________________
અપુર્નબંધક જેવી ગુણાત્મક દશા આ ભાવનાઓ વડે આવે છે. અંતરાત્મદશાની વૃદ્ધિ આ ભાવનાઓથી થાય છે. શમ સંવેગાદિ લક્ષણોનું રક્ષણ આ ભાવનાઓ કરે છે. આ ચાર ભાવનાઓ કલ્પવૃક્ષ સમાન છે.
મૈત્રીભાવના : મૈત્રી સર્વ જીવરાશિ પ્રત્યે થતો વાત્સલ્ય ભાવ છે. એના મૂળમાં ચૈતન્યનું માહાભ્ય છે. અને જડથી ઉદાસીનતા ' છે. પોતાના સુખની સ્વાર્થબુદ્ધિ ટળી જતાં જીવમાં ઉદારતા આવે છે. સૌના સુખમાં રાજી રહેવું તે સાચા સજ્જનનું લક્ષણ છે.
મિથ્યાત્વાદિ દોષો પરહિતચિતારૂપી મૈત્રી વગર પોષાય છે. માટે મૈત્રીભાવનું જીવની જેમ રક્ષણ કરવું. દયા વગરના પરિણામ પાપ છે. તેમ મૈત્રીભાવ વગરના પરિણામ વિશેષ પાપ છે. મૈત્રીભાવનું ક્ષેત્ર વિશાળ છે. તેમાં દયા, અનુકંપા જેવા ગુણો સમાય છે.
અન્યના અપરાધને સહન કરવામાં મૈત્રીભાવની મુખ્યતા છે. જેમ સ્વજનોના દુઃખે દુઃખી થાય છે. તેમ જીવમાત્રના દુઃખ પ્રત્યે જેને વ્યથા છે તેની મૈત્રીભાવના ઉત્તમ છે. માત્ર પોતાની કાયાના સુખમાં રોકાયા છે તે જૈનધર્મના સેવક કે જિનેશ્વરના અનુયાયી નથી. કોઈ જીવ પાપ ન કરે અને તેથી દુઃખ ન પામે, સૌ સુખ-મોક્ષ પામો, એવી ભાવના કરવામાં કૃપણ છે તે મોક્ષનો અધિકારી કેમ થાય ?
પ્રમોદભાવના : જેમ સાધનામાં પ્રમાદ વિપ્ન છે તેમ અપ્રમોદ તે પણ વિપ્ન છે. જે જીવને અન્યના ગુણોનો આનંદ નથી પરંતુ ઉગ છે તેની સાધનામાં આધ્યાત્મિક બળ નથી. તેના ઘડાનું તળિયું તૂટેલું છે. તે ક્યારે પણ જળથી ભરાવાનો નથી. પ્રત્યેક સાધકમાં સાધકને પ્રમોદ-ગુણગ્રાહકતા હોવી જોઈએ. ગુણદૃષ્ટિથી જ ગુણીજનોનો અનુગ્રહ થાય છે. એથી જીવ ગુણ સમૃદ્ધ બને છે. માટે જ્યાંથી ગુણ મળે ત્યાંથી ગ્રહણ કરો. સરોવર જેમ ચારે બાજુની નીકના-વહેણના પાણીથી ભરાય છે. તેમ જીવસરોવરમાં પ્રમોદભાવથી ચારે બાજુથી ગુણો વૃદ્ધિ પામે છે. ગુણીજનો પ્રત્યેનો પ્રમોદભાવ એ વિના ખર્ચે
મંગલમય યોગ
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org