________________
જિનેન્દ્રથીય શું ? અર્થાત્ તેમને ભજવાથી શું ?
વિવેચન : પ્રમાદના નિકટવર્તી રાગાદિ ભાવ પૂરા જીવનને કલુષિત કરે છે. આહારાદિનો ત્યાગ કરનારા પણ જો રાગના ફંદામાં ફસાયેલા હોય તો તેમનો તે ત્યાગ આત્મહિતાર્થે બનતો નથી. મહામુનિઓને પણ જેમણે છેતર્યા છે એવો આ રાગ દીર્ઘકાળના વૈરાગ્યનો પણ નાશ કરે છે. એથી તેના અંકુરમાત્રના નાશ માટે પ્રથમ પ્રશસ્તરાગની ભૂમિકા આપી છે.
પ્રશસ્તરાગનું બળવાન નિમિત્ત વીતરાગ છે. કોઈ નામાદિ સાથે કે અન્ય માન્યતા સાથે પ્રશસ્ત રાગનું પ્રયોજન નથી. પરંતુ જેનામાં પૂર્ણ વીતરાગતા છે. મોહનીય આદિ કર્મો જેના નાશ પામ્યા છે. જેમને આ વિશ્વના કોઈ પણ પદાર્થ સાથે રાગાદિ સંબંધ નથી તેવા સત્પુરુષ વીતરાગ છે. તેનું આલંબન પ્રશસ્ત રાગ છે. તે સિવાયના દેવોને ભજવાથી શું થાય ?
ભલે કોઈ બુદ્ધ કહાવે પણ જો તેનું ચિત્ત રાગાદિ વડે કલુષિત હોય તો તેને ભજવાથી શું ?
વળી કોઈ મહાદેવ હોય પણ તેમની ચર્ચા કે ઉપસ્થિતિમાં રાગાદિ સાધન હોય. વળી તેમને કોપાયમાન થવાનાં કારણો હોય તો તેમને ભજવાથી શું ?
વળી કોઈ બ્રહ્મા હોય પણ તેમનું અસ્તિત્વ જગતના રાગાદિભાવો સાથે જોડાયેલું હોય, સર્જન આદિનો કર્તાભાવ હોય તો પૂર્ણ વીતરાગતા ન હોય તેમને ભજવાથી શું ?
ભલે તે વિષ્ણુ હોય પરંતુ તેમને અવતાર લેવો પડે, જગતના પ્રપંચની કોઈ લીલા કરવી પડે. સ્ત્રી આદિ પ્રત્યે રાગ કે દ્વેષના ભાવ ઊઠે તો પછી તેમને ભજવાથી શું ?
અરે, કોઈ જિનેન્દ્ર હોય પણ જો તેઓમાં જગતના રાગાદિ ઊપજે તેવા નિમિત્તમાં બાહ્ય કે અતંરમાં ફસાયેલા હોય. શરીરાદિની તેવી ચેષ્ટાઓ વડે જગતને પ્રસિદ્ધિ આપતા હોય. સત્કાર આદિમાં તુષ્ટ હોય અને અપમાનાદિમાં રૂષ્ટ હોય તેમનામાં વીતરાગતા ક્યાંથી
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
૬૫ www.jainelibrary.org