________________
किं व्रतैः किं व्रताचारैः किं तोपभिर्जपैश्च किम् ।
किं ध्यानैः किं तथा ध्येयैर्न चित्तं यदि भास्वरम् ॥ ६८ ॥ ભાવાર્થ : જો ચિત્ત નિર્મલ નથી તો વ્રતો, વ્રતોના આચારો, તપ, જપ, ધ્યાન કે ધ્યેયોથી (આલંબનોથી શું) પણ શું ?
વિવેચન : મુક્તિમાર્ગનો આધાર કેવળ નિર્મળ ચિત્ત છે. પવિત્રતમ અવસ્થા સ્વયં મુક્તિસ્વરૂપ છે. રાગાદિ મલિનતાનો જ્યાં અંશ માત્ર નથી તે શુદ્ધતા છે. એવી શુદ્ધતા રહિત ભલે વ્રતાદિ કરે તે કથંચિત પુણ્યનું કારણ બને છે. પરંતુ મુક્તિનું કારણ બનતું નથી.
યદ્યપિ વ્રત કે વ્રતના આચારોનો હેતુ નિર્મળ થવાનો છે એટલે સન્માર્ગે જતા તેની અત્યંત જરૂર છે. પ્રારંભમાં સાતિચાર વ્રતો આખરે નિરતિચાર થાય ત્યારે તે મુક્તિનું કારણ બને છે.
તપ દ્વારા વાસનાઓ નિર્મૂળ થાય તો તે મોક્ષફળદાતા છે. તપ સાથે અનાસક્તભાવ છે તો તે નિર્મળતા છે. તપ થાય અને પદાર્થોની આસક્તિ રહે તો તે તપ બાળતપ છે.
જપ સવિશેષ ચિત્તની સ્થિરતા અને નિર્મળતા માટે છે. જપ ગણતરીમાં ઘણા વધી જાય પણ જો ચિત્ત સ્થિર કે નિર્મળ ન થાય તો તે જપ પણ નિર્બધન દશાનું કારણ બનતા નથી. જપ દ્વારા ચિત્તની નિર્મળતા અથવા નિર્મળ ચિત્ત દ્વારા જપ થાય તો ઈષ્ટ ફળ પ્રાપ્ત છે.
ધ્યાન એ ચિત્તની એકાગ્રતા છે. જેનું ચિત્ત સંકલ્પ વિકલ્પથી મલિન છે, તે ધ્યાન કરે ત્યારે ચિંતનમાં તે તે વિકલ્પોની છાયા પડે તો ધ્યાન પણ તરંગ બને છે. જે ધ્યાન વડે કર્મોનો નાશ થાય તે ધ્યાન જ આર્તધ્યાન બની કર્મોને ગ્રહણ કરે છે માટે ચિત્તની નિર્મળતા વગર ધ્યાનથી શું વળે ?
જેના ચિત્તમાં સંસારના પદાર્થોનું આકર્ષણ છે. કષાયાદિની કાલીમા છે. તે જ્યારે ધ્યેયનો નિર્ણય કરે ત્યારે કથંચિત ધ્યેય પણ શુદ્ધ ન હોય, તેવા ધ્યેયથી શું લાભ ? અથવા ધ્યેયમાં લોકોત્તર એવા સિદ્ધભગવંત હોય પણ તેના ધ્યાનમાં ભાવ લૌકિક હોય તો
મંગલમય યોગ Jain Education International
૬૦ www.jainelibrary.org
For Private & Personal Use Only