________________
નથી.
વિવેચન : જગતના વિષયસુખના આર્ત જીવોને આશ્ચર્ય છે કે જંગલમાં કષ્ટ વેઠવામાં દુઃખ દેખાય છે ત્યાં સુખની કંઈ અપેક્ષાએ મુનિઓ સંયમરૂપ કષ્ટ પાળે છે ? અને મહેલને બદલે જંગલમાં તપ તપતા મુનિઓને આશ્ચર્ય થાય છે કે વિષયથી કષાયો ઉત્પન્ન થાય છે તે વિષય કષાય દુઃખનું કારણ છે તેમ જાણવા છતાં બુદ્ધિમાન માનવો તે તરફ દોડ કેમ મૂકે છે ?
ઇન્દ્રિયોની ક્ષુદ્રતા એવી છે કે તેને થોડા સુંવાળા કે કોમળ સ્પર્શ મળે, ગમતો આહાર મળે, દેશ્ય આદિ મળે, જાણે કે તેને માટે સ્વર્ગલોક હાજર થઈ ગયું હોય તેમ વિષયોમાં એકાકાર થઈ જાય છે, વાસ્તવમાં આકુળ થાય છે, છતાં તેમાં સુખ છે તેમ માની નિતનિત નવાં પ્રયોજન ઊભાં કરે છે. તેમ કરવામાં સચ્ચિદાનંદ સ્વરૂપની વિમુખતારૂપ દુઃખ છે તે માણસ જાણતો નથી.
सर्वसंगपरित्यागः सुखमित्यपि वेत्ति सः।
संमुखोऽपि भवेत् किं न तस्पेत्यपि न बुध्यते ॥ ८७ ॥ ભાવાર્થ : સર્વ પ્રકારના સંગનો પરિત્યાગ તે જ સુખ છે, તે મનુષ્ય ક્યારેક જાણે છે છતાં પણ તે સર્વસંગ પરિત્યાગ કેમ કરતો નથી ?
વિવેચન : મહામાનવોએ જ્યાં નિરામય સુખ જોયું. તે સુખ સૌને પ્રાપ્ત થાય તેવો બોધ આપ્યો કે સંસારનો કોઈ પણ સંગ સુખદાયક નથી. કારણ કે સંગનો કોઈ અંત નથી, અનેક જનમો સુધી એ સંગનો રંગ ચઢેલો રહે છે. જ્ઞાનીજનો કહે છે કે હે માનવ ! જો તું સાચું સુખ ઇચ્છતો હોય તો સંસારના સંગનો ત્યાગ કર. સર્વસંગ પરિત્યાગ કરીને જો કે તેમાં કેવી નિશ્ચિતતા
सूक्ष्माः सूक्ष्मतरा भावा भेद्यन्ते सूक्ष्मबुद्धिभिः।
एतद् द्वयं तुं दुर्भेदं तेषामपि हि का गतिः ॥ १८ ॥ ભાવાર્થ : સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો વડે સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ
મંગલમય યોગ
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org