________________
આત્મવિશુદ્ધિ જય છે. આખ માહાત્ય આવે
ભાવાર્થ સિત પરમાતાના
સ્વરૂપમાં પરિણામને જોડતા જે માહાસ્ય આવે છે તેમાં આત્મસ્વરૂપનું માહાભ્ય સમજાય છે. આખરે ઉપયોગનું આત્મસ્વરૂપમાં રહેવું તે આત્મવિશુદ્ધિ રૂપ ધ્યાન છે.
शुद्धस्फटिकसंकाशो निष्कलश्चात्मनाऽऽत्मनि ।
परमात्मेति स ज्ञातः प्रदत्ते परमं पदम् ॥ ३ ॥ ભાવાર્થ : “આ આત્મા તે જ નિર્મલ સ્ફટિક સંદેશ અને સર્વ ઉપાધિઓથી રહિત પરમાત્મા છે,” એવી રીતે આત્મા વડે આત્મામાં રમણ કરતો આ આત્મા જ્ઞાનસ્વરૂપે પ્રગટ થઈ પરમપદને આપે છે. અર્થાત્ આત્મા તે જ પરમાત્મા છે' સમ્યજ્ઞાન જ પરમપદને આપનારું છે.
વિવેચન : અરૂપી એવું આત્મતત્ત્વ પરમ શુદ્ધ છે તેનો બોધ આપવા અત્રે તેને નિર્મળ સ્ફટિકની ઉપમા આપી છે. જેમ સ્ફટિકને જો કોઈ વર્ણનો સંયોગ ન હોય કે તેની આસપાસ વર્ણવાળા પુષ્પનો સંયોગ ન હોય તો તે સ્ફટિક શુદ્ધપણે જણાય છે. તેમ કર્મપ્રકૃતિની ઉપાધિસહિત કષાયની કાલિમા રહિત, વિષયોના વિકારો રહિત, સર્વ પ્રકારે જે મુક્ત તે પરમાત્મા છે.
વળી આ સ્વરૂપ કોઈનું છે, મારું નથી તેમ ન માનો, પરંતુ શુદ્ધ ઉપયોગ (આત્મા) વડે શુદ્ધાત્માને જ્ઞાનસ્વરૂપ જાણીને જે અનુભવે તે પરમપદને પામે. ઉપયોગ એ આત્માનું લક્ષણ હોવાથી તે આત્મા છે. તે ઉપયોગમાં પુગલના પરિચયની મલિન છાયા પડેલી છે. પરંતુ જો ઉપયોગ શુદ્ધપણાને ગ્રહણ કરે તો સ્વયં પોતે જ પરમાત્માપણે પ્રગટ થાય. હું સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું તેવું સમ્યગૂજ્ઞાન આત્માને પરમાત્મસ્વરૂપે પ્રગટ કરે છે.
પૂર્વે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા. સમગ્ર વિશ્વની યાત્રા કરી, ઘણું જાણ્યું પણ તે વશ થયું. કારણ કે તેણે જાણવા જેવા આ સ્વાત્મા પ્રત્યે દૃષ્ટિ કરી નહિ. અર્થાત્ જાણવા જેવા તત્ત્વને કે જાણનારને જ તેને જાણ્યો નહિ કે આત્મા સ્વયં પરમાત્મા જ છે.
મોહનો ત્યાગ કરીને જે આત્મા, આત્માને આત્મા વડે
મંગલમય યોગ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org