________________
ચિલાતીપુત્ર કે જેના હાથમાં હજી શસ્ત્ર અને પોતાની પ્રિયતમાનું પોતે જ ઘાત કરેલું માથું હતું, તેણે જ્યારે બોધદાયક ત્રણ શબ્દ સાંભળ્યા અને તીવ્રપણે ઉદયમાં વર્તતા કષાયથી પાછો વાળ્યો, તે તેનો યોગ હતો. ઉપશમ, સંવેગ, અને વિવેક આ ત્રણ શબ્દમાં તેણે પોતાના ઉપયોગ વડે મંથન કર્યું. આત્માનાં તે તે ગુણોનું હાર્દ તેની સમજમાં આવ્યું. તેમ તેમ તે પશ્ચાત્તાપ વડે શુદ્ધિ પામતો ઉત્તમ “યોગને પામ્યો. અર્થાત્ તેની પાસે બાહ્ય કોઈ સાધન વસ્તુઓ હતી નહિ, તેનો આગ્રહ તેણે સેવ્યો નહિ. ચારિત્ર માટે કોઈ આયોજન કર્યું નહિ. કેવળ ચિત્તવિશુદ્ધિના માર્ગે ઉત્તમ યોગને સાધ્ય કરી મુક્તિ પામ્યો.
ઈલાચીપુત્ર પોતાની યુવરાજ પદવી ત્યજીને એક નટીના રૂપમાં લુબ્ધ થયો. અને દોર પર જીવસટોસટના ખેલ કરતો થયો. એક જ લગન હતી ધન પ્રાપ્ત કરું અને નટીને પરણું.” યોગાનુયોગ દોર પર નાચતા તેને દૂરથી ભિક્ષાર્થી મુનિનાં દર્શન થયાં અને દોર પર નાચતા થાકેલો તે હવે ભવથી થાકી ગયો. બહારમાં નટીના રૂપનું ધ્યાન પરિવર્તન થઈ તસ્વરૂપે પરિણમ્યું કે, અહો ! હું કોણ ? ક્યાં આવી ચઢ્યો. ધિક્કાર છે મને, આવા મુનિધર્મનો ઉત્તમ સંયમ છોડી મેં આ શું આદર્યું ? આમ બહારમાંથી અંતર તરફ વળ્યો. અંતરંગમાં ઉત્તમ ધ્યાનયોગને પ્રાપ્ત થઈ કેવળજ્ઞાન પામ્યો.
આ ત્રણે દષ્ટાંત સૂચવે છે અંતરંગની શુદ્ધિરૂપ ઉત્તમ ધ્યાનયોગ મુક્તિનું કારણ છે.
येन केन प्रकारेण देवताराधनादिना ।
चित्तं चन्द्रोज्ज्वलं कार्यं किमन्यैर्ग्रहकुग्रहैः ॥ ७३ ॥ ભાવાર્થ : કોઈ પણ ઉપાયોથી પરમાત્માના આરાધન આદિ વડે ચિત્તને ચંદ્ર જેવું નિર્મળ કરવું. અને અન્ય આગ્રહ કે કદાગ્રહને ત્યજી દેવા.
વિવેચન : કેટલાક ઉત્તમ જીવો પૂર્વના આરાધનના બળે તત્ત્વદૃષ્ટિ અર્થાત્ મૂળસ્વરૂપને લક્ષ્યમાં રાખી ધ્યેયને પ્રાપ્ત કરે છે. પરંતુ અન્ય
મંગલમય યોગા Jain Education International
ko3 www.jainelibrary.org
For Private & Personal Use Only