________________
(
છ,
ક,
(
(U
તેને અન્યના અપરાધ પ્રત્યે ક્રોધ ઊપજે છે, તે જ્યારે ક્રોધ કરે છે ત્યારે સ્વયે ક્રોધાગ્નિથી બળી રહ્યો છે. તેનું તેને ભાન નથી.
હું ઉચ્ચ જાતિનો છું તેવો જાતિમદ હું ઘણા ધનનો સ્વામી છું તે લાભમદ હું ઉત્તમ કુળનો છું તેવો કુળમદ હું ઘણી સત્તાવાળો છું તેવો સત્તામદ હું શારીરિક ઘણું બળ ધરાવું છું તેવો બળમદ હું ઘણો રૂપવાન છું તેવો રૂપમદ હું ઘણું તપ કરનારો તપસ્વી છું, તપમદ
હું ઘણું જ્ઞાન ધરાવનાર વિદ્વાન છું, જ્ઞાનમદ. આઠ પ્રકારના મદથી સહિત ગમે તેવો મનુષ્ય અહંકારી છે.
પોતાની પાસે પોતાના પરિવારનો નિર્વાહ સુખપૂર્વક ચાલે તેવું હોય તોપણ અધિક મેળવવાની તૃષ્ણા લોભ છે.
મનમાં અન્યને વિષે વેર રાખે અને મુખમાંથી મીઠાં વેણ બોલે, દેખાવમાં સત્ય છે તેવું જણાવે પરિણામે નર્યું અસત્ય હોય છે. તેને માયા મૃષાવાદ કહે છે.
આવા દોષવાળો માનવ ઘણાં કષ્ટ ભોગવાય તેવા કર્મો બાંધે
(
આજે ભૌતિક જગતમાં સાધનોની વિપુલતા વધી રહી છે, તેની પ્રતિષ્ઠા પણ વધતી રહી છે. આ વિપુલતા અને પ્રતિષ્ઠા એટલે શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના વિષયોનું જગત, જેની પાછળ માનવ ભૂખ્યા ભિક્ષુકની જેમ તે સર્વ પદાર્થો મેળવવા આતુર થાય છે. મોહ વડે ગ્રસિત માનવ જાણતો નથી કે આ શબ્દાદિ લોભમણા પદાર્થો અત્યંત છેતરામણા છે, પ્રારંભમાં સુખનો આભાસ પેદા કરી પછી આકુળતા ઊભી કરે છે. એકેએક વિષય વ્યસન જેવા છે, તેના વગર જીવ બેચેન બની જાય છે.
શબ્દાદિ વિષયની વિવિધતા વગર જીવ મુંઝાઈ જાય છે. તેણે
૮૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org