________________
વિછતા જીગરે દુઃખી
दुःखितानखिलाञ्जन्तून् पश्यतीह यथा यथा ।
तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥ २०१॥ ભાવાર્થ : વિશુદ્ધ આત્મા જેમ જેમ સંસારમાં સમગ્ર જીવોને દુઃખી જુએ છે. તેમ તેમ તે સંસારથી વિરક્ત થતો જાય છે.
વિવેચનઃ વિશુદ્ધ અર્થાત્ સ્વરૂપમય આત્મા જેણે અનુભવ્યો છે તેણે આત્મામાં નિરંતર સુખ જ જોયું છે. વિશુદ્ધ આત્મા સ્વાનુભવ દ્વારા નિજનો નિરુપાધિક આનંદ પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ઇન્દ્રિય જનિત સુખો તુચ્છ લાગે છે. અથવા સ્વપ્ન સમાન લાગે છે. સવિશેષ તો સંસારના જીવોની આકુળતાનું દુઃખ જોઈને વિરક્ત થાય છે.
વિશુદ્ધ આત્મા જુએ છે કે બાળપણ તો રમવામાં પૂરું થાય છે, યુવાની દવાનીની જેમ વિષયોની પાછળ દોડવામાં પૂરી થાય છે, પ્રૌઢાવસ્થા પરિવારની પળોજણમાં પૂરી થાય છે. અને વૃદ્ધાવસ્થાની પરાધિનતાના દુઃખનું શું વર્ણન કરવું ? વિશુદ્ધાત્મા આ સર્વે જોઈને વિશેષ વૈરાગ્ય પામે છે. અહો ! સહજાત્મ સ્વરૂપમાં અનહદ સુખ હોવા છતાં જગતના જીવો તે બહારમાં વ્યર્થ શોધે છે. સુખ મેળવવા જાય છે અને આખરે દુઃખી થાય છે. - લીમડાને ગમે ત્યાંથી ચાખો, તેનાં થડ, પાંદડાં, લીંબોળી સર્વ કડવું જ હોય તેમ સંસારને તમે દેવલોકમાં જઈને જુઓ કે મનુષ્યલોકમાં જઈને જુઓ, રાગ, દ્વેષ, લોભ, ઈર્ષા જેવા કારણોથી જીવ સંતપ્ત હોય છે. મળ્યું છે તેને વધુ મેળવવાનો લોભ જેપીને બેસવા દે તેમ નથી. કેમ જાણે માનવને શાંતિ પરવડતી નથી ? આવાં દૃશ્યો જોઈને જેને વિશુદ્ધાત્માનો આનંદ અને સુખ અનુભવ્યું છે તેમને વૈરાગ્ય પેદા થાય છે. . સંસારમાં કોઈ પતિના વિયોગે રડે છે. કોઈ યુવાનપુત્રના વિયોગે રડે છે. કોઈ પત્નીના વિયોગે ઝૂરે છે. કોઈ માતા-પિતાનું રક્ષણ જવાથી નિરાધાર બને છે, કોઈ દરિદ્રતાથી દુઃખી છે. કોઈ રોગથી પીડાય છે. પુણ્યયોગે કંઈક સુખ-સામગ્રી મળી હોય તો પણ તેને કોઈ માનસિક ચિંતા દુઃખ આપે છે. સંસારનું આ વિચિત્ર ચિત્ર જોઈને
મંગલમય ચોગા Jain Education International
૨૦e www.jainelibrary.org
For Private & Personal Use Only