________________
તેનાથી પણ લાંબું છે. પરંતુ આત્માનું જીવન તો તેનાથી પણ લાંબુ છે. અર્થાત્ આત્મા અસીમ અને અમાપ છે. તે સ્વરૂપની સર્વ દોષરહિત નિર્મળતા વડે અનુભવમાં આવે છે.
तत्त्वनन्तानुबन्ध्यादिकषायविगमक्रमात् ।
आत्मनः शुद्धिकृत् साम्यं शुद्धं शुद्धतरं भवेत् ॥ ५॥ ભાવાર્થ : તે નૈર્મલ્ય તો અનંતાનુબંધી આદિ કષાયોના ક્ષયના ક્રમથી થાય છે. તેથી આત્માની શુદ્ધિ કરનારું સામ્ય વધુ ને વધુ શુદ્ધ થાય છે.
વિવેચન : અનંતાનુબંધી કષાયો અર્થાત્ તીવ્ર સંક્લેશ પરિણામ છે. જે કષાયો વડે જીવને અનંત સંસારનું પરિભ્રમણ થાય છે તે કષાયો તોડવાનું કાર્ય બહારમાં થતું નથી પરંતુ અંતરની નિર્મળતાથી થાય છે. આવા કષાયો તૂટવાનો ક્રમ ગુણસ્થાનકના વિકાસક્રમથી થાય છે. એવા કષાયોના તીવ્ર મંદ પરિણામની અવસ્થાભેદે ચાર પ્રકાર છે. જેમ જેમ નિર્મળતા–વીતરાગતા વૃદ્ધિ પામે તેમ તેમ કષાયો હાનિ પામે છે. જેમ કે :
મિથ્યાત્વ જતાં અનંતાનુબંધી કષાય જાય, તે અવિરતિ સમ્યગૃષ્ટિ થાય. અપ્રત્યાખાની કષાય જાય, દેશવિરતિ સમ્યગ્રષ્ટિ થાય. પ્રત્યાખ્યાની કષાય જાય તે સર્વવિરતિ સમ્યગૃષ્ટિના કષાય સંજ્વલન હોય. આમ કષાય ઘટતા જાય સામ્યભાવ વધતો જાય.
આ પ્રકારે ક્રમે ક્રમે કષાયની મંદતા થતાં પરિણામની નિર્મળતા વડે આત્માની શુદ્ધિરૂપ સામ્ય પ્રગટ થાય છે.
સામ્ય તે તત્ત્વપરિણતિને વિકસાવનાર ચારિત્ર્યનો ગુણ છે, તે સમાં પ્રવૃત્તિ અને અસત્તથી નિવૃત્તિ થવાથી વિકસે છે. સામ્ય અર્થાત્ સમતા એ અધ્યાત્મ જીવનનું પરમ રહસ્ય છે. કોઈ પણ ઉપાસના વડે જીવ સ્વભાવ સન્મુખ થઈ સામ્યપણામાં પરિણમે તો જ તે મોક્ષનું કારણ બને છે.
આવું સામ્ય કે સમતા મુનિ મહાત્માઓને હોય છે. કોઈ શરીરને તાડન પીડન કરે કે ચંદનનો લેપ કરે બંને પ્રત્યે સમાનભાવ
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org