________________
ગ્રંથકારને બતાવવું છે. એક પંથ માને કે મુહપત્તિ જેવા સાધન વગર સંયમ વ્યર્થ છે. બીજો પંથ માને છે કે વસ્ત્રનો છેડો કે મુહપત્તિ એ પરિગ્રહ છે. તેથી તેનો ઉપયોગ વ્યર્થ છે. પરંતુ તેવું સાધન રાખવાનું મૂળ જીવો પ્રત્યેનો અનુકંપા કે મૈત્રીભાવના છે. તે ભાવના જાળવવાને બદલે આગ્રહનું સેવન થાય તો તે સાધન જ બંધનનું કારણ બને છે.
પૂર્ણિમા કે ચતુર્દશીને દિવસે સાધનામાં કે સંયમમાં વૃદ્ધિ થાય તે હેતુની મુખ્યતા છે. તિથિ વડે પંથોની વૃદ્ધિ કરવી કે દુરાગ્રહ સેવવો તે ચિત્તની મલિનતાનું કારણ બને છે. તિથિઓમાં ચિત્તની નિર્મળતા એ જ તત્ત્વરૂપ છે. કેટલા પુણ્યયોગે સંયમનો યોગ બને છે. ત્યારે ત્યાગી આવા વ્યર્થ પ્રચાર અને આગ્રહમાં સમયની અને સંયમની શા માટે હાનિ કરે છે ? તિથિ પાળવી તે એક પ્રણાલિ શિસ્ત છે. જીવન સાથે જોડાયેલું ગણિત છે. તત્ત્વદૃષ્ટિના અભાવે સાધનસંઘર્ષમાં પરિણમે છે.
વળી વિવિધ પ્રકારના શ્રાવકો દ્વારા ઊજવાતા ઉત્સવો અને પ્રતિષ્ઠાઓ પણ બાહ્યાડંબર છે. બાળ જીવોને ઉત્સાહિત કરવાનું બાહ્ય સાધન છે. પરંતુ ઉત્સવોની મુખ્યતા તે તત્ત્વ નથી. એવા ઉત્સવો માન અને પ્રતિષ્ઠાના હેતુ બનવાથી તેવા પ્રસંગોથી રાગાદિ ભાવને પણ ઉત્તેજના મળે છે. જીવોની ભૂમિકા પ્રમાણે અનુષ્ઠાનો કે આવી પ્રણાલિનું આયોજન હોવા છતાં પણ જો ચિત્તની નિર્દોષતા, નિર્મળતા હોતી નથી તો તેનું તત્ત્વરૂપ પરિણામ આવતું નથી. બાહ્ય ઉત્સવો પૂર્ણ થાય એટલે જીવો જાણે કે ધર્મ થયો. પરંતુ ધર્મ ચિત્તની નિર્મળતામાં છે તે સમજમાં ના આવ્યું તો તે પ્રસંગો શું કરશે ?
दृष्ट्वा श्रीगौतम बुद्धस्त्रिः पञ्चशततापसैः।
भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥ ७१ ॥ ભાવાર્થ : શ્રી ગૌતમસ્વામીને જોઈને બોધ પામેલા પંદરસો તાપસોએ અથવા ભરત ચક્રવર્તી વગેરેએ બાહ્ય વસ્તુઓનો કદાગ્રહ ક્યાં કર્યો હતો !
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org