________________
વિવેચન : બાહ્યક્રિયા કે બાહ્યવસ્તુઓનો આગ્રહ શા માટે ? અજ્ઞજીવોને બાહ્ય ક્રિયાયેષ્ટિતપણું અવલંબનરૂપ થાય છે. જેથી તેઓ ધર્મમાર્ગમાં પ્રવેશ કરે છે. પરંતુ જો તેમાં પ્રથમથી જ તત્ત્વદૃષ્ટિનો બોધ મળ્યો ન હોય તો તે જીવો બાહ્યક્રિયા કે વસ્તુના આગ્રહી બનીને સાચો માર્ગ ભૂલી જાય છે. અને બાહ્યાડંબરોને ધર્મ માને છે. ધર્મ પ્રભાવના મુખ્યત્વે ધનથી પ્રચાર પામી છે. દીક્ષા હો કે તપનો ઉત્સવ, તે સર્વનો પ્રભાવ ધન ઉપર આધારિત થયો છે.
ઓઘાનો, કામળી વગેરેનો ચઢાવો વધારે થાય કે તે તપના ઉત્સવમાં ધનનો વ્યય વધુ થાય તો સૌ માને કે ધર્મની ઘણી પ્રભાવના થઈ. ગ્રંથ વહોરાવવામાં જો ચઢાવો વધુ થાય તો ત્યાગી ભોગી સૌની ખુશી થાય. પણ ગ્રંથનો બોધ ત્યાગીને વૈરાગમાં કે ભોગીને ત્યાગમાં કેટલો પરિણમ્યો ? તેની તો ક્યારે પણ વિચારણા થતી નથી.
ભલે એવી પ્રથા કેટલેક અંશે જરૂરી હોય, છતાં પણ તત્ત્વપણે એમાં કોઈ લાભ નથી. એવી પ્રથાઓથી ધર્મ પ્રસાર પામ્યો જણાય છે. પરંતુ તે બાહ્યચેષ્ટા છે. પરંતુ હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું. જ્ઞાતા દ્રષ્ટા છું તેનો અભ્યાસ અને ઘૂંટણ થાય તો વિવેક જન્મે અને બાહ્યાડંબરો છૂટી જીવ અંતરદૃષ્ટિ પ્રત્યે વળે. તેમાં જે શુદ્ધ થાય અથવા શુદ્ધાત્માની શ્રદ્ધા થાય સ્વરૂપનું લક્ષ્ય રહે તો બાહ્ય વસ્તુઓના કદાગ્રહ છૂટે.
અત્રે દૃષ્ટાંત આપ્યું છે કે ગૌતમસ્વામીને અષ્ટાપદ પર્વત પર લબ્ધિ વડે જતાં જોઈને તાપસીને પોતે જે પ્રકારે તપ તપતા હતા તેનો કદાગ્રહ છૂટી ગયો, અને આ જ્ઞાની છે તેવો બોધ પ્રાપ્ત થતાં તેમણે ગૌતમસ્વામીએ જે બોધ આપ્યો તે તત્ત્વને ગ્રહણ કરી બહારની સર્વ ચેષ્ટાઓ ત્યજી અતંરદષ્ટિ વડે કેવળજ્ઞાન પામ્યા.
ભરત ચક્રવર્તી પણ બાહ્યભાવમાંથી અંતરંગ પ્રત્યે વળ્યા. તત્ત્વોના સ્વરૂપનો બોધ પામ્યા ત્યારે તેવી જ્ઞાનદષ્ટિ વડે તેઓ કેવળજ્ઞાન પામ્યા. તે વખતે કયા વેશમાં છું, કંઈ જાતિમાં છું, ક્યા સ્થાનમાં છું, સર્વે બાહ્ય વસ્તુઓનો આગ્રહ છૂટી જવાથી તત્ત્વદૃષ્ટિના પરિણામે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તરત જ સંસાર છોડી ચાલી નીકળ્યા.
મંગલમય યોગ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org