________________
આગ્રહ વધે અને ચિત્તમાં સમભાવરૂપ શુદ્ધિ ન આવે તો યાત્રા પૂર્ણ થતી નથી. બહારના કાયાના કષ્ટને જેટલું ત્વરાથી સાધક સાધ્ય કરે છે, તેટલા મનમાં પડેલા માનાદિ દૂષણ કે પ્રશંસાથી મુક્ત રહી શકતો નથી. અહંકારની માયાજાળ ભુલભુલામણી જેવી છે.
મલિન વસ્ત્રાદિને ધારણ કરનારને પ્રશંસા મીઠી લાગે. અથવા અન્ય જો તેના વિચાર પ્રમાણે ન કરે તો આકુળ થઈ ઊઠે. તપસ્વી આહારાદિનો આશ્ચર્યજનક ત્યાગ કરે પરંતુ મન પર કાબૂ રાખી ન શકે, તપનો અગ્નિ કર્મને બાળવાને બદલે, ક્રોધાગ્નિ પેદા કરી તપને જ ભસ્મ કરી દે. ઇન્દ્રિયોના વિષયોનો સંયમ રાખનાર સંયમ વડે શુદ્ધિ તરફ ન જાય તો અહંકાર કે ઉગ્રતામાં અટકી જાય. આવા ઉત્તમ અનુષ્ઠાનોની આરાધના પછી આવી પરિસ્થિતિ પેદા કરનારને તત્ત્વદૃષ્ટિનો અભાવ છે. કઠિન વસ્તુ સરળ લાગે અને અંતરસંશોધન સરળ છતાં કઠિન લાગે તે પ્રકૃતિની વિચિત્રતા છે.
पापबुद्धया भवेत् पापं को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्वया तु यत् पापं तश्चिन्त्यं निपुणैर्बुधैः ॥ ७७ ॥
ભાવાર્થ : પાપબુદ્ધિથી પાપ થાય છે, આ હકીકત કયો ભોળો માણસ જાણતો નથી પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય છે' તે ચતુર વિદ્વાનોએ વિચારવું જોઈએ.
વિવેચન : સંસારીજનો સંસારના સ્વાર્થને કારણે પાપબુદ્ધિથી પાપ કરે છે. તેમને એવું જ્ઞાન પણ નથી કે પાપ ક્યાં થાય છે, કેમ થાય છે. સંસારીની દરેક પ્રવૃત્તિમાં અઢારમાંથી કોઈક પાપ તો જોડાય છે. અને તે જીવો પાપનું પરિણામ ભોગવે છે. વળી કેટલાંક પાપ એવાં છે કે મંદબુદ્ધિ પણ જાણી શકે કે આ તો પાપ છે, કોઈને હણવા, અસત્ય બોલવું, ચોરી કરવી, વ્યભિચાર કે દુરાચાર સેવવો, અતિ આરંભ પરિગ્રહનું સેવન કરવું, મૂર્છા રાખવી વગેરેમાં પાપ છે તે સામાન્ય માનવી જાણે છે, પરંતુ અજ્ઞાનવશ તે પાપ કરવાનું છોડતો નથી.
પરંતુ વિદ્વત્ઝનોને શા માટે પાપપ્રવૃત્તિ કરવી પડતી હશે ?
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
tolo
www.jainelibrary.org