________________
હોય ? પૂજનીય કેમ હોય ?
અર્થાત્ બુદ્ધ હો કે જિન હો. બ્રહ્મા હો કે વિષ્ણુ હો જો તે રાગાદિ નિમિત્તોથી કે ભાવથી મુક્ત હોય તો તેવા વીતરાગ પૂજનીય
છે.
किं नाग्न्येन सितै रक्तैः किं पटैः किं जटाभरैः ।
किं मुण्डमुण्डनेनापि साम्यं सर्वत्र नो यदि ॥ ६७ ॥ ભાવાર્થ : નગ્નતાથી પણ શું ? રક્ત કે શ્વેત વસ્ત્રથી શું ? જટા વધારવાથી શું ? કે માથે મુંડનથી શું ? જો તેઓમાં સર્વત્ર સમભાવ નથી.
વિવેચન : સમાધિશતકમાં પણ કહ્યું છે કે બાહ્ય લિંગ એ મુક્તિનું કારણ નથી. બાહ્ય લિંગમાં જે મુક્તિ માને છે, ચિરકાળ સંસારમાં ભમવા છતાં મુક્તિ પામતો નથી. બાહ્ય લિંગથી મુક્તિ તે ભ્રમ છે. ભ્રમથી બ્રહ્મ પ્રગટ ન થાય.
દેહભાવથી મુક્ત થવા માટે નગ્નતા ધારણ કરે પણ જો સર્વ જીવોમાં તેમને સમતાભાવ નથી. સમાનભાવ નથી તો નગ્નતા કેવળ દેહકષ્ટ થશે. દેહકષ્ટ વડે મુક્તિ નથી, દેહભાવનો ત્યાગ જરૂરી છે, વળી સમભાવ જરૂરી છે.
વળી કોઈ કહે કે રક્ત કે શ્વેત વસ્ત્રવાળા બાહ્ય લિંગ વગર મુક્તિ નથી, પણ મૂળમાં લિંગની મુક્તિ નથી આત્માની કર્મથી મુક્તિ છે અને સમભાવથી થાય છે. નગ્નતામાં કે વસ્ત્રમાં વિકલ્પ થવો તે સમભાવ નથી તેથી તેના વડે મુક્તિ કેમ હોય !
કોઈ લાંબી જટા રાખવામાં સંન્યાસ માને છે, કોઈ કહેશે મુંડનમાં સંન્યાસ છે. અરે ભાઈ ! જટાથી કે મુંડનથી મુક્તિ નથી, મુક્તિ તો શુદ્ધિથી છે. આત્મા વડે આત્માની મુક્તિ છે. તેમાં મુખ્યતા સમભાવની છે સર્વત્ર સમભાવનો પોકાર, એકરાર, કે તદાકાર થવો તે મુક્તિનું ચિહન છે. સમભાવરૂપ અંતરદશા મુક્તિનું કારણ છે, તે સમયે બહારમાં કદાચ આવા કોઈ ચિહન હોય. પરંતુ તે ગૌણ છે પરંતુ દરેક અવસ્થામાં સમભાવ જ મુખ્ય છે.
૬૬
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org