________________
વળી પોતાના વિચારના મતના આગ્રહને સાચો કરાવવા, સંગઠનોનું બળ વધારવા ભગવાનના વચન શાસ્ત્રલેખનને નામે ચઢાવી, એ ભોળાજનોને શબ્દના અર્થને ફેરવીને ભ્રમમાં નાખે છે. છતાં પોતે એમ જાણે છે કે આ તો ધર્મની સેવા કે પ્રચાર કરીએ છીએ. ભગવાને કહેલા વચનને પોતાના સ્વાર્થ માટે કુશળતાપૂર્વક રજૂ કરીને કેવા યશ કે ધન મેળવવા પ્રયત્ન કરે છે ?
વળી કોઈક તો ધર્મનો સ્વાંગ સજી ખોટા ચમત્કારો ઊભા કરી લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. ધન આપવું પડે તો આપીને પણ લોકોને પોતાના મતમાં ભેળવે છે, કથંચિત કોઈ પુણ્યોદયનો દુરઉપયોગ કરી પાપમાં પડતા વિદ્વાનોએ પરિણામનો વિચાર કરી એવી પાપબુદ્ધિને ત્યજી દેવી.
अणुमात्रा अपि गुणा दृश्यन्ते स्वाधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला अपि नैव कथंचन ॥ ७८ ॥ त एव वैपरीत्येन विज्ञातव्याः परं वचः ।
दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥ ७९ ॥ ભાવાર્થ : પોતામાં રહેલા અણુ જેટલા ગુણો પોતાને મહાન દેખાય છે. પરંતુ પર્વત જેટલા દોષો રજમાત્ર પોતાને દેખાતા નથી. ૭૮
આવો દિશાભ્રમ એક પ્રકારનો મહાબળવાન મોહ છે, તેને વિપરીત – (અહિતરૂપ) જોવો જોઈએ તેવું આHવચન છે. ૭૯
વિવેચન : માનવના ચિત્તની એક મહાન ત્રુટિ છે, કે તેને પોતાનામાં ગુણ ન હોય તો પણ પોતાની મહાનતા લાગે છે. એથી તેનું અહિત એમ થાય છે કે તેના ગુણો વિકાસ થવાને બદલે કદાચ નાનો સરખો ગુણ હોય તો પણ નષ્ટ થાય છે. અને દોષ પર્વત જેવો મોટો અર્થાત્ ઘણું અહિત કરનારો હોય તો તેને તે રાઈના દાણા જેટલો પણ દેખાતો નથી. માનવ આમ તો બુદ્ધિમાન છે તેને આવો ભ્રમ કેમ પેદા થતો હશે. એનું કારણ એક જ છે કે તેની પ્રકૃતિમાં મહાબળવાન મોહનો ઉદય છે.
o૮
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org