________________
મળેલો આનંદ છે.
કરુણાભાવના : દુઃખીના દુઃખો દૂર થાઓ, અન્યનું દુઃખ જોઈ અનુકંપા થવી. અન્યને દુઃખ ન થાય તેમ વર્તવું તે દયા છે. આ કરુણાનું વ્યાવહારિક સ્વરૂપ અન્યનું વસ્ત્ર ધનાદિ વડે દુઃખ દૂર કરવું તે છે. નૈશ્ચિયિકસ્વરૂપ સ્વયં આત્માના પરિણામની શુદ્ધિ છે. જેને કારણે જીવ દુઃખ પડે તેવા કર્મો બાંધે નહિ. દુઃખ પ્રત્યે દ્વેષ ન થવો તે કરુણા ભાવનાથી થાય છે. પોતાના દુઃખ પ્રત્યે દ્વેષ કરવાથી દુઃખ વધે છે. પરંતુ સર્વના દુઃખ શાંત થાઓ તેવી ભાવના કરવાથી દુઃખ ઘટે છે. સ્વાત્મતુલ્ય ભાવથી કરુણાભાવના સ્થાયી બને છે. દુઃખી જીવો પ્રત્યે દ્વેષ કે ઉપેક્ષા કરનાર ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શક્તો નથી, તો પછી મોક્ષમાર્ગમાં પ્રવેશ ક્યાંથી કરે ? પારમાર્થિક કરુણામાં સ્વાત્માનું આલંબન છે.
માધ્યસ્થભાવના : કરુણાભાવનાના ફળ સ્વરૂપે મધ્યસ્થભાવ થાય છે. અન્યનો તિરસ્કાર કરનાર પોતે જ તિરસ્કાર પામે છે. પરંતુ અવિનીતો પ્રત્યે જે સહિષ્ણુ બને છે કે ઉપેક્ષા રાખે છે તેની જનપ્રિયતા થાય છે. રાગદ્વેષની વચ્ચે જે સમતામાં રહે તે માધ્યસ્થતા છે. પાપપ્રવૃત્તિ કરતા જીવો તમારી વાત લક્ષ્યમાં ન લે ત્યારે તમે સમતામાં રહો તે માધ્યસ્થભાવના છે. જો તેના તરફ ક્રોધ કે તિરસ્કાર કરવામાં આવે તો તેની પાપ પ્રવૃત્તિ ઉત્તેજિત થાય, તેના વૈરની પરંપરા સર્જાય પણ તે સમયે મધ્યસ્થભાવ રાખવો. તેનો સુધરવાનો કાળ હજી થયો નથી તેમ માનવું.
સુખ-દુખ પ્રત્યે સમાનભાવ વૈરાગ્ય છે. આત્મા એ જ ભાવનાનું કેન્દ્ર છે. આત્મા તરફ લક્ષ્ય કરીને જે સક્રિયા થાય તે માધ્યસ્થ છે.
શ્લોક પરનો ભાવાર્થ : મૈત્રી આદિ ભાવનાઓ ધર્મનું કલ્પવૃક્ષ છે. તેથી જેમણે આ ભાવનાઓ જાણી નથી અને તેનો અભ્યાસ કર્યો નથી તેમને ધર્મ પ્રાપ્ત થવો કઠણ છે કારણ કે સંસારી જીવો અશુભ અધ્યવસાયયુક્ત હોય છે. તે અધ્યાવસાયોમાં ચમત્કાર ધર્મધ્યાનથી થાય છે, કારણ કે મૈત્રી આદિ ભાવનાઓ વડે અશુભ
પ૨
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org