________________
ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, વિષયોના દ્વારા બંધ કરે પરંતુ તે નિગ્રહનો અર્ક સ્વરૂપલક્ષી ન હોય તો તે વિષયોનો પરિહાર કરવાના હઠાગ્રહમાં પડે તો શું વળે ?
શાસ્ત્રના પાઠ કરે, સ્વાધ્યાય કે અભ્યાસ કરે, પરંતુ તત્ત્વદૃષ્ટિરૂપ શુદ્ધિ નથી. સ્વરૂપાચરણરૂપ વૈરાગ્ય નથી તો પઠન-પાઠનથી શું વળે ?
અરે, કદાચ સર્વસ્વનું દાન કરીને આકિંચન્ય બની જાય, મહાત્યાગી થઈને રહે, પરંતુ એ બાહ્ય ત્યાગ શાને માટે હતો તે જાણે નહિ, દાનમાં જ ધર્મ માને પણ તત્ત્વરૂપ જ્ઞાતાભાવ ન હોય તો શું વળે ? અર્થાત્ સર્વ સાધન બંધન ન બને તે માટે તત્ત્વદૃષ્ટિની મુખ્યતા છે. સ્વરૂપ લક્ષ સર્વ સાધનાનું સ્થાન છે. સાધ્યની સિદ્ધિ તત્ત્વથી થાય છે.
માત્ર ગ્રંથો વાંચી જવા, તેના ભેદ પ્રભેદોને કંઠસ્થ કરવા, વાદવિવાદમાં કુળશતા પ્રાપ્ત કરવી, તે સર્વ તત્ત્વજ્ઞાન વગર વ્યર્થ છે. આજના યુગમાં દરેક ક્ષેત્રે ઘણું જ્ઞાન વિકસતું જાય છે. એકેએક ક્ષેત્રે એવા પ્રકારો પ્રસિદ્ધ થાય છે કે તે જાણવા માટે પૂરી જિંદગી ટૂંકી પડે. કદાચ એક મોટી લાયબ્રેરીનાં બધાં જ પુસ્તકોની માહિતી મેળવી લે તો પણ શું ? જો જીવમાં તત્ત્વદેષ્ટિ નથી તો એ સર્વે વ્યર્થ કેમ છે? તત્ત્વદષ્ટિ એ અંધકારને દૂર કરી પ્રકાશ આપે છે. કર્મોનો નાશ કરનાર વિદ્યા છે. આત્મા સંબંધી દષ્ટિને તત્ત્વદેષ્ટિ કહેવામાં આવે છે. જે ચિત્તની નિર્મળતાને સાધ્ય કરી જીવને સન્માર્ગે લઈ જાય છે.
नाञ्चलो मुखवस्त्रं न न राका नौं चतुर्दशी ।
न श्राद्धादिप्रतिष्ठा वा तत्त्वं किन्त्वमलं मनः॥ ॥ ७० ॥ | ભાવાર્થ : વસ્ત્રનો છેડો કે મુખવસ્ત્ર (મુહપત્તિ) તત્ત્વ નથી. પૂર્ણિમા કે ચતુર્દશી તત્ત્વ નથી કે શ્રાવકોએ કરાવેલી પ્રતિષ્ઠા વગેરે પણ તત્ત્વ નથી. પરંતુ નિર્મળ ચિત્ત એ જ તત્ત્વ છે.
વિવેચન : જે જે સાધનો સાધવા માટે છે તે જો આગ્રહાદિને કારણે બંધન બનતા હોય તો સાધના વ્યર્થ જાય છે તે અત્રે
મંગલમય યોગ Jain Education International
૬૯ www.jainelibrary.org
For Private & Personal Use Only