________________
કદાગ્રહમાં પડતા નથી. કદાચ તત્ત્વદૃષ્ટિરૂપ સીધું આરોહણ કરવાનું બળ ન હોય તો સ્વરૂપલક્ષે જ્ઞાનબળને પુષ્ટ કરવા પરમાત્માની ભક્તિ વડે ચિત્તને નિર્મળ કરવું.
અનાદિકાળના વાસના, વિકાર, વિષયો અને વૃત્તિઓ વડે મલિન ચિત્ત તત્ત્વને ગ્રહણ ક્યાંથી કરે ? મલિન વસ્ત્ર કેવળ જળના યોગથી સ્વચ્છ કેમ બને ? મલિનતાને દૂર કરવા સાબુ જેવું સાધન જરૂરી બને છે. તેમ મલિન અવસ્થામાં તત્ત્વદૃષ્ટિ, સ્વરૂપલક્ષ્ય કે આત્મભાવના થતી નથી. તેવા જીવોને ભક્તિ તે સરળ ઉપાય છે. ભક્તિ એ કેવળ ક્રિયાયોગ નથી પરંતુ ભક્તિ યોગ્ય જે જે કર્તવ્ય છે તે ક્રિયા છે, તેમાં કદાગ્રહ નથી કે આકુળતા નથી. શાંત ચિત્તે, નિકાંક્ષભાવે થતી ભક્તિ ચિત્તને શુદ્ધ કરે છે. તે જેની ભક્તિ કરે છે. તેના ગુણોમાં ચિત્તને જોડે છે. ચિત્તને નિર્મળ કરવાનું એ ઉત્તમ સાધન છે. પરમાત્માના ગુણોમાં લીન બનેલું ચિત્ત વિકારોને ત્યજી નિર્મળ થાય છે.
ચિત્તની નિર્મળતા માટે ભક્તિરૂપ ઉત્તમ સાધનમાં જરૂરી શુદ્ધિ રાખવી, પરંતુ કેવળ ક્રિયાનો આગ્રહ ન રાખવો. જેમકે કોઈ કારણસર એક જગાએ લખ્યું હોય કે પ્રતિમાજીને વરખ ન લગાડવા, એક અંગે પૂજા કરવી. ત્યારે કોઈ આગ્રહ રાખીને છૂપી રીતે વરખ લગાડી દે. બધા અંગે પૂજા કરી લે, તે માને કે મેં મારી ક્રિયા પૂરી કરી, પરંતુ તેમાં પોતાનો આગ્રહ હતો. તેનો લાભ શો ? શિસ્તભંગનો કે કપટનો લાભ શું હોઈ શકે ? માટે જે વખતે જે કરવા જેવી ક્રિયા કરીને ચિત્તને ચોખ્ખું રાખવું. “મેલને ધારણ કરવો, દુ:ખે તપી શકાય તેવો તપ તપવો, ઇન્દ્રિયોનો નિરોધ કરવો સરળ છે પણ ચિત્તને શુદ્ધ કરવું દુષ્કર છે.”
तथा चिन्त्यं तथा वाच्यं चेष्टितव्यं तथा तथा ।
मलीमर्स मनोऽत्यर्थ यथा निर्मलतां व्रजेत् ॥ ७४ ॥ ભાવાર્થ : મલિન મન જે રીતે અત્યંત નિર્મળ થાય તેવું વિચારવું. તેવું બોલવું અને તેવું જ આચરવું.
૪
મંગલમય યોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org