________________
हीनसत्त्वो यतो जन्तुर्बाधितो विषयादिभिः ।
बाढं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ॥ ११७ ॥ ભાવાર્થ ? કારણ કે સત્ત્વહીન પ્રાણી વિષયાદિથી પીડિત થતાં પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરી, ફરી સંસારમાં આસક્ત થાય છે.
વિવેચન : ધર્મ એ આંતરિક શુદ્ધ અવસ્થા છે, તેમાં ઘણા સત્ત્વની આવશ્યકતા છે. તમસ પ્રકૃતિવાળો પ્રાણી કેવળ વિષયની પાછળ દોડે છે, અહર્નિશ તે વિષયોના પદાર્થો મેળવવા મથે છે, તેના માટે અપકૃત્યો કરે છે, અન્યને ઠગે છે. એની જીવનચર્યાનું આયોજન એ પ્રકારનું હોય છે કે તે નિરંતર અન્યના દુઃખમાં રાજી થાય છે, અન્યને દુ:ખ પહોંચાડવામાં સુખ માને છે. આવા સુબ્ધ ચિત્તવાળો માનવ-પ્રાણી કેવી રીતે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરે ?
રજસ પ્રકૃતિવાળો પ્રાણી કદાચ બહારમાં કંઈ પરોપકાર ઇત્યાદિ કાર્ય કરતો જણાય તોપણ તેમાં તેને પોતાનો કંઈ સ્વાર્થ લાગે. અથવા બીજાને દુ:ખ ન આપે, પરંતુ પોતાને મળેલા સુખભોગમાં મગ્ન હોય. આવો વિષયમાં લુબ્ધ માનવ પણ શુદ્ધ ધર્મને કેવી રીતે પ્રાપ્ત કરે ?
કદાચ તમસ અને રજસ પ્રકૃતિવાળો ધર્મમાર્ગમાં પ્રવેશ કરવા કે અન્ય કારણોથી ઉતાવળો થઈ પ્રતિજ્ઞા કરે તો પણ તે પ્રતિજ્ઞાનો ભંગ કરે. કારણ કે તે વિષયના સુખ, ધનનો લોભ, પરિવારની આસક્તિ કે યશકીર્તિને ત્યજી શકતો નથી, તેથી કંઈ કારણ મળતાં તે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરે છે. પ્રાયઃ તે પ્રાણીઓનું મન નિર્બળ હોય છે તેથી ચિત્ત નિર્મળ થાય તેવી પ્રતિજ્ઞાનો તે ઉદ્યમ જ કરી શકતો નથી.
અર્થાત્ અશુભક્રિયામાં પ્રવૃત્તિ અને શુભમાં નિવૃત્તિ તે તેની મનઃસ્થિતિ છે. આથી તે સંસારમાં આસક્ત થઈ વ્યર્થ જન્મ ગુમાવે છે. આત્મા અનંતગુણનું પાત્ર છે, અજ્ઞાનવશ જીવ તેના આ સામર્થ્યનું મૂલ્ય જાણતો નથી તેથી ભૌતિક પદાર્થોમાં મુગ્ધ થઈ સત્વહીન બને છે, પ્રતિજ્ઞા એ તેને માટે અતિ કષ્ટદાયક છે, તેથી સ્વચ્છંદ વડે પ્રતિજ્ઞાની મર્યાદા વગરનો તે પુનઃ પુનઃ સંસારના પરિભ્રમણને પામે છે.
મંગલમય યોગા
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org