________________
વસ્તુઓ જાણી શકાય છે, પરંતુ આ બે તો તેમના માટે પણ દુઃખે કરીને જણાય છે.
વિવેચન : સૂક્ષ્મબુદ્ધિ એટલે પ્રજ્ઞા છે, નિર્મળ ચિત્તવાળા જીવો પ્રાજ્ઞ હોય છે. બાહ્ય જગતના સ્વરૂપના ભેદ પ્રભેદ જાણી તેમાં આત્માની શુદ્ધિને પૃષ્ટ કરે છે. અંતરંગમાં સૂક્ષ્મ દોષો અને કષાયોને જાણી તે દોષો આદિને દૂર કરવા સાવધાન રહે છે. સૂક્ષ્મબુદ્ધિ તીક્ષ્ણ શસ્ત્ર જેવી હોય છે. તે દોષોને છેદી શકે છે. ઉપયોગની સૂક્ષ્મતા આત્મશુદ્ધિનો પાયો છે.
સૂક્ષ્મબુદ્ધિ - ઉપયોગ સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ પદાર્થોને જાણવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વનું જડ અને ચેતનનું સ્વરૂપ સ્થૂલ અને સૂક્ષ્મ બે પ્રકારે છે, ઈન્દ્રિયો દ્વારા જણાતું સર્વ જગત સ્કૂલ છે. બુદ્ધિ વડે થતી શોધો પણ ધૂલ છે. જેમકે અત્યંત સૂક્ષ્મ હીરા જેવો પદાર્થ પણ સ્થૂલ છે. વિશાળ વસ્તુદર્શક યંત્ર વડે તે ઘણો મોટો દેખાય છે. ધૂળની સૂક્ષ્મ રજકણ પણ સ્થળ છે. અર્થાત્ નરી નજરે જે કંઈ દેખાય છે તે સ્થૂલ છે.
વૈજ્ઞાનિક ક્ષેત્રે યંત્ર દ્વારા જણાતા પાણીના હાલતાચલતા જીવાણુઓ પણ સૂક્ષ્મ નિગોદ કરતા સ્થૂલ કાયવાળા છે. વિશ્વમાં એવા ઘણા પદાર્થો છે કે જે આંખ કે યંત્ર વડે જણાતા નથી છતાં તેમનું અસ્તિત્વ છે, તે પદાર્થો તેમના અસાધારણ લક્ષણ વડે જણાય છે.
સૂક્ષ્મ કે અતિ સૂક્ષ્મ પદાર્થો જેમ સૂક્ષ્મ છે તેમ તેમને જાણવાનું સાધન પણ સૂક્ષ્મ છે, તે જ્ઞાન છે, જેમ જેમ જ્ઞાનની શુદ્ધિ થતી જાય છે, તેમ તેમ જ્ઞાન આવરણ રહિત બને છે. ત્યારે અતિન્દ્રિય જ્ઞાનમાં તે બંને પદાર્થો સ્પષ્ટ જણાય છે. સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મમાં કંઈ અંતર છે. કોઈ પણ સૂક્ષ્મ પદાર્થ આંખ વડે જણાતો નથી. તે ઇન્દ્રિય અગોચર છે. છતાં પ્રગાઢ શ્રુતજ્ઞાન વડે તે સૂક્ષ્મ પદાર્થોનું સ્વરૂપ સમજમાં આવે છે. વિશ્વમાં કેટલાક પદાર્થો એવા છે કે સૂક્ષ્મ હોવા છતાં કંઈક અંશે શુદ્ધ જ્ઞાનમાં જણાય છે. અતિ સૂક્ષ્મ પદાર્થો અરૂપી હોવાથી તે કેવળી ગમ્ય છે.
મંગલમય યોગા
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only