________________
વિવેચન : મન એ દીર્ધકાળના વિકલ્પોનો પૂંજ છે. તેમાં જ પરભાવ કે વિભાવરૂપ જે સંસ્કારો પડ્યા છે, તે મલિનતા છે. ચિત્ત
જ્યારે નિર્મળ બને છે. સામ્યભાવવાળું બને છે ત્યારે તેના વાણી, વિચાર અને વર્તન પણ સમ્યગું બને છે. જેવા વિચાર (મન) તેવી વાણી અને વાણી તેવું વર્તન, જો સમ્યપણે હોય તો આત્મિક વિકાસ સંભવ છે.
સ્વછંદ કે અવિવેકી જન મનમાં જેવું આવે તેવાં વિચાર પ્રમાણે વાણી ઉચ્ચારે કે વર્તન કરે તો તે સ્વ-પર અહિતકારી છે. માટે જેનામાં વિવેક છે, સમ્યગૃષ્ટિ છે, તેના વિચાર સવિચાર હોય છે. તેની વાણી હિતકારી હોય છે. તેનું વર્તન સંયમિત હોય છે. આથી તેનું મન પણ નિર્મળ હોય છે.
નિર્મળ ચિત્તયુક્ત જે કંઈ સાધના થાય, વ્રતાદિ થાય તે સર્વે આત્મવિકાસને યોગ્ય હોય છે. મોક્ષમાર્ગની સાધનાનો પાયો મનની શુદ્ધિ ઉપર છે. જે ઉપાય વડે મન શુદ્ધ થાય તે પ્રયોજનને અગ્રિમતા આપવી. પ્રથમ અશુભ નિમિત્તોથી દૂર થવું, પછી શુભ નિમિત્તોનું અવલંબન લઈ સર્વ પ્રકારના આત્મિક બળ વડે મન:શુદ્ધિને સેવવી.
મનને નિર્મળ કરવાના ઉપાયમાં શાસ્ત્રબોધ એ એક સાધન છે. સતપુરુષોના જીવન પ્રસંગોનું સ્મરણ પણ ઉપકારી છે. મંત્રજપ વડે મન નિર્મળ થાય છે. મન નિર્મળ થતાં વાણી હિતકારી થાય છે. અને વર્તન પણ સદરૂપ થાય છે.
चञ्चलस्यास्य चित्तस्य सदैवोत्पथचारिणः ।
उपयोगपरैः स्थेयं योगिभिर्योगकांक्षिमिः ॥ ७५ ॥ ભાવાર્થ : યોગના અભિલાષી એવા યોગીઓએ હંમેશા ઉન્માર્ગે જવાના સ્વભાવાળા અને ચંચળ એવા આ ચિત્તના ઉપયોગમાં લીન રહેવું જોઈએ.
વિવેચન :સન્માર્ગની યાત્રાના અભિલાષીએ, યોગના આરાધક યોગીઓએ ઉન્માર્ગે જવાવાળા ચંચળ ચિત્તને શુદ્ધ ઉપયોગમાં લીન રાખવું. અર્થાત્ તે તરફ સાવધાન રહેવું. જેને મોક્ષમાર્ગની તીવ્ર
મંગલમય યોગ
o૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org