________________
શું વળે ?
અર્થાત્ વ્રત, તપ, ધ્યાન, કે ધ્યેય સર્વેમાં અગ્રિમતા ચિત્તની નિર્મળતા છે. ચિત્તની નિર્મળતા થવા માટે ભક્તિ સત્સંગ નિમિત્તો ગ્રાહ્ય છે, વળી જો જીવની પાત્રતા હોય તો તત્ત્વદૃષ્ટિ કે સ્વરૂપનું લક્ષ્ય આત્માના કષાય પરિણામની શુદ્ધિ કરે તો તે તત્ત્વદૃષ્ટિથી પણ ચિત્તની નિર્મળતા સંભવ છે.
જેમ મલિન કાપડને યથાર્થપણે રંગ ચઢતો નથી. મલિન પાત્રમાં ભરવામાં આવતો પદાર્થ પણ મલિન થાય તેમ ચિત્તની મલિનતાથી સર્વ અનુષ્ઠાનોની પવિત્રતા જળવાય નહિ તો શું લાભ થાય ? માટે જીવનમાં સાવધાન રહી ચિત્તમાંથી રાગાદિને ઘટાડવા પ્રયત્ન કરવો. અને નિર્મળતા ધારણ કરવી.
किं क्लिष्टेन्द्रियरोधेन किं सदा पठानादिभिः ।
किं सर्वस्वप्रदानेन तत्त्वं नोन्मीलितं यदि ॥ ६९ ॥ ભાવાર્થ : ઇન્દ્રિય નિગ્રહોથી શું ? શું સદા પઠનાદિથી ? સર્વસ્વ દાનથીયે શું ? પ્રગટ્યું નહિ તત્ત્વ છો ?
વિવેચન : આધ્યાત્મિક માર્ગમાં મુખ્યતા તત્ત્વ દૃષ્ટિની છે ? મોક્ષમાર્ગની રુચિમાં ભલે તપ જપાદિ હો પરંતુ તે મોક્ષમાર્ગની તળેટી જેવા છે. શિખરે પહોંચવા તત્ત્વદષ્ટિ જ માત્ર ઉપાય છે. ભક્તિ, તપ, જપ કે કોઈ પણ ક્રિયામાં જો તત્ત્વદૃષ્ટિ નથી તો જીવનો સંસાર ક્ષય થતો નથી, તે સર્વે જીવને સદ્ગતિ સુધી પહોંચાડે પણ મુક્તિ સુધી ન લઈ જાય. કોઈ કહે કે તપ જપાદિ કરતાં કરતાં મોશે પહોંચી જવાશે પણ જેમ મુંબઈની ટિકિટથી દિલ્હી ન પહોંચાય તેમ તે સર્વ અનુષ્ઠાનોમાં તત્ત્વની શ્રદ્ધાની મુખ્યતા છે.
આથી તો તત્ત્વાર્થાધિગમમાં જણાવ્યું છે કે “તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યમ્ દર્શન'. મુક્તિના પંથનું એકમેવ સાધન પણ જો તત્ત્વદેષ્ટિને અનુસરતું હોય તો, સાધકની સર્વ આરાધનામાં તત્ત્વદૃષ્ટિની મુખ્યતા જરૂરી છે. યદ્યપિ સર્વ જીવોને તત્ત્વનો અભ્યાસ ન હોય તો પણ પ્રભુવચન અને આજ્ઞાની યથાર્થતા જાણે તો તે તત્ત્વદૃષ્ટિ છે.
૬૮
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org