________________
सावद्यं सकलं योगं प्रत्याख्यायान्यसाक्षिकम् ।
विस्मृतात्मा पुनः क्लीबः सेवते धैर्यवर्जितः ॥ ११८ ॥
ભાવાર્થ : સત્વ વિનાનો કાયર જીવ અન્યની સાક્ષીએ સઘળી સાવઘ પ્રવૃત્તિઓની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ તેને ભૂલી જઈ ફરી તે સાવઘ પ્રવૃત્તિઓનું સેવન કરે છે.
વિવેચન : જે પ્રાણી સત્ત્વ એટલે સંસારક્ષેત્રે પણ પરોપકાર વૃત્તિ રહિત, ઉદારતા, સદાચાર, ક્ષમા, સરળતા, સંતોષ કે નમ્રતા જેવા ગુણો રહિત છે તે કાયર જીવ છે, ધર્મ ક્ષેત્રે નિસ્પૃહભાવે સેવાવૃત્તિ રહિત છે તે કાયર છે. તે જ્યારે પ્રતિજ્ઞાઓ લે છે ત્યારે પાત્રતા ન હોવાથી કાયર થઈને ત્યજી દે છે.
દા.ત., સત્ત્વહીન માનવ પ્રતિજ્ઞા લે કે (૧) હું અભક્ષ્ય આહાર કે ઔષધ ગ્રહણ કરીશ નહિ. (૨) વ્યવહારમાં વાણીનું સત્ય પાળીશ, (૩) કોઈ પ્રકારની ચોરી નહિ કરું, (૪) અમુક સમય બ્રહ્મચર્ય પાળીશ. (૫) ધનના લોભે હિંસાયુક્ત વ્યાપાર નહિ કરું, (૬) સ્વાર્થજનિત કોઈ દુષ્કૃત્ય નહિ કરું, પરંતુ (૧) જીભના સ્વાદથી કે દેહના મમત્વથી તે પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. (૨) વ્યવહારમાં અહંકાર કે માયાવશ અસત્ય બોલી જાય. (૩) કોઈ ક્ષેત્રમાં લાભ મળતો જોઈને વસ્તુને મેળવી લે (૪) નબળાઈને કારણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો ભંગ કરે. (૫) અયોગ્ય વ્યાપારમાં ધનના લોભે વ્યાપાર કરે.
આમ નાનામોટા નિયમ લે ખરો પણ તે પાળવામાં ટકી શકે નહિ. વળી જેનાથી પર જીવને હાનિ થાય કે મન કલુષિત થાય તેવી પ્રવૃત્તિ કરે. તે પ્રાણી સત્ત્વહીન હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. વળી પ્રતિજ્ઞાનું માહાત્મ્ય ન હોવાથી, કેવળ મનથી જ સંકલ્પ કરેલો હોવાથી તેવી નબળાઈને કારણે પ્રતિજ્ઞાનું વિસ્મરણ થાય છે. વળી તેને સાધુસંતોનો પરિચય ન હોવાથી કે શ્રદ્ધા ન હોવાથી તેમની આજ્ઞાનું પાલન કરવા અસમર્થ નીવડે છે.
तावद् गुरुवचः शास्त्रं तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावद् न मनस्तरलीभवेत् ॥ ११९ ॥
ભાવાર્થ : જ્યાં સુધી મન વિષયો કે કષાયોથી ચંચળ નથી,
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
મંગલમય યોગ
www.jainelibrary.org