________________
ચારિત્ર પ્રગટે છે, તે ચારિત્ર સમતારૂપી અમૃતજળથી સિચન પામેલું
છે
સમતાનો વિસ્તાર કરતાં જણાવે છે કે જે મુનિઓ આ સમતારૂપી અમૃતને ધારણ કરે છે તેમનાં ચિત્ત એવાં સંતુષ્ટ છે કે શુભ મળો યા અશુભ પદાર્થો મળો તેમાં તેમને રતિ (સુખ) નથી કે અરતિ દુઃખ) નથી. તેમની પાસે ભૌતિક જગતની એવી સામગ્રી નથી કે તેમને લૂંટાઈ જવાનો ભય ઉત્પન્ન થાય. અને તેમની પાસે જે સંપત્તિ છે તે કોઈ ચોર લૂંટી શકે તેમ નથી. વળી તેમને કોઈ પ્રકારે શોક નથી કે તિરસ્કાર નથી. ભોગની ઇચ્છા તો તેમણે સમાવી દીધી છે. જેનું ચિત્ત-અંતઃકરણ આવા પ્રકારે શુદ્ધ છે તેને પછી સમતાનાં અમૃત જ પ્રાપ્ત થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી.
વિષયો-કષાયોની મલિનતા દૂર થતાં ચિત્તની શુદ્ધિ થવી એ જ સમતાગુણની ધરતી છે. તેમાં અમૃત ધારણ થાય છે. ૯૫
एतेषु येन केनापि कृष्णसर्पण देहिनः।।
दृष्टस्य नश्यति क्षिप्रं विवेकवरजीवितम् ॥ ९६ ॥ ભાવાર્થ : આ ઉપર કહેલા કાળા નાગોમાંથી કોઈ પણ એકથી ડસાયેલા પ્રાણીનું વિવેકરૂપી શ્રેષ્ઠ જીવન તુરત જ નાશ પામે છે.
વિવેચન : ઘણી વાર આપણા સાંભળવામાં આવે છે કે અમુક વ્યક્તિ ધર્મ કરે છે પરંતુ ક્રોધાદિ ત્યજી શકતા નથી. તેનું કારણ વિવેકરૂપી ચક્ષુનો અભાવ છે. તેમનો ધર્મ વિવેક વગર ધર્મરૂપે પરિણમતો નથી. કહે છે કે નાગનો ડંખ તો કદાચ નીકળી જાય. અથવા એક વાર મૃત્યુ નીપજાવે. પરંતુ રાગાદિભાવોનો સંસ્કાર જો મૂળ-ઘર કરી ગયો તો દીર્ઘકાળ સુધી સાથે રહે છે. તેને ધર્મના ક્રિયાકાંડ વડે દૂર કરી શકાતો નથી, પરંતુ સાચા બોધથી, કે તત્ત્વરૂપ દૃષ્ટિથી દૂર કરી શકાય છે.
સાધકમાત્રને સતત જાગૃત રહેવું પડે છે. અગર તો રાગાદિ દોષને કોઈ છિદ્ર મળી જતાં તે પેસી જ જાય છે, એક વાર તેને પ્રવેશ મળે છે પછી તમારા જીવનની સર્વ બાજી તેના હાથમાં આવી
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org