________________
અર્થાત અત્રે ચિત્તની નિર્મળતાની વિશેષતા બતાવવી છે. ભૂમિકા પ્રમાણે બાહ્ય ક્રિયાદિ હોય પણ તે ધર્મરૂપ નથી. બાહ્ય ક્રિયાઓ વડે કે તેના આગ્રહ વડે કેવળજ્ઞાન નથી. જે પ્રકારે ચિત્ત નિર્મળ થાય તે વડે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભૂમિકા પ્રમાણે બાહ્યક્રિયાઓ હોવા છતાં તે સાધકનું લક્ષ્ય તો સ્વરૂપનું જ હોય છે.
કાંટાળાં વૃક્ષોના ફૂટવા કે તૂટવાથી ત્યાં કાંટાઓ પથરાઈ જાય છે. ત્યારે તે જગ્યા પર ચાલતા મુસાફરો દુઃખ પામે છે. તેમ કદાગ્રહી માનવની મૈત્રી વડે મનુષ્ય દુઃખ પામે છે. વળી બાવળ કે બોરડી સાથે ઉગેલી કેળ કાંટા ભોંકાવાથી જેવું દુઃખ પામે છે. તેમ કદાગ્રહી પુરૂષની મૈત્રી દુ:ખદાયી બને છે. કારણ કે પ્રસંગ આવે કદાગ્રહી પોતાનો આગ્રહ છોડતો નથી તેને કારણે પરિસ્થિતિ કે અરસપરસના સંયોગો વધુ વિષમ બને છે. કદાગ્રહમાં ખરેખર જડતા હોય છે. તેથી સારાસારનો વિવેક કરી શકતો નથી. હું કહું અને કરું તે જ સાચું, એવો તેનો આગ્રહ હાનિકારક છે.
दृढप्रहारिवीरेण चिलातीपुत्रयोगिना ।
लापुत्रादिभिश्चैव सेवितो योग उत्तमः ॥ ७२ ॥ ભાવાર્થ : દઢ પ્રહારી જેવા વીર પુરુષે, ચિલાતીપુત્ર જેવા યોગીએ, અને ઈલાચીપુત્ર આદિએ પણ ઉત્તમ યોગ જ સેવ્યો હતો.
વિવેચન : મોક્ષપ્રાપ્તિનું મુખ્ય સાધન શુદ્ધ પરિણામ છે. અર્થાત ધ્યાનયોગ છે. મોક્ષરૂપ પ્રયોજનમાં જોડતા જીવના શુદ્ધ પરિણામને યોગ કહે છે. નિર્વાણ પદને પ્રાપ્ત કરવાનો વિશિષ્ટ ઉપાય તે “યોગ
દઢપ્રહારી જેવા શૂરવીર પુરુષે બહારમાં કોઈ પણ વસ્તુનો, વેશનો ક્રિયાનો આગ્રહ રાખ્યા વગર પોતાના પરિણામને પ્રાયશ્ચિત્ત વડે, આંતરિક ક્રિયા વડે શુદ્ધિ પ્રત્યે જોડ્યા તે “યોગ' છે. બહારના દુષ્કૃત્યથી થયેલું દુષ્યન ત્યજી અંતરમાં પ્રવેશ કરવો, કષાયભાવને ત્યજી ચિત્તને નિર્મળ કરવું તે બહારના પરાક્રમ કરતા પણ વિશેષ છે. દઢપ્રહારી જેવા ખનીએ ચિત્તશુદ્ધિરૂપ ઉત્તમ યોગને સેવ્યો હતો.
(
રે
મંગલમય યોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org