં પરાધીન છું. પણ જો તારે સ્વાધીન ૧૭૬ મંગલમય યોગ Page #186 -------------------------------------------------------------------------- ________________ થવું હોય તો પ્રથમ સમાધિમરણ થાય તેવું ઉત્તમ જીવન જીવતો થા, ક્ષમાદિ ગુણથી તારા ચિત્તને ભરપૂર કરી દે, કષાયોને ઉપશાંત કર, ઇચ્છા, તૃષ્ણાનો સંક્ષેપ કર. સંસારનો ઉદય છે તો સાક્ષીભાવે નભાવી લે, અંતે કોઈ સદ્ગુરુની નિશ્રામાં પાવન થા, પછી સમાધિમરણ કરી અનુક્રમે પરમ પદને પ્રાપ્ત કરીશ. જે દેહનું આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટતું જાય છે તેનો વિચાર કર. સર્વ કરતાં અધિક સ્નેહ જેમાં રહ્યો છે તેવી કાયા પણ રોગાદિથી દુઃખરૂપ થઈ પડે છે, તેને જાળવી રાખવાથી પણ ટકતી નથી. તે દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં તું નિરંકુશ થઈ દોડ્યા કરે છે એથી તું ભૂલી જાય છે કે કાળ તારે માથે ભમે છે. સમસ્ત વિશ્વ એ મરણ આગળ અશરણ છે, તને મૃત્યુથી ન ધન બચાવી શકે, ન પરિવાર બચાવી શકે, ન મિત્રો સ્વજનો બચાવી શકે, ન સૈન્ય બચાવી શકે, ન હાથી કે ઘોડાનું દળ તને બચાવી શકે, અરે વૈદ્ય હકીમો પણ કાળ આગળ નત મસ્તક બની ઊભા રહે છે. તે સર્વે સ્વયં મરણને શરણ છે. પણ માનવી માત્ર આ વાત ભૂલી કેમ જાય છે ? તેની ચિત્તવૃત્તિ નિરંતર ઇન્દ્રિયોના વિષયોમાં છે. ત્યાં એવી ભુલભુલામણી છે કે ઇન્દ્રિયોને અનેક વિષયો મળી રહે છે. એટલે માનવી સમજે કે ભલે મૃત્યુ આવશે ત્યારે જોઈ લઈશું, પરંતુ અત્યારે તો અહીં મધુબિંદુ જેવું સુખ છે. ઇન્દ્રિયોના વિષયો નિરંતર મળતા રહે અને તેનાથી આકર્ષણ પેદા ન થાય તેવા તો કોઈ વિરલ મહાત્માઓ જ હશે, તે સિવાય સમસ્ત વિશ્વ ઇન્દ્રિયોના વિષયોમાં આક્રાંત થયેલું છે. મૃત્યુ જેવા અંત સમયે પણ જીવો તેમાં જ પ્રવૃત્ત હોય છે. મૃત્યુનો ભય છે, પણ મૃત્યુનો બોધ પરિણામ પામ્યો નથી. શાસ્ત્રકારો કહે છે, તારે મૃત્યુ સાથે મૈત્રી હોય. તે આવવાનું નથી તેવી તને ખાતરી હોય અને મૃત્યુ આવે તું તેને ભગાડી શકીશ એવી ખાતરી હોય તો ભલે તું નિરાંત સૂવે, પણ જો ઈન્દ્રિયોને વશ પડી તેના વિષયોમાં પ્રવૃત્ત થઈ તું કાળ વ્યતીત કરીશ તો મૃત્યુકાળ આવશે ત્યારે તું ખાલી હાથે વિદાય થઈશ, મંગલમય યોગ Page #187 -------------------------------------------------------------------------- ________________ માટે સમજ એ મૂરખ મન ! સમજ આ સર્વ વળગાડ છોડ અને મનને અંકુશમાં લઈ તારા ચૈતન્ય સ્વરૂપને જાણી લે. શુદ્ધાત્માને આરાધી લે. जीविते गतशेषेऽपि विषयेच्छां वियोज्य ते । चेत् तपःप्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥ १८२ ॥ ભાવાર્થ : જીવન લગભગ સમાપ્ત થવા છતાંય જો તારું મન વિષયોની ઇચ્છાનો ત્યાગ કરી તપ માટે તત્પર હોય તો હજી કશું બગડ્યું નથી, ગુમાવ્યું નથી. વિવેચન : યદ્યપિ મૃત્યુનો કોઈ નિશ્ચિત સમય નથી, છતાં જેટલા દસકા પૂરા કર્યા હોય તે ભલે, અથવા તને લાગતું હોય કે હવે તો જીવન પૂરું થવા આવ્યું છે. તો વિચારી જોજે, તારી પાછલી જિંદગી પર એક નજર નાંખી જોજે કે હવે આજકાલમાં તો મારે જવાનું છે. મેં શું શું મેળવ્યું કે જે મારી સાથે આવશે ? તને જવાબ મળશે કે ભૌતિક જગતનો એક પરમાણુ પણ સાથે આવે તેમ નથી. આ વૈભવ, આ દોલત, આ પરિવાર, આ સ્વજન, આ યુવાની, અને તને જેના પર અત્યંત મોહ છે તે દેહ પણ સાથે નહિ આવે. તને આનો કંઈ અનુભવ નથી તેવું નથી. અને સંસારની મોહિની તો કેવી છે ? પોતે પોતાના હિત માટે શું લઈ જઈ શકે છે તેનો વિચાર કરવાને બદલે તે વિચારે છે કે ત્રણ દીકરાને બધું વ્યવસ્થિત વહેંચી આપ્યું, દરેકનો સંસાર સુખી છે, બે-ત્રણ પેઢી સુધી વાંધો નહિ આવે, આવું હોવા છતાં પણ તને અંતિમ પળ સુધી જીવન સમાપ્ત થતાં સુધી નિરાંત નથી. વૃદ્ધાવસ્થામાં સંસારમાં હજી ઘણું કરવાનું તું સામર્થ્ય ધરાવે છે, તો શું તારું મન એ ઈચ્છાઓનો ત્યાગ કરવાનું બળ ધરાવતું નથી ? અનાદિકાળથી ઈચ્છાઓનો મહાવરો તને એવો રુચિ ગયો છે કે તેનો ત્યાગ કરવો કઠણ લાગે છે. પરંતુ તેને કોઈ ધન્ય પળે વિચાર આવી જાય કે આ બધું કરીને પણ મેં શું મેળવ્યું ? હું જઈશ ૧૦૮ મંગલમય યોગ Page #188 -------------------------------------------------------------------------- ________________ ત્યારે શું લઈ જઈશ ? તો હજી સમય છે. પેલો પાગલ માણસ માથે પોટલું લઈને ફરતો હોય, તેના પોટલામાં શું શું હોય તે જાણે છે ? તેણે સવારે કરેલા દાતણની નકામી ચીરી કે જૂનો બ્રશ, રસ્તામાંથી મળેલું બીડીનું ટૂંકું, જૂનું પવાલું, જીર્ણ વસ્ત્ર. તને લાગે કે અરે આ બિચારો પાગલ છે. નાંખી દેવા જેવી વસ્તુનું પોટલું લઈને ફરે છે. તારું પોટલું જોઈને જ્ઞાનીઓ પણ એવું જ વિચારે છે, આ ધન, માલ, વસ્ત્રો, પાત્રો, અલંકાર વગેરે જડ પદાર્થોની ઇચ્છાઓનું પોટલું લઈને કેટલાં વર્ષો ફર્યો, અને જેના વગર સર્વ નિરર્થક છે તેવું ચૈતન્ય તેને માટે તે શું શું કર્યું ? તેને માટે કરવા જેવું પણ કિંઈ નથી. કેવળ આ ઇચ્છાઓની મલિનતા ત્યજી દે તો ચૈતન્ય જેવું છે તેવું પ્રગટ થશે. જ્ઞાનીજનો કહે છે હજી કંઈ પણ બગડ્યું નથી. તમે જ્યારે પણ આ મન, ઇન્દ્રિયો અને તેના વિષયોની નિરર્થકતા સમજાય અને તું તે પ્રત્યેથી પાછો વળે, ત્યાગ તપ, અને સંયમને આરાધે તો જેમ કોટિ વર્ષનું સ્વપ્ન જાગ્રત થતાં સમાય છે, તેમ તું જ્યારે આત્મદષ્ટિ ભણી વળીશ તો તારો આત્મા સ્વયં આનંદસ્વરૂપે તને સાદ આપશે. એ કોઈ ત્રીજો માણસ નથી કે તારે તેને લાવવો પડે. ઇચ્છાઓ કરનાર જે હતો, વિષયો જેની સત્તા વડે પ્રવર્તતા હતા, તેના ઉપરથી મોહાસ્થિત વાદળું હટી જાય તો પ્રકાશિત આત્માનો પ્રકાશ ઝળહળે છે. જગતમાં પ્રસરેલા વિષયાદિ ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થાય અને તે ભોગવી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ધારીશ ત્યારે ત્યજી દઈશ. પછી તે વિષયની મૂચ્છ નહિ થાય, એમ થવું કઠણ છે કારણ કે જીવને બોધની પ્રાપ્તિ થઈ ન હોય તો તે વિષયાદિ નિવૃત્ત થતા નથી, પણ વિશેષ વર્ધમાન થાય છે. માટે તપાદિ વડે તે ઇચ્છાઓ પ્રથમ શાંત કરી જ્ઞાનદશા વડે નિર્મૂળ કરવી, જે સમયે તને તેવા તપ-ત્યાગના ભાવ આવે ત્યારે વિલંબ ન કરતો. ભૂતકાળ ભલે પાછો ન આવે પણ વર્તમાનમાં જાગ્રત થઈ જાય તો ભૂતકાળ મંગલમય યોગ ૧૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ સુધરી જશે, અર્થાત્ ભાવિ ઉજ્વળ બનશે. कूटजन्मावतारं स्वं पापोपायैश्च संकुलम् । व्यर्थं नीत्वा बताधापि धर्मे चित्तं स्थिरीकुरु ॥ १८३ ॥ ભાવાર્થ : કૂડકપટ અને પાપના ઉપાયોથી પોતાના આ જન્મને વ્યર્થ ગુમાવીને હજી પણ તું ધર્મમાં ચિત્તને સ્થિર કર. : વિવેચન મુખ્યત્વે પૂર્વના સંસ્કાર, વર્તમાન સંયોગો, અને પોતાની તુચ્છ વૃત્તિઓનું પોષણ, સ્વાર્થ જેવા દૂષણ એ સર્વનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનવશ જીવ જિંદગીને ફૂડકપટથી ભરી દે છે. બુદ્ધિમાન પણ જાણે છે કે તેને ફૂડકપટથી કંઈ મળવાનું નથી. વાસ્તવમાં મળેલું ગુમાવવાનું છે. કચિત પૂર્વના પુણ્યથી તેને આ જન્મમાં કંઈ દુઃખ તાત્કાલિક ન મળે પરંતુ કર્મના વિપાકને ‘દેર છે પણ અંધેર નથી' આ પુણ્યનો કરાર પૂરો થયો કે ફૂડકપટનાં બધાં જ ફળો ચક્રવર્તી વ્યાજ સાથે આવી મળશે. ત્યારે જો દરદ્રતા, અપંગતા, બુદ્ધિમંદતા, અપયશ, રોગાદિ હાજર થયા તો તારા દુઃખમાં કોઈ ભાગ નહિ પડાવે, અને તું છૂટવા માંગે તો પણ છૂટી શકીશ નહિ એ કર્મનાં ફળ હસતા કે રોતા ભોગવ્યા વગર છૂટકો નથી. કદાચ હાલતને પુણ્યના ઉદયમાં આવા દુઃખદ સંયોગોનો ખ્યાલ ન આવે તો તું અન્યની પરિસ્થિતિ જોઈ વિચાર કરજે કે જીવોને આવું દુ:ખ પડવાનું શું કારણ હશે ? મને પણ આવું દુ:ખ આવી શકે ? તને એનો જવાબ ન મળે તો તું કોઈ સન્મિત્ર કે સંતો પાસેથી મેળવી લેજે પણ ચેતી જા, ગયો સમય પાછો નહિ આવે, આવતો સમય સાધી લે. ફૂડકપટ, અસત્ય અને માયા જેવા શબ્દોનું પોત તો સામાન્ય માણસ પણ જાણે છે. નાનાં બાળકો પણ તેને ભૂંડા માને છે. એ શબ્દો સાથે જોડાતા ભાવ અને આચરણ એ જીવનની ક્લિષ્ટતા, અંધારા કૂવામાં ઝંપાપાત કરવા જેવી છે. છતી આંખે અંધાપો છે, તેમાંથી તું શું પસંદ કરે છે ? તને પરિણામ પસંદ નથી તો પછી શા માટે એ પરિણામના થડને પકડીને ઊભો છું, કૂડકપટ કરવામાં તે કેટલા દસકા ગાળ્યા ? સમય વ્યર્થ ગુમાવ્યો, પણ ચેતી હજી ૧૮૦ મંગલમય યોગ Page #190 -------------------------------------------------------------------------- ________________ જા અને કોઈ સદ્ગુરુનો સાથ લઈ ધર્મમાં સ્થિર થા. જે વડે પાપનો જ સંગ્રહ થાય તેવાં સાધનો તું યોજતો રહ્યો અને તને ખ્યાલ પણ ન આવ્યો કે આ પાપનાં પુંજથી મને બદલામાં શું મળશે ? કેવળ દુઃખ જ દુઃખ. પાપનાં સ્થાનો શાસ્ત્રકારોએ અઢાર બતાવ્યા છે. તેનો વિસ્તાર વૃત્તિને આધારે કરે તો અસંખ્ય પાપસ્થાનક બને છે. એ સર્વને તે નિમંત્ર્યા છે, હવે એ સર્વે તને ઘેરીને બેઠા છે, પરંતુ એ પાપ તને પાપરૂપ જણાતા નથી. તને વિચારતાં જણાશે કે હું તો માનતો હતો કે આ ધન, ધાન્ય, માલ, માન, પરિવાર અને મિત્રોથી સુરક્ષિત છું, પણ જ્યારે તને આ પાપની સંતતિ નજરે પડે અને જો બુદ્ધિમાન હોય તો તું જરૂર ગભરાઈ જઈશ, ત્યારે પણ જો તમે તેની વ્યર્થતા લાગે તો તું પાછો પડે અને જન્મને સાર્થક કરે. ધર્મને ધારણ કરે. તારાથી નાનીમોટી હિંસા થાય છે. તારા વ્યવહાર કે વ્યાપારમાં તું અસત્યાચરણ કરે છે, અને તેની સાથે અણહક્કનું લેવાની ચોરી તો થતી જ હશે. વળી પાપમાં પ્રવૃત્ત રહેનાર તું ઇન્દ્રિયોના ભોગોમાં પૂરો ચકચૂર છું, અને તે ભોગોની પૂર્તિ માટે તારે ઘણાં સાધનસામગ્રી ભેગાં કરવાં પડે છે, તેમાંથી તું ઊંચો જ આવતો નથી. હજી આગળ વિચારવું છે? આ પાપો તારી બુદ્ધિને બહેકાવે છે ત્યારે તું ક્રોધનો આશરો લે છે. માન મેળવવા ગુણોને બદલે ખટપટ કરે છે. માયાના રંગે તો તું રંગાયેલો છું. અને તારી પૂરી જિદગી લોભવશ તું જીવ્યો છું તે જાણે છે ? એ આ અઢારે દોષોનું મૂળ છે. એક એ સરદારને ભગાડી દે બધા જ ભાગી જશે. જો તેં લોભને ન ભગાડ્યો તો પછી તારામાં રહેલા રાગ અને દ્વેષ એ બંને વૃત્તિઓની ગ્રંથિમાં તું બંધાઈ જ જવાનો. તારા જીવનને બાંધી લેનારી એ ગ્રંથિ અનાદિકાળથી તું છેદી શક્યો નથી, તેમાંથી તારા જીવનમાં જે કલહ ઉત્પન્ન થયો તેથી તું બધાં સાધનોની વચમાં પણ દુઃખી થઈને ફર્યા જ કરે છે. અને એ બધા દુઃખનાં કારણ તારું પાપકર્મ છે. તેમ સ્વીકારવાને બદલે તું અન્યના ઉપર મંગલમય યોગ ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ આરોપ મૂકે છે. અને તે વાતોને વાગોળવા તે નિંદારસનું સેવન કરે છે, તેમાં તને જે સાથ આપે તેમાં તારી દંભયુક્ત પ્રીતિ જોડાય છે. અને સાથ ન મળતા તને તે સૌ અપ્રિય થઈ પડે છે. આથી તેવા મળતિયાઓનું પોષણ કરવા તું અસત્ય અને કૂડકપટ કે માયાનો આશરો લે છે. આ સર્વનું પોષણ તારામાં રહેલું વિપરીત જ્ઞાન-બુદ્ધિ કે માન્યતા છે, તું કંઈ જ્ઞાન વગરનો નથી, તું કંઈ ખાટલા-પાટલા જેવો કે રોટલા-પોટલા જેવો જડ નથી કે તને તારામાં ચાલતી પાપવૃત્તિઓનું ભાન ન થાય. તારી પાસે જ્ઞાન તો છે પણ તારી આંખે ચશ્માં ઊંધાં છે તેથી તને બધું ઊંધું ઊંધું જણાય છે કે જેમાં સાચું જીવનનું હાર્દ છે, તે જણાતું નથી. ચાલો ભાઈ હવે થઈ તે થઈ. જાગ્યા ત્યારથી સુપ્રભાત. ભૂતકાળ તો હવે તારી પાસે પાછો નહિ આવે. છતાં ભૂતકાળના કરેલા પાપના સંસ્કારને પખાળી દેવા હોય તો તું સન્માર્ગે ચઢી જા. આગળ કરેલાં પાપોનો પશ્ચાત્તાપ કર, ધર્મ પામીને પાપીઓ પુણ્યવંતા બન્યા છે. પશુ મટીને માનવ કે દેવ બન્યા છે. એક વાર તું પાપરૂપી કાદવમાંથી પગ બહાર મૂક પછી તને જળનો જોગ મળે તેમ સાધુ-સંતો અને શાસ્ત્રોનો જોગ મળી રહેશે. પાપનાં કાર્યો કરતો હતો ત્યારે તને પૂર્વ પુણ્યના યોગે ખાવા-પીવા, ઓઢવા-પહેરવાનું મળી રહેતું હતું અને પુણ્યના યોગમાં તને નહિ મળે ? તે એક સુંદર મકાન લીધું પણ તને આજુબાજુના માણસોએ કહ્યું કે આ જગામાં ભૂતોનો વાસ છે. તે ત્યાંથી પાછો વળી જઈશ. એ ઘર સુંદર હોવા છતાં વેચી નાખીશ. જો તું ભૂતોથી ભડકેલો પાછો વળે તો પાપરૂપી ભૂતોથી પાછો વળી જા. પ્રથમ તને પુણ્ય મળશે પછી પરમાત્મા મળશે, પાપ જેનાથી થાય તે સાધનો, કર્તવ્યો કે વિચાર-બુદ્ધિ ત્યજી દે, તારું જીવન હળવુંફૂલ જેવું થશે. પાપથી દૂર થઈને જ્યારે તારું ચિત્ત કોમળ, શાંત બનશે ત્યારે તને ધર્મની સાચી રુચિ થશે. એ રુચિ પ્રમાણે તારું વીર્ય-શક્તિ ઉલ્લસિત થશે. પછી તો તને સગાસ્નેહીઓની જગાએ સન્મિત્રો ગમશે. સંતો ગમશે, ધર્મસ્થાનો ગમશે. તેમાં તારું ચિત્ત નિર્મળ બનશે, એમ ૧૮૨ મંગલમય યોગ Page #192 -------------------------------------------------------------------------- ________________ સમજ કે તને માર્ગ મળી ગયો. અનાદિકાળની બાહ્ય સુખની ભ્રમણા તૂટી ગઈ. તને અંતરમાં શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે તું અસ્થિર, ક્ષણિક, અને વિનાશી એવા સાંસારિક સુખો કે જેમાં નિરંતર પાપનો પ્રવાહ છે ત્યાંથી તું હવે છૂટો થયો. ધર્મમાં તારું ચિત્ત સ્થિરતા પામ્યું. - વાસ્તવમાં વિચારીએ તો આપણા બંધનનું કારણ કેવળ વિષયોના ભોગો જ નથી, પણ તે વિષયોમાં રહેલી આસક્તિ, પદાર્થો મળ્યાનો અહંકાર છે. સવિશેષ દેહાત્મબુદ્ધિ પણ છે. દેહાત્મબુદ્ધિ ટળે નહિ અને વિષયોને દબાવે કે વિકારોને શમાવે તોપણ બંધનરહિત થવાય નહિ, કારણ કે દેહાત્મબુદ્ધિ આત્મવિસ્મૃતિ કરાવે છે, અને તેથી જીવનમાં અજ્ઞાનનો અંધકાર વ્યાપી જાય છે. ત્યાગ હોવા છતાં પણ જીવની મુક્તિ સંભવ નથી. દેહાદિથી પર પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ ન થઈ હોય કે ભાવના ન થઈ હોય તો દેહાત્મબુદ્ધિ અહંકાર કે આત્મશક્તિ પેદા કરે છે. ત્યારે કરેલી સાધના વ્યર્થ જાય છે. કારણ કે ધર્મની બાહ્ય ક્રિયા થતી રહે અને અંતરંગ તો લૌકિક તરફ રહે, તેથી બાહ્ય ત્યાગ આદિથી ધર્મનો આભાસ ઊભો થાય છે ત્યારે તે સાચા ધર્મથી વંચિત રહે છે. માટે દેહાત્મબુદ્ધિને દૂર કરવા વૈરાગ્યનો સાચો દોર પકડવો જોઈએ. अनन्तान् पुन्द्रलावर्तानात्मनेकेन्द्रियादिषु । भ्रान्तोऽसि छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥ १८४ ॥ साम्प्रतं तु दृढीभूय सर्वदुखःदवानलम् । व्रतदुखं कियत्कालं सह मा मा विषीद् भोः ! ॥ १८५ ॥ ભાવાર્થ : હે આત્મન ! એકેન્દ્રિયાદિ યોનિઓમાં અનંત પુગલ પરાવર્તે પર્યત તું રખડ્યો. અને ત્યાં છેદન-ભેદન આદિ વેદનાઓ તે સહન કરી, તો હવે દઢ થઈ સર્વ દુઃખોને માટે દાવાનલ સમાન વ્રતના કષ્ટને થોડા કાલપર્યત સહી લે પણ વિશાદ ન કર. વિવેચન : હે આત્મન ! તે આ જન્મમાં કોઈ તીર્થયાત્રા કરી મંગલમય યોગ ૧૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ હશે કે કેમ ? પણ જ્ઞાનીઓ તને તારી પૂરી સંસારયાત્રા કહે છે. તારી કલ્પનામાં એ વાત બેસે કે નહિ. પણ જ્ઞાનીના નિસ્પૃહકથન પર વિશ્વાસ કરજે. તું એક એવા સ્થાને, ભયંકર ભીડમાં હતો કે ત્યાં તને તારા અસ્તિત્વનું ભાન ન હતું. તને જગત જાણતું પણ ન હતું. સર્વજ્ઞ ભગવાને પૂર્ણ જ્ઞાનમાં એ દશામાં જીવોને જોઈ એ નિર્દેશ કર્યો કે ચૌદલોકમાં ચારે દિશાઓમાં સૂક્ષ્મ જીવો (નિગોદના) રહેલા છે. આંખની પલકમાં તો તેમના જન્મમરણ નિરંતર થયા કરે છે. ત્યાંથી કાળે કરીને તે નીકળ્યો. ઘણી ભીડમાં રહેવા છતાં નજરે દેખાય તેવું તારું અસ્તિત્વ વિકસ્યું (કંદમૂળ) પછી તો પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં અને વાયુમાં જન્મ-મરણ કરતો, તે તે શરીરને ધારણ કરતો છોડતો ખૂબ લાંબો કાળ ગુમાવ્યો, ત્યાં શું પામ્યો ? તદ્દન પરાધીન દશા, છેદાયો, શાસ્ત્રોથી હણાયો, સળગ્યો, ઉકળ્યો એમ મહાદુઃખ પામ્યો. એકેન્દ્રિયથી કંઈક ખસ્યો ત્યારે તને બે ઇન્દ્રિય મળી તો પણ પરાધીન તો ખરો જ. ઘણા કાળે ત્રણ ઇન્દ્રિય પામ્યો. તને લાગ્યું કે હવે ત્રણ ઇન્દ્રિય મળી, હાલવા-ચાલવાનું મળ્યું હવે સુખી ! ના ભાઈ તારા દુઃખનો કંઈ પાર નથી, ચાર ઇન્દ્રિય પામ્યો. તિર્યંચ પંચેન્દ્રિય થયો, પણ પરાધીન દશા, ભયજનિત જીવન અને વન્ય પશુઓનો ત્રાસ, આમ તારા દુઃખનું શું વર્ણન કરે ! આવી દશામાં પુદ્ગલ પરાવર્તે રખડ્યો. પુલ પરાવર્ત : સમસ્ત વિશ્વમાં જેટલા (અનંત) પુદ્ગલ પરમાણુઓ પથરાયેલા છે, તેના નિરંતર ભેદ-સંઘાત ભેગા થવું વિખરાયું થયા કરે છે. તે પરમાણુઓને તે એકએક કરી જન્મમરણ ગ્રહણ કરી છોડ્યા છે, તે પણ ક્રમ પ્રમાણે સ્પર્શીને મૂક્યા છે. તે સર્વ પરમાણુ ક્રમમાં ગ્રહણ કરતા અને મૂકતા જેટલો કાળ જાય તે પુદ્ગલ પરાવર્ત છે. દરેક જીવે અનંતકાળમાં અનંત પગલા પરાવર્તો કર્યા છે. હવે મળેલો આ માનવદેહ અને ધર્મનો સુયોગ પામી ભાવિ પુદ્ગલ પરાવર્તે ન થાય. ચરમ પુદ્ગલપરાવર્તની ૧૮૪ મંગલમય યોગ. Page #194 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતા મેળવવા માટે ક્લિષ્ટ પરિણામને ઘટાડી, ઔચિત્ય જેવા ગુણો કેળવીએ, અને ધર્મ પામવાની અત્યંત જિજ્ઞાસા કરી, રુચિ કરી, પુરુષાર્થ કરીએ તો ભવપાર થઈ શકે. ભવપાર તરી જવા, પરિભ્રમણના દુઃખથી મુક્ત થવા, અગાઉ . કહ્યા તે દુઃખોથી મુક્ત થવા, તે દુ:ખોને દાવાનલ સમાન જાણી તેના તાપથી બચવા, પ્રારંભમાં ભલે કઠિન લાગે પણ સંયમનો, વ્રતનો માર્ગ ગ્રહણ કરી લે. સંસાર કેવો અનિત્ય છે, અસાર છે તે સમજી લે, તેં આજે ખાધેલું-પીધેલું ક્ષણ વારમાં કેવું પરિવર્તન કરે છે ? મજાનાં રસગુલ્લાં મળ-મૂત્રમાં પરિણમે, અને આજે લાવેલા કિમતી પદાર્થો તૂટે-ફૂટે ત્યારે કેવા નિઃસાર બને છે તેનો વિચાર કરજે. કાચની ફૂલદાની કીમતી હતી, ફૂટી ગઈ તેના કટકાને તું કિમતી માનતો નથી, ફેંકી દે છે. પ્રાણ નીકળી ગયેલા શરીરને અગ્નિસંસ્કાર આપી દે છે. કોઈ રાખતું નથી. આવા અનિત્ય અને અસાર પદાર્થોના મોહમાં તું ખૂંપી ગયો છે. તેમાંથી ઉગરવાનો એક માત્ર ઉપાય છે સંયમ અને વ્રત. સંયમ કે વ્રતના આરાધનમાં પ્રારંભમાં કદાચ થોડું કષ્ટ લાગે તો પણ દઢ થઈ વિષાદ ન કરતા વ્રતાદિને જ આચરજે. તને એક વાર સંસાર અસાર અને ક્ષણિક જણાશે પછી કોઈ પદાર્થમાં તને પ્રલોભન થશે નહિ, પણ વતાદિમાં સુખ છે તેવી પ્રતીતિ થશે. અનેક પ્રકારના ભયથી ગ્રસિત એવા સંસારમાં વૈરાગ્ય નિર્ભયતાનું સ્થાન છે. તે વૈરાગ્યના બળ ઉપર તારા વ્રતાદિ ટકી જશે. उपदेशादिना किञ्चित् कथंचित् कार्यते परः। स्वात्मा तुं स्वहिते योक्तुं मुनीन्द्ररपि दुष्करः ॥ १८६ ॥ ભાવાર્થ : અન્ય જીવોને ઉપદેશ આદિ દ્વારા કોઈ પણ રીતે ધર્માચરણ આપી શકાય છે. પણ પોતાના આત્માને હિત માટે ધર્મમાં જોડવો તે તો મુનિઓને પણ દુષ્કર છે. વિવેચન : કોઈ માણસને કોઈ રોગ થયો હોય ત્યારે તેનો મિત્ર તેને સલાહ આપે કે તારે અમુક પથ્ય પાળવું, પણ પોતે મંગલમય યોગ ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ પાળી ન શકે. આમ અન્યને ઉપદેશ આપવો સહેલો છે. સંયમમાં સુખ છે. એમ પ્રવચનમાં કહેવું સરળ છે, પરંતુ પોતાને સંયમ પાળવો દુષ્કર છે. વ્રતાદિના કેવા લાભ છે, નવકારશી કરો, પુણ્ય થશે. દાન કરો દેવલોકનાં સુખ મળશે. અરે એક વાર સર્વવિરતી લો અહીં કષ્ટ ભોગવવું પડશે પણ પરિણામે સ્વર્ગના સુખની પ્રાપ્તિ થશે. માટે પુણ્ય કરો અને સુખ મેળવો, વળી તેવા પુણ્ય માટે વિવિધ બાહ્ય ક્રિયાઓ કરાવી જીવોને ધર્માચરણનો ઉપદેશ કર્યાનો સંતોષ માનશે. પરંતુ આત્મહિત થાય તેવો શુદ્ધ ધર્મ આચરવો ઉપદેશ આપવા કરતાં પણ મુનિને માટે કઠણ છે. કારણ કે કેવળ આત્મહિતરૂપ શુદ્ધધર્મ અસંગતામાં છે. પ્રારંભની ભૂમિકામાં બાહ્ય સંયમનો ઉપદેશ એટલા માટે આપ્યો કે ત્યાં નિરંતર સત્સંગ કે સદ્દગુરુની નિશ્રા મળે અને જીવમાં રહેલા સંસારભાવના સંસ્કાર છૂટી જાય અને અસંગતા કે વૈરાગ્ય તીવ્ર બને. ધર્મોપદેશ આપવો સહેલો છે, બાહ્ય ધર્માચરણ કરવું સહેલું છે, એમાં માનાદિની મીઠાશ પણ હોય છે. પરંતુ આત્મહિત માટે એકાંતે ધર્મ આરાધવો કઠણ છે, જેમાં કેવળ મન:શુદ્ધિની જ અને અંતરંગ સંયમની જ મુખ્યતા હોય બાહ્યાડંબર ન હોય. પોતાનાં વ્રતાદિ કોઈ જાણે નહિ તેમાં જીવને રુચતું નથી, તેથી ટકતો નથી. શુદ્ધ દર્શનાદિ ધર્મનું પાલન કરવું, વૈરાગ્યની તીવ્રતા ટકાવવી, લોકથી અસંગ થવું, પોતાના સ્વરૂપમાં ટકવું અને કેવળ આત્મહિતનું અનુસંધાન હોય, તેવી એકાંત સાધના કરવી મુનિઓ માટે પણ દુષ્કર છે. यदा दुःखं सुखत्वेन दुःखत्वेन सुखं यदा । मुनित्ति तदा तस्य मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ १८७ । ભાવાર્થ : મુનિ જ્યારે વ્રત આદિના દુઃખોને સુખરૂપે અને વિષયો આદિ સુખને દુઃખરૂપે જાણે છે. ત્યારે તેને મોક્ષરૂપી લક્ષ્મી સ્વયે વરે છે. વિવેચન : જે વ્રતાદિથી મોક્ષ પ્રગટ થાય તેવા વ્રતાદિનું સ્વરૂપ ૧૮૬ મંગલમય યોગ Page #196 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક જ હોય, તેમાં લૌકિક ભાવ કે ઉત્સવો ન હોય, કારણ કે મોક્ષ એ જીવની શુદ્ધ અવસ્થા છે. ચિત્તની પરમ સમાધિ તે મોક્ષ છે. અને ચિત્તની અસમાધિ તે સંસાર છે, એ સમાધિ લૌકિક કાર્યો કરતાં કરતાં કે બાહ્ય વ્રતાદિ દ્વારા પ્રગટ થતી નથી. મુનિને માટે ચિત્તવૃત્તિનું બાહ્યમાં પ્રવર્તવું તે અવ્રત છે તે જ દુ:ખરૂપ છે. વ્રતનો અર્થ છે કે વૃત્તિઓનો ઉપશમ કે ક્ષય કરવો, સંસાર ત્યાગ થાય પણ સંગનો ત્યાગ ન થાય તો સંસારભાવ મોળો પડતો નથી. વળી મુનિને મહાવ્રતનું પાલન હોય છે. અર્થાત્ ઘણું કષ્ટ પડે તોપણ એ વ્રતોનું પાલન કરે છે. તેમાં ય પ્રાણી રક્ષા અને બ્રહ્મચર્યનું પાલન મુનિ પ્રાણાંત કષ્ટ પણ કરે છે, તો પણ તેઓને કષ્ટ થતું નથી. તેઓ સુભટ થઈને વિષયોરૂપી રણમેદાને ચઢ્યા છે, વળી વ્રતાદિ વડે જ વિષયોના સંસ્કારને તેઓ નષ્ટ કરે છે. શ્રાવક કે સાધુને માટે વ્રત એ તો બહારના વિષયો કે સંસ્કારના શસ્ત્ર સામે ઢાલ કે ક્વચનું કામ કરે છે. જ્ઞાન પ્રકાશ પણ વ્રતો વડે થતી શુદ્ધિથી વધુ ઉજ્જવળ બને છે. જ્ઞાન પ્રાપ્તિ પહેલા વ્રત અભ્યાસ માટે વાડ જેવા છે. જ્ઞાનપ્રાપ્તિ પછી એ વ્રતો જ્ઞાનવૃદ્ધિનું કારણ બને છે. આખરે જ્ઞાન પૂર્ણતા પામતા વ્રતાદિ સહજ બને છે. મુનિને અંત પરિણામનું જ્ઞાન છે. અને લક્ષ્ય પણ છે. તેથી વ્રતાદિને સુખરૂપે આરાધે છે. વળી વિષયોને કારણે કેવાં દુઃખ સહેવાં પડે છે તે જાણે છે, તેથી ચક્રવર્યાદિ પદે પૂરી સુખભોગની સામગ્રી છતાં તેને દુઃખરૂપ અસાર અને અનિત્ય જાણી તેઓ ચાલી નીકળ્યા. અર્થાત્ જેણે વ્રતાદિમાં સુખ જોયું, વિષયોમાં દુઃખ જોયું, તે મહાપુરુષો સુખ-દુઃખના કંથી મુક્ત થઈ જાય છે, તેમને મોક્ષલક્ષ્મી સ્વયે વરે सर्वं वासनाय दुःखं सुखं वा परमार्थतः । मलायत्यप्रेक्षणेऽप्येको हतोऽप्यन्यस्तु तुष्यति ॥ १८८ ॥ ભાવાર્થ : પરમાર્થથી સુખ યા દુઃખ એ બધું મનની ભાવના છે. કારણ કે એક વ્યક્તિ અસ્ત્રને જોતાં જ ગ્લાનિ પામે છે, જ્યારે બીજી વ્યક્તિ અાથી હણાવા છતાં ખુશ થાય છે. મંગલમય યોગ ૧૮૦ Page #197 -------------------------------------------------------------------------- ________________ વિવેચન : પરમાર્થ એટલે તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તો પર પદાર્થોના નિમિત્તે થતાં સુખદુઃખ મનની કલ્પના છે. જો ઈન્દ્રિયાદિ વિષયો - સુખરૂપ હોય તો તેમાં ઘડીકમાં વૃદ્ધિ અને ઘડીકમાં માંગ એવું કંઠ ન હોય. જો ઇન્દ્રિયોમાં સ્વયં સુખરૂપ પદાર્થ હોય તો તેમાં ક્ષણિકતા ન હોય, એથી સુખદુઃખ કાલ્પિત છે. જીવે ઊભી કરેલી આ કલ્પનાઓ જીવનના અણમોલ સમયને વેડફી નાંખે છે. ધારો કે એક કીમતી હીરો છે, ઝગમગ ઝગમગ થાય છે. તેના ઉપર આંખ ઠરે છે. જો તે હીરો પોતાનો હોય તો સુખ ઉપજે છે બીજા પાસે હોય તો દુઃખ ઊપજે છે. માટે વિચાર કરવો કે હીરો સુખનું કે દુઃખનું કારણ છે કે તારા મનની કલ્પના છે. જો તને સાચા હીરાની પરખ હોય તો તારો પોતાનો આત્મા જ અત્યંત પ્રકાશિત-જ્ઞાનમય, હીરાને જાણવાવાળો છે. તેને જાણીને જ સુખી થા. પરમાર્થથી સુખદુઃખની કલ્પના એટલા માટે છે કે ઈષ્ટ પદાર્થ મળતા સુખ ઊપજે છે અને એ પદાર્થનો વિયોગ થતાં સુખનો વિયોગ થાય છે. પદાર્થ સુખરૂપ છે કે તારા પોતામાં સુખ છે તેનો વિચાર કર. માટે પદાર્થો પ્રત્યે દીનતા કરવી કે તેનું માહાભ્ય રાખવું તે વ્યર્થ છે. વળી જે વસ્તુ કે વ્યક્તિ આજે સુખરૂપ જણાય છે તે વસ્તુ કાલે દુઃખરૂપ જણાય છે. બહારના રૂપ જોવા ગમતા હતા પણ આંખમાં દરદ થાય તો તે પદાર્થો દુ:ખરૂપ જણાય છે. આજે પત્ની-પતિ અન્યોન્ય સ્નેહવાળા છે, કંઈ વિચારભેદ થાય તો તે સંબંધ ક્લેશરૂપ થાય છે. સામાન્યરૂપે કોઈની પાસે અસ્ત્ર-શસ્ત્રને જોતાં ભય લાગે છે. અને ગુમડું થયું હોય તો અસ્ત્રથી કપાવવામાં પણ સુખની કલ્પના છે. આથી સુખદુઃખ એ કલ્પના મનાય છે. દુઃખનો સાચો સ્વીકાર આત્માને જાગ્રત કરે છે. તે દુઃખને સહન કરીને દુઃખથી પર બનાવે ૧૮૮ મંગલમય યોગ Page #198 -------------------------------------------------------------------------- ________________ જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પણ પાપને આચરતો નથી. તેને વર્તમાનમાં દુ:ખ નથી. ભવિષ્યમાં દુઃખ નથી કે દુર્ગતિ નથી. કારણ કે તે અન્યાયી નથી. ભોગોમાં આસક્ત નથી. સુખ સામગ્રીના રક્ષણમાં ક્લેશ નથી. ધર્મની વૃદ્ધિમાં શુદ્ધભાવમાં તેનો ઉપયોગ છે. આમ શુભગતિના નિમિત્તને સેવતો શુદ્ધ ધર્મ પામીને મુક્ત થાય દુઃખનું મૂળ ઇચ્છાઓ છે. ઇચ્છઓ મનુષ્યને દરિદ્ર બનાવે છે. ઇચ્છાઓથી જેને અભાવ થયો છે તે અમીર છે. મનુષ્યના જીવનમાં અર્થ અને કામમાં એક ક્ષણ ગુમાવવી તે અમૃતને ઢોળી દેવા જેવું છે. सुखमग्नो यथा कोऽपि लीनः प्रेक्षणाकदिषु । गतं कालं न जानाति तथा योगी परेऽक्षरे ॥ १८९ ॥ ભાવાર્થ : જેમ સુખમાં મગ્ન એવો કોઈ માણસ નાટક આદિ જોવામાં લીન થાય છે ત્યારે કેટલો કાળ પસાર થયો તે જાણતો નથી, તેમ શ્રેષ્ઠ અક્ષરમાં લીન થયેલો યોગી પણ વીતેલા કાળને જાણતો નથી. વિવેચન : કોઈ મનુષ્યને કોઈ માનસિક ચિંતા છે કે શરીરમાં કંઈ વ્યાધિ છે, અથવા બહારમાં કંઈ ઉપાધિ છે, છતાં જો તે કોઈ મનગમતા નાટક, ખેલ, સંગીત જલસા જોવા-સાંભળવામાં મગ્ન થાય છે તો તેટલા સમય માટે તે પોતાનાં આધિ, વ્યાધિ, કે ઉપાધિને ભૂલી જાય છે. જોકે તેને કંઈ સમાધિ પ્રાપ્ત થઈ છે તેવું નથી, પણ તેનું મન વિષયાંતર થવાથી જે મન દુઃખ અનુભવતું હતું તે હવે ઈષ્ટ પદાર્થ મળતા સુખ અનુભવે છે. તેમાં કેટલો સમય પસાર થયો તે પણ તેને ખબર નથી. કોઈ વ્યસનીને માટે લાખોનું દેવું છે. પણ એ વ્યસનમાં ચકચૂર બનેલો ભૂલી જાય છે કે મારે માથે દેવું છે. ભજિયાં ખાવાથી પેટમાં દુખશે તે વાત ભજિયાં ખાતી વખતે માણસ ભૂલી જાય છે. પરંતુ આ સર્વે કારણો ક્ષણિક છે. તેથી તે ઉપાયો દૂર થતાં માણસ મંગલમય યોગા ૧૮e Page #199 -------------------------------------------------------------------------- ________________ જેવો દુઃખી હતો તેવો જ થઈને રહે છે. જગતમાં બાહ્ય પદાર્થોના સંયોગમાં લીન થવાથી મનુષ્ય દુઃખને ભૂલી જાય છે. અને ઘણો સમય પસાર થવા છતાં તેને સમયનું ભાન રહેતું નથી. તેમ યોગી જેના પરિણામ પરમાર્થ સુખનાં કારણોમાં લીન છે, અથવા ઉઠે કે અમ જેવા શ્રેષ્ઠ અક્ષરોમાં લીન છે તેવો યોગી તેના શરીરને છેદન-ભેદન થાય કે શીત-ઉષ્ણ વાતાવરણ હોય તોપણ તે જાણતો નથી, દુઃખી થતો નથી. કલાકો અને દિવસો સુધી એ શ્રેષ્ઠ અક્ષરોમાં એકાકાર બની જઈને આ જગતના દેહાદિ દશ્યો પણ તેને વિસ્તૃત થાય છે. પછી શેષ જીવન એ મંત્રાક્ષરોની આરાધનામાં સમાપ્ત થાય છે. ઊંઘતાં, જાગતાં, સૂતાં કે બેસતાં એક જ લીનતા બની રહે છે. વળી તે લીનતામાં આત્મિક સુખના આહલાદમાં તે ઘણો કાળ વ્યતીત થવા છતાં પણ જાણતો નથી. मृगमित्रो यदा योगी वनवाससुखे रतः। तदा विषयशर्मेच्छामृगतृष्णा विलीयते ॥ १९० ॥ ભાવાર્થ : જ્યારે યોગી પુરુષ પશુઓનો મિત્ર બની વનવાસના સુખમાં રક્ત બને છે ત્યારે તેની વિષય-સુખોની ઈચ્છારૂપી મૃગતૃષ્ણાનો નાશ થાય છે. વિવેચન : વનવાસી એવા યોગીઓમાં અહિંસાવ્રતને પરિણામે તેમના રોમેરોમમાં પ્રેમતત્ત્વ એવું વિકાસ પામે છે કે પશુઓ પણ અન્યોન્ય વિરોધી પ્રકૃતિ ત્યજીને મિત્ર બને છે. અને યોગી પુરુષને પણ તેમની સાથે મૈત્રીભાવ રહે છે. જેમ સ્વજનો સાથે રહેતો મનુષ્ય નિર્ભય રહે છે, તેમ યોગીજનો વનવાસમાં પશુઓ સાથે નિર્ભય થઈને રહે છે. સિંહની ગુફામાં યોગી પશુની સાથે રહે, સપના રાફડા પાસે યોગી અને સર્પ સાથે રહે, વાઘ તો યોગીના નિવાસસ્થાને સેવક થઈને રહે. સસલાં-હરણાં તો જાણે યોગીનાં જ સંતાનો હોય તેમ તેમની પાસે લાડ કરે, ખિસકોલા, ચકલા તો તેમના શરીર ઉપર ચઢે ઊતર કે રમે, વન્ય પશુઓ સાથેની યોગીની આત્મીયતા, પ્રેમતત્ત્વ ૧૯૦ મંગલમય યોગ Page #200 -------------------------------------------------------------------------- ________________ એવા વિકાસ પામે છે કે જાણે મૈત્રીભાવનાના પવિત્ર ઝરણામાં સૌ સ્નાન કરી રહ્યા ન હોય ! એ નિર્દોષતા-મૈત્રી યોગીને પણ આત્મિક સુખનું કારણ બને છે. અને એ મૈત્રીભાવ કે નિર્દોષ પ્રેમતત્ત્વના કારણે યોગીની વિષયસુખોની તૃષ્ણા નાશ પામે છે. યોગીના અંતરંગમાં સુખ હોવાથી તેમને બાહ્ય સુખના સાધનોની જરૂર પડતી નથી. વળી આત્મભાવનાની પુષ્ટિ માટે યોગીએ વહાવેલું મૈત્રીભાવનું ઝરણું પર્યત બને છે. યોગીનો વાત્સલ્યભાવ પણ ઉત્તમ હોવાથી પશુઓ તેના સ્વજન જેવા થઈ જાય છે. ચિત્તનો નિર્મળ ભાવ યોગીની ઇચ્છાઓને નષ્ટ કરે છે. वने शान्तः सुखासीनो निर्द्वन्तो निष्परिग्रहः । प्राप्नोति यत्सुखं योगी सार्वभौमोऽपि तत्कुतः॥ १९१ ॥ ' ભાવાર્થ ઃ શાંત અને સુખમાં રહેલા જેના કંઠ ચાલ્યાં ગયાં છે તેવો પરિગ્રહ વિનાનો યોગી વનમાં જે સુખ પ્રાપ્ત કરે છે, તે સુખ સાર્વભૌમ રાજાને પણ ક્યાંથી હોય ? | વિવેચન : છ ખંડની પૃથ્વીનું આધિપત્ય ધરાવનારા ચક્રવર્તી કે મહાન રાજ્યની સત્તાવાળા મોટા રાજાઓને ભૌતિક સુખ પણ વ્યાકુળતાવાળું છે તેથી તે વાસ્તવિક સુખ નથી. કારણ કે જેને માથે કાળરૂપી તલવાર લટકતી હોય તે કેવી રીતે સુખી હોય ! સંસારમાં દેવ માનવ કે ઈન્દ્ર એ દરેક પર યમરાજાની આણ વર્તે છે. આયુષ્ય પૂરું થવાના કાળમાં એ ઇન્દ્રાદિ સર્વે ભયભીત બને છે. સ્વર્ગમાં તેઓ દીર્ઘકાળથી હતા. જેમની સેવામાં હજારો કેવો રહેતા હતા. જેમનું શરીર સુંદર અને તેજસ્વી હતું. રોગ જરા રહિત હતું. છતાં તે મરણને આધીન થઈ દુઃખી થાય છે. પરંતુ જેણે જન્મ-મરણ, લાભ-હાનિ, હર્ષ-શોક કે રાગ-દ્વેષના, કિંઢો ત્યજી દીધા છે. અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે પરિગ્રહ રહિત છે. તે શાંત અને સુખી છે. તે વનમાં વિહરે છે. તેને કોઈ સૈન્યનું રક્ષણ નથી, સ્વજન પરિવારનો સંયોગ નથી. ધનમાલને તો તેમણે ત્યજી દીધાં હતાં, તેવો યોગી વનમાં એકાકી છતાં સુખી છે. કારણ મંગલમય યોગ ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ કે રાગદ્વેષના નિમિત્તોને તેમણે ત્યજી દીધા છે. અર્થાત દુઃખનાં કારણોનો જેમણે ત્યાગ કર્યો છે તે યોગી સુખી છે. તે સુખ કોઈ સમ્રાટ પણ પ્રાપ્ત કરી શકતો નથી, કારણ કે સમ્રાટને અનેક પ્રકારની વળગણાઓએ ઘેરી લીધો છે. તે સુખેથી જીવી શકતો નથી. જગતમાં કેવી વિચિત્રતા છે કે જેની પાસે અઢળક સંપત્તિ અને સાધનો છે તે દુઃખી છે. અને જેની પાસે ભૌતિક જગતનું કોઈ સાધન ન હોવા છતાં સુખી છે. “પાણીમેં મીન પિયાસી' જેવી દશા સાર્વભૌમ રાજાની છે. સુખના સાધનોમાં ચારે બાજુથી ઘેરાયેલો હોવા છતાં તે દુઃખી છે. તેવાં સર્વ સાધનોને છોડીને એકાકી વનમાં રહેતો યોગી સુખી છે. કારણ કે દુ:ખના કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન તેણે ત્યજી દીધા છે. તે યોગી સદા સુખી છે પરિગ્રહ રક્ષણનો ભાર નથી. મૂર્છા નથી તેથી યોગી નિશ્ચિત છે. जन्मभूत्वात् पुलिन्दानां वनवासे यथा रतिः तथा विदिततत्त्वानां यदि स्यात् किमतः परम् ॥ १९२ ॥ ભાવાર્થ : જેમ ભીલ વગેરે લોકોને પોતાની જન્મભૂમિ હોવાથી વનવાસમાં આનંદ આવે છે, તેમ તત્ત્વોના જાણકારને પણ વનવાસમાં આનંદ આવે તો પછી તેમને બીજું શું જોઈએ ? વિવેચન : વનમાં જન્મ પામેલા ભીલ વગેરેને જન્મભૂમિનો સ્વાભાવિક સ્નેહ હોય છે. ત્યાંના વાતાવરણ વગેરેથી તેઓ ટેવાઈ જાય છે, તેથી વન હોવા છતાં તેઓ નિર્ભય હોય છે. એવા ભીલને જો કોઈ શહેરના કોઈ શ્રીમંતને ત્યાં એકાદ સપ્તાહ રાખ્યો હોય તો તે મૂંઝાઈ જાય. ગમે તેવાં મિષ્ટાન્ન આપો, સૂવાની સુંવાળી ગાદી આપો, સુગંધી વિલેપન આપો, રૂપાળાં ચિત્રો બતાવો કે સંગીતનો જલસો યોજો, પણ પેલો ભીલ ત્યાં મૂંઝાઈ જાય, અને ત્યાંથી ભાગી જવાનો ઉપાય શોધે. પોતાને સ્થાને આવીને તેને નિરાંત મળે. ભલે તેની પાસે શહેરી શ્રીમંતના નિવાસ જેવાં સાધનો ન હોય પણ તે પોતાની ધરતીમાતા-જન્મદાતા ભૂમિમાં સુખી હોય ૧૯૨ મંગલમય યોગ. WWW.jainelibrary.org Page #202 -------------------------------------------------------------------------- ________________ કોઈ સાધક સંસારનો ત્યાગ કરીને જ્યારે વનમાં વાસ કરે છે ત્યારે તેની પાસે મહેલ કે હવેલીમાં રહેતો હતો તેવા પાંચ ઇન્દ્રિયનાં વિષયી સાધનો હોતાં નથી, તેમાં તેને બંધન લાગ્યું હતું તેથી તેણે સઘળો વૈભવ ત્યજીને વનવાસ સ્વીકાર્યો હતો. જ્યાં તેને કોઈ કારભાર કે જનકાર્યો કરવાનાં નથી. કેવળ એકાંત ઇન્દ્રિયોના સુખને બદલે અતિન્દ્રિય તેવા આત્મસુખની ખોજ કરવાની છે. ઈન્દ્રિય વિષયોના સુખની નિઃસારતા જોઈ તેણે વનની વાટ પકડી લીધી જ્યાં તેને વિષયોની જાળમાંથી છુટકારો મળ્યો છે. વનના નૈસર્ગિક વાતાવરણથી ઉત્પન્ન થયેલા વાયુમંડળમાં જનસમૂહના કોલાહલ રહિત શાંત અને સંઘર્ષો રહિત પવિત્રતાનો અનુભવ થાય છે. ત્યાં નિર્દોષ પશુઓ સાથે મૈત્રીભાવનાને કારણે તે ત્યાં નિર્ભય છે. વળી આ વનસેવનનો આશય કેવળ દેહનો અધ્યાસ, દેહનો નેહ ત્યજીને અંતરાત્મામાં રહેલા સાચા સુખની અનુભૂતિનો છે. તેથી કોલાહલ, દૂષિત વાતાવરણરહિત વનવાસમાં તત્ત્વવેત્તા યોગી સુખી આ જગતના સામાન્ય મનુષ્યથી માંડીને ચક્રવર્તી પણ વધતા ભૌતિક પરિગ્રહને ઇચ્છે છે. જ્યારે આ યોગીને તો કોઈ પદાર્થની સ્પૃહા નથી કેવળ દેહને ધર્મનું સાધન માની સાથે રાખ્યું હોય છે, તેમ કેવળ દેહ એ જ તેમને રહેવાનું બાહ્ય સ્થાન છે. અને અંતરંગ સ્થાન તો નિજભાવ, સ્વરૂપ, આત્મા જ છે. યોગીનો વાસ આત્મામાં છે. બાહ્ય પ્રકારે જોતાં યોગી વનવાસમાં આનંદ માણે છે. અંતરંગથી જોતાં જ્ઞાની-યોગી આત્મરમણતાની ખોજમાં મોજ માણે છે. આત્માનંદમાં તદ્રુપ યોગીને ત્રણે લોકનું રાજ્ય પણ તૃણ વત છે. યોગીની એક એક પળ અમૂલ્ય છે. તેઓ વાયુવેગે મુક્તિ પ્રત્યે ધસી રહ્યા છે. જગતના જીવોને કાળે લીધો કે લેશે તેવી દશા છે. યોગીને મોક્ષે લીધો કે લેશે તેવી દશા છે. ક્યાં કાળની પરવશતા અને ક્યાં સ્વરૂપની સ્વાધીનતા ? જેને મહેલ અને જંગલ સમાન છે. જેની કેવળ તત્ત્વરૂપ દૃષ્ટિ છે. તે યોગી વનમાં આનંદિત છે, ધરતી તેની શય્યા છે. કોઈ શિલા તેમનું ઓશીકું છે. વૃક્ષની છત્રછાયા sh યોગીને ત્રણે કરમણતાની ખોજ આનંદ માણે છે. મંગલમય યોગા ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ તેમનો ચોફાળ-ઓઢવાનું છે. વન્ય પશુઓ બાંધવ છે. શુદ્ધાત્માનું લક્ષ્ય તેમનો આનંદ છે. एको गर्भे स्थितों जात एक एको विनक्ष्यसि । तथापि मूढ ! पन्यादीन् किं ममत्वेन पश्यसि ॥ १९३ ॥ ભાવાર્થ તું એકલો ગર્ભમાં રહ્યો, એકલો જ જન્મ પામ્યો, અને એકલો જ મૃત્યુ પામીશ, આ જાણવા છતાં તે મૂઢ પત્ની આદિમાં મમત્વબુદ્ધિથી કેમ જુએ છે ! વિવેચન : સામાન્ય માનવીનો પણ આ અનુભવ છે કે જીવ દેહ ધારણ કરી જન્મ પામે છે ત્યારે એકલો હોય છે, અને મરણકાળે એકલો જ વિદાય લે છે, જન્મ-મરણના આ રહસ્યનો કોઈ ફેરફાર કરી શક્યું નથી. કોઈ રાજાને ત્યાં કે શ્રેષ્ઠીને ત્યાં રાજકુમાર તરીકે જન્મ લે તે એકલો જ હોય અને મોટા ચક્રવર્તી કે સમ્રાટો ચિરવિદાય પામ્યા ત્યારે એકલા જ વિદાય થાય છે. આ નિયમ ત્રણે કાળ માટે અબાધિત છે. ઈન્દ્ર, ચંદ્ર કે જિનેન્દ્ર જેવા મહાપ્રભાવશાળી પણ કંઈ પક્ષપાત પામી શક્યા નથી. ભલે જમ્યા પછી તëણે તેને સગાં-સ્નેહીઓ વીંટળાઈ વળે તે સર્વે પુણ્યના ખેલ છે. જોડકાં જન્મે તોપણ સુખના વેદન માટે તેનું શરીર તો ભિન્ન એક જ મળવાનું છે. હજારો માનવો અકસ્માતે સાથે મરણ પામે તોપણ મૃત્યુ તો વ્યક્તિગત એકલાનું જ રહેવાનું છે, તે સમયે જે વેદનાનો અનુભવ થાય તે તો દરેકને એકલાને જ થવાનો છે. કારણકે જીવ એકલો જ જભ્યો છે તેમ એકલો જ મરવાનો છે. તેમાં પણ જમ્યો ત્યારે દેહ લઈને આવ્યો, પરંતુ મરણ કાળે તો જે દેહને સ્નેહથી પોપ્યો હતો તે પણ મૂકીને જવું પડે છે. પછી તારાં સગાંસ્નેહીને તો ક્યાંથી લઈ જવાનો છે ? અને કોઈ આવવા પણ તૈયાર નહિ થાય. મરણકાળે ભયભીત થઈ કદાચ તું ઇચ્છે કે કોઈનો સાથ મળે તો સારું, તારી આંખો તે સમયે વિહ્વળ થઈને તું તારી પ્રાણપ્રિય પત્ની આદિની સામે જુએ કે કોઈ તો મારી સાથે ચાલો પણ વ્યર્થ, ૧૯૪ મંગલમય યોગ Page #204 -------------------------------------------------------------------------- ________________ કોઈ આવશે નહિ, કદાચ તારા પુણ્યયોગ હોય ને કોઈ ઇચ્છા કરે તોપણ સાથે આવી શકે તેમ નથી એવી તારી દયનીય દશા હોય છે. જન્મતાંની સાથે જેમ સગાસ્નેહીઓ સાથે તારું સગપણ નક્કી થાય છે. તેમ મરણકાળે તારી પાછળ રડવાવાળું પણ એક સગાસ્નેહીઓનું ટોળું હાજર હશે, છતાં પણ તારા મરણને કોઈ રોકી નહિ શકે. સિકંદર મરણિયો થઈને પૃથ્વી જીત્યો. હજારોના હયદળ, પાયદળ, હસ્તિદળ અને વિકરાળ સૈન્ય તેણે એકઠું કર્યું હતું, તે સર્વથી વીંટળાયેલા સિકંદરને કાળે ભર યુવાનવયે એક પલકમાં ઝડપી લીધો. અર્થાત્ કાળને કોઈ પણ રોકવા સમર્થ નથી. અર્થાત્ તું એકલો આવ્યો છું એકલો જ જવાનો છે. કોઈ શુભ પ્રસંગે આજે રાત્રે તેં સગાંસ્નેહીઓની વચમાં કેટલાક કાર્યો નક્કી કર્યાં, પણ સંભવ છે કે કાલે પ્રભાતે તું સૂર્યદર્શન પામી ન શકે. પથારીમાં પત્ની પડખે છતાં તું એકલો જ વિદાય થઈશ. આમ મૃત્યુ તને કાલે ઝડપી લેશે તેની ખબર નથી. માટે તું ધર્મને આચરી લે. તું એકલો જઈશ તોપણ ધર્મનું શરણ તને સાથ આપશે. જન્મ-જરા-મરણના દુઃખે ગ્રસિત એવી વિશ્વની જીવ રાશિ મરણ પાસે અશરણ છે. એકલા વિદાય થતાં જીવને ધર્મનો સંસ્કાર ભોમિયો બની સુખદ સ્થાને લઈ જશે. તન, ધન કે પત્ની કોઈ તારાં થઈ શકતાં નથી, પણ તારાં સુકૃત્યો દ્વારા તે ઉપાર્જન કરેલાં પુણ્ય સંસ્કારો તારા થઈને તારી સાથે આવી શકે છે. અથવા શુદ્ધ સ્વભાવ ધર્મની આરાધના તને મુક્તિમાં લઈ જવા સમર્થ છે, માટે જડ ચેતન સર્વ પદાર્થોનો મોહ ત્યજી દે, હળવો બની જા. જેથી તું જન્મ્યો ત્યારે તું રડ્યો હતો અને સૌ હસ્યા હતા, પરંતુ બાજી જ બદલી નાંખે કે તું મરણ પામે ત્યારે તું હસતો વિદાય થાય અને સૌ રડે. ધર્મનો મર્મ એવો છે. “આવા ધર્મનો યોગ થવા છતાં તું તદ્દન ક્ષુદ્ર એવા પત્ની આદિ પદાર્થોનું મમત્વ છોડી દે, એ તો તારા માટે બંધન છે. શા માટે સામે જઈને દુઃખને આમંત્રણ આપે છે તેને બદલે ધર્મને પંથે સ્થિર થા. મંગલમય યોગ ૧૯૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ पापं कृत्वा स्वतो भिन्नं कुटुम्बं पोषितं त्वया । दुःखं सहिष्यसे स्वेन भ्रान्तोऽसि हा महान्तरे ॥ १९४ ॥ ભાવાર્થ : હે આત્મન્ ! તે પાપ કરીને તારાથી ભિન્ન એવા કુટુંબને પોપ્યું. તે પાપનું દુઃખ તે જાતે સહન કરવાનો છે, ખેદની વાત છે કે તું મોટા ચક્રાવામાં ફસાઈ ગયો છે. વિવેચનઃ મનુષ્ય તરીકે જન્મેલાને કુટુંબ નિર્વાહનું કર્તવ્ય હોય છે, પણ તે કર્તવ્ય પાપ, મૂચ્છ કે કપટ આદિથી કરવું તેવું નથી. પૂર્વ કર્મકૃત તને માનવજન્મ સાથે કુટુંબ આદિ મળ્યા, પણ જો તારામાં સમજ હોય તો તું તેમાં નિર્દોષતા, નિસ્વાર્થપણું, ઉદારતા, સંપ અને પ્રેમ વડે નિર્વાહ કર તો તને તે પાપનું કારણ નહિ બને, પણ હા તું પૂર્વના ઋણાનુબંધ એવાં લઈને જન્મ્યો છું કે તારા અને કુટુંબીજનો વચ્ચે કંઈ સુમેળ નથી, સંઘર્ષ છે. એટલે તે સંબંધો તને અરસપરસ પાપબુદ્ધિ વડે સંસારની વૃદ્ધિ કરે છે. જગતમાં જન્મેલા મનુષ્યો મહઅંશે એમ માને છે કે કુટુંબનું ભરણ-પોષણ કરવામાં માયા, મોહ અને સ્વાર્થ તો કરવા પડે, નહિ તો વ્યવહાર કેવી રીતે નભે ? એમ જાણીને તું જે પાપાચરણ કરે છે તેનું દુઃખ તારે એકલા જ ભોગવવું પડશે, કારણ કે આ મારું કુટુંબ છે. હું તેનો પોષણ કરનારો છું. મારે તેમને ગમે તે રીતે સુખ આપવું જોઈએ. વાસ્તવમાં તું તારા જ સુખ માટે તેમ કરતો હોય છે. તેને માટે તું જે માયા-પ્રપંચની વૃત્તિ કરે છે તેમાં પાપવૃત્તિ હોવાથી પાપ બાંધીને જ્યારે તું વિદાય થાય છે ત્યારે પાપનું પોટલું તારે શીર લઈને તું એકલો જાય છે, અને પછી તેના પરિણામે જે દુ:ખ પડે તે પણ તારે એકલાને જ ભોગવવાં પડે છે. તારું કુટુંબ, સગાંસ્નેહી અને તારું શરીર પણ તારાથી ભિન્ન છે, તે સર્વેને તું સુખ કેવી રીતે આપી શકે ? પૂર્વ પુણ્યના યોગે તને કદાચ સુખ સામગ્રી મળે તોપણ તે સૌના પોતાના ભાગ્યથી મળે છે. તને એવો ભ્રમ પેદા થાય છે, કે હું સર્વને સુખી કરું છું, તારા પુત્રને પેટમાં સખત દર્દ થતું હોય તે જો તું લઈ શકતો ન હોય તો પછી સુખ કેવી રીતે આપે ? માટે દરેકનાં સુખ અને ૧૯૬ મંગલમય યોગ Page #206 -------------------------------------------------------------------------- ________________ દુઃખનાં કારણો પુણ્ય-પાપ સ્વતંત્ર તત્ત્વ છે. અન્યોન્ય નિમિત્ત મળતા જીવને એમ લાગે છે કે સુખ કે દુ:ખનો કર્તા હું છું કે અન્ય છે. જગત આખું આમ ચક્રાવામાં ફસાયેલું છે, વાસ્તવિકતાનો ખ્યાલ ન હોવાથી મનુષ્ય આવા ભ્રમમાં ચારગતિના ચક્રાવામાં ઘેરાઈ જાય પોતાની જ કરેલી કરણી વડે આ લાખ ચોરાશી યોનિમાં ફરવાનો વારો આવે છે, તેમાંથી છૂટવાનો ઉપાય માત્ર એક ધર્મ છે. તારી ભૂમિકાએ સત્કાર્યો, સદાચાર અને શીલ છે, જે પછીની ભૂમિકાએ દર્શન આદિ રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. માટે કુટુંબ આદિના નિર્વાહની ફરજ બજાવી તું ન્યારો થઈ જા અને પુનઃ પુનઃ તે ચક્રાવાથી છૂટવા ધર્મમાર્ગે ચાલ્યો જા. चलं सर्वं क्षणाद् वस्तु दृश्यतेऽथ न दृष्यते । - अजरामरवत् पापं तथापि कुरुषे कथम् ॥ १९५ ॥ ભાવાર્થ : દુનિયાની સર્વ ચીજો ચંચળ છે, ક્ષણમાં તે દેખાય છે, અને ક્ષણ પછી તે દેખાતી નથી. તો પણ તું તેને અજર-અમર વૃદ્ધત્વ ન માનનારો માનીને પાપને શા માટે કરે છે ? વિવેચન : કહેવાય છે કે “જગત મિથ્યા બ્રહ્મ સત્યમ્” એ એક બહુ મોટું રહસ્ય છે. દુનિયામાં નરી નજરે દેખાતી વસ્તુઓ અસત્ છે. ક્ષણિક છે તેથી મિથ્યા છે. તું તારી થાળીમાં જે રોટલી જુએ છે, ખાય છે, તે ક્ષણવારમાં લોહી-માંસમાં મળ-મૂત્રમાં પરિવર્તિત થશે. તું જે વસ્ત્ર પહેરે છે તે સમય જતાં ચીંથરાં થઈ જશે. તું જે ફૂલો ખીલેલાં જોઈ રહ્યો છું તે અમુક સમયે કરમાઈ જશે, તું આંખ વડે જે દેશ્યો જુએ છે તે પણ પલટાઈ જાય છે. તું સાંભળે છે તે શબ્દો પણ શ્રવણ થઈને વિખરાઈ જાય છે. તારા દેહમાંથી રોજની લાખો કોશીકાઓ ખરે છે અને નવી ઉમેરાય છે. તારા મનમાં કેટલાયે તરંગો ઊઠે છે અને શમે છે. આમ સર્વત્ર ચંચળતા અને નશ્વરતા છે. પદાર્થોની કેવળ અનિત્યતા, કરેલાં પાપોને એકલાએ જ ભોગવવા મંગલમય યોગ - ૧૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ પડતાં દુઃખો, જડ અને ચૈતન્યની ભિન્નતા, જન્મેલાનું મરણ, ઘડીમાં હર્ષ ઘડીમાં શોક, પુણ્યયોગે સુખ અને પાપના યોગે દુઃખ. વળી મહા પ્રલય જેવા સમયે સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ, પહાડ હોય ત્યાં સપાટ મેદાન થઈ જાય અને મેદાન હોય તો પહાડ ઊભો થઈ જાય. આખરે તારા મનના વિચારોની કેવી ક્ષણિકતા કે એક ક્ષણની પણ ત્યાં નિરાંત ન મળે. આમ આખું વિશ્વ ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. અરે ! તારા દેહની અવસ્થા જ યુવાન, વૃદ્ધત્વ આદિ કેટલી બદલાય છે ? તું તારા અનુભવથી વિચાર કે મરણ થતાં છ ફૂટ લાંબો દેહ અગ્નિસંસ્કારના યોગે એક મૂઠીની કાયા બની જાય છે, છતાં તું તો માને છે કે મને વૃદ્ધત્વ તો આવશે નહિ. ચાલીસ પચાસ તો જોતજોતામાં પૂરાં થયાં, વૃદ્ધત્વની નોટિસો શરૂ થઈ. વાળ શ્વેત થવા માંડ્યા, તેને ડાઈ કરીને કાળા કર્યા, આંખે બેંતાળાં આવ્યાં સુંદર ફ્રેમનાં ચશ્માં ચઢાવી દીધાં. દાંત પડવા માંડ્યા. મજાનું ચોકઠું મઢાવી દીધું. અને કાને કંઈ તકલીફ થઈ તો ઈયર ફોન લગાવી દીધા. જાણે વૃદ્ધત્વને ઢાંકી દઉં કે ભગાડી દઉં ? પણ મોઢાની કરચલી અને પગની ચાલ જ બદલાઈ ગઈ ત્યારે તે માંડ માંડ સ્વીકાર્યું કે વૃદ્ધત્વ આવ્યું છે. પણ છતાં ય તું અમર છું, મરવાનો નથી તેમ માનીને બધા ઉપચાર કરવા લાગ્યો. છેવટે યમરાજાની નોટિસો શરૂ થઈ, હૃદયરોગનો હુમલો થયો. લોહીનું દબાણ વધી ગયું કે ઘટી ગયું. પણ અમર રહેવાની ભાવનાથી તે બાયપાસ સર્જરી કરાવી પણ હાય ! આ યમરાજે તને તેડું મોકલી દીધું. છતાં જિંદગીની મિથ્યા માન્યતાને છોડી ન શક્યો. હું વૃદ્ધ થવાનો નથી કે મરવાનો નથી તેમ માનીને દૈહિક વાસના પોષતો રહ્યો, ભૌતિક સામગ્રીની વૃદ્ધિ કરતો રહ્યો. અને ઇન્દ્રિયોનાં સુખોને માણતો રહ્યો. તેમ કરવામાં પાપ છે તેમ માનીને તું કંઈ પાછો ન વળ્યો, કેમ જાણે તારો જન્મ જ એને માટે હોય તેમ પાપપ્રવૃત્તિને સેવતો રહ્યો. હિંસા શું છે તેનું પરિણામ શું છે? તેનો તે કદી વિચાર ન ૧૯૮ મંગલમય યોગ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકારે પન થતું રહ્યું નથી તાર કરીને કે કર્યો, અસત્ય કરતાં તો અચકાયો નહિ અને કંઈ કારણ વગર ચોરી કરતો રહ્યો. બ્રહ્મચર્ય જેવા સદાચાર તો તે સેવ્યા નહિ. અને ગમે તે પ્રકારે પરિગ્રહ વધારી તેની મૂચ્છમાં જકડાઈ ગયો. આમ ઘણા પ્રકારે પાપનું સેવન થતું રહ્યું કારણ કે તે તેના દુઃખદ પરિણામથી અજ્ઞાન હતો, પરંતુ જગત નિયમથી ચાલે છે. કરેલાં કર્તવ્યોનું પરિણામ નિશ્ચિતપણે આવે જ છે. તેમાં તું કેમ કરીને બાકી રહી શકીશ ? માટે વિચારવું કે મારે શા માટે પાપનું સેવન કરી દુઃખનું પોટલું બાંધવું ? માનવજન્મ મળ્યાથી તને દુઃખ દૂર કરવાનાં સાધનો મળ્યાં છે, તે સાધનોને સાધ્ય કરી સુખની પ્રાપ્તિ કરજે. પણ પાપની વૃદ્ધિ ન કરતો. सप्तधातुमये श्लेष्ममूत्रायशुचिपूरिते ।। शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ॥ १९६ ॥ ભાવાર્થ : સાત ધાતુઓથી વ્યાપ્ત, શ્લેષ્મ, મૂત્ર, આદિ અશુચિથી ભરેલા શરીરમાં પણ તને કેવી જાતની પવિત્રતાનો આગ્રહ છે, કે જે પાપને માટે થનાર છે. વિવેચન : ભાઈ ! તું બુદ્ધિમાન છે. શું શરીરની રચના જાણતો નથી કે ત્વચાથી મઢેલા આ શરીરમાં શું ખજાનો ભર્યો છે ? એ યંત્ર નિરંતર લોહી, માંસ, હાડકાં, પરસેવો, વીર્ય, મળ, મૂત્ર સાત ધાતુઓથી ચાલ્યા જ કરે છે. તું ભલે મનગમતા સુંદર પદાર્થો આ યંત્રમાં નાંખે પણ તેમાંથી આ સાત ધાતુઓ જ નિપજે છે. રસગુલ્લા, જલેબી કે કચોરીનો દેખાવ ત્યાં જુગુણિત બને છે, તેનો સ્વાદ વિકૃત બને છે. વળી ઈન્દ્રિયોનાં લક્ષણ પણ કેવાં કે તું જે જે સારા પદાર્થો આપે તેને તે મલિન કરી નાંખે. ધાર કે તું દેહને સુગંધી વિલેપન લગાડે, સુંદર સાબુ વડે સ્વચ્છ કરે પણ એ વળી પરસેવા વડે પુનઃ મલિન થઈ જાય છે. એટલું જ નહિ પણ તે તે સુંદર પદાર્થો દેહને સ્પર્શીને મલિન બને છે. કેવું વિચિત્ર કહેવાય ? જો કાનમાં મંગલમય યોગ ૧૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ અત્તરનું પૂમડું મૂકે તો તે બીજે દિવસે મલિન થઈ જશે. તું મુખમાં શ્રેષ્ઠ મિષ્ટાન્ન મૂકે, જીભને સ્પર્શે અને તરત જ બહાર નીકળે કે ઊલટી થાય તો તે પુનઃ તેના સામું જુએ નહિ કે પદાર્થને ગ્રહણ કરે નહિ, એવા વિકૃત થઈને એ તારી નજરે પડે. તું તારા નાકને પુષ્પો સુંઘાડ્યા કરે તો તારી હવાથી તે સુવાસિત અને સુંદર પુષ્પ કરમાઈ જશે. વળી આંખને ગમે તેટલી વાર સાફ કર કે દવાઓથી સાચવ પણ તેના ખૂણે પીયા જામશે, અને પાણી નીકળશે તો ખરું. વળી તારા કાનને ગમે તેવાં તેલ નાંખી સાફ કરતો રહે પણ તેમાં મેલ ઉત્પન્ન થવાનો. શબ્દાદિ વિષયોનાં સુખો પાપ વૃદ્ધિ કરનાર છે, તેથી ત્યાજ્ય છે. આમ તારો પૂરો દેહ અશુચિનું પોટલું છે, તેને રોજ રોજ તું પવિત્ર કરવા મથ્યા કરે છે. પરંતુ તેના લક્ષણમાં પવિત્રતા જ નથી તો ક્યાંથી પ્રગટ થશે ? જે કેવળ મળ-મૂત્રાદિની ખાણ છે. ક્યારે તેમાં રોગ ઉત્પન્ન થાય તે કહેવાય નહિ, ગમે તે ઉપાય વડે તે પવિત્ર થાય તેમ નથી. તેના સર્વ ઉપાયો પાપમાં પરિણમે છે. વળી તારી દેહવાસના તને નિરંતર દાહ જ અપાવશે. માટે તેનું મમત્વ છોડીને આજ દેહ વડે ધર્મારાધના કરીને જન્મને સાર્થક કરી લે. કારણ કે જો તારે પવિત્ર થવું છે કે રહેવું છે તો તે તારા આત્મા વિષે બની શકે તેમ છે, કારણ કે આત્મામાં સપ્ત ધાતુ નથી તેથી મલિન થઈ શકે તેમ નથી તેની મલિનતા એ દેહનું મમત્વ અને રાગાદિભાવ છે તેને દૂર કરવાં એટલે તું પવિત્ર જ પવિત્ર. शरीरमानसैर्दुःखैर्बहुधा बहुदेहिनः। संयोज्य साम्प्रतं जीव ! भविष्यसि कथं स्वयम् ॥ १९७ ॥ ભાવાર્થ : હે આત્મન ! ઘણાં પ્રાણીઓને ઘણી ઘણી રીતે શારીરિક અને માનસિક દુઃખો સાથે હાલમાં તું સંયોગ કરાવે છે, તો તારું પોતાનું ભવિષ્યમાં શું થશે ? વિવેચન : હે આત્મન ! તું તારા ધનના ગુમાનમાં અન્ય 200 મંગલમય યોગ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રાણીઓને શારીરિક ત્રાસ આપીને ઘણું કષ્ટ કરાવીને, કે ભોજનાદિથી વિમુખ રાખીને, છેદન, તાડન, પીડન કરીને ઘણું દુઃખ આપે છે, ત્યારે તને વિચાર આવે છે કે આનો બદલો મળ્યા વગર રહેવાનો નથી. તેના બદલામાં તારે પશુ થઈને ત્રાસ વેઠવો પડશે, કતલખાને જઈને કમોતે મરવું પડશે. અધોગતિમાં ભયંકર ત્રાસ ભોગવવો પડશે. શારીરિક મહાવેદના સહન કરવી પડશે, ત્યારે તને કોઈ બચાવી શકશે નહિ, તેં જે જે કર્યું છે તે અનેકગણું વધીને તને કષ્ટ આપશે. વળી તેં કોઈને જો માનસિક ત્રાસ આપ્યો હશે. હાંસી મજાક કરી કોઈને દુઃખ પહોંચાડ્યું હશે, કોઈની વસ્તુ કે ધનનું હરણ કરી કોઈને ચિંતા ઊપજાવી હશે, કોઈની વસ્તુ છુપાવીને તેને માનસિક ત્રાસ આપ્યો હશે. તેનાં પરિણામ તારે ભોગવવા પડશે. પૂર્વજન્મમાં અંજનાએ સપત્ની રાણીની પૂજા કરવાની પ્રતિમા ઉકરડે નંખાવી દીધી તેના પરિણામે તેને બાવીસ વર્ષ સુધી પતિવિયોગ રહ્યો. પૂર્વજન્મમાં રુક્મણી રાણીએ ઢેલના ઈંડાને અલતો લગાડેલા હાથે ઉપાડ્યા, ઈડાને લાલ રંગ લાગ્યો, ઢેલે તે ઈડાં સોળ ઘડી સેવ્યાં નહિ, વરસાદથી ધોવાયા પછી સેવ્યાં તે સોળ ઘડીના બદલામાં તેને પુત્રવિયોગ સોળ વર્ષ રહ્યો. કોઈએ અન્યનું ધન હરી લીધું, તે લેણદાર એને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. બરાબર એટલી રકમ જેવું ખર્ચ થતાં તે પુત્ર મરણ પામ્યો, આમ કર્મ વિપાકનું ગણિત ખૂબ વ્યવસ્થિત છે. એક તૃણનું ચઢેલું ઋણ બદલો લીધા વગર રહેતું નથી. માટે ખૂબ વિચાર કરી કોઈને પણ મનથી વચનથી કે કાયાથી દુઃખ ન પહોંચાડવું, એવી અજ્ઞાનદશામાં પણ ન જીવવું કે જેથી અજાણે પણ કોઈને દુઃખ પહોંચે. તને મળેલું માનવજીવન એ શ્રેષ્ઠ સાધન છે. તેમાં રહેલાં મન-બુદ્ધિનો જો પરોપકારાર્થે ઉપયોગ થાય તો તને પણ સુખ જ મંગલમય યોગા Vain Education International ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ મળવાનું છે. પણ જો કોઈને રજમાત્ર દુઃખ પહોંચાડ્યું તો તે ઘણું મોટું થઈને તારી પાસેથી બદલો લેશે. અરે ! એક ફળની સળંગ છાલ ઉતારીને ખુશી થયેલો એ જીવ અન્ય જન્મમાં મુનિપણે હતો, ત્યારે તેના શરીરની ચામડી ઉતારીને કર્મએ બદલો લીધો. પોતાની જ પાસે રહે એવા આશયથી રાણીએ કોઈ પક્ષીની પાંખ પ્રેમના આવેગથી તોડી નાંખી, તે પછી બીજા જન્મે તેનાં કાંડા કપાઈ જવાનો બદલો મળ્યો. કોઈનાં કરેલાં અપમાન, ઈર્ષ્યા, અદેખાઈ માયા કપટ તને અન્ય જન્મમાં પાછાં તે જ રૂપે પાછાં મળે છે ત્યારે તું કોઈનાં અપમાન, ઈર્ષા સહી શકતો નથી. આ જન્મમાં પણ તને અપમાન કે અપયશ દુઃખદ લાગે છે. તો અન્યના આત્માને તારા જેવો માનીને શા માટે તેવા દુ:ખદ સંયોગો ઉત્પન્ન કરે છે ? શું તું તારા સુખમાં રાજી નથી ? તું અન્યને સુખ ન આપી શકે તો કંઈ નહિ પણ કોઈના દુઃખમાં નિમિત્ત ન બનતો કારણ કે તેનો બદલો મળ્યા વગર તું છૂટીશ નહિ. કોઈને ખાતર નહિ, ફક્ત તારા જ સુખને ખાતર તું અન્યના સુખમાં રાજી રહેજે. અન્યને સુખ આપવા પ્રયત્ન કરજે. તારા સ્વાર્થને ત્યજી અન્યને આનંદ ઊપજે તેમ જીવજે તો તને સુખ છે. તને અન્યની મૈત્રી રુચે છે તો તું સૌની સાથે મૈત્રી કરજે. તને તારી ગુણ પ્રશંસા ગમે છે તો તું સૌના ગુણનો પ્રમોદ માણજે. તને દુઃખમાં સહાનુભૂતિ જરૂરી લાગે છે. તો તે અન્ય પ્રત્યે કરુણા રાખજે અને તારા અવિવેકને સહીને સૌ મધ્યસ્થ રહે તેવું તું ઇચ્છતો હોય તો તે પણ મધ્યસ્થી થજે. પણ જો તને દુઃખ જ પ્રિય હોય તો પછી કંઈ કહેવાનું નથી. धर्म न कुरुषे मूर्ख ! प्रमादस्य चशंवदः।। कल्ये हि त्रास्यते कस्त्वां नरके दुःखविह्वलम् ॥ १९८ ॥ ભાવાર્થ : હે મૂર્ખ ! પ્રમાદને વશ પડેલો તું અત્યારે ધર્મને ૨૦૨ મંગલમય યોગ. Page #212 -------------------------------------------------------------------------- ________________ કરતો નથી. તો પછી નરકમાં દુઃખથી વિહ્વલ બનેલા તને કાલે કોણ બચાવશે ? વિવેચન : જે ધર્મ કરીને કરોડો તરી ગયા, તરે છે અને તરશે. અને તે માનવજન્મ પામીને પ્રમાદને વશ સમય ગુમાવે છે. પાંચ ઇન્દ્રિયના વિવિધ વિષયમાં તે પ્રવૃત્ત રહી આત્મના ગુણોને પ્રગટ કરતો નથી તે તારો પ્રમાદ છે. સમતાને બદલે ચારે કષાયો કે રાગદ્વેષની વિષમતા આત્મસ્વભાવનું વિસ્મરણ એ પ્રમાદ છે. ધર્મકથાને ત્યજીને તું કેવળ રાગાદિ ભાવને પોષે તેવી વિકથા કરે છે. તે તારો પ્રમાદ છે. નિદ્રા અને આળસ તારા દુર્મિત્રો છે જ. આમ કેવળ પ્રમાદથી ઘેરાયેલા છતાં તું તને પ્રવૃત્ત માને છે. બહારમાં કેટલાય કાર્યોની પળોજણમાં નિરંતર સક્રિય આત્મસ્મૃતિ રહિત તું પ્રમાદવશ ધર્માચરણ કરતો નથી. સર્વદુઃખોથી બચાવનાર સાધન એક તારા શુભ અને શુદ્ધ ભાવરૂપ ધર્મનો અનુક્રમ છે. દુર્ભાવ, દુષ્કૃત્ય, દુર્ગાનને ત્યજી તું સંભાવ, સુકૃત્ય અને શુભધ્યાનમાં પ્રવૃત્ત થા, જેથી પ્રથમ તો તું નરક જેવા દુઃખદ સ્થાનોમાં ઉત્પન્ન ન થાય. તિર્યંચ જેવી પરાધીન દશામાં જીવને દુ:ખ ન પડે. કારણ કે દુષ્કૃત્યો વડે જો તું અધોગતિને પામ્યો તો ત્યાં તને કોઈ બચાવશે નહિ. ત્યાર પછી તું આત્મસ્વરૂપ એવા શુદ્ધ ધર્મમાં પ્રવેશ કરવા સમ્યગદર્શનાદિની આરાધના કરીને ગુણોને ધારણ કર. તે સિવાય આ ચોરાશી લાખ યોનિમાં છૂટવાનો કોઈ આરો ઓવારો તને મળશે નહિ માટે મૂર્ખાઈનો ત્યાગ કરીને તું ધર્મનું શરણું સ્વીકારી લે, તેમાં સુખ જ સુખ છે. હમણાં આ વિષયભોગો ભોગવી લઉં અને ધારીશ ત્યારે ત્યજી દઈશ, આવી ભ્રમણામાં તું રહેતો નથી. આ મોહરૂપી સુંવાળી જાળે કંઈક માંધાતાઓને ફસાવ્યા છે. ત્યાં તું કઈ મૂડી પર આવો નિર્ભય થઈને ફરે છે. આરંભ પરિગ્રહ જેવા આ લોભામણા નિમિત્તોમાં જો અજાગૃત રહ્યો તો પછી કદાચ તું કંઈક અનુષ્ઠાનો કરતો હોઈશ. તો તે પણ નિષ્ફળ જશે. ૨૦૩ મંગલમય યોગ Page #213 -------------------------------------------------------------------------- ________________ સાંભળ, વર્ધમાનકુમાર ગૃહવાસમાં છતાં યોગી હતા, તેમણે સંસારની કર્મકૃત વેલીને નષ્ટ કરવા વધતો પુરુષાર્થ કરવા પ્રવજ્યા લીધી, વનની વાટે ચાલી નીકળ્યા, તેમાં પણ મોક્ષને સાધ્ય કરવા બાર વરસ ઉપરાંત અલ્પ આહારે, અનિદ્રાએ રહ્યા. તું કહે છે કે ધર્મ નિરાંતે કરીશું, હમણાં સંસાર ઠીક ચાલે છે કંઈ દુઃખ નથી. ગજસુકુમાર, જંબુકુમાર, અઈમુત્તાને શું ખબર નહિ હોય કે ધર્મ તો નિરાંતે કે દુ:ખ પડે ત્યારે કરવાનો હોય. સંસારમાં જીવને ધનની જરૂર માતાના ઉદરમાં આવે ત્યારથી પડે છે. પણ તને ખબર છે કે એ ઉદરમાં પણ શાતા આદિના સુખ માટે ધર્મની જરૂર ઉદરમાં આવતાં પહેલાં આગળના જન્મથી હોય છે. અગર તો જન્મથી દરિદ્રતા, દરદ, દીનતા અને દુઃખથી ઘેરાઈ જઈશ. આ પ્રમાણે વિચાર કરીને આ પળે જ કોઈ ગુરુજનો પાસેથી ધર્મની આરાધનાની પદ્ધતિ જાણી લે. જો વર્તમાનમાં ધર્મ વડે પ્રમાદ ત્યજી તું શુદ્ધ થયો તો તારો ભૂતકાળ કે જે તારા કર્મ પ્રમાણે ભવિષ્યનું નજરાણું લઈને આવે ત્યારે તારા કોઈ પૂર્વસંસ્કારો તને ચલિત ન કરે માટે આજે, અત્યારે, આ પળે ધર્મમાં સ્થિર થા. कन्धराबद्धपापाश्मा भवाब्धौ यद्यधोगतः। क्व धर्मरज्जुसंप्राप्तिः पुनरुच्छलनाय ते ॥ १९९ ॥ ભાવાર્થ : જો તું ડોકમાં પાપરૂપી પથ્થર બાંધીને ભવ-સાગરમાં નીચે ચાલ્યો જઈશ તો પછી બહાર આવવા માટે તને ધર્મરૂપી દોરડાની પ્રાપ્તિ ક્યારે થશે ? વિવેચન : તું જાણે છે કે તું મધ્યલોક, મનુષ્યલોકમાં છું તેની નીચે અધોગતિ છે. ઉપર સ્વર્ગભૂમિ છે. તેને ઉલ્લંઘી જાય તો અમારાપુરી છે. અસલમાં તું અમરાપુરીનો વાસ છું, પણ દેહના નેહને પથ્થરની જેમ ડોકમાં બાંધીને ભવસાગરમાં યાત્રાએ નીકળ્યો છે એટલે ડૂબી જવાનો છું. આ એક દેહ તને કેવાં કાર્યો કરાવે છે ? કંઈ લેવાદેવા નહિ ૨૦૪ મંગલમય યોગ Page #214 -------------------------------------------------------------------------- ________________ કરી લે છે કોઈ અને જન્મ-મરણ કરે, રાગાદિને ભોગવે, વૃદ્ધત્વમાં ઓશિયાળો થઈને જીવે, દેહની-મનની વિવિધ માગણીઓ-વાસનાઓ પૂરી કરવામાં પૂરી જિંદગી ગાળી નાંખે તોપણ તે સમય પૂરો થયે તને ત્યજી દે. તું તેને મનગમતું સર્વ કાંઈ કરે પણ એ તારું કંઈ ન સાંભળે. વળી દેહને ખાતર તારે માતા, પિતા, પત્ની, પુત્ર, પરિવાર કેટલું ઊભું કરવું પડે અને છોડવું પડે, વળી એ સર્વને ખુશ કરવા તારે કેવાં પાપો કરવા પડે. એ પાપરૂપી પથ્થર ડોકમાં વળગેલો છે અને તે તેને સંસારસમુદ્રમાં ડુબાડે, વિચાર કર કે તું શું પામ્યો ? કંઈ વાંધો નહિ ભાગ્યયોગે હજી તારી પાસે સમય છે. સંસાર સાગરમાં ડૂબેલાને તરવા માટે કરૂણાશીલ એવા ગુરુજનોએ ધર્મરૂપી દોરડાનું નિરૂપણ કર્યું છે. જો તારે કરવું હોય તો આ દોરડું ગ્રહણ કરી લે. તારું નાવ મધ્યદરિયે છે, જો ડૂબી ગયો તો પછી સાગરમાંથી નીકળવા માટે તેને કોઈ સાધન નહિ મળે, માટે ચેત ચેત અને આ ધર્મરૂપી દોરડું પકડી લે સાગર પાર કરી તું તરી જઈશ. ધર્મ સ્વયં એવું તત્ત્વ છે કે જે તેને ધારણ કરે તેને ગમે તેવા દુઃખમાંથી ઉગારી લે છે. તે ધર્મનું સામર્થ્ય એવું છે તે સંસારનો મૂળમાંથી ક્ષય કરે. તે ધર્મ તારા પોતાનામાં રહેલો છે. સ્વભાવનું સેવન એ શુદ્ધ ધર્મ છે. તે પહેલાં રત્નત્રયની આરાધના કરી લે તને શ્રેષ્ઠ-પવિત્ર પદાર્થ પ્રાપ્ત થશે. दुःखकूपेऽत्र संसारे सुखलेशभ्रमोऽपि यः॥ सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतःकुतः सुखम् ॥ २०० ॥ ભાવાર્થ : દુઃખના કૂવા જેવા આ સંસારમાં સુખના લેશનો જે ભ્રમ થાય છે તે પણ હજારો દુઃખોથી વીંટળાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું ? સંસારમાં સુખ છે જ ક્યાં ? વિવેચન : સંસાર એટલે શું? સર્યા જ કરે, વિણસ્યા કરે, પરિવર્તન પામ્યા જ કરે. એક ભવમાંથી બીજા ભવમાં મૂકી દે તે સંસાર. મંગલમય યોગ ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ સંસાર સમુદ્ર ઊંડો, અગાધ અને ખારો છે. ખાલી થવાનો નથી અને તેનું એક ટીપું મીઠું થવાનું નથી. તેમ સંસાર અનંતકાળથી છે અનંતકાળ રહેશે. તે ખાલી થવાનો નથી. તેમાં દુ:ખ જ છે. સંસાર શકટચક્ર જેવો છે. જેમ ગાડું બે પૈડા વડે ચાલે છે તેમ સંસારનું ગાડું રાગદ્વેષનાં બે પૈડાં પર ચાલે છે. સંસાર કેવળ અંધકારમય છે, અંધકારના ભાગ થઈ શકતા નથી. અંધકારમાં જેમ કોઈ વસ્તુ દૃશ્યમાન થતી નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં આત્મપ્રકાશ થતો નથી. વળી આ સંસાર અગ્નિ જેવો છે. જીવને નિરંતર તાપ, ઉતાપ અને સંતાપમાં બાળ્યા જ કરે. સંસાર એટલે નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ એમ ચાર ગતિનો ચાલક, તને ફૂટબોલની જેમ ગબડાવ્યા કરે. વળી ઈન્દ્રવરણા નગરી જેવો લોભામણો છે. ડાલડા ઘીની મીઠાઈના બોક્સ પર સુંદર સજાવટ કરી હોય તેવો છે. સંસારનો એક ખૂણો એવો નથી કે જ્યાં સુખ હોય, જે કંઈ સુખ દેખાય છે તે પુણ્યના ખેલ છે. તે પુણ્યનો સઉપયોગ ન થયો તો તે પાપમાં ફેરવાઈ જઈને દુઃખદાયક નીવડશે. વળી ગમે તેવા પુણ્યના યોગ પણ તારું મરણ ટાળી શકે તેમ નથી. એવા સંસારમાં સુખની આશા કેવી રીતે રાખવી ? કોઈ પૂર્વ પુણ્યથી તને સુખ લાગે તો પણ તે સુખ દુઃખની છાયાવાળું છે. સતત ભયથી ભરેલો આ સંસાર છે. ધન કે માલ મિલકત મળ્યા પછી પણ ચિંતાથી જીવને બળ્યા જ કરવાનું. શરીરને રોગાદિનો ભય સતાવ્યા જ કરે છે. પરિવારના સુખોની સલામતી માટેની ચિંતા તને ભૂત જેમ વળગેલી રહે છે. એ દુ:ખથી ટેવાઈ ગયેલો તું ભલે નિર્ભય થઈને ફરે, પરંતુ એ દુ:ખ કંઈ દૂર થઈ જતું નથી. અશુભ ઉદય થયો કે તને ચારે બાજુથી ઘેરી લે છે. માટે એક વાર તે નિર્ણય પર આવી જા કે સંસારમાં સુખ નથી. પછી તને સાચા સુખની દિશા મળી રહેશે. શિવાળું છે. સતત અને સુખ લાગે તો મંગલમય યોગ. ૨૦૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ વિછતા જીગરે દુઃખી दुःखितानखिलाञ्जन्तून् पश्यतीह यथा यथा । तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥ २०१॥ ભાવાર્થ : વિશુદ્ધ આત્મા જેમ જેમ સંસારમાં સમગ્ર જીવોને દુઃખી જુએ છે. તેમ તેમ તે સંસારથી વિરક્ત થતો જાય છે. વિવેચનઃ વિશુદ્ધ અર્થાત્ સ્વરૂપમય આત્મા જેણે અનુભવ્યો છે તેણે આત્મામાં નિરંતર સુખ જ જોયું છે. વિશુદ્ધ આત્મા સ્વાનુભવ દ્વારા નિજનો નિરુપાધિક આનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ઇન્દ્રિય જનિત સુખો તુચ્છ લાગે છે. અથવા સ્વપ્ન સમાન લાગે છે. સવિશેષ તો સંસારના જીવોની આકુળતાનું દુઃખ જોઈને વિરક્ત થાય છે. વિશુદ્ધ આત્મા જુએ છે કે બાળપણ તો રમવામાં પૂરું થાય છે, યુવાની દવાનીની જેમ વિષયોની પાછળ દોડવામાં પૂરી થાય છે, પ્રૌઢાવસ્થા પરિવારની પળોજણમાં પૂરી થાય છે. અને વૃદ્ધાવસ્થાની પરાધિનતાના દુઃખનું શું વર્ણન કરવું ? વિશુદ્ધાત્મા આ સર્વે જોઈને વિશેષ વૈરાગ્ય પામે છે. અહો ! સહજાત્મ સ્વરૂપમાં અનહદ સુખ હોવા છતાં જગતના જીવો તે બહારમાં વ્યર્થ શોધે છે. સુખ મેળવવા જાય છે અને આખરે દુઃખી થાય છે. - લીમડાને ગમે ત્યાંથી ચાખો, તેનાં થડ, પાંદડાં, લીંબોળી સર્વ કડવું જ હોય તેમ સંસારને તમે દેવલોકમાં જઈને જુઓ કે મનુષ્યલોકમાં જઈને જુઓ, રાગ, દ્વેષ, લોભ, ઈર્ષા જેવા કારણોથી જીવ સંતપ્ત હોય છે. મળ્યું છે તેને વધુ મેળવવાનો લોભ જેપીને બેસવા દે તેમ નથી. કેમ જાણે માનવને શાંતિ પરવડતી નથી ? આવાં દૃશ્યો જોઈને જેને વિશુદ્ધાત્માનો આનંદ અને સુખ અનુભવ્યું છે તેમને વૈરાગ્ય પેદા થાય છે. . સંસારમાં કોઈ પતિના વિયોગે રડે છે. કોઈ યુવાનપુત્રના વિયોગે રડે છે. કોઈ પત્નીના વિયોગે ઝૂરે છે. કોઈ માતા-પિતાનું રક્ષણ જવાથી નિરાધાર બને છે, કોઈ દરિદ્રતાથી દુઃખી છે. કોઈ રોગથી પીડાય છે. પુણ્યયોગે કંઈક સુખ-સામગ્રી મળી હોય તો પણ તેને કોઈ માનસિક ચિંતા દુઃખ આપે છે. સંસારનું આ વિચિત્ર ચિત્ર જોઈને મંગલમય ચોગા ૨૦e Page #217 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધાત્મા વૈરાગ્ય પામી આત્મામાં સમાય છે. संसारवर्त निर्मग्नो धूर्णमानो विचेतनः । अध एव जनो याति निकटेऽपि तटे हहा ! ॥ २०२ ॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः । भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥ २०३ ॥ ભાવાર્થ : ખેદની વાત છે કે સંસારરૂપી નદીના વમળમાં ડૂબેલો મનુષ્ય કિનારો પાસે હોવા છતાં પણ ગોથાં ખાતો બેભાન બની નીચે નીચે જ ચાલ્યો જાય છે, પરંતુ જેમ નદીમાં તિરછેંગમન કરતો અને નદીના પાણીને કાપતો કુશળ પુરુષ નદીના પારને પામે છે. તેમ ઉત્સર્ગ અને અપવાદમાં કુશળ મુનિ સંસારનો પાર પામે છે. વિવેચન : મનુષ્યજન્મ એટલે સંસારરૂપી નદીના કિનારે આવેલા નાવ જેવો છે. જો તે ધર્મ આરાધે તો તરી જાય તેમ છે. પરંતુ જેની પાસે ધર્મરૂપી નાવ નથી તે મનુષ્ય નદીમાં ડૂબીને બેભાન બની તળિયે જઈને બેસે છે. પછી તરવાનો કંઈ આરો નથી. પરંતુ જે નદીની સપાટી પર રહી તરે છે તે નદીને કિનારે પહોંચે છે. તે પ્રમાણે સંસારમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહીને મુનિ સંસારનો પાર પામે છે. જે મુનિ ઉત્સર્ગ અને અપવાદ માર્ગની પ્રણાલિને યથાર્થ જાણે છે તે મુનિ યોગ્ય પ્રવર્તન કરી સંસારનો પાર પામે છે. સર્વજ્ઞ પરમાત્માએ આરાધના માટે આ ભેદ બતાવ્યા છે. કારણ કે સર્વજ્ઞ ભગવંતોનો માર્ગ એકાંતિક નથી. પરંતુ ભૂમિકા પ્રમાણે આચરણ બતાવ્યું છે, જેમ કે ભરતાદિ અપવાદરૂપે ગૃહસ્થલિંગે કૈવલ્ય પામ્યા, તેથી કોઈ ગૃહસ્થ પોતાની એવી દશાને માનીને કૈવલ્યને જાહેર કરે તો તે ભ્રમણા છે. અને કેવળ ક્રમને પકડીને ઉત્સર્ગ માર્ગમાં અટકવું પણ ન જોઈએ. ઉત્સર્ગ માર્ગ માટે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ આદિનો તથા ગુણશ્રેણિનો ક્રમ છે. અપવાદમાં ક્રમ તો છે પણ બાહ્ય પ્રકારમાં કંઈ ભેદ હોય છે. અપવાદરૂપ કૈવલ્ય પામનારની અંતરંગ શુદ્ધિ ખૂબ શીવ્રતાવાળી હોય છે. વળી બહારમાં સાધુવેશ ન પણ હોય. ૨૦૮ મંગલમય યોગ Page #218 -------------------------------------------------------------------------- ________________ પરંતુ અંતરશુદ્ધિનો ક્રમ યથાવત્ હોય છે. અર્થાત્ જ્યાં સુધી આત્માના શુદ્ધ ઉપયોગમાં સ્થિર ન થવાય ત્યાં સુધી બંને માર્ગનો બોધ જરૂરી છે. પોતાની ભૂમિકા છે કે નહિ તેનો ખ્યાલ રાખ્યા વગર કેવળ ચારિત્રાદિની હઠ પકડે તો તે ઉત્સર્ગ માર્ગે અટકી પડે. અને પોતાને અપવાદના માર્ગે લઈ સંસારમાં રહી શિથિલતા પણ સેવવી ન જોઈએ, કે અમે તો સંસારમાં છતાં જ્ઞાનપ્રાપ્તિ કરી શકીએ છીએ, માધ્યસ્થ ભાવે પોતાની દશાને જાણીને આચરણ કરવું. एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः । कामार्थविमुखः शूरः सुधर्मेकरत्तिर्भवेत् ॥ २०४ ॥ ભાવાર્થ : સુંદર અંતઃકરણવાળા વીર પુરુષો, આ ભાવોથી સંપૂર્ણ રીતે પોતાના આત્માને ભાવિત કરીને કામ તથા અર્થથી પરાભુખ થઈને શુદ્ધ ધર્મમાં જ સંપૂર્ણ લયલીન થવું જોઈએ. વિવેચન જેનું અંતઃકરણ શુદ્ધ છે એવા વીર પુરુષ ઉત્તમ ભાવના વડે આત્મભાવના ભાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષર્થમાં તે યોગીને અર્થ અને કામનું કંઈ પ્રયોજન નથી, તેણે તો શુદ્ધધર્મમાં લીન થઈને મોક્ષ પ્રત્યે પ્રયાણ આદર્યું છે. શુદ્ધ અંતઃકરણ એ મોક્ષમાર્ગનું અમોઘ સાધન છે. : ચિત્તને શુદ્ધાત્મામાં એકાગ્ર કરવાથી ચિત્તની ચંચળ વૃત્તિઓનો નિરોધ થાય છે. અંતરંગ સાધના વડે એ શક્ય બને છે. માનવજીવન અર્થ અને કામથી ભરપૂર છે. તેને માટે તે અનેક પ્રવૃત્તિઓ કરે છે, તેમાં મોહ ભળે છે તેનાથી મુક્ત થવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે. શુદ્ધ ધર્મની આરાધના સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે શક્ય બને છે. શુભાશુભ કર્મનો ક્ષય થતાં શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે, તેને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. અર્થ અને કામ પરદ્રવ્યના સંયોગવાળા છે. તેથી તે સુખનો હેતુ થતાં નથી. મંગલમય યોગ જેનું અંતઃકરણ શુદ્ધ છે, તેનામાં સૌંદર્ય, દાક્ષિણ્ય (કુશળતા) પાપ જુગુપ્સા, અને સદ્ગુરુનો બોધ જેવા ગુણો છે. તે યથાર્થ પ્રગતિ ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ થવામાં સહાયભૂત થનાર ધર્મનાં લક્ષણો છે. કારણ કે ધર્મ એ કોઈ મંત્ર, તંત્ર કે કલ્પના નથી. પરંતુ આત્માની નક્કર શક્તિ છે. તે દુન્યવી પ્રલોભનોને દૂર કરવા સમર્થ છે. ધર્મને હૃદયમાં ધારણ કરવો કે ધર્મમાં લયલીન થવું એટલે શક્તિ સંપન્ન આત્માને ધ્યાવવો. શુદ્ધ ધર્મનું સ્વરૂપ ગહન છે તેનો બોધ શાસ્ત્ર ગોખવાથી થતો નથી, પરંતુ સદગુરુનિશ્રાથી કે પરમાત્માની ભક્તિથી થાય છે. ધર્મને પામવા મોહાદિને ત્યજવા પડે છે, તેવા મોહજિત થવું તે ભક્તિથી સંભવ છે. इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निर्द्धन्द्ध उचिताचारः सर्वस्यानंददायकः ॥ २०५ ॥ स्वस्वरूपस्थितः पीत्त्वा योगी योगरसायनम् । निःशेषक्लेशनिर्मुक्तं प्राप्नोति परमं पदम् ॥ २०६ ॥ ભાવાર્થ : જેનું મન આ પ્રમાણે તત્ત્વોપદેશના પ્રવાહથી ધોવાઈને નિર્મળ થયું છે, અને રાગ-દ્વેષથી દ્વિતોથી) રહિત ઉચિત આચારોનું પાલન કરનાર, સર્વને આનંદ આપનાર અને પોતાના સ્વરૂપમાં સ્થિત એવા યોગી યોગરૂપી રસાયનનું પાન કરીને સમગ્ર ક્લેશોથી સંપૂર્ણ રીતે મુક્ત એવા પરમ પદને-મોક્ષને પ્રાપ્ત કરે છે. વિવેચન : ચિત્તને નિર્મળ થવાનો તત્ત્વોપદેશ એ ઉત્તમ ઉપચાર છે. તત્ત્વદૃષ્ટિ એટલે વાસ્તવિક દૃષ્ટિ અથવા સ્વરૂપ દૃષ્ટિ, અન્ય ગમે તેટલા ધર્મ-અનુષ્ઠાન કરે પણ જો તેનામાં તત્ત્વદેષ્ટિ નથી તો તે અનુષ્ઠાનો મુક્ત પંથે અનુસરતા નથી. તત્ત્વદૃષ્ટિમાં સાચાં ધ્યેયનું જ્ઞાન હોય છે. એટલે ચિત્તમાં રહેલી વાસનાની મલિનતા સહેજે સમતી જાય છે. કષાયો મંદ થતા જાય છે. જેમ કે વ્યક્તિને ક્રોધ કે લોભ થાય ત્યારે તે વિચારે છે, અથવા તત્ત્વ દૃષ્ટિ તેને ફુરણા આપે છે કે તારા સ્વભાવ કે સ્વરૂપમાં ક્રોધ કે લોભ છે નહિ, તું તેનાથી ભિન્ન છે, છતાં કર્મપ્રકૃતિના ઉદયમાં તું ક્રોધાદિ કરે છે. તેથી બંધાય છે. તું ઉદયને જાણનારો છે પણ કરનારો નથી તેમ તત્ત્વોપદેશથી તું જાણે છે, ૨૧૦ મંગલમય યોગ Page #220 -------------------------------------------------------------------------- ________________ એટલે તને ક્રોધાદિ થતાં નથી. અને અન્યના તેવા પરિણામને તું સાક્ષીભાવે જુએ છે પણ વિચલિત થતો નથી. આમ તત્ત્વદષ્ટિ એ સમ્યબોધ છે. તેથી મને તેના વડે નર્મળ થાય છે. મનની નિર્મળતા કે વિશુદ્ધિ એ શુદ્ધ ધર્મને પ્રાપ્ત કરવાનો પ્રાણ છે. વળી તત્ત્વનો ઉપદેશ પણ સાધકને સતત ભાન કરાવે છે કે તું રાગ-દ્વેષ રહિત શુદ્ધ ચેતના છું, તારા સ્વભાવમાં ક્યારે પણ રાગદ્વેષ પેદા થતાં નથી પરંતુ અજ્ઞાનવશ તે સમયની પર્યાય – અવસ્થામાં રાગાદિ થાય છે, ત્યારે પણ તું તેને જાણનારો છે કરનારો નથી તેવો તત્ત્વબોધ તને રાગ-દ્વેષના કંઠથી મુક્ત કરે છે. ઉદય વશ રાગાદિ થઈ જાય તો પણ તું તેનાથી પાછો વળે છે. અને રાગાદિથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપનું તને ભાન વર્તે છે. નિર્મળ ચિત્તવાળો તું આત્મહિતને અનુરૂપ શુદ્ધ આચારનું પાલન કરે છે. તારી દરેક ક્રિયામાં કે ચર્યામાં આત્મહિતથી વિપરીત કંઈ થતું નથી કદાચ ભૂમિકા પ્રમાણે કોઈ ક્ષતિ થાય તો પણ તે શીઘ્રતાથી તું સુધારી લે છે. શ્રાવક હો કે સાધુ તારા આચાર પાલનમાં તું પૂર્ણ ઔચિત્યનું પાલન કરે છે. - સદાચાર કે શુદ્ધાચારની તારી પ્રણાલિથી તું સ્વયં પ્રસન્ન હોય છે તેથી સૌને તારું અસ્તિત્વ આનંદ આપે છે, તારી ઉપસ્થિતિમાં આનંદની લહેર ઊઠે છે, તારી વાણી પણ સૌને આનંદદાયક બને તે છે, આવું જનપ્રિયત્વ તે તારી જીવનની મૂડી છે જેમાં મૈત્રીભાવનાનાં દર્શન થાય છે. આ સર્વ અંતરંગ શુદ્ધિનાં કારણો તને સ્વરૂપમાં સ્થિતિ કરાવવાનાં પ્રેરક બળ છે. સ્વસ્વરૂપમાં સ્થિતિ થવાથી તારી મુક્તિ સમિપગામી બને છે. મનુષ્યજીવનનું એક મહાન કર્તવ્ય ફલિત થાય છે. ચંચળ કે મલિન મન વડે તેવી સ્થિરતા અસંભવ છે. તત્ત્વોપદેશ તને આત્મદ્રવ્યની પ્રીતિ પ્રત્યે લઈ જાય છે તેથી જગતના પદાર્થોનું લંદ રાગાદિ ટળી જાય છે. અને પૂર્ણ એવા પરમપદની તને પ્રાપ્તિ થાય છે. ફક્ત અમુક પળો જ જો માનવી તત્ત્વદૃષ્ટિ વડે પૂર્ણતાનું લક્ષ્ય કરે તો તેને આત્માનુભવ થાય છે અજ્ઞાનરૂપી અંધકારથી ઉત્પન્ન થયેલા મંગલમય યોગા ૨૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ ક્લેશો નાશ પામે છે. યોગીના આત્મપ્રદેશ મોક્ષમાર્ગને અનુરૂપ પરિણામના યોગનું રસાયણ વ્યાપ્ત થાય છે. એ રસાયણ અમૃત સમાન છે, તેનું પાન કરીને યોગી ક્લેશજનિત રોગોથી મુક્ત થઈ અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરીને પરમપદને પામે છે. તત્ત્વના ઉપદેશ વડે, તેના ચિતન વડે ચિત્ત નિર્મળ બને છે, ત્યારે રાગાદિ વડે ઉત્પન્ન થતા ક્લિષ્ટ પરિણામ શમી જાય છે. દૃષ્ટિવંતને સ્વ-પર આત્મામાં પવિત્રતાના, આનંદસ્વરૂપનાં દર્શન છે. માનવજીવન અહીં સાર્થક બને છે.યોગીજીવન આવું મંગળમય છે. સર્વ મંગલમાં પ્રથમ મંગલ જેમ નવકારમંત્ર છે તેમ સંસારની સમગ્ર જીવરાશિમાં યોગીજીવન મંગળમય, સુખમય, આનંદમય પાવનકારી છે. જેના ત્રણે યોગ બહારના પદાર્થોમાં રમે છે તે પદાર્થોને યોગ વડે ભોગવે તે ભોગી છે. જેના ત્રણે યોગ અંતરમુખ છે. તે યોગી છે. ભોગી પદાર્થનો ઉપયોગ કરે છે. પરંતુ યોગી તેનાથી ભિન્ન રહે છે. અર્થાત યોગી ઉપયોગ કરે છે, ઉપભોગ કરતા નથી માટે જ્ઞાનીને સર્વ વ્યવહારો થયા કરે છે. કતભાવ નથી. અજ્ઞાની સર્વ કર્યા કરે છે. દરેક વ્યવહારમાં હું પણ તે કર્તાપણે રહે છે. અજ્ઞાની બંધાય છે. અજ્ઞાનનો ગમે તેટલો ક્ષયોપશમ હોય તે છતાં તે અજ્ઞાન જ છે. અનુભવજ્ઞાન અંશ માત્ર હોય તો પણ જ્ઞાન જ છે, તેથી જ્ઞાની છૂટે છે. જ છે ૨૧૨ મંગલમય યોગ Page #222 -------------------------------------------------------------------------- ________________ ચોરને જેમ પ્રકાશ જામતો નથી તેમ અનંત કાળથી વિષયકષાયના અંધકારમાં જ અટવાયેલા આપણનેય સમ્યકૂજ્ઞાનનો પ્રકાશ જામતો નથી. પણ કરુણા છે અનંત જ્ઞાનીઓની કે તેઓ આપણને આ પ્રકાશ તરફ આકર્ષણ થાય એવી જાતજાતની અને ભાતભાતની તરકીબો બતાવી રહ્યા છે. Jain Education internatio, al