________________
સમતાનગર એટલે મુનિજનોનો પવિત્ર આત્મા. એ આત્માના ગુણને વ્યક્ત કરતું તેમનું ચિત્ત પણ સમતાની શોભાવાળું હોય છે. ઈષ્ટ વસ્તુ મળે તો તેમાં કંઈ અનુરાગ નથી. અનિષ્ટ વસ્તુ મળે ક્યાંય વૈષ કે હર્ષ નથી. કોઈ તેને ગમે તેવા ઉપદ્રવ કરે, શસ્ત્રથી શરીર છેદે તોપણ ક્રોધ નથી. કોઈ અપમાન કરે તો તેમને તેનો સ્પર્શ થતો નથી. આ જગતમાં કોઈ પદાર્થ મેળવવાની જેમને આકાંક્ષા નથી તેમનું ચિત્ત એવું સરળ છે, ત્યાં માયાકપટનો પ્રવેશ નથી. ૯૨
મુનિને મરણનો ભય નથી તેથી શોક નથી, દેહના સુખને ત્યજી દીધું છે તેથી મૃત્યુ તેમને મારી શકતું નથી. તેઓ મરતા નથી તેથી જન્મ લેવાનો પણ હર્ષ નથી. વાસ્તવમાં જન્મ-મરણ એ તેમને માટે સુખદુઃખ ઊપજાવી શકતાં નથી. ચિત્ત જ્યારે આવું નિર્દોષ બને, પ્રપંચના તરંગ રહિત બને છે ત્યારે તેમાં સમતારૂપ
અમૃતની સરવાણી ઉત્પન્ન થાય છે. મુનિ પ્રજ્ઞાવાન છે તેઓ આવા કિંથી મુક્ત છે તેથી સમતાનું અમૃતપાન તેમનું જીવન છે. ૯૩
अरतिर्विषयग्रामे याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव कुत्सा कुत्सितवस्तुषु ॥ ९४ ॥ वेदोदयश्च संभोगे व्यलीयेत मुनेर्यदा ।
अन्तःशुद्धिकरं साम्यामृतमुज्जृम्भते तदा ॥ ९५ ॥ ભાવાર્થ : અશુભ વિષયોની પ્રાપ્તિમાં અરતિ (દુઃખ) અને શુભ વિષયોની પ્રાપ્તિમાં રતિ (સુખ). ચોર વગેરેથી ભય, બિભત્સ વસ્તુઓમાં તિરસ્કાર ભોગની ઇચ્છાનો ઉદય (વેદ) આ સર્વે નાશ પામે છે ત્યારે અંત:કરણની શુદ્ધિ કરનારું સમતારૂપી અમૃત વૃદ્ધિ પામે છે.
વિવેચન : આત્માના અનંત ગુણો છે, સમતા, આનંદ વગેરે શુદ્ધ ચારિત્રની દશાઓ છે. જેટલી ચારિત્રની શુદ્ધિ તેટલો સમતાગુણ વિકસે છે. ચારિત્રની અવદશા ક્રોધાદિ કષાયો અને નોકષાયો વડે થાય છે. ક્રોધાદિ કષાયો નષ્ટ થતાં તેને સહાયક થનારા નોકષાયો પણ નષ્ટ થાય છે, આમ કષાયો અને નોકષાયોના નષ્ટ થવાથી ચિત્ત અત્યંત નિર્મળ થાય છે. મોહનીય કર્મના ક્ષય થવાથી શુદ્ધ
મંગલમય યોગ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org