________________
તૃતીય પ્રસ્તાવ
સામ્યોપદેશઃ ।
सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः ।
इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥ ८५ ॥
ભાવાર્થ : સ્વાભાવિક આનંદ આપનાર સમભાવથી વિમુખ બનેલા મૂઢ બુદ્ધિવાળાઓ, દુઃખ આપનાર અને દુઃખથી ઉત્પન્ન થનાર એવા વૈયિક સુખને ઇચ્છે છે.
વિવેચન : ચૈતન્યસ્વરૂપ આત્મા સ્વાભાવિકપણે જ આનંદમય છે. તે આનંદ આત્માના સ્વયં સમભાવથી જ અનુભવમાં આવે છે. જંગલમાં ભૌતિક જગતની કોઈ સગવડ-સામગ્રી ન હોવા છતાં મુનિઓ પ્રસન્ન હોય છે તેના મૂળમાં સમભાવ છે. સમભાવને કારણે ઉપયોગ પણ સ્થિર થવાથી ચંચળ ચિત્તની દુ:ખદ વિકલ્પાત્મક સ્થિતિ પણ શમે છે. આમ આકુળતા રહિત શાંત ચિત્તવાળા મુનિ સમતાના સુધારસનું પાન કરીને સ્થળ કે કાળના ભેદ રહિત સર્વદા સુખી છે.
પરંતુ જે જીવો સ્વાભાવિક સમતાથી અજ્ઞાન છે કે સમતાના આનંદથી અજાણ છે તેઓને વૈયિક પદાર્થોથી સુખ છે કે નહિ તેની ખબર હોય કે ન હોય પણ તેઓ તે તરફ દોડ મૂકે છે. તે બુદ્ધિમંદ જનો જાણતા નથી કે તે સુખો જ દુઃખના કારણ છે. વૈયિક સુખને મેળવવા શ્રમ કરવો પડે, સ્ત્રી-પુરુષને અન્યોન્ય ખુશામત કરવી પડે. તેમાં વૈચારિક ઘર્ષણો સહન કરવાં પડે છતાં વૈયિક સુખ અંતે ક્ષણિક નીવડે છે. સુખની આશા છતાં નિરાશા સાંપડે છે. તેવા સુખને કોઈ બુદ્ધિમાન ઇચ્છતો નથી.
૮૨
Jain Education International
कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्माद् धावतीति न बुध्यते ॥ ८६ ॥
ભાવાર્થ : કંષાયો અને વિષયો દુ:ખનું કારણ છે, એવું મનુષ્ય સ્પષ્ટપણે જાણે છે, છતાં તે તરફ કેમ દોડે છે તે સમજી શકાતું
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org