________________
ઉદાહરણ તરીકે સૂક્ષ્મ પદાર્થોમાં કાર્યણવર્ગણા લઈએ તો તે પૌદ્ગલિક છે એટલે દૃશ્યમાન હોવી જોઈએ. પરંતુ કાર્યણવર્ગણા પૌદ્ગલિક હોવા છતાં સૂક્ષ્મ હોવાથી તે મતિ શ્રુતજ્ઞાનનો વિષય બનતી નથી પરંતુ અનુભવનો વિષય બને છે, જ્ઞાનાવરણના કર્મો દેખાતા નથી પરંતુ અનુભવી શકાય છે, આ કામણવર્ગણા પૌલિક હોવાથી અવિધજ્ઞાની જોઈ શકે છે.
મનવાળા જીવોના વિચારો પૌદ્ગલિક છે. છતાં તે સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતા નથી. તે વિચાર મનઃપર્યવજ્ઞાની જ્ઞાનની સૂક્ષ્મતા અને શુદ્ધતાને કારણે જાણી શકે છે.
આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ જેવા અરૂપી અતિ સૂક્ષ્મ પદાર્થોને આંખથી કે બુદ્ધિથી જાણી શકાતા નથી. નિરાવરણજ્ઞાન-કેવળજ્ઞાનમાં તે જણાય છે. અરૂપી પદાર્થો અતિ સૂક્ષ્મ છે. પૌદગલિક કેટલાક પદાર્થો પરમાણુ સૂક્ષ્મ છે. તેવા પદાર્થોને જાણવા તે પ્રાજ્ઞ પુરુષને માટે પણ કઠિન છે. કારણ કે તે પદાર્થો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. જ્ઞાનનું આવરણ ટળે તે સૂક્ષ્મ પદાર્થો જણાય છે, તે સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન ઉપયોગની સ્થિરતા લાવે છે. ઉપયોગની સ્થિરતા કર્મની નિર્જરાનું કારણ બને છે.
-
अपराधाक्षमा क्रोधो मानो चात्याद्यहंकृतिः ।
लोभः पदार्थतृष्णा च माया कपटचेष्टितम् ॥ ८९ ॥ शब्दरूपरस्पर्शगन्धाश्च मृगतृष्णिका ।
दुःखयन्ति जनं सर्व सुखाभासविमोहितम् ॥ ९० ॥
ભાવાર્થ : અન્યથા અપરાધને ક્ષમા ન કરવા તે ક્રોધ, જાતિ વગેરેનો મદ તે અહંકાર, પદાર્થોની તૃષ્ણા તે લોભ, કપટપૂર્વકનું આચરણ તે માયા.
વિવેચન : વળી શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના સુખો મૃગજળ જેવાં છે. તેના સુખના આભાસમાં મોહિત થયેલા સર્વ જીવો દુઃખ પામે છે.
જીવની જ્યાં સુધી અવળીતિ અને અવળી ગતિ છે ત્યાં સુધી
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૮૫ www.jainelibrary.org