________________
જિજ્ઞાસા છે તેણે પોતાના પરિણામને તે માર્ગના ઉપાયોમાં ચિત્તને જોડેલું રાખવું. ચિત્તની ચંચળતા સાધકનું સાધ્ય પડતું મુકાવી કોઈ અન્ય યાત્રાએ નીકળી પડે છે. સાગરના મોજાંની જેમ નિરંતર જળકલ્લોલ જેવું આ ચિત્ત મુક્તિ અભિલાષીને પણ મૂંઝવી દે છે.
ભલે તે જ્ઞાનનો આરાધક હોય, કે ધ્યાનનો આરાધક હોય, પણ આ ચંચળ ચિત્ત એને ગર્વ કે લબ્ધિ જેવા અવળે પાટે ચઢાવી દે છે. યોગી ભ્રમમાં રહે છે અને શું થવાનું છે ? મેં તો સંસારનો ત્યાગ કર્યો છે. પરંતુ આ ચિત્ત તેના અંતરમાં એક નવો સંસાર ઊભો કરી દે છે. યોગી જાગૃત થઈને જુએ છે ત્યારે આ ચિત્ત તો અન્ય સ્થળે જઈ કેટલીયે મલીનતાઓ લઈને આવે છે.
આથી આ ચિત્તને મર્કટની ઉપમા આપી છે. એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદકા મારતા મર્કટની જેમ ચંચળ ચિત્ત એક વિકલ્પ પૂરો ન થાય ત્યાં બીજા વિકલ્પમાં કૂદકો મારે છે વળી અશ્વના જેવી ઝડપી ગતિવાળું છે. પવનના વેગની જેમ એક વિષય પરથી બીજા વિષય પર દોડે છે. એવું ચિત્ત આત્મજ્ઞાન વડે કે સંયમ દ્વારા શાંત થાય છે.
___ सुकरं मलधारित्वं सुकरं दुस्तपं तपः।
सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥ ७६ ॥ ભાવાર્થ : વસ્ત્ર કે શરીરાદિ પર મેલ ધારણ કરવો. કઠિન તપ કરવું સરળ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પણ સુકર છે. પરંતુ ચિત્તનું શોધન કરવું તે જ દુષ્કર છે. '
વિવેચન : અગાઉ જણાવ્યું છે તેમ બહારના વિવિધ પ્રયોજન કરે પરંતુ અંતરંગ શુદ્ધ નથી તો સર્વ વ્યર્થ છે. કારણ કે વસ્ત્રાદિ મલિનતા સમય જતાં ટેવ બને છે એટલે કઠિન છતાં સરળ થાય છે. તપ-ઉપાવાસાદિક કરવા જો આરાધનનો સંસ્કાર છે તો તે સરળ છે, પરંતુ તપસ્વીને ચિત્તશુદ્ધિ કઠિન છે. ઇન્દ્રિય વિજેતા હોય તે પણ ચિત્તના કોઈ ને કોઈ વિકલ્પમાં મૂંઝાય છે. * તપ આદિ સર્વે પ્રકાર સાધનામાર્ગમાં આવશ્યક છે છતાં તેનો
φε
મંગલમય યોગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org