________________
આત્મામાં જાણે છે, તે જ તેનું જ્ઞાન, દર્શન, ચારિત્ર છે, એ જ પરમસ્વરૂપને પામવાનો ઉપાય છે.”
દેહદૃષ્ટિથી જોતાં આત્મા અપ્રગટ લાગે છે. જીવદષ્ટિથી જોતાં આત્મા આત્મસ્વરૂપે જણાય છે. તત્ત્વદૃષ્ટિથી જોતાં સ્વયં પરમાત્મા સ્વરૂપે જણાય છે.
किन्तु न ज्ञायते तावद् यावद् मालिन्यमात्मनः ।
जाते साम्येन नैर्मल्ये स स्फुटः प्रतिभासते ॥ ४ ॥ ભાવાર્થ : જ્યાં સુધી આત્મામાં મલિનતા હોય ત્યાં સુધી આત્મામાં પરમાત્મા જ જણાતા નથી. સામ્ય વડે નિર્મળતા થતાંની સાથે આત્મા પરમાત્મસ્વરૂપે સ્પષ્ટ પ્રતિભાસ થાય છે.
- વિવેચન : રત્નનું તેજ ચિંથરે વીંટાયેલું હોય ત્યાં સુધી જ ઢાંક્યું રહે. પરમાત્મા સ્વરૂપ એવો આત્મા ઔદારિક આદિ શરીરો વડે જ્ઞાનાવરણાદિ કર્મો વડે કે રાગાદિ ભાવો વડે ઢંકાયેલો છે ત્યાં સુધી તેમાં રહેલું પરમાત્મસ્વરૂપ જીવને અનુભવમાં આવતું નથી. સ્વભાવે શુદ્ધ આત્મામાં મલિનતા શું હોય ?
જેમ સ્ફટિકમાં મલિનતા ન હોવા છતાં સંયોગાધીન સ્ફટિક લાલ કે કાળા રંગરૂપે દેખાય છે, તેમ આત્મા શુદ્ધ હોવા છતાં, વર્તમાનમાં પ્રકૃતિના સંયોગથી પોતાના જ અજ્ઞાન વડે રાગાદિ રૂપે પરિણમે છે. પરંતુ રાગાદિ રહિત સામ્યભાવ વડે જ્યારે ચિત્તની નિર્મળતા થાય છે. ત્યારે તે જ સમયે આત્માનું આત્મા વડે પરમાત્મા સ્વરૂપે પ્રતિભાસન થાય છે.
પરમાત્મસ્વરૂપ આત્માનું માહાભ્ય જણાવે છે. આત્માને સરખાવી શકાય એવો વિશ્વમાં કોઈ પદાર્થ નથી. આથી જગતમાં પણ શ્રેષ્ઠ પદાર્થનો ઉલ્લેખ કરી તેનાથી પણ શ્રેષ્ઠતા બતાવીને મહિમાવંત આત્માનું લક્ષ્ય કરવાનું છે. જેમ કે, ઊંચામાં ઊંચો મેરૂ પર્વત (શૈલેશ) કરતાં પણ આત્મા ઊંચો છે. ઊંડામાં ઊંડા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ આત્મા ઊંડો છે. પહોળામાં પહોળા લોકાકાશ કરતાં પણ આત્મા પહોળો છે. ભૂતકાળ લાંબામાં લાંબો હોય, ભવિષ્ય
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org