________________
સંસાર સમુદ્ર ઊંડો, અગાધ અને ખારો છે. ખાલી થવાનો નથી અને તેનું એક ટીપું મીઠું થવાનું નથી. તેમ સંસાર અનંતકાળથી છે અનંતકાળ રહેશે. તે ખાલી થવાનો નથી. તેમાં દુ:ખ જ છે.
સંસાર શકટચક્ર જેવો છે. જેમ ગાડું બે પૈડા વડે ચાલે છે તેમ સંસારનું ગાડું રાગદ્વેષનાં બે પૈડાં પર ચાલે છે.
સંસાર કેવળ અંધકારમય છે, અંધકારના ભાગ થઈ શકતા નથી. અંધકારમાં જેમ કોઈ વસ્તુ દૃશ્યમાન થતી નથી તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં આત્મપ્રકાશ થતો નથી.
વળી આ સંસાર અગ્નિ જેવો છે. જીવને નિરંતર તાપ, ઉતાપ અને સંતાપમાં બાળ્યા જ કરે.
સંસાર એટલે નરક, તિર્યંચ મનુષ્ય અને દેવ એમ ચાર ગતિનો ચાલક, તને ફૂટબોલની જેમ ગબડાવ્યા કરે. વળી ઈન્દ્રવરણા નગરી જેવો લોભામણો છે. ડાલડા ઘીની મીઠાઈના બોક્સ પર સુંદર સજાવટ કરી હોય તેવો છે. સંસારનો એક ખૂણો એવો નથી કે જ્યાં સુખ હોય, જે કંઈ સુખ દેખાય છે તે પુણ્યના ખેલ છે. તે પુણ્યનો સઉપયોગ ન થયો તો તે પાપમાં ફેરવાઈ જઈને દુઃખદાયક નીવડશે. વળી ગમે તેવા પુણ્યના યોગ પણ તારું મરણ ટાળી શકે તેમ નથી. એવા સંસારમાં સુખની આશા કેવી રીતે રાખવી ?
કોઈ પૂર્વ પુણ્યથી તને સુખ લાગે તો પણ તે સુખ દુઃખની છાયાવાળું છે. સતત ભયથી ભરેલો આ સંસાર છે. ધન કે માલ મિલકત મળ્યા પછી પણ ચિંતાથી જીવને બળ્યા જ કરવાનું. શરીરને રોગાદિનો ભય સતાવ્યા જ કરે છે. પરિવારના સુખોની સલામતી માટેની ચિંતા તને ભૂત જેમ વળગેલી રહે છે. એ દુ:ખથી ટેવાઈ ગયેલો તું ભલે નિર્ભય થઈને ફરે, પરંતુ એ દુ:ખ કંઈ દૂર થઈ જતું નથી. અશુભ ઉદય થયો કે તને ચારે બાજુથી ઘેરી લે છે. માટે એક વાર તે નિર્ણય પર આવી જા કે સંસારમાં સુખ નથી. પછી તને સાચા સુખની દિશા મળી રહેશે.
શિવાળું છે. સતત અને સુખ લાગે તો
મંગલમય યોગ.
૨૦૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org