________________
તે સામ્ય છે, તે જ આત્મશુદ્ધિ છે. ઘાતિ કર્મોનો ક્ષય થવાનો અંતરંગ આધાર આ સામ્ય છે. તે ક્રમે કરીને ચિત્તની નિર્મળતા વડે સાધ્ય છે.
साम्यशुद्धिक्रमेणैव स विशुद्धयत आत्मनः ।
सम्यकत्वादिगुणेषु स्यात् स्फुटः स्फुटतरः प्रभुः ॥ ६॥ ભાવાર્થ: સામ્યશુદ્ધિના ક્રમ વડે સમ્યકત્વાદિમાં થતી વિશુદ્ધિથી આત્માને પરમાત્મસ્વરૂપ વધુ ને વધુ સ્પષ્ટ થાય છે.
| વિવેચન : સામ્યશુદ્ધિ અર્થાત્ કષાયની મંદતા અને ક્રમે કરીને થતી ક્ષીણતા વડે સમ્યકત્વાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે. વીતરાગતાની વૃદ્ધિના બળે સાધક સમ્યકત્વાદિના ક્રમમાં આગળ વધતો જાય છે. મિથ્યાત્વ જેવા દોષોનો પરિહાર કરી સમ્યકત્વને પામે છે. વળી વૈરાગ્યના બળે અવ્રતને તજીને વ્રતમાં આવે છે. અને સવિશેષ સર્વ સંગ પરિત્યાગ કરી સામ્યગુણના વિકાસ વડે યોગ્ય દેશકાળે શ્રેણીએ આરૂઢ થઈ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
સમ્યક્તાદિ ગુણો અર્થાત્ આત્માના સ્વાભાવિક ગુણો તે આ પ્રકારે છે.
૧. સમ્યગદર્શન = તત્ત્વની યથાર્થ શ્રદ્ધા – દર્શન. ૨. સમ્યજ્ઞાન = તત્ત્વનો યથાર્થ બોધ – પરિણામ. ૩. સમ્મચારિત્ર = સામ્ય કે વીતરાગ પરિણમન. ૪. સમ્યતપ = આત્મવિશુદ્ધિ. ૫. સમ્યગુવીર્ય = આત્મબળ. ૬. ઉપયોગ = આત્માનું લક્ષણ.
સાધનામાર્ગના જે કોઈ બાહ્ય કે આત્યંતર ક્રિયા વગેરે છે તે સર્વ આ સામ્ય ભાવની કેળવણી માટે છે. અનાદિકાળનાં ગાઢ કર્મો ઉગ્ર તપ કરવાથી ખપતાં નથી તે આ સામ્યભાવથી શીઘતાએ ખપે છે. આ સામ્યભાવ એવો અભેદ છે કે તેને સાધ્ય કરનાર ગમે તે મત પંથનો હોય તો પણ તે અવશ્ય મોક્ષ પામે છે.
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org