________________
શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૩ૐ હ્ નમો નાણસ્સ
વાસ્તવિક દેવસ્વરૂપ प्रणम्य परमात्मनं रागद्वेषविवर्जितम् ।
योगसारं प्रवक्ष्यामि गम्मीरार्थं समासतः ॥ १ ॥ ભાવાર્થ : રાગદ્વેષથી સંપૂર્ણપણે રહિત એવા પરમાત્માને પ્રણામ કરીને ગંભીર અર્થવાળા “યોગસાર'ને હું સંક્ષેપથી કહીશ.
વિવેચન : સમસ્ત સૃષ્ટિનાં પ્રાણીઓ અજ્ઞાનવશ રાગદ્વેષ જેવા કંઠમાં રૂંધાઈ ગયાં છે. પરંતુ પરમાત્માએ રાગદ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કર્યા છે, તેવા પરમાત્માને પ્રણામ કરીને ગ્રંથકાર યોગસાર નામના ગ્રંથની રચના કરે છે. જે ગ્રંથનાં રહસ્યો ગંભીર છે. મોક્ષાર્થી તેનો ચાહક છે. સંસારને ઇચ્છતા જીવોને આવાં ગંભીર રહસ્યોનું કિરણ પહોંચતું નથી. મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ યોગ છે, એ જ વિશ્વમાં સારભૂત છે.
यदा ध्यायति यद् योगी याति तन्मयतां तेदा ।
ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥ २ ॥ ભાવાર્થ : યોગી જ્યારે જે ધ્યેયનું ધ્યાન ધરે છે. ત્યારે તે ધ્યેયમય થઈ જાય છે. તેથી આત્માની વિશુદ્ધ માટે હંમેશા વીતરાગનું ધ્યાન કરવું.
વિવેચન : એક માત્ર મુક્તિની જ જેને ચાહના છે. પોતાના પરિણામને જે મોક્ષમાર્ગના હેતુમાં જોડેલા રાખે છે તે યોગી છે, સંસારભાવથી વિમુખ છે તે યોગી છે, જીવ અને દેહના મમત્વનું એકત્વ જેમણે છેદી નાંખ્યું છે તે યોગી છે, પૌદ્ગલિક પદાર્થના પ્રલોભનોનો જેણે પરિહાર કર્યો છે તે યોગી છે, રાગાદિભાવમાં જેનું ભેદજ્ઞાન વર્તે છે તે યોગી છે. સર્વ કામનાઓથી મુક્ત જે આત્મિકભાવમાં લીન છે તે યોગી છે. આત્મશુદ્ધિના ધ્યેયવાળા યોગીને શુભાશુભ યોગમાં હર્ષ-વિષાદ નથી.
વીતરાગતા જેનું ધ્યેય છે તેવા યોગીને વીતરાગનું સ્વરૂપ ઉપાસ્ય
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org