________________
જ મગ્ન રહેનારા છે, તેથી તેમને કોઈ વિષમતા નથી, વિષમતા નથી એટલે વિષમતાનું દુ:ખ નથી. જેમ પ્રકાશ અને અંધકાર સાથે રહી શકતા નથી તેમ, વિષમતા અને સમતાનો મેળાપ થતો નથી. આથી સામ્યભાવને ધારણ કરનાર તેમાં જ મગ્ન રહેનાર યોગી સદાયે સુખી છે.
વિષ એટલે જેમાંથી દુ:ખનો અનુભવ થાય. અમૃત એ આત્માનું લક્ષણ હોવાથી અરૂપી છતાં સુખનો અનુભવ આપનારું છે. પરંતુ ભૂલદષ્ટિમાં વિષની ખબર હોય છે. પણ અમૃતની ખબર ન હોવાથી તે દુઃખ પામવા છતાં વિષનું પાન કરે છે, વિષય સુખને ઇચ્છે
रागोऽभिष्टेषु सर्वेषु द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु मानः परपराभवे ॥ ९२ ॥ लोभः परार्थसंप्राप्तौ माया च परवञ्चने ।
गते मृते तथा शोको हर्षचागतजातयोः ॥ ९३ ॥ ભાવાર્થ : જ્યારે મુનિને તેના ચિત્તમાંથી સર્વ અભિષ્ટ વસ્તુઓમાં રાગ, અનિષ્ટ વસ્તુઓમાં દ્વેષ, અપરાધીઓ પ્રત્યે ક્રોધ, બીજાથી થતા પરાભાવમાં માન, વસ્તુની પ્રાપ્તિમાં લોભ, બીજાને ઠગવામાં માયા ચાલી જાય ત્યારે તથા મૃત્યુ થાય ત્યારે શોક અને વસ્તુ પ્રાપ્ત થતાં કે જન્મ થતાં હર્ષ થાય, તેવા બધા પ્રકારો નાશ પામે છે ત્યારે સમતારૂપી અમૃત ઉત્પન્ન થાય છે.
વિવેચન : જ્યારે આપણે નગર, બજાર, ઘર કે કબાટ જેવા શબ્દો બોલીએ ત્યારે તરત જ આપણને તે તે શબ્દસૂચક વસ્તુની વિવિધતાનું જ્ઞાન થાય છે કે નગર એટલે માણસો વસે છે, ત્યાં હવેલીઓની શોભા છે, સુંદર માર્ગો અને ઉદ્યાનો હોય છે, મંદિરો જેવાં પવિત્ર સ્થાનો હોય છે, સુખસામગ્રીથી ભરપૂર હોય છે. આ પ્રમાણે બજાર આદિ વિષે માનવના ચિત્તમાં તેનું ચિતરામણ હોય
એ પ્રમાણે સમતા કહેતાં તે નગર કેવું હોય તે જણાવે છે.
૮૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org