________________
સંસારના પરિભ્રમણમાં ઇન્દ્રિયોના વિષયો સિવાય નિર્વિષય સુખને સાંભળ્યું નથી, વિચાર્યું નથી, તો પછી અનુભવ તો ક્યાંથી જ હોય ? અને જીવ માત્ર સુખનો અભિલાષી તો હોય છે, તેથી નજર સામે જે સુખ લાગે છે તેને તે સુખ માની વળગી રહે છે. પરિણામે દુઃખ ભોગવે છે. એ દુઃખ મૂળ વૈષયિક સુખ છે, તેનાથી તે અજ્ઞાન છે.
વળી શબ્દાદિ વિષયો નિરંતર રૂપાંતર થનારા છે તેમાં મોહિત જીવ નવાઈ પામે છે. જુદા જુદા વાજિંત્રના સ્વર સાંભળે કે વિવિધ ગંધ સુગંધનો અનુભવ કરે ત્યારે એને એમ લાગે છે આવું તેણે પહેલાં અનુભવ્યું નથી. અને તેથી તે તે વિષયોમાં લુબ્ધ થઈ તેમાં સુખ માને છે, અહંકાર કે તૃષા જીવને ક્ષુદ્રતાથી આવરી લે છે.
नोपेन्द्रस्य न चेन्द्रस्य तत् सुखं नैव चक्रिणः ।
साम्यामृतविनिर्मग्नो योगी प्राप्नोति यत् सुखम् ॥ ९१ ॥ ભાવાર્થ : સામ્યરૂપી અમૃતમાં મગ્ન થયેલો યોગી જે સુખને પ્રાપ્ત કરે છે, તે સુખ વિષ્ણુ, ઇન્દ્ર કે ચક્રવર્તી પ્રાપ્ત કરી શકતા નથી.
વિવેચન : શબ્દાદિ વિષયોની આકુળતા રહિત કેવળ ચૈતન્યના શાંત રસમાં જે સુખ છે તે અનુભવ્યા વગર જણાય નહિ. વળી જ્યાં સુધી શબ્દાદિ વિષયને ત્યજે નહિ ત્યાં સુધી તેને સામ્યરૂપી અમૃતનું સુખ જણાય નહિ. આથી મોટા ભાગના માનવો અમૃતને ઇચ્છતા નથી. જો તેને અમૃતની પિપાસા જાગે તો તે વિષયરૂપી વિષયને ગ્રહણ ન કરે.
વિષ્ણુનું સુખ પણ જગતની સ્થિતિને આધીન, ઈન્દ્રનું સુખ પણ સ્વર્ગનાં સાધનોને આધીન કાળની મર્યાદાવાળું છે, ચક્રવર્તી છ ખંડનો અધિપતિ પણ વધતા પરિગ્રહના રક્ષણનો આકાંક્ષી કે આકુળતાવાળો છે. કદાચ તેઓ પુણ્યયોગે કંઈ સુખવાળા હોય તો પણ તે સુખ કોઈ પરપદાર્થના આશ્રયવાળું હોવાથી વિશ્વસનીય નથી.
જ્યારે યોગી સ્વયં સમતા સુખના અમૃતનું પાન કરીને તેમાં
૮o
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org