________________
{
છે. યોગી જ્યારે બેયનું અવલંબન લઈ ધ્યાન કરે છે ત્યારે તે સ્વયં ધ્યેયમય થઈ જાય છે. ભલે પછી યોગી એકાંતે ધ્યાન ધરે કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં હોય ત્યારે તેના ચિત્તમાંથી પેલું ધ્યેય છૂટી જતું નથી તેમનો આત્મઉપયોગ આત્મવિશુદ્ધિની દિશામાં યોજાયેલો છે. એવા યોગીઓ જ વીતરાગનું ધ્યાન કરીને વીતરાગ બને છે. રાગાદિ દોષોએ સંપૂર્ણ વિશ્વના જીવોને મહાત કર્યા છે. પરંતુ વીતરાગ એ છે કે જેણે રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા છે. જગતના જીવોને દેહ કરતાં પણ રાગાદિ છોડવા કઠણ લાગે છે. પણ વીતરાગ એ છે : કે જેમણે આવા રાગાદિનો મૂળથી જ નાશ કર્યો છે.
સંસારી જીવને આમ તો ધ્યાન સાથે કંઈ સંપર્ક નથી. પણ તે જાણતો નથી કે ધ્યાન - ઉપયોગ તે તો જીવનું લક્ષણ છે. જીવ ધ્યાન કરે કે ન કરે પણ સંસ્કારવશ જે જે તૃષ્ણાઓ કે વાસના છે, કામનાઓ અને ઇચ્છાઓ છે, તેને માટે જીવના ઉપયોગમાં કોઈ ને કોઈ ચિંતનની શૃંખલા ચાલ્યા જ કરે છે. તે તેનું ધ્યાન છે. એ ધ્યાન પરપદાર્થનું હોવાથી દુર્બાન કહેવાય છે.
જેમકે કોઈ ગૃહસ્થ વ્યાપાર કરતો હોય તો નિરંતર વ્યાપારના વિચારો જ કર્યા કરે. વળી કોઈ ખેલાડી હોય તો નિરંતર તે તે પ્રકારની રમતના સાધન અને દાવ માટે વિચાર કર્યા જ કરે. કોઈ માતા તેના પુત્રની નિરંતર ચિંતા કર્યા જ કરે. અરે ! એક જંતુ પણ સંજ્ઞાબળે પોતાને ઇષ્ટ પદાર્થ મેળવવાનું પ્રયોજન કર્યા જ કરે તે દુર્બાન છે. કોઈ શિકારીના ચિત્તમાં શિકારને શોધવાનું જે ચિંતન રહે તે દુર્બાન છે. પરસ્ત્રી એવી સીતાને રીઝવવાના અનેક મનસુબા તે રાવણનું દુર્થાન હતું. આમ સંસારના કોઈ પણ પદાર્થોને મેળવવાની ચિંતા અને તેનું સાતત્ય તે દુર્બાન છે. જેના વડે આત્મા મલિન થાય છે. કર્મબંધનનું કારણ આ દુર્બાન છે.
દુર્ગાનની પ્રબળતા તોડવા માટે શુદ્ધ અવલંબન લઈ તેમાં ચિત્ત એકાગ્ર કરવું. બેઈ વિના ચિંતનમાં ઉપયોગને જોડવો. જગતના સ્વરૂપનું યથાર્થપણે ચિંતન કરવું તે શુભધ્યા છે. પરમાત્માના બોધનું મનન કરવું તે એકાગ્ર થવાનો ઉપાય છે પરમાત્માના વીતરાગ
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org