________________
કરી લે છે કોઈ
અને જન્મ-મરણ કરે, રાગાદિને ભોગવે, વૃદ્ધત્વમાં ઓશિયાળો થઈને જીવે, દેહની-મનની વિવિધ માગણીઓ-વાસનાઓ પૂરી કરવામાં પૂરી જિંદગી ગાળી નાંખે તોપણ તે સમય પૂરો થયે તને ત્યજી દે. તું તેને મનગમતું સર્વ કાંઈ કરે પણ એ તારું કંઈ ન સાંભળે.
વળી દેહને ખાતર તારે માતા, પિતા, પત્ની, પુત્ર, પરિવાર કેટલું ઊભું કરવું પડે અને છોડવું પડે, વળી એ સર્વને ખુશ કરવા તારે કેવાં પાપો કરવા પડે. એ પાપરૂપી પથ્થર ડોકમાં વળગેલો છે અને તે તેને સંસારસમુદ્રમાં ડુબાડે, વિચાર કર કે તું શું પામ્યો ?
કંઈ વાંધો નહિ ભાગ્યયોગે હજી તારી પાસે સમય છે. સંસાર સાગરમાં ડૂબેલાને તરવા માટે કરૂણાશીલ એવા ગુરુજનોએ ધર્મરૂપી દોરડાનું નિરૂપણ કર્યું છે. જો તારે કરવું હોય તો આ દોરડું ગ્રહણ કરી લે. તારું નાવ મધ્યદરિયે છે, જો ડૂબી ગયો તો પછી સાગરમાંથી નીકળવા માટે તેને કોઈ સાધન નહિ મળે, માટે ચેત ચેત અને આ ધર્મરૂપી દોરડું પકડી લે સાગર પાર કરી તું તરી જઈશ.
ધર્મ સ્વયં એવું તત્ત્વ છે કે જે તેને ધારણ કરે તેને ગમે તેવા દુઃખમાંથી ઉગારી લે છે. તે ધર્મનું સામર્થ્ય એવું છે તે સંસારનો મૂળમાંથી ક્ષય કરે. તે ધર્મ તારા પોતાનામાં રહેલો છે. સ્વભાવનું સેવન એ શુદ્ધ ધર્મ છે. તે પહેલાં રત્નત્રયની આરાધના કરી લે તને શ્રેષ્ઠ-પવિત્ર પદાર્થ પ્રાપ્ત થશે.
दुःखकूपेऽत्र संसारे सुखलेशभ्रमोऽपि यः॥
सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतःकुतः सुखम् ॥ २०० ॥ ભાવાર્થ : દુઃખના કૂવા જેવા આ સંસારમાં સુખના લેશનો જે ભ્રમ થાય છે તે પણ હજારો દુઃખોથી વીંટળાયેલ છે. તેથી સંસારમાં સુખ ક્યાંથી લાવવું ? સંસારમાં સુખ છે જ ક્યાં ?
વિવેચન : સંસાર એટલે શું?
સર્યા જ કરે, વિણસ્યા કરે, પરિવર્તન પામ્યા જ કરે. એક ભવમાંથી બીજા ભવમાં મૂકી દે તે સંસાર.
મંગલમય યોગ
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org